Last Update : 07-May-2012, Monday

 
૨ હજાર કિ.મી. સુધીની ક્ષમતાવાળી મિસાઈલને તોડી પાડશે
ભારતનું મિસાઈલ સંરક્ષણ કવચ તૈયાર હોવાનો ડીઆરડીઓનો દાવો

જરૃર પડયે આ કવચને બે શહેરોના રક્ષણ માટે તાત્કાલિક ગોઠવી શકાશે

(નવી દિલ્હી), તા. ૬
ભારતે સંરક્ષણ મિસાઈલનું કવચ તૈયાર કરી લીધું છે અને જરૃર પડયે તેને તાત્કાલિક બે શહેરોના રક્ષણ માટે ગોઠવી શકાશે. આ સફળતાના કારણે ભારત અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા જૂજ દેશોની યાદીમાં સમાવેશ પામ્યું છે. ઉલ્લેખનીય છે કે આ 'કવચ'નું ડીફેન્સ એન્ડ રીસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા સફળ પરીક્ષણ પણ કરાયું છે.
આ મિસાઈલ કવચથી ધસી આવતી અને ૨ હજાર કિ.મી. સુધીની ક્ષમતાવાળી બેલેસ્ટિક મિસાઈલનો નાશ કરી શકાય છે. આ પ્રણાલીને ૨૦૧૬ સુધીમાં વિકસાવીને તેની ક્ષમતા ૫ હજાર કિ.મી. સુધીની કરી દેવાશે. ડીઆરડીઓના વડા વી.કે. સારસ્વતે જણાવ્યું હતું કે ''બેલિસ્ટિક મિસાઈલ સંરક્ષણ કવચ હવે તૈયાર છે. આપણે પહેલા તબક્કાને અમલમાં મુકી શકીશું અને તે પણ ટૂંકાગાળામાં ગોઠવી શકાય તેમ છે.''
આ કવચ (શીલ્ડ)ને માળખાગત સુવિધા ઉપલબ્ધ છે. તેમાં બે શહેરોમાં ગોઠવી શકાશે. જોકે આ બે શહેરો ક્યા છે તેની ચોખવટ તેમણે કરી નહોતી. તેમણે કહ્યું હતું કે શહેરોની પસંદગી રાજકીય સ્તરે કરવામાં આવશે. સારસ્વતે જણાવ્યું હતું કે, ''ભારતે ૬ સફળ પરીક્ષણ કર્યા છે અને ૨ હજાર કિ.મી.ના લક્ષ્યાંકો હાંસલ કરવાની ક્ષમતા પણ રજૂ કરાઈ છે. આ પરીક્ષણ બે તબક્કામાં કરાયા હતાં. જેમાં પૃથ્વીની અંદર અને બહારના વાતાવરણનો સમાવેશ થતો હતો.''
ડીઆરડીઓના વડાએ કહ્યું હતું કે લાંબા અંતરના રડાર, ટ્રેકિંગ ડિવાઈસ, રીયલ ટાઈમ ડેટાલિંક અને મિશન કન્ટ્રોલ પ્રણાલી સહિતના સાધનોનું સફળ પરીક્ષણ થયું છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કા અંતર્ગત ડીઆરડીઓ આ 'કવચ'ને પાંચ હજાર કિ.મી.ની ક્ષમતાવાળી બેલેસ્ટિક મિસાઈલનો નાશ કરી શકે તેવું બનાવી દેશે. આ પ્રણાલી ગોઠવી શકાય તે માટે ખાસ પ્રકારના જહાજો પણ તૈયાર થઈ રહ્યાં છે.
સારસ્વતે જણાવ્યું હતું કે ભારતની મિસાઈલ પ્રણાલી હવે અમેરિકાની પેટ્રીઓટ-૩ સાથે સરખાવી શકાય તેવી છે. આ પ્રણાલીનો અમેરિકાએ ૧૯૯૦માં ઈરાક સાથેના અખાતી યુદ્ધમાં સફળ ઉપયોગ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved