Last Update : 06-May-2012, Sunday

 
અત્યારે સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેક હાઈટેક ટેકનોલોજી
પરિવર્તન સંસારનો નિયમ છે. અત્યારની પેઢીને જે સવલતો અને સગવડતાઓ મળે છે એ સવલતો વિશે પહેલાંની બે પેઢીમાં ભાગ્યે જ કોઈએ વિચાર્યું હતું. આ જ રીતે આવનારી પેઢીઓને હાઇટેક ટેકનોલોજીનો જે લાભ મળવાનો છે એ વિશે આજે ભાગ્યે જ કોઈ વિચારી શકે છે. તો ચાલો ફેરવીએ અત્યારે સપના જેવી ભાસતી ભવિષ્યની કેટલીક હાઇટેક ટેકનોલોજી પર.

- મગજમાંથી મેમરી ડાઉનલોડ કરવાની ક્ષમતા

 

મનુષ્યનું મગજ તેની સૌથી મોટી તાકાત છે. વ્યક્તિના મગજમાં એટલી બધી વસ્તુઓ સમાયેલી હોય છે જેની તેને પોતાને પણ ખબર નથી હોતી. વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સૌેથી પહેલાં તેનું મગજ બંધ થઈ જાય છે અને ત્યારબાદ ક્રમશઃ શરીરના અન્ય અંગો કામ કરતા બંધ થઈ જાય છે. આ સંજોગોમાં વ્યક્તિના મૃત્યુ સાથે તેની યાદશક્તિ પણ નાશ પામે છે.

 

આ સંજોગોમાં વૈજ્ઞાનિકો એક ખાસ પ્રકારની નવી ટેકનોલોજીના સંશોધનમાં લાગેલા છે જેમાં વ્યક્તિના મગજમાં સંગ્રહાયેલી મેમરી એટલે કે યાદશક્તિને ડાઉનલોડ કરીને મુળ મગજની આબેહુબ રેપ્લિકા તૈયાર કરી શકાય છે. આમ, વ્યક્તિ જીવંત હોય ત્યારે એના મગજમાં જે વસ્તુઓ હોય છે એ વ્યક્તિના મૃત્યુ પછી પણ જળવાયેલી રહે એવી શક્યતા ઉભી થઈ છે.

જો આ સંશોધન સફળ સાબિત થાય તો બીજી અનેક શક્યતાઓના દરવાજા ખુલી જાય છે. જો આ શક્ય બને તો વ્યક્તિના મૃત્યુ પછી પણ તેનું મગજ જળવાઈ રહે છે અને ભવિષ્યમાં જો ક્લોનંિગ જેવી પ્રક્રિયા વધારે વિકસે તો મૃત વ્યક્તિના ક્લોનમાં મગજની રેપ્લિકા બેસાડીને મુળ વ્યક્તિ જેવી જ વ્યક્તિનું નિર્માણ કરી શકાશે.

 

હાલમાં આ સંશોધન પ્રારંભિક તબક્કામાં છે. જોકે સંશોધકોનું માનવું છે કે આ સદીના મઘ્યભાગ સુધી એ ઉબલબ્ધ થઈ જશે. જોકે આ ટેકનોલોજી એટલી ખર્ચાળ હશે કે એનો ઉપયોગ અત્યંત ધનાઢય વર્ગના લોકો જ કરી શકશે.

 

 

- ફુલ ડાયમેન્શનલ ડિસ્પ્લે

 

ભવિષ્યમાં કોઈ પણ વસ્તુને જોવા માટે મર્યાદિત જગ્યામાં ફેલાયેલા ડિસ્પ્લેને બદલે હવાના પાતળા સ્તર પર ખાસ પ્રકારની ટેકનોલોજીની મદદથી હાથની આંગળીની મદદથી તૈયાર કરવામાં આવેલા ડિસ્પ્લેનો વિકલ્પ ઉપલબ્ધ હશે. આ વિકલ્પ પાસે અત્યારેની થ્રી-ડી ટેકનોલોજી તો ચણા-મમરા જેવી લાગશે.

 

 

- હ્યુમન ટેલિપોર્ટેશન

 

અત્યારે જો તમને કોઈ એમ કહે છે કે ભવિષ્યમાં કાર, ટ્રેન કે પછી પરિવહનના કોઈપણ પ્રકારના ભૌતિક માઘ્યમ વગર વ્યક્તિ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકશે તો આ વાત ટાઢા પહોરના ગપ્પા જેવી લાગશે, પણ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બને એવી પુરેપુરી શક્યતા છે.

હાલમાં વૈજ્ઞાનિકોને ફોટોન સાથે ક્વોન્ટમ ટેલિપોર્ટેશન ટેકનોલોજીમાં સફળતા મળી છે. આ ટેકનોલોજીમાં વસ્તુને નાના કણોમાં વિભાજીત કરીને એનું એટોમીક બંધારણ બીજી જગ્યાએ મોકલી દેવામાં આવે છે જ્યાં એનું પુનઃગઠન કરવામાં આવે છે. આમ, હાલમાં લેસર બીમ જેવા માઘ્યમથી વસ્તુનું પરિવહન કરવામાં પ્રાયોગિક સફળતા મળી છે.

જોકે વસ્તુની જેમ મનુષ્ય જેવા જીવંત વ્યક્તિત્વનું પરિવહન કરવાનું લાખો ગણું વધારે જટિલ છે. સામાન્ય રીતે જ્યારે ટેલિપોર્ટેશન થાય છે ત્યારે મૂળ વસ્તુનો નાશ થાય છે અને બીજી જગ્યાએ નવી વસ્તુનું સર્જન થાય છે. એક તબક્કે માની લઈએ કે હ્યુમન ટેલિપોર્ટેેશન અસ્તિત્ત્વમાં આવે તો એક જગ્યાએ નાશ થયેલી વ્યક્તિ લેસર દ્વારા ગણતરીની સેકંડોમાં બીજી જગ્યાએ પહોંચે ત્યારે નવી વ્યક્તિનું નિર્માણ થાય અને આ નવી વ્યક્તિનું કદ અને રંગ મુળ વ્યક્તિ કરતા અલગ પડી જાય એવું પણ બને!

 

 

- અંગત પાવર જનરેટર

 

અત્યારે તો દરેક ઘરને વીજળી પાવર કંપનીઓ દ્વારા પુરી પાડવામાં આવે છે, પણ ભવિષ્યમાં એક તબક્કો એવો આવશે કે દરેક વ્યક્તિ પોતાના વપરાશની અને પોતાના ઘરના વપરાશની વીજળી અલાયદી રીતે પેદા કરતો હશે. હકીકતમાં ચંપલ રાખવાના બોક્સ જેટલા નાના કદનું એક ખાસ પ્રકારનું સાધન શોધવાના પ્રયાસો પુરજોશમાં ચાલી રહ્યા છે.

આ બોક્સની મદદથી દરેક વ્યક્તિ પોતાના વપરાશ જેટલ વીજળી ઉત્પન્ન કરી લેશે જેના કારણે સામુહિક ધોરણે વીજળી ઉત્પન્ન કરવાના પ્રયાસોમાં અમુક ટકા વીજળીનો જે વ્યય થાય છે એને અટકાવી શકાશે.
આ પાવર જનરેશન સ્ટેશન એટલું નાનું હશે કે વ્યક્તિ એને પોતાના પલંગની નીચે પણ બેસાડી શકશે. હાલમાં અમુક બ્રેડબોક્સના કદના પાવર જનરેશન સ્ટેશન કાર્યરત છે.

દૈનિક ધોરણે લગભગ એક કિલોવોટ જેટલો પાવર ઉત્પન્ન કરતા આ પાવર નજરેશન સ્ટેશન ગુગલ, ઇબે, ફેડેક્સ અને વોલમાર્ટ જેવી ટોચની કંપનીઓ પ્રાયોગિક ધોરણે વાપરી રાખે છે. હાલના તબક્કે આ ટેકલોનોજી બહુ ખર્ચાળ છે, પણ ગણતરીના વર્ષો પછી આ ટેકનોલોજી સમાજના સામાન્ય વર્ગને પણ પરવડે એ કંિમતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં પુરજોશમાં પ્રયાસ ચાલી રહ્યા છે.

 

 

 

- વર્ચ્યુઅલ વસ્તુઓની જેમ વર્ચ્યુઅલ વ્યક્તિઓ

 

અત્યારે ઇન્ટરનેટ અને બીજા માઘ્યમોને કારણે આપણે વર્ચુઅલ દુનિયામાં વસવાટ તો કરીએ જ છીએ, પણ એ દિવસો દુર નથી જ્યાં આપણો ભેટો વર્ચુઅલ વસ્તુઓની જેમ વર્ચુઅલ વ્યક્તોિની સાથે પણ થવા લાગશે. આ ટેકનોલોજીને કારણે ટીવી ન્યુઝ રિડરો અને એન્કરોનો જમાનો આવશે.

 

અભિનય માટે વર્ચુઅલ કલાકારો ઉપલબ્ધ થશે જેના કારણે ફિલ્મનિર્માતાઓને રિયલ સ્ટારની આસપાસ ચક્કર મારવા નહીં પડે. વળી, વર્ચુઅલ વકીલો અને ડોક્ટરો ચોવીસ કલાક સેવા માટે તહેનાત રહેશે. આમ, ચારે તરફ વર્ચુઅલનો જાદુ છવાઈ ગયો હશે.

 

 

BACK...

 

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved