Last Update : 06-May-2012, Sunday

 
સાંસદોને ભાંડવાની ફેશન
બહુ સહેલું છે ભારતમાં સાંસદોને ચોર-લૂંટારા-ડાકુ-ખૂની કહી દેવાનું. અન્નામંડળના આંદોલન પછી તો ‘આજે શનિવાર છે’ એવી સહજ શૈલીમાં અન્ના હજારેઓ, બાબા રામદેવો અને અરવંિદ કેજરીવાલો છાશવારે સાંસદો વિશેનાં પ્રમાણપત્રો આપતા ફરે છે. કબૂલ કે મોટા ભાગના ભારતીય સાંસદો આદર્શની તો ઠીક, લધુતમ કાર્યક્ષમતાની-સજ્જતાની ફૂટપટ્ટીએ પણ ઊણા ઉતરે, એવો તેમનો ભૂતકાળ અને વર્તમાન હોય છે. રાજકારણમાં અપરાધીકરણ એક સ્થાપિત પરિબળ બની ગયા પછી, બધા પક્ષોએ તેનો છોછ મૂકી દીધો છે. એક સમયે ગુંડાઓના બાહુબળના જોરે ચૂંટણીઓ લડાતી અને જીતાતી હતી. પછી ગુંડાઓને થયું કે અમારી ભૂમિકા આટલી અગત્યની હોય તો પછી એ બીજા માટે શું કામ વાપરીએ? અમે પોતે શું ખોટા છીએ?
ઘણે અંશે જ્ઞાતિ- પેટાજ્ઞાતિ, નાણાં અને ગુંડાગીરીનો મુકાબલો બની ગયેલી ભારતની ચૂંટણીઓમાં ત્યારથી અનિષ્ટ કહેવા એવા લોકો અપવાદ નહીં પણ નિયમલેખે ભાગ લેવા લાગ્યા. એટલું જ નહીં, તે જીતીને સંસદમાં પણ પહોંચતા થયા. ચૂંટણી પંચ અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓની સક્રિયતાથી હવે દરેક ચૂંટણી વખતે ઉમેદવારોએ પોતાની ‘કુંડળી’ જાહેર કરવી પડે છે, પરંતુ કહેવત છે કે ‘ઘોડાને ઘાસ સુધી લઇ જઇ શકાય, પણ તેને ઘાસ ખાતો કરવાનું આપણા હાથમાં નથી.’ એવું જ આ પ્રકારની માહિતીનું છે. સાંસદોના અપરાધી ભૂતકાળ કે તેમની અઢળક સંપત્તિની વિગતો બહાર જાહેર કરવા માટેની ઝુંબેશો ચાલે, તેમાં સફળતા મળે અને ચૂંટણી પહેલાં માહિતી જાહેર થાય, તેનાથી બે બાબતો બનવી જોઇતી હતી.
પહેલાં તો, રાજકીય પક્ષોને માહિતી જાહેર થવાની જોગવાઇની બીક લાગતી થાય. પોતાનો ઉમેદવાર ગુંડો કે બે નંબરીયા ધંધા કરીને અઢળક રૂપિયા કમાયેલો છે, એવું જાહેર થતાં પક્ષની આબરૂ જશે એવો વિચાર આવે અને એ બીકે તે ઉમેદવારને ટિકીટ ન આપે. પરંતુ સૌ જાણે છે કે એવું બનતું નથી. તેનું પહેલું કારણ એ કે આ બાબતમાં કોઇ પક્ષ દૂધે ધોયેલો નથી. એટલે પોતાનો પક્ષ બીજા પક્ષ કરતાં ઉતરતો દેખાશે એવી બીક એકેય પક્ષને હોતી નથી. તેમની માનસિકતા, પેલી જાણીતી કહેણી પ્રમાણે, હમામમાં પડેલા સહસ્નાતાઓ જેવી હોય છે. ‘બધા સરખા જ છે અને પોતે કોઇનાથી વધારે ઉતરતા નથી’ એવી હૈયાધારણ કરતાં પણ વધારે મોટું પરિબળ છેઃ લોકોમાં જાગૃતિનો, રસનો અથવા ઉત્સાહનો અભાવ.
ઉમેદવારોની વિગતો જાહેર થાય અને અખબારોમાં આવે, તેનાથી મતદારોમાં એક પ્રકારની હવા પેદા થાય એવું અપેક્ષિત હતું. એને બદલે, ઉમેદવારોની ગુનાખોરી અને તેમની અપ્રમાણસરની સંપત્તિની માહિતી અખબારી સમાચાર કે ચોવીસ કલાકી ચેનલોની ચોવટમાં જ અટવાઇને અંત પામે છે. તેમનો મારો એકતરફી હોય એવું લાગે છે. તે પ્રસારિત તો થાય છે, પણ લોકોમાં ઝીલાતી નથી. એ માટે પ્રાથમિક દોષ લોકોને દઇ શકાય કે તેમની ઉદાસીનતાને કારણે, ખરડાયેલા ભૂતકાળની પૂરતી વિગતો બહાર આવ્યા પછી પણ, ગમે તેવા ઉમેદવારો સંસદમાં પહોંચી જાય છે. પરંતુ આ એકમાત્ર કારણ નથી. કારણ કે ઉદાસીનતા માટે લોકોને દોષ દેતી વખતે, તેનાં કારણ પણ શોધવાં-જાણવાં પડે.
શું લોકોને ગુનાખોર ઉમેદવારોની વિગતમાં સમજણ નથી પડતી? શું તેમને આવા જ ઉમેદવાર ખપે છે? એવું માની લેવાનું કોઇ કારણ નથી. પણ પોતાનો રોટલો જોગવવાની લ્હાયમાં પડેલા સામાન્ય મતદારોને સાંસદ સાથે કશો નાતો અનુભવાતો નથી. કારણ કે સાંસદનાં દર્શન તેમના માટે પંચવાર્ષિક ઘટના છે- અને એ પણ જો થાય તો. મતદારો સાથે સક્રિય સંપર્ક અને તેમની સમસ્યાઓ સાથે નિસબત ધરાવનારા સાંસદો જૂજ હોય છે. એ સ્થિતિમાં ગરીબ મતદારોને પોતાનો કાગળ પરનો પ્રતિનિધિ કોણ થાય છે, એમાં કેવો ને કેટલો રસ પડે? જે દિવસે તે ચૂંટાનાર ઉમેદવાર સાથે પોતાનું હિત સાંકળતા થશે, ત્યારે તેમને મન કોણ ચૂંટાય છે તે મહત્ત્વનો મુદ્દો બનશે અને તે રસ લેતા થશે. આ પ્રકારના મતદારોમાં જે ખૂટે છે, તે જ બીજા પ્રકારના મતદારોનો મોટો પ્રશ્ન છેઃ અંગત હિત. થોડા પહોંચતા-પામતા મતદારો ઉમેદવારોની કુંડળી નહીં, કેવળ પોતાનું હિત જ જુએ છે.
આવી સ્થિતિમાં સાંસદો વિશે બેફામ બોલીને તાળીઓ ઉઘરાવી લેવાનું સહેલું છે, પણ તેનાથી બોલનારની ઊંચાઇમાં તસુભારનો વધારો થતો નથી. એકાદ-બે વાર જાહેર ચર્ચાના ભાગરૂપે સાંસદોના ધોરણને અપાતી અંજલિ એક વાત છે અને મન થાય ત્યારે સાંસદોને ચોર-લૂંટારા-ડાકુ કહીને ત્યાર પછી સર્જાતા વિવાદનો આનંદ લેવો, એ બીજી વાત છે. એ સંજોગોમાં સાંસદો વિશેનો તેમનો અભિપ્રાય સાચો હોય તો પણ તે એમના મોઢેથી શોભતો નથી. કારણ કે તેમાં રોગના મૂળ સુધી જવાની તસ્દી લીધા વિના, ઉપલકીયાં લક્ષણોને ભાંડીને સંતોષ માની લેવાની- બલ્કે, પોેતાની સારપ સિદ્ધ કરી બતાવ્યાની વૃત્તિ ઝળકે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved