Last Update : 07-May-2012, Monday

 

ચૂંટણીને હજુ વાર છતાં ભાવિ મુખ્યમંત્રી મુદ્દે અત્યારથી જ આંતર્કલહ
રાજસ્થાન ભાજપના ૫૬ ધારાસભ્યોનાં રાજીનામાં

પૂર્વ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયાની સૂચિત યાત્રાના વિરોધમાં વસુંધરા રાજે સમર્થકોનું પગલું

(પીટીઆઈ) જયપુર, તા. ૬
રાજસ્થાન ભાજપમાં આંતર-કલહ ચરમસીમાએ પહોંચતો જાય છે. ભાજપના એક વરિષ્ઠ નેતા પૂર્વ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયાએ જન-જાગરણ-યાત્રા હાથ ધરવાના મુદ્દે રીસાયેલાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ પક્ષ છોડવાની ગઈકાલે આપેલી ધમકીના પગલે તેઓને વફાદાર તેવા ૫૬ વિધાન સભ્યોએ તેમનાં રાજીનામાં આજે તેઓને રજૂ કરી દીધા હતા. બીજી તરફ ભાજપ મોવડી મંડળે રાજેની આ ધમકીને રાળી-ટાળી નાખવા પ્રયત્નો હાથ ધર્યા છે.
પક્ષમાં વ્યાપી રહેલી કટોકટીને દૂર કરવા પક્ષના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, પક્ષ પ્રમુખ નીતીન ગડકરી અને અરૃણ જેટલીએ આજે વસુંધરા રાજે સાથે ફોન ઉપર વાતચીત પણ કરી હતી.
રાજસ્થાન વિધાનસભાના ૨૦૦ વિધાયકો પૈકી ભાજપના ૭૯ વિધાયકો છે, જેમાંથી ૫૬ વિધાયકોએ રાજેના ટેકામાં તેમનાં રાજીનામાં રજૂ કરી દીધા છે. તેમ રાજ્ય વિધાનસભાનાં આ વિપક્ષી નેતાના નિક્ટવર્તી સહાયકે જણાવ્યું હતું અને કહ્યું હતું કે હજી પણ વધુ રાજીનામાં આવવાની શક્યતા છે.
રાજ્ય સ્તરની ભાજપની કોર કમિટીની બેઠકમાં રાજેએ પક્ષ છોડવાની સીધી ધમકી જ ઉચ્ચારી હતી. તેઓનો વાંધો પક્ષના અન્ય વરિષ્ઠ નેતા ગુલાબચંદ કટારિયાની સૂચિત 'જન-જાગરણ-યાત્રા' સામે હતો તેમ જાણવા મળ્યું છે. કારણ કે આ યાત્રા દ્વારા તેઓ પોતાને રાજ્યના ભાવિ મુખ્યપ્રધાન તરીકે આગળ દર્શાવવા માગે છે તેમ આ પૂર્વ મુખ્યપ્રધાન અને તેઓના સાથીઓ માને છે. પરંતુ પછીથી કટારિયાએ તેઓની આ સૂચિત યાત્રા બંધ રાખી હતી.
વસુંધરા રાજેના સમર્થકોનું સ્પષ્ટ કહેવું છે કે, આગામી વર્ષે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તેઓને જ પક્ષે સંભવિત મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા જોઈએ.
દિલ્હીમાં ભાજપના મુખ્ય પ્રવકતા રવિશંકર પ્રસાદે આ કટોકટીને હળવી રીતે દર્શાવા પ્રયત્ન કર્યો છે. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, રાજે પક્ષના વરિષ્ઠ નેતા છે અને આ ગેરસમજને વહેલામાં વહેલી તકે દૂર કરાશે અને પક્ષ તેનો આંતરિક રીતે ઉકેલ લાવશે જ.
તેઓએ પણ પહેલેથી જ જણાવી દીધું છે કે આ તો પક્ષનો આંતરિક મામલો છે. જે આંતરિક રીતે જ હલ કરવામાં આવશે.
આ સાથે તેવી પણ અટકળો વહેતી થઈ છે કે, વસુંધરા રાજે પક્ષનાં મોવડી મંડળ સાથે મંત્રણા કરવા દિલ્હી જશે. પત્રકારોએ જ્યારે પ્રસાદને પૂછ્યું કે રાજેને દિલ્હી બોલાવવામાં આવ્યાં છે કે કેમ ત્યારે તેના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતઃ કહ્યું હતું 'ના.'
રાજસ્થાન ભાજપ શાખામાં ઉપસ્થિત થયેલી કટોકટી વિષે તેમને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ તેનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે નેતાઓ વચ્ચે અભિગમ વિષે મતભેદો હોઈ શકે પરંતુ તેનો ઉકેલ પણ લાવી શકાય.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved