Last Update : 07-May-2012, Monday

 

અઠવાડિક ભવિષ્ય તા.૬-૫-૨૦૧૨ રવિવારથી તા.૧૨-૫-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ)

 

આપને એક દિવસ સાનુકૂળતાવાળો, રાહતવાળો રહે. આનંદ અનુભવો પરંતુ બીજો દિવસ શારિરીક, માનસિક ચંિતા-વ્યથાનો રહે. હરવા ફરવામાં, ખાવાપીવામાં ઘ્યાન રાખવું પડે. નોકરી-ધંધાના કામમાં હળવાશ રહે. વધારાનં કામ થાય, આવક થાય. ધંધો મળી રહે. ઉઘરાણીના નાણાં છુટા થાય. પત્ની- સંતાન- પરિવારના કામમાં ચંિતા- વ્યસ્તતા રહે. મિત્રવર્ગના વ્યવહાર, સંબંધમાં ખર્ચ થાય, બહાર જવાનું થાય. તા. ૬ મે રવિ આનંદ, હળવાશ, રાહત અનુભવાય. ૭ સોમ નોકરી-ધંધાના કામમાં, બેંકના કામમાં ચંિતા- મુશ્કેલી અનુભવાય. ૮ મંગળ તન- મન- ધન- વાહનથી, મિત્રવર્ગથી સંભાળવું પડે. ૯ બુધ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. ૧૦ ગુરૂ કામકાજમાં પ્રગતિ,સફળતા. ૧૧ શુક્ર નોકરી-ધંધાના, ઘર પરિવારના કામની વ્યસ્તતા રહે. ૧૨ શનિ સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જઇ શકો.

 

વૃષભ (બ.વ.ઉ)

 

આપના પેટ- કમર- મસ્તકની અસ્વસ્થતા, બેચેની રખાવે. રોજીંદા કામમાં એકાગ્રતા જળવાય નહીં. પત્ની- પરિવારના પ્રશ્ને માનસિક પરિતાપ, તકલીફ અનુભવાય. સંયુક્ત પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. નોકરી-ધંધાના કામમાં મહેનત કરો પરંતુ રૂકાવટ- મુશ્કેલી- નાણાંભીડ અનુભવાય. કામ કરવાનો કંટાળો આવે. બેંકના, સરકારના- ખાતાના કામકાજમાં, કાનૂની પ્રશ્નમાં, ઉઘરાણીની બાબતમાં વિચારોની દ્વિધા- ચંિતા- અનંિદ્રામાં અટવાયા કરો. તા. ૬ મે રવિ. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૭ સોમ નોકરચાકર, ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગ, ભાગીદાર કે ગ્રાહકવર્ગ સાથે શાંતિથી ચર્ચા વિચારણા, વાતચીત કરવી. ૮ મંગળ શારિરીક- માનસિક અસ્વસ્થતા, કષ્ટપીડા. ૯ બુધ ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું. ૧૦ ગુરૂ નોકરી-ધંધામાં જોખમ કરવું નહીં. ૧૧ શુક્ર ચંિતા-વ્યથામાં હળવાશ થતી જણાય. ૧૨ શનિ કામકાજમાં સાનુકૂળતા રહે. બહાર જવાનું થાય.

 

મિથુન (ક.છ.ઘ)

 

આકસ્મિક કામની સફળતા, પ્રગતિથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં તમારી ધીરજ, શાંતિ, વાણીની મીઠાસ, વ્યવહારની નમ્રતા સામી વ્યક્તિને અકળાવનારી રહે પરંતુ તે તમારા કામની સફળતાનો માર્ગ ખુલ્લો કરી આપે. કમિશન- દલાલી- એજન્સીના કામમાં, ધંધો મળે, આવક થાય. સોના- ચાંદીના છુટ પરચુરણ ધંધામાં સાનુકૂળતા રહે. તા. ૬ મે રવિ પુત્રપૌત્રાદિકથી ખર્ચ, ચંિતા. ૭ સોમ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે, આવક થાય, કામ ઉકેલાય. ૮ મંગળ શરીરમાં કળતર, પીડા. ૯ બુધ નોકરી-ધંધાના કામમાં, ચર્ચા વિચારણામાં સાનુકૂળતા. ૧૦ ગુરૂ કામકાજના ઉકેલમાં પ્રગતિ જણાય. ૧૧ શુક્ર નાણાંકીય વ્યવહારમાં, બેંકના કામમાં સંભાળવું. ૧૨ શનિ તન-મન-ધનથી- વાહનથી સંભાળવું પડે.

 

કર્ક (ડ.હ.)

 

પુત્રપૌત્રાદિકના કારણે, સગા સંબંધી- મિત્રવર્ગના કારણે આપ ચંિતા- વ્યથા- ઉશ્કેરાટ- ગુસ્સો- મુશ્કેલી અનુભવો. મકાન- વાહન- મીલ્કતના પ્રશ્નમાં, નોકરી-ધંધાના નાણાંકીય લેવડ દેવડના વ્યવહારના પ્રશ્નમાં, શેરોની લે-વેચમાં, ભાગીદારીવાળી ધંધામાં આપને વિવાદ- નુકસાન, આક્ષેપ અપયશથી સંભાળવું પડે. ઉઘરાણીના, બેંકના નાણાં ચૂકવવાના પ્રશ્ને નાણાંભીડ અનુભવાય. વડીલવર્ગના આરોગ્યની ચંિતા રહે. તે સિવાય લોખંડના, ટ્રાવેલ્સના ધંધામાં, દૂધ, મીઠાઇના, ખાણીપીણીના ધંધામાં સાવધાની રાખવી પડે. તા. ૬ મે રવિ સગા સંબંધી- મિત્રવર્ગ, પરિવારથી ઉદ્વેગ, ચંિતા. ૭ સોમ શેરોના, બેંકના, નાણાંના કામમાં સંભાળવું. ૮ મંગળ પુત્રપૌત્રાદિકના તેમજ નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા- વિવાદ- અશાંતિ જણાય. ૯ બુધ ચંિતા હળવી થાય. ૧૦ ગુરૂ કામકાજમાં હકારાત્મક સાનુકૂળતા. ૧૧ શુક્ર હૃદય-મનને આનંદ રહે. ૧૨ શનિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો.

 

સંિહ (મ.ટ.)

 

આપના સગા સંબંધી- મિત્રવર્ગના કારણે કામની વ્યસ્તતા, ખર્ચ રહે. ધર્મકાર્ય, યાત્રાપ્રવાસ થાય. નોકરીમાં રાહત રહે. સીઝનલ ધંધામાં ધંધો- આવક થાય. પરંતુ રાહુની શનિની પ્રતિકૂળતા છે તે ઘ્યાનમાં રાખી મકાન, જમીન, બાંધકામના, ટ્રાવેલ્સના ધંધામાં પ્રતિકૂળતાનો, નાણાંભીડ, નુકસાનીનો સામનો કરવો પડે. કાકાબાપાના સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં ધીમે ધીમે વિવાદ, મનદુઃખની શરૂઆત થાય. તા. ૬ મે રવિ આકસ્મિક કોઇને મળવાનું થાય, યાત્રા પ્રવાસ થાય. ૭ સોમ નોકરી-ધંધાના કામમાં ચંિતા- ઉચાટ રહે. ૮ મંગળ શારિરીક, માનસિક અસ્વસ્થતા. ૯ બુધ ધર્મકાર્ય થાય, વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૦ ગુરૂ નોકરી-ધંધાના કામ અંગે કોઇને મળવાનું થાય, ચર્ચા વિચારણા થાય. ૧૧ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૨ શનિ સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જવાનું થાય.

 

કન્યા (પ.ઠ.ણ)

 

આપના નોકરી-ધંધાના, ઘર પરિવાર, પુત્રપૌત્રાદિકના કામમાં ચંિતા- વ્યસ્તતા, ખર્ચ અનુભવાય. મકાન- જમીન- વાહન- બેંકના કામમાં, સંયુક્ત મીલ્કત, ધંધાના કે અન્ય જરૂરી પ્રશ્નમાં, ખાતાકીય, કાનૂની કાર્યવાહીમાં, ભાઇભાંડુ, સહકાર્યકર, નોકરચાકર, ઉપરીવર્ગના સંબંધ, વ્યવહારમાં આપ મુશ્કેલી, તકલીફ અનુભવો. બી.પી.ની વધઘટ, મસ્તકમાં, હાથના ખભામાં, થાપામાં દર્દપીડાથી, અનંિદ્રા, વિચારોથી કામકાજમાં રૂકાવટ રહે, કંટાળો આવે. તા. ૬ મે રવિ નોકરી-ધંધાના, ઘર પરિવારના કામકાજમાં સાનુકૂળતા. ૭ સોમ યાત્રા- પ્રવાસ- મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં સંભાળવું પડે. ૮ મંગળ સગા સંબંધી, મિત્રવર્ગથી ચંિતા- ખર્ચ જણાય. ૯ બુધ ઘર-પરિવારના, મકાન, જમીન, વાહનના કારણે કે કૌટુંબીક પ્રશ્ને ચંિતા- બેચેની. ૧૦ ગુરૂ નોકરી-ધંધાના કામમાં તકલીફ, મુશ્કેલી અનુભવાય. ૧૧ શુક્ર ચંિતા- વ્યથા હળવી થાય, કામ ઉકેલાય. ૧૨ શનિ પુત્રપૌત્રાદિકના, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા.

 

તુલા (ર.ત.)

 

ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, મુલાકાતથી આનંદ રહે. સગા સંબંધી- મિત્રવર્ગ, પુત્રપૌત્રાદિકથી વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો, નોકરીથી વધારાની આવક થાય. પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્ન અંગેના કામમાં, વાતચીતમાં ઘ્યાન આપવું પડે તે અંગે ચર્ચા વિચારણા થાય. સરકારી નોકરી હોય તેમને આકસ્મિક બદલીનો આદેશ આવી જાય કે લોન સર્વીસ માટે અન્ય ખાતામાં સેવા આપવા જવાનું થાય. તા. ૬ મે રવિ ચંિતા, બેચેની છતાં આનંદ થાય. ૭ સોમ કૌટુંબીક પ્રશ્નમાં, નાણાંકીય પ્રશ્નમાં ઘ્યાન રાખવું. ૮ મંગળ નોકરી-ધંધાની, શેરોની કામગીરીમાં જાગૃતિ રાખવી. ૯ બુધ વિલંબમાં પડેલા કામમાં પ્રગતિ, વ્યસ્તતા. ૧૦ ગુરૂ ધર્મકાર્ય થાય,નોકરી-ધંધામાં સાનુકુળતા. ૧૧. શુક્ર બીપીની વધઘ, ચંિતા ઉચાટ રહે. ૧૨ શનિ સગા સંબંધી- મિત્રવર્ગના કારણે તમારા કામમાં રૂકાવટ, ઉચાટ રહે.

 

વૃશ્ચિક (ન.ય)

 

આપ હરો ફરો પરંતુ મસ્તકપીડા, વિચારોની વ્યગ્રતા, ખૂન્નસ, આક્રમકતા, ગુસ્સો તમને નુકસાન કરી જાય. તમારી ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. પત્ની- સંતાન- પરિવારના પ્રશ્નમાં ચંિતામાં, અકળાયેલા- મુંઝાયેલા રહો. ઉતાવળીયો નિર્ણય કરવામાં અન્યના દોરવાયા દોરવાઇ જવામાં તમારી ગણત્રી ધારણા કરતાં અવળુ બને અને પીછેહઠ થાય. પસ્તાવો થાય. નોકરી-ધંધાના કામમાં વધારો થાય, આવક થાય. નવીન ખરીદી થાય, ઉઘરાણીના નાણાં આવવાથી, નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાઇ જાય. તા. ૬ મે રવિ પરિવાર માટે ચંિતા- ખર્ચ. ૭ સોમ માનસિક તણાવ- વ્યગ્રતા રહે. ૮ મંગળ નોકરી-ધંધાના, ઘર, પરિવારના પ્રશ્ને શાંતિ જણાય નહીં. ૯ બુધ નોકરી-ધંધાની કામગીરી થાય, આવક થાય. ૧૦ ગુરૂ કામકાજમાં સફળતા, પ્રગતિ. ૧૧ શુક્ર બહારના, બહારગામના કામ અંગે, યાત્રાપ્રવાસ અંગેની વાતચીત થાય. ૧૨ શનિ સગાસંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય.

 

ધન (ભ.ધ.ફ.ઢ)

 

આપના ધર્મકાર્યમાં, પુત્રપૌત્રાદિકના કામમાં યાત્રા પ્રવાસમાં સાનુકૂળતા, આનંદ રહે. વધારાનો ખર્ચ થાય. નોકરી-ધંધાના કામમાં ચંિતા, રૂકાવટ રહે. બેંકના કામમાં ઘ્યાન રાખવું પડે. ઉતાવળમાં કોઇ ભૂલ થાય, ચીજવસ્તુ રહી જાય, પડી જાય કે ખોવાઇ જાય તેવું બને. અનાજ કરીયાણાના ધંધામાં, શેરડી, ખાંડ, સાકર, ગોળ, તેલના વેપાર-ધંધામાં, મગ, મઠના વેપારમાં માલનો ભરાવો કર્યા વગર જરૂરિયાત પૂરતો ધંધો કરવો. તા. ૬ મે રવિ કામકાજમાં સાનુકૂળતા, ધર્મકાર્યથી આનંદ. ૭ સોમ નોકરી-ધંધાના, બેંકના કામમાં સાવધાની રાખવી. ૮ મંગળ નુકસાન થાય તેવો કોઇ નિર્ણય કરવો નહી. ૯ બુધ ધર્મકાર્યમાં સાનુકૂળતા. ૧૦ ગુરૂ પત્ની- સંતાન- પરિવારનું કામ થાય. ૧૧ શુક્ર નોકરી-ધંધાના કામમાં પ્રગતિ, આવક થાય. ૧૨ શનિ કુટુંબ- પરિવાર, મિત્રવર્ગથી આનંદ રહે.

 

મકર (ખ.જ.)

 

જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તમારા હૃદય-મનની ચંિતા- વ્યગ્રતા ઓછી થતી જાય. પરંતુ તમારા કામની વ્યસ્તતામાં તમને રાહત જણાય નહીં. શ્રમ, થાક, અનુભવો. સગા સંબંધી- મિત્રવર્ગમાં ગેરસમજ, મનદુઃખ થાય નહીં તેની તકેદારી રાખવી. નિકટના સગા સંબંધી મિત્રવર્ગનું મીલન અને બીજી બાજુ વિયોગ મિશ્ર લાગણીઓનો અનુભવ રખાવે. કોઇપણ કામની ઉતાવળમાં પડવા વાગવાથી ઈજા થાય નહીં તેની તકેદારી, સાવધાની રાખવી. તા. ૬ મે રવિ ચંિતા ઉચાટ રહે. ૭ સોમ સંતાનના પ્રશ્નમાં ઘ્યાન રાખવું પડે. ૮ મંગળ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૯ બુધ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત થતી જાય. ૧૦ ગુરૂ ખર્ચ ખરીદી થાય. કામ ઉકેલાતું જાય. ૧૧ શુક્ર માનસિક પરિતાપ રહે. ૧૨ શનિ હૃદય- મનને હળવાશ, રાહત જણાય.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપના રોજીંદા જીવનચક્રમાંથી મુક્ત રહી યાત્રા પ્રવાસ, મીલન મુલાકાત, ધર્મકાર્યથી હૃદય- મનની પ્રસન્નતા, આનંદ રહે. નિકટના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગને મળવાનું થાય. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. પત્ની, પુત્રપૌત્રાદિકથી વધારાનો ખર્ચ થાય પરંતુ શાંતિ, રાહત, આનંદ અનુભવાય. વડીલવર્ગને સાસરીપક્ષમાં તકલીફ થાય. બિમારી ચંિતાનું આવરણ આવી જાય. નોકરી-ધંધાના સીઝનલ કામકાજમાં મતભેદ, વિવાદથી નુકસાન થાય. તા. ૬ મે રવિ ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. ૭ સોમ નોકરી-ધંધાના કામકાજમાં સાવધાની રાખવી. ૮ મંગળ સગા સંબંધી- મિત્રવર્ગના કારણે વ્યગ્રતા- ઉચાટ. ૯ બુધ પુત્રપૌત્રાદિકના કામમાં સાનુકૂળતા. ૧૦ ગુરૂ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. ૧૧ શુક્ર અન્યના કારણે ચંિતા-ખર્ચ. ૧૨ શનિ હરોફરો કામકાજ કરો પરંતુ નાણાંકીય ખર્ચ વધે, વ્યસ્તતા રહે.

 

મીન (દ.ચ.ઝ.થ)

 

આપના કામમાં વ્યસ્તતા રહે પરંતુ હૃદય, મનને શાંતિ, રાહત જણાય નહીં. ઘરમાં હોવ કે બહાર હોવ પરંતુ ચંિતા- બંધનમાં અટવાયેલા રહો, કંટાળો આવે. શ્રમ- થાક અનુભવતા હોવ તેમ લાગે. સામી વ્યક્તિનું બોલેલું તમને ગમે નહીં અને તમારું બોલેલું સામી વ્યક્તિને ગમે નહીં. નોકરી-ધંધાનું કામ ઉકેલવા માટેની ચંિતા- વ્યસ્તતા રહે, કોઇને મળવું પડે. પરિવારની તકલીફ- ચંિતામાં તમે અટવાયેલા રહો. તા. ૬ મે રવિ પરિવારમાં ચર્ચા વિચારણા શાંતિથી કરવી. ૭ સોમ નોકરી-ધંધાની મુલાકાતમાં ચર્ચા વિચારણામાં સંભાળવું. ૮ મંગળ મહત્વના કામમાં, નિર્ણયમાં, મુલાકાતમાં ઘ્યાન રાખવું પડે. ૯ બુધ રોજીંદા કામમાં રાહત, હળવાશ રહે. ૧૦ ગુરૂ નોકરી-ધંધાનું, પરિવારનું કામ થાય. ૧૧ શુક્ર પુત્રપૌત્રાદિકથી સાનુકૂળતા. ૧૨ શનિ મીલન- મુલાકાત- ખર્ચ ખરીદી થાય.

[Top]
 
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved