Last Update : 07-May-2012, Monday

 

વિશ્વભરમાં થઈ રહેલી ટીકાના પગલે
વોડાફોન જેવા કેસોમાં દંડ જતો કરવા સરકાર વિચારશે

તો વોડાફોને રૃા. ૭,૯૦૦ કરોડનો દંડ નહીં ભરવો પડે

નવી દિલ્હી, તા. ૬
પાછળની તારીખથી અમલી બને તે રીતે કરવેરા કાયદામાં કરાયેલા સુધારા અંગે ચારે બાજુથી (વિશ્વભરમાંથી) ટીકાઓનો ધોધ વરસી રહ્યો હોવાથી સરકાર હવે તે સુધારો નરમ બનાવવા માગે છે. આથી વોડાફોન જેવી કંપની ઉપરની દંડની રકમ જતી કરી તે કંપનીઓની ભારત સ્થિત મિલ્કતો પણ હસ્તગત કરવાની બાબત પડતી મુકવા માગે છે. આ માહિતી આપતાં નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જે સોદાઓ તા. ૧ એપ્રિલ ૨૦૧૨ પૂર્વે થયા હોય તેમની ઉપરનો દંડ જતો કરવા સરકાર વિચારી રહી છે.
આ ફેરફારો અમલી બનશે કે તુર્તજ વોડાફોનને તો સીધો લાભ થશે અને તેને રૃા. ૭,૯૦૦ કરોડનો દંડ આપવો નહીં પડે. આમ છતાં તેણે રૃા. ૪,૫૦૦ કરોડ જેટલી વ્યાજની રકમ તો ચુકવવી જ પડશે.
આમ છતાં વોડાફોન ઈન્કમટેક્ષ સેટલમેન્ટ કમિશન સમક્ષ આ દંડની રકમ જતી કરવા માટે રજૂઆત કરવા જશે તો તે પૂર્વે તેણે ટેક્ષની માગેલી રકમ વ્યાજ સાથે જમા કરાવવી પડશે.
વોડાફોને ૨૦૦૭માં હચીસન-એસ્સારમાં રહેલો હચીસનનો હિસ્સો ખરીદવા કેમાન આઈલેન્ડઝમાં કરેલા સોદા અંગે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે રૃા. ૧૧૦૦૦ કરોડની ટેક્ષની માગણી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી ફાયનાન્સ બિલ ૨૦૧૨માં ૧૯૬૧ના ઈન્કમટેક્ષ એક્ટમાં એવો સુધારો સૂચવ્યો હતો કે વિદેશોમાં પણ હાથ ધરાયેલાં વિલિનીકરણ અને ભારત સ્થિત સંપત્તિનાં હસ્તાંતરણને ટેક્ષમાં આવરી લેવામાં આવે. આ સુધારાને સંસદ દ્વારા અનુમતિ મળે તો તે એપ્રિલ ૧, ૨૦૧૨થી અમલી બને તેમ હતો. આ સુધારાથી સરકારને રૃા. ૩૫,૦૦૦થી ૪૦,૦૦૦ કરોડ સુધીની ટેક્ષ રેવન્યુ મળે તેમ હતી. આ વિધેયક આગામી સપ્તાહે સંસદ હાથ પર લેવાની છે.
વિશ્વભરનાં વ્યાપારી મંડળો દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો હતો. જેમાં કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી, યુએસ કાઉન્સીલ ફોર ઈન્ટરનેશનલ બિઝનેસ, જાપાન ફોરેન ટ્રેડ કાઉન્સીલે આ સુધારા ઉપર પુનઃ સમીક્ષા કરવા આગ્રહ કરતાં જણાવ્યું હતું કે આથી વિદેશી કંપનીઓનાં ભારતમાં મૂડી રોકાણ ઉપર અસર થશે.
તેથી ચિંતિત બનેલી સરકારે આ સુધારો પાછો ખેંચવા નિર્ણય કર્યો છે. દરમિયાન બ્રિટનની વોડાફોન કંપનીના ડચ એકમે તો ભારત સરકારને કાનૂની નોટિસ પણ આપી દીધી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved