Last Update : 06-May-2012, Sunday

 
અત્યારે સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેક હાઈટેક ટેકનોલોજી
પરિવર્તન સંસારનો નિયમ છે. અત્યારની પેઢીને જે સવલતો અને સગવડતાઓ મળે છે એ સવલતો વિશે પહેલાંની બે પેઢીમાં ભાગ્યે જ કોઈએ વિચાર્યું હતું. આ જ રીતે આવનારી પેઢીઓને હાઇટેક ટેકનોલોજીનો જે લાભ મળવાનો છે એ વિશે આજે ભાગ્યે જ કોઈ વિચારી શકે છે. તો ચાલો ફેરવીએ અત્યારે સપના જેવી ભાસતી ભવિષ્યની કેટલીક હાઇટેક ટેકનોલોજી પર.

- નિઅર ફિલ્ડ કોમ્યુનિકેશન

 

ન્યુ ફિલ્ડ કોમ્યુનિકેશન (એનએફસી) જેવી ટેકનોલોજીની મદદથી તમારે સાથે પૈસાનું પાકિટ કે પછી ક્રેડિટ કાર્ડ લઈને ફરવાની જરૂર નહીં પડે. તમારા મોબાઇલ ફોનમાં બેસાડેલી નાનકડી માઇક્રો ચીપની મદદથી જ બેંકના ખાતામાંથી નાના-મોટા નાણાંકીય વ્યવહારો થઈ શકશે અને ફિલ્મ તથા પ્રવાસની ટિકીટો બુક થઈ જશે.

 

 

 

 

- હલનચલન પારખીને કામ કરતું કમ્પ્યુટર

 

હાલના તબક્કે કમ્પ્યુયર ગમે તેટલું હાઇ-ટેક હોય, પણ કામ કરતી વખતે ડેસ્ક સાથે બંધાઈને રહેવું પડે છે. લેપટોપનો ઉપયોગ કરતી વખતે થોડી સ્વતંત્રતા મળે છે, પણ આમ છતાં સતત એમાં રોકાઈ રહેવું પડે છે. જોકે હવે સંશોધકો એવા ખાસ પ્રકારના કમ્પ્યુટર તૈયાર કરવામાં પડ્યા છે જે વ્યક્તિના હલનચલનને પારખીને નિર્દેશ સમજી જાય છે અને એ પ્રકારને કામ કરવા લાગે છે. આ પ્રકારે કામ કરતું કમ્પ્યુટર વ્યક્તિના શરીર, અવાજ તેમજ હલનચલનને પારખી લે છે અને વ્યક્તિ પોતાનું દૈનિક કામ કરતાં કરતાં મેઇલ ચેક કરવાનું, ડિલીટ કરવાનું, રિપ્લાય મોકલવાનું તથા નાની-મોટી ચેટંિગ કરવા જેવા કામો કરી શકે છે.

 

 

 

- મોડ્યુલર ગેજેટ

 

હાલમાં બજારમાં જેટલા હાઇટેક ઉપકરણો છે એની ટેકનોલોજીમાં ભારે પરિવર્તન આવશે અને વધારે હાઇટેક ગેજેટનું નિર્માણ થશે. નજીકના ભવિષ્યમાં ડ્યુઅલ કોર પ્રોસેસર, ૨૪ જીબીની મેમરી અને ગ્રાફિક પ્રોસેસરની અલગ વ્યવસ્થા એ લેપટોપના કન્ફિગરેશન નહીં, પણ તમારા મોબાઇલ ફોનની હાઇટેક ટેકનોલોજીનો હિસ્સો બની જશે. નાનકડા ટેબલેટ તથા કોમ્પ્યુટરના અસ્તિત્વ સામે આ મોડ્યુલર અને હાઇટેક ગેજેટ મોટો પડકાર બની જશે.

 

 

 

- વેબ ટીવી

 

સામાન્ય રીતે ટીવીને ઇડિયટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. જોકે ભવિષ્યમાં આ ઇડિયટ બોક્સ અત્યંત બુદ્ધિમાન સાબિત થશે. વેબ ટીવીમાં ટીવી અને વેબસાઇટનો ઉપયોગ કરી શકવાની ક્ષમતાની ખાસિયતનું સંમિશ્રણ હશે. આ પ્રકારના વેબ ટીવીમાં રિમોટનું એક બટન દબાવીને એમાં દેખાતા વેબસાઇટની મદદથી તમને જરૂરી હોય એવી તમામ માહિતી મેળવી શકાશે. જો તમારે વેકેશનનું આયોજન કરવું હોય તો માત્ર એક બટન દબાવવાથી વેકેશન માણવા લાયક જગ્યાઓની યાદીની સાથેસાથે તમામ પ્રકારના પરિવહનના તેમજ હોટલના બુકંિગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થઈ જશે.

આ સિવાય વેબ ટીવી પર યુ ટ્યુબ, ફેસબુક અને ટ્‌વીટર જેવી સોશ્યલ નેટવર્કંિગ વેબસાઇટ્‌સ તેમજ બીજી અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ પ્રકારની સુવિધા આપવા માટે ગુગલ, એપલ, બોક્સી અને રોકુ જેવી દિગ્ગજ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે.

 

 

 

- ખાસ પ્રકારના ચશ્મા વગર થ્રી-ડીની મજા

 

‘અવતાર’ જેવી થ્રી-ડી ફિલ્મને મળેલી ભવ્ય સફળતાને કારણે અહેસાસ થયો છે કે હવે તો થ્રી-ડી ફિલ્મનો ખરો યુગ શરૂ થયો છે અને આ યુગ બહુ લાંબો સમય ચાલવાનો છે. હાલમાં તો થ્રી-ડી ફિલ્મ જોવા માટે ખાસ પ્રકારના ચશ્માં પહેરવા પડે છે. જોકે નજીકના ભવિષ્યમાં માથાનો દુખાવો સાબિત થતા આ ઢીલાં ચશ્માં પહેર્યા વગર થ્રી-ડી ફિલ્મની મજા માણી શકાશે કારણ કે થ્રી-ડી ચશ્મા પહેરવાની ટેકનોલોજીના બદલે થ્રી-ડી પડદાની ટેકનોલોજી અમલમાં આવી ગઈ હશે.

હાલમાં માર્કેટમાં કેટલીક ખાસ મોબાઈલ કંપનીના થ્રી-ડી ડિસ્પ્લે ધરાવતા મોબાઇલ ઉપલબ્ધ છે અને એને સારી એવી લોકપ્રિયતા મળી છે. અત્યારે તો આ ટેકનોલોજી બહુ ખર્ચાળ છે, પણ ક્રમશઃ એમાં સુધારાવધારા થઈ રહ્યા છે અને બજારમાં થ્રી-ડી ડિસ્પ્લે ધરાવતા ટીવી પણ ધીરેધીરે ઉપલબ્ધ થઈ રહ્યા છે.

 

 

- ઇલેક્ટ્રીક કાર

 

અત્યારે ઇલેક્ટ્રી કારના ખાસ વિકલ્પો ઉપલબ્ધ નથી, પણ ભવિષ્ય ઇલેક્ટ્રીક કારોનું છે. આ ઇલેકટ્રીક કારનું ફ્‌લાઇંગ કાર તેમજ જેટપેક
મોડલ ઉપલબ્ધ હોય એવી પુરેપુરી શક્યતા છે.

ઇલેક્ટ્રીક કારના બજારમાં હવે આકર્ષક દેખાય એવી, સગવડતાદાયક અને પરવડે એવી કારો મળતી થઈ છે. સારી ગુણવત્તાવાળી બેટરી ટેકનોલોજી, ફ્‌યુલ સેલ અને ઝડપથી થતા રિચાર્જના કારણે ઇલેક્ટ્રીક કારો પણ ઝડપી, અવાજ ન કરે એવી અને પર્યાવરણને બિલકુલ નુકસાન ન પહોંચાડે એવી બની જશે. અત્યારે જે રીતે પેટ્રોલ પંપ ઉપલબ્ધ છે એ રીતે હાઇ-વે પર બેટરીને રિચાર્જ કરવાના સેન્ટર તેમજ એનું રિપેરીંગ કરી આપતા સેન્ટર ઉપલબ્ધ થઈ જશે.

 

 

- જાતે સંધાઈ જતી ધાતુ

 

તમારી નવીનકોર ગાડીમાં ગોબો પડી જાય કે પછી લેપટોપના પર ઘસરકા પડી જાય તો જીવ ઉંચો થઈ જાય છે કારણ કે પછી ગમે તેટલું રિપેરીંગ કરાવ્યા પછી પણ મુળ વસ્તુ જેવું ફિનિશીંગ મેળવી શકાતું નથી. જોકે ગણતરીના વર્ષો પછી આવી કંિમતી વસ્તુઓ પોતાની મેળે સંધાઈ જતી ખાસ પ્રકારની ધાતુથી બનાવવામાં આવશે.

 

આ ટેકનોલોજીનો મોટો ફાયદો એ હશે કે તમારી કંિમતી વસ્તુઓને ગમે તેટલું નુકસાન પહોંચે પણ કોઈ જ પ્રકારની ચંિતા કરવાની જરૂર નથી કારણ કે તમે રાત્રે સુઈને સવારે ઉઠશો ત્યારે તમારી વસ્તુ આપમેળે રિપેર થઈ ગઈ હશે.

આ પ્રકારના મટિરીયલની ખાસિયત એ છે કે એને રિપેર કરવા માટે મનુષ્યના કોઈ પ્રયાસની જરૂર નથી પડતી. જેવી રીતે મનુષ્ય શરીર ઇજા પછી પોતાની મેળે સ્વસ્થ થવાની ક્ષમતા ધરાવે છે એવી જ રીતે બજારમાં એવા કેટલાક ખાસ પ્રકારના પોલીમર, પ્લાસ્ટિક, સિરામીક અને પેઇન્ટ ઉપલબ્ધ છે જે આપમેળે રિપેર થઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ ટેકનોલોજીના કારણે હવે ભવિષ્યમાં સેલફોનના રક્ષણ માટે એના પર કોઈ જાતનું કવર લગાવવાની જરૂર નહીં પડે.

 

 

- આપમેળે ચાલતી કાર

 

તમને સવારના ભરચક ટ્રાફિકમાં કાર ચલાવવાનો કંટાળો આવતો હોય તો ગણતરીના વર્ષો પછી આ સમસ્યાનો કાયમ માટે અંત આવી જાય એવા સંજોગોનું નિર્માણ થયું છે. ગુગલ અને બીજી કંપનીઓને ખાસ પ્રકારની ટેકનોલોજીનું નિર્માણ કર્યું છે જેની મદદથી હવે રેડલાઇટ કે ગ્રીનલાઇટની પરવા કર્યા વગર વ્યક્તિ સરળતાથી ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પસાર કરી શકશે.

આ ખાસ પ્રકારની ટેકનોલોજીની મદદથી ભરચક ટ્રાફિકમાં ડ્રાઇવગ ન હોય તો પણ ડ્રાઇવંિગ કરવાની ચંિતા કર્યા વગર વ્યક્તિ પાછળની સીટ પર આરામથી છાપાં વાંચતા વાંચતા અને મનગમતી પ્રવૃત્તિઓ પસાર કરતાંકરતાં સમય પસાર કરી શકે છે. આ હાઇટેક ટેકનોલોજીની મદદથી કાર આપમેળે ડ્રાઇવંિગ કરીને વ્યક્તિને એક જગ્યાથી નિયત અંતરે આવેલી બીજી જગ્યા સુધી પહોંચાડી શકે છે.

 

 

- ફ્‌લેક્સિબલ સ્ક્રીન

 

ટેકનોક્રેટ વ્યક્તિ જે ટેકનોલોજીની કલ્પના કરે છે એ ટેકનોલોજીને વૈજ્ઞાનિકો અમલમાં મુકી શકાય એવું સ્વરૂપ આપે છે. હાલમાં સંશોધકો ફ્‌લેક્સિબલ સ્ક્રીનની સંકલ્પનાને સંપૂર્ણ સ્વરૂપ આપવાની તૈયારી કરી રહ્યા છે. એકવાર ફ્‌લેક્સિબલ સ્ક્રીનની સંકલ્પના પુર્ણપણે અસ્તિત્ત્વમાં આવી જશે પછી મોબાઇલ ચોરસ જ હોય એ જરૂરી નહીં રહે અને લેપટોપ અને ટેબલેટનો આકાર બદલાઈ જશે.

 

અત્યારે ધારણા પ્રમાણે આ ફ્‌લેક્સિબલ સ્ક્રીન એક ખિસામાં સમાઈ જાય અને વાળી શકાય એવો પટ્ટાજેવો સ્ક્રીન હશે. આમાંથી જરૂર પડે ત્યારે ફોનનો સ્ક્રીન તૈયાર કરી શકાશે અને જરૂર પડે ત્યારે ૨૧ ઇંચનો ડિસ્પ્લે અથવા તો ૪૦ ઇંચનો વિશાળ પડદો તૈયાર કરી શકાશે.

 

હાલમાં સોની, એલજી તથા સેમસંગ જેવા માંધાતાઓ પાસે ફ્‌લેક્સિબલ સ્ક્રીનના વિકલ્પો ઉપલબ્ધ છે, પણ એમાં પણ સારી એવી સુધારણાની શક્યતા રહેલી છે. હાલમાં તો આ બધા માંધાતાઓ વચ્ચે સંપૂર્ણ ફ્‌લેક્સિબલ સ્ક્રીન તૈયાર કરવાની હોડ લાગેલી છે.


MORE ...

 

 

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved