Last Update : 07-May-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૭ -૫-૨૦૧૨, સોમવાર
વૈશાખ વદ બીજ - વિંછુંડો
પેથાપુર - સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ
દાઉજી મહારાજકૃત ચાર સ્વરૃપનો ઉત્સવ.

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.

નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૩ મિ. (સૂ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક. ૫૭ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અનુરાધા રાત્રે ૧૨ ક. ૧૧ મિ. સુધી પછી જયેષ્ઠા. આજે રાત્રે ૧૨ ક. ૧૧ મિ. પછી જન્મેલ બાળક માટે જયેષ્ઠા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સિંહ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃશ્ચિક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રા.દિ.વૈ. ૧૭, માસ-તિથિ-વાર- વૈશાખ વદ બીજ ને સોમવાર.
- આજે વિંછુડો છે. જૂનાગઢ, રાધારમણ દેવનો પાટોત્સવ.
- પેથાપુર સ્વા. મંદિર પાટોત્સવ. દાઉજી મહારાજકૃત ચાર સ્વરૃપનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૨૩ રોજ દએપદીન
કદમી દએ મહિનાનું ચોથું જશન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના, ઘર પરિવારના, મિત્રવર્ગના પ્રશ્ને ચિંતા, વિચારોમાં, ઉદ્વેગતાં રહે. નાણાંકીય જવાબદારીમાં સાવધાની રાખવી.
વૃષભ ઃ જાહેર સંસ્થાકીય કામમાં, પત્નીના પ્રશ્નમાં, સાસરી પક્ષના પ્રશ્નમાં, નોકરી-ધંધાના કામમાં તમને ચિંતા ઉશ્કેરાટ ગુસ્સો આવી જાય.
મિથુન ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાના કામમાં આવક થાય, કામ ઉકેલાય. કુટુંબ પરિવાર માટે ખર્ચ ખરીદી થાય.
કર્ક ઃ પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા રહે. શેરોની, સોના ચાંદી લોખંડ, તેલની લે-વેચમાં નુકસાનીથી સંભાળવું પડે. જોખમ કરવું નહીં.
સિંહ ઃ વિવાદી પ્રશ્નમાં સરકારી કાનૂની પ્રશ્નમાં, સગા સંબંધી- મિત્રવર્ગના તેમજ મકાન વાહનના પ્રશ્નમાં ચિંતા ઉચાટ રહે.
કન્યા ઃ ભાઇભાંડુ, નોકર ચાકર વર્ગ, ઉપરી અધિકારી, નોકરી-ધંધો, પુત્ર પૌત્રાદિકનો પ્રશ્ન આપને ચિંતા તકલીફ રખાવે. ખર્ચ થાય.
તુલા ઃ નોકરી-ધંધામાં આવક થાય. આકસ્મિક અગત્યની કામગીરી અંગે ચર્ચા વિચારણા થાય. પિતૃપક્ષની ચિંતા રહે.
વૃશ્ચિક ઃ મસ્તકમાં દર્દ પીડા, અશાંતિ, નકારાત્મક વિચારો-માનસ તમને પીડા રખાવે. પત્ની સંતાન પરિવારથી ચિંતા વિચારોમાં રહો.
ધન ઃ આંખમાં દર્દ પીડાથી સંભાળવું. વાહન શાંતીથી ધીમેથી ચલાવવું. કોઇની વાતોમાં બેધ્યાન થઇ જવામાં નુકસાન થાય.
મકર ઃ પુત્ર પૌત્રાદિકની ચિંતા રહે. સંતાનની વ્યથા- ચિંતામાં તમારે ધીરજ શાંતિથી પ્રશ્ન ઉકેલવો પડે. શેરોની લેવેચમાં સંભાળવું.
કુંભ ઃ નોકરી-ધંધાના ભાગીદારીવાળા કામમાં, સરકારી કરારી ધંધામાં, લેબર કામમાં મકાન માલીક ભાડુઆતના પ્રશ્નમાં ચિંતા રહે.
મીન ઃ ચિંતા વ્યથા હળવી થતી જણાય. પરંતુ શાંતિ રાહત જણાય નહીં. હરવા ફરવામાં, મુલાકાતમાં ચર્ચા વિચારણામાં સંભાળવું પડે.

જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૭ મે
આજથી શરૃ થતું આપનું જન્મ વર્ષ આરોહ અવરોહનું રહે. બંધનમાં નુકસાનમાં આવી જાવ તેવા કામ, નિર્ણય આ વર્ષમાં કરવા નહીં. વિવાદથી દૂર રહેવું. સરકારી ખાતાકીય કાનૂની કાર્યવાહીમાં ફસામણી થાય નહીં તેની સાવધાની, તકેદારી રાખવી. વિશેષમાં -
* વર્ષારંભે માનસિક પરિતાપ ચિંતા છતાં તમે નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં ક્ષણિક નાનો ફાયદો, લાભ મેળવી શકો, આવક આવતી રહેવાથી રાહત રહે.
* ભાઇભાંડુના પ્રશ્ને મકાન વાહન મીલ્કતના પ્રશ્ને ચિંતા, સંઘર્ષ, વિવાદ નુકસાની જણાય. જરૃરી કોઇ કામમાં આળસ બેકાળજી રાખવી નહીં.
* પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકુળતા રહે. શુભ કાર્ય ધર્મકાર્ય પ્રગતિથી આનંદ રહે.
* સ્ત્રીવર્ગને વિચારોની દ્વિઘા, ચિંતા કામનો બોજો અવાર નવાર અસ્વસ્થતા રખાવે પરંતુ પતિ-સંતાનની પ્રગતિથી આનંદ અપાવે.
* વિદ્યાર્થીવર્ગને ભણવામાં ધ્યાન આપવું પડે. મિત્રવર્ગના વિચારોમાં એકાગ્રતા જળવાય નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

‘ટાઈટેનીક જેવી એક મોટી સ્ટીમબરમાં દેશના છસોએ છસો સંસદસભ્યો, પ્રધાનો, મુખ્યપ્રધાનો પ્રવાસ કરી રહ્યા હતા. એમાં દરિયામાં વાવાઝોડું આવ્યું અને સ્ટીમબર ડૂબી ગઈ પરંતુ એમાંના ૩૦૦ નેતાઓ બચી ગયા. એ બધા બીજી સ્ટીમબરમાં બેઠા અને આગળ ચાલ્યા. નસીબજોગે એ સ્ટીમબર પણ વાવાઝોડામાં ડૂબી ગઈ અને એની સાથે બધા નેતા પણ ડૂબી ગયા. તો હવે બચ્યું કોણ ?’ શિક્ષક છગને વર્ગમાંના વિદ્યાર્થીઓને પૂછ્‌યું.
બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલી ઉઠ્યા, ‘દેશ બચ્યો...’ ‘દેશ બચ્યો’

[Top]
 

આજ ની રેસીપી

સ્વાસ્થ્ય-સૌંદર્યરક્ષક ડ્રિન્ક્સ

તડબૂચ ડ્રિંક


તડબૂચ ખાવાને બદલે ડ્રિંક્સ વઘુ લાભદાયક છે. તડબૂચને નાના ટુકડામાં કાપો અને મિક્સીમાં નાખો. થોડો વખત ચલાવો. ગાળીને ડ્રિંક તૈયાર કરો. તેનું સેવન મીઠું અને ખાંડ નાખ્યા વિના જ કરો.

ફાયદા ઃ જો તડબૂચ ડ્રિંકનું સેવન નિયમિત કરવામાં આવે તો તે કિડની સ્ટોનથી દૂર રાખે છે. પેટ અને આંતરડાની સફાઈ કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને ચહેરા પર ચમક લાવે છે. ચહેરાને ખીલથી દૂર રાખે છે.

 

આમળાં ડ્રિંક


સામગ્રી ઃ ૨-૨ તાજાં આમળાં, ૧ ગ્લાસ પાણી, ચપટી સંિધાલૂણ.

રીત ઃ આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો.

ફાયદા ઃ આમળામાં વિટામીન સી મુખ્ય સ્ત્રોત છે. તે શીતળતા આપે છે. વાયુ, કફ, પિત્ત દોષને દૂર કરે છે. જો તેનું સેવન નિયમિત રીતે ૩-૪ મહિના સુધી કરવામાં આવે તો આંખોમાં ચમક અને ચહેરા પર કાંતિ આવી જાય છે. આના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ચામડીના રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી જળવાઈ રહે છે. સાથે વાળને કાળા રાખવામાં પણ તે વિશે ઉપયોગી છ.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved