Last Update : 07-May-2012, Monday

 

અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટનનું કોલકાતામાં આગમન

ક્લિન્ટન તેમજ તેમના ૪૦ સભ્યોના કાફલાના રક્ષણ માટે હોટલમાં કિલ્લેબંધી

કોલકાત્તા, તા. ૬
અમેરિકાીના વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન ત્રણ દિવસની ભારતની મુલાકાતે કોલકાત્તા ખાતે આવી પહોંચ્યા હતા. અમેરિકાના કાર્યક્રમમાં જે બાબતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે તે ઈરાનથી આયાત કરવામાં આવતા ખનીજ તેલના પ્રમાણમાં ઘટાડો કરીને ઈરાન પરના પ્રતિબંધોને વધુ મજબૂત રીતે અમલી બનાવવા માટે હિમાયત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત તેની ખનિજ તેલની જરૃરીયાતનું ૮૦ ટકા તેલ વિદેશથી આયાત કરે છે જેમાં ઈરાનનો હિસ્સો ૧૨ ટકા છે. અમેરિકા એવું ઈચ્છે છે કે ભારત ઈરાનથી પેટ્રો પેદાશોની આયાત ઘટાડે અને ઈરાન સામેના પ્રતિબંધોનું વધુ મજબુતીથી પાલન કરે. જ્યારે ભારતની દલીલ એવી છે કે ભારતને તેની તેલની જરૃરીયાતને પહોંચી વળવા માટે ઈરાનથી તેલ આયાત કરવું જરૃરી છે.
જોકે ભારતે જાહેરમાં ઈરાન પાસેતી તેલની ખરીદી ઘટાડવાની કબુલાત આપી ન હોવા છતાં ભારતની મુખ્ય કંપનીઓએ ઈરાન પાસેથી ખરીદવામાં આવતી પેટ્રો પેદાશોના પ્રમાણમાં ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો કર્યો હોવાનું માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૯-૧૦માં ભારતે ઈરાનમાંથી ૨૧.૨ મીલીયન ટન ક્રૂડતેલ આયાત કરાયું હતું. જેની સામે વર્ષ ૨૦૧૦-૧૧માં ૧૮.૫ મીલીયન ટન ક્રૂડતેલ આયાત કરાયું હતું. જ્યારે વર્ષ ૨૦૧૧-૧૨માં ઈરાની તેલની આયાત ૧૬ મીલીયન ટન કરતા પણ ઓછો છે. આમ ભારત ઈરાની તેલની આયાત ઘટાડીરહ્યું છે. તેમ છતાં અમેરિકા આ પ્રમાણમાં હજી વધુ ઘટાડો ઈચ્છે છે.
હિલેરી ક્લિન્ટન કોલકાતા આવી પહોંચ્યા બાદ તેઓ જે હોટલમાં ઉતર્યા હતા ત્યાં સલામતી વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ હતી. હિલેરી ક્લિન્ટન તેમના ૪૦ સદસ્યોના પ્રતિનિધિ મંડળ સાથે જ્યાં ઉતર્યા છે તેમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. તે હોટલની સુરક્ષા વ્યવસ્થા હાલમાં એફ.બી.આઇ. સંભાળી રહી છે.
હિલેરી ક્લિન્ટન આવતી કાલે બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મળશે. અમેરિકાના વિદેશ પ્રધાન દ્વારા સૌ પ્રથમ વાર એવું પગલું લેવામાં આવી રહ્યું છે જ્યારે તેઓ કોઇ રાજ્યના મુખ્ય પ્રધાનને મળી રહ્યા હોય.
ગત વર્ષે રીટેલ ક્ષેત્રમાં વિદેશી મૂડી રોકાણના નિર્ણયનો મમતા બેનર્જીએ ઉગ્ર વિરોધ કરીને તે મુદ્દો સફળ થવા દીધો ન હતો. તેથી ક્લિન્ટન અને મમતા વચ્ચેની આ બેઠક અગત્યની માનવામાં આવે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved