Last Update : 07-May-2012, Monday

 

સૌથી વધુ કાળા નાણાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઃ ઈન્ટેલીજન્સ એજન્સી

- આ ક્ષેત્ર પર નજર રખાશે

 

- ઈડી અને આઈટીને જણાવી દેવાયું

નવી દિલ્હી, તા. ૬
આર્થિક ગુપ્તચર સંસ્થાએ નાણા મંત્રાલયને માહિતી આપી છે કે દેશના સ્થાવર સંપત્તિ ક્ષેત્રમાં મોટા પાયે કાળુ નાણું ઉત્પન્ન થાય છે અને તે માર્ગે જ તેનું રોકાણ અને વપરાશ પણ થાય છે.
આર્થિક બાબતોની તપાસની ખાસ વિભાગો જેવા કે સેન્ટ્રલ ઈકોનોમીક ઈન્ટેલીજન્સ બ્યુરો (સી.ઈ.આઈ.બી.), આવકવેરા વિભાગ (ઈન્ટેલીજન્સ) અને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ એક્સાઇઝ ઈન્ટેલીજન્સ જેવા વિભાગો એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ અને આઈ.ટી. (ઈન્વેસ્ટીગેશન) વિભાગને એવી તાકીદ કરી છે કે તેઓ આ વિભાગમાં થતી નાણાની હેરફેર પર કડક નજર રાખે.
થોડા સમય પૂર્વે નાણાપ્રધાન પ્રણવ મુખર્જીના વડપણ હેઠળ મળેલી ઈકોનોમીક ઈન્ટેલીજન્સ કાઉન્સીલની બેઠકમાં સી.ઈ.આઈ.બી.એ એવો અહેવાલ આપ્યો હતો કે વર્ષ ૨૦૧૧ દરમ્યાન જાહેર કરવામાં નહીં આવેલી સંપત્તિનો મોટો હિસ્સો આ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હોવાનું માલુમ પડયું હતું. નહીં જાહેર કરાયેલી સંપત્તિમાં આ ક્ષેત્રનો હિસ્સો ૪૦ ટકા હોવાનું જણાયું હતું. બીજા નંબરે મેન્યુફેકચરીંગ સેકટર હતું. તેનો હિસ્સો જાહેર નહીં કરાયેલી સંપત્તિમાં ૨૭ ટકા હતો.
વર્ષ ૨૦૧૧ દરમ્યાન જે કાળા નાણાં આ બન્ને ક્ષેત્રમાં ખડકાયા હતા તેમાં બાંધકામ ક્ષેત્રમાં ૧૪૦૦ કરોડ જ્યારે મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ૧૧૦૦ કરોડ રૃા. ગુપ્ત સ્વરૃપે ખડકાયા હતા.
સી.ઈ.આઈ.બી.એ આર્થિક વ્યવહારોની વિગતો એકઠી કરવા અને પૃથ્થકરણમાં સર્વોચ્ચ સંસ્થા ગણાય છે, અને આવકવેરા વિભાગ, ઈ.ડી. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડી.આર.આઇ.) કસ્ટમ્સ અને સરકારની અન્ય એજન્સીઓ જેવી કે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો, સી.બી.આઈ. અને આઈ.બી. જેવી સંસ્થાઓ દ્વારા એકત્ર કરાયેલી વિગતો ચકાસતી હોય છે.
તેની પાસેની વિગતો દ્વારા કાળાનાણાની કયા પ્રકારે હેરાફેરી થાય છે તેની પણ માહિતી અપાઇ છે. જેમાં કરવેરા કાપના ખોટા દાવા, ઉલ્લેખ ન થયો હોય તેવા નાણાકીય વ્યવહારો, બહુસ્તરીય નાણાકીય વ્યવહારો, વિદેશ સાથે થતા નાણા વ્યવહારો જેમાં કરમુક્ત રાષ્ટ્રો સાથેના વ્યવહારો તેમજ નફાની ઓછી આકારણી એ મુખ્ય દુષણો ગણાવાયા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved