Last Update : 07-May-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ...

રાષ્ટ્રીય
(1) લાલુપ્રસાદ યાદવ કો ડર ક્યોં લગતા હૈ? આવો સવાલ આજકાલ રાજકીય વર્તુળોમાં પૂછાય છે. છેલ્લા થોડા મહિનામાં જે ઝડપથી તેમની ત્રણ દીકરીઓનાં લગ્ન થયાં છે તેના પરથી લાગે છે કે લાલુને કંઇક ચિંતા સતાવે છે. આ ચિંતા દીકરીઓનાં લગ્નની નથી. લાલુના નજીકના વર્તુળો મુજબ, રાજદ નેતાને ચારા કૌભાંડમાં દોષી ઠરવાની અને પરિણામે જેલમાં જવાની ભીતિ છે...
(2) પછાત વર્ગોને શિક્ષણ મળે તે માટે પંજાબ સરકારે રવિવારે કહ્યું છે કે તે એસ.સી. અને એસ.ટી. વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવશે. આ નિર્ણયના અમલથી સરકારને રૃા. ૩૦ કરોડનો બોજો પડશે.
(3) ચાલો, હેરાન કરતાં કૉલ સામે કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. સરકારે નહીં નોંધાયેલા ૪૫,૦૦૦ ટેલિમાર્કેટરોને નોટિસ આપી છે જ્યારે ૨૪ એપ્રિલ સુધીમાં ૨૮,૦૦૦ ટેલિફોન જોડાણ કાપી નખાયાં છે.
(4) કિંગફિશરની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ, મુંબઇમાં ભાડા ન ભરતાં તેને ઓફિસ ખાલી કરવા તો નોટિસ અપાઇ જ છે. હવે પાઇલોટોએ ૯ મેથી પગારના મુદ્દે હડતાળની ધમકી આપી છે.
(5) રાજસ્થાનમાં આજકાલ બળવા (અસંતોષ)ની મૌસમ છે. ભાજપમાં વસુંધરા સમર્થકોએ તો રાજીનામું આપ્યાં જ છે. પણ કોંગ્રેસમાંય આવી જ સ્થિતિ છે. ભરતપુરમાં કોંગ્રેસની કાર્યશાળામાં કાર્યકરો વચ્ચે ધબાધબી થઇ ગઇ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચંદ્રભાણને માંડ-માંડ સલામત બહાર લઇ જવાયા...

આંતરરાષ્ટ્રીય
(1) ગૂગલ કંઈ સર્વજ્ઞા નથી અને તેના સર્ચ રિઝલ્ટ ભેદભાવવાળા હોય છે તેમ બ્રિટનમાં અગાઉ ફરિયાદ થઈ હતી. હવે ઈરાને ગૂગલ સામે રાવ કરી છે કે અરબી પેનિન્સ્યુલાથી તેના પાણીને અલગ કરતા વિસ્તારને ઓનલાઈન મેપમાં નામ અપાયું નથી જેથી ગૂગલની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થયા છે.
(2) ડેવિડ કેમેરોનના કન્ઝર્વેટિવ પક્ષે સ્થાનિક ચૂંટણીઓમાં નબળો દેખાવ કર્યો પરંતુ એક રાહતના સમાચાર એ છે કે લંડનના મેયર પદે કન્ઝર્વેટિવ પક્ષના બોરીસ જોનસન ફરી ચૂંટાઈ આવ્યા છે.
(3) શું રશિયામાં સામ્યવાદના અગ્રણી સૂત્રધાર વ્લાદીમીર લેનીનને તેમના અનુગામી જોસેફ સ્ટાલિને ઝેર આપીને મારી નાખ્યા હતા? રશિયાના ઈતિહાસવિદ લેવ લ્યુરીએ આ પ્રમાણેની થિયરી વહેતી કરી છે. તેમના કહેવા મુજબ, મૃત્યુ પહેલાં લેનીને લખાવેલી (ડિક્ટેટ કરાવેલી) નોંધમાં સ્ટાલીનની તોછડાઈ, ક્રૂરતા અને મહત્ત્વાકાંક્ષી સ્વભાવની ટીકા કરી હતી.
(4) ફ્રાન્સમાં અને ગ્રીકમાં રવિવારે ચૂંટણી યોજાઈ છે. આ ઉપરાંત જર્મનીમાં પણ રવિવારે જ મતદાન થયું છે. જર્મનીમાં એન્જેલા મેર્કેલના કન્ઝર્વેટિવ અને સોશિયલ ડેમોક્રેટ પક્ષો વચ્ચે મુખ્ય સ્પર્ધા છે.
(5) જાપાનમાં ગયા વર્ષે ભૂકંપ, સુનામીના પગલે પરમાણુ પ્લાન્ટમાં લીકેજના પગલે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ કરી દેવાયા છે. હવે ઉનાળામાં વીજળીની તંગીની સમસ્યાનો તે સામનો કરી રહ્યું છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved