Last Update : 07-May-2012, Monday

 

કન્ઝ્યુમર ચીજોની માલિકી અંગેના આંકડાનું તારણ
કેરળ, તમિલનાડુ, બિહાર અને પંજાબમાં એસસી, એસટી અન્યો કરતાં વધુ સુખી

જોકે દેશના અન્ય ભાગોમાં આ વર્ગોની હજુ પણ નબળી સ્થિતિ

નવી દિલ્હી, તા. ૬
તાજેતરમાં પ્રસિધ્ધ થયેલી જનસંખ્યા વિગતો, (સેન્સસ ડેટા) પ્રમાણે વિવિધ સામાજિક વિભાગોનાં વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, મોટા ભાગના અનુસૂચિત જાતિના નાગરિકો પાસે, ફોન કે સાયકલ જેવી મૂળભૂત સુવિધાઓ પણ હોતી નથી. તેટલું જ નહીં પરંતુ, અનુસૂચિત જનજાતિના નાગરિકો માટે તો, અનુસૂચિત જાતિના નાગરિકો કરતાં પણ, આવી સુવિધાઓ ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું છે.
આમ છતાં પંજાબ, કેરળ અને તમિળનાડુમાં આવાં બેઝિક કન્ઝૂમર-ડયુરેબલ્સની માલિકીનું પ્રમાણ ઑબીસી વર્ગો તેમજ ઉચ્ચ વર્ગ કરતાં અન્ય રાજ્યોના પ્રમાણમાં વધુ છે.
૨૦૧૧માં યોજાયેલી વસ્તી ગણતરીની વિગતો જણાવે છે કે, સમગ્ર ભારતમાં ૧૭.૮ ટકા જેટલાં કુટુંબો તેવાં છે કે, જેમની પાસે ફોન, ટીવી, રેડીયો કે સાઇકલ પણ નથી. આ પ્રમાણ અનુસૂચિત જાતિઓ માટે ૨૨.૬ ટકા, અનુસૂચિત જનજાતિઓ માટે ૩૭.૩ ટકા અને 'અન્યો' માટે ૧૪ ટકાનું છે.
'અન્ય' વિભાગના અર્ધોઅર્ધથી વધુ નાગરિકો પાસે ટીવી સેટ્સ છે. તે સામે અનુસૂચિત જનજાતિના (એસટી)ના ૨૫ ટકાથી પણ ઓછા લોકો પાસે ટીવી છે. જ્યારે અનુસૂચિત જાતિ (શેડયુલ્ડ કાસ્ટ)ના ૨ ટકાથી ઓછા નાગરિકો ટીવી, ફોન કે કોમ્પ્યુટર ધરાવે છે.
આ પરિસ્થિતિ અંગે 'ઈન્ડિયન કાઉન્સીલ ઑફ સોશ્યલ સાયન્સ રીસર્ચ'ના ચેરમેન સુખદેવ થોરાટ જણાવે છે કે આર્થિક ઉદારીકરણે અનુસૂચિત જાતિઓ અને અન્યો વચ્ચેનું અંતર જરૃર ઘટાડયું છે, પરંતુ અન્ય વર્ગોના પ્રમાણમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિમાં ગરીબીનું પ્રમાણ ઉપલા વર્ગના પ્રમાણમાં ઘણું ઓછું ઘટયું છે.
તમિલનાડુમાં, દલિતોની મિલ્કતમાં થયેલા વધારા અંગે સ્પષ્ટતા કરતાં આ સંબંધી અહેવાલ જણાવે છે કે પૂર્વેની રાજ્ય સરકારે ગરીબ કુટુમ્બોને મફત ટીવી સેટ આપવાનો કરેલો નિર્ણય અધિકાંશ કારણભૂત છે. પરંતુ, ફોન અને કોમ્પ્યુટર્સ પણ તેઓ અન્ય રાજ્યોના પ્રમાણમાં વધુ ધરાવે છે. જ્યારે બિહારમાં શાળાએ જતી વિદ્યાર્થીનીઓને મફત સાયકલો પૂરી પાડવામાં આવી છે તે પણ એક મહત્વનું કારણ તે રાજ્યમાં અનુસૂચિત જાતિઓ-જનજાતિઓના ઉત્કર્ષ માટે માનવામાં આવે છે. ઈન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ મેન પાવર રીસર્ચના ડીરેક્ટર જનરલ સંતોષ મેહરોત્રાના મતે આ ચારે રાજ્યોમાં દલિતોના થયેલા ઉત્કર્ષ માટે તે રાજ્યોની રાજ્ય સરકારોએ લીધેલાં મહત્વનાં પગલાં અધિકાંશ કારણભૂત છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved