Last Update : 06-May-2012, Sunday

 
એસીની ઠંડકમાં વાચકોની સાથે પુસ્તકો પણ ઠંડાગાર

- અમદાવાદ રીવરફ્રન્ટમાં ચાલી રહેલો પુસ્તકમેળો હાલ લોકો માટે હરવા ફરવા માટેનું સ્થળ બની ગયું છે. કારણકે અહીં ગરમીથી પણ રાહત અને સેન્ટ્રલી એસીની મજા માણવા કેટલાંક લોકો તો પોતાના પરિવાર સાથે જમ્યા બાદ અહીં લટાર મારવા માટે નીકળી પડે છે.

એક તરફ શહેરમાં આગ ઝરતી ગરમી અને તડકો છે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં પુસ્તકમેળો ચાલી રહ્યો છે. ત્યારે લોકોને આવી ગરમીમાં ઠંડક મળી રહે તે માટે પુસ્તકમેળામાં એસીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાંક લોકો ટાઇમપાસ કરવા માટે આવે છે. તો કેટલાંક લોકો અહીં પુસ્તકો લઇ આરામથી વાચતા નજરે પડે છે. પરંતુ ભીડ તો મોડી સાંજે એટલી જામે છે કે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. હદ તો ત્યારે થાય છે કે જ્યારે કેટલાંક લોકો અહીં મોડી સાંજે પોતાના પરિવારને લઇ ફરવા માટે આવે છે. ત્યારે કેટલાકં પરિવાર તો પોતાના બાળકોને પણ સાથે લઇને અહીં એસીની હવા માણવા માટે બિન્દાસ્ત નીકળી પડે છે.
આ અંગે વિક્રમ પટેલ કહે છે કે, પુસ્તકમેળામાં લોકોને ગરમીથી રાહત મળી રહે તે માટે એસીની સુવિધા કરવામાં આવી છે. બપોરે લોકોની અવર જવર થોડી ઓછી જોવા મળે છે. પરંતુ સાંજ પડતા જ લોકોના ધાડે ધાડા ઉમટી પડે છે. જેમાંથી મોટાભાગના લોકો અહીં ફક્ત ફરવા માટે જ આવતા હોય છે. પુસ્તકમેળાને કેટલાંક લોકો ફનફેર સમજીને પોતાના આખા પરિવાર સાથે હરવા ફરવા માટે આવી જાય છે. કેટલાંક લોકો ફક્ત ટાઇમપાસ કરે છે. તો કેટલાંક લોકો અહીં જ ઉભા ઉભા પુસ્તક વાંચવા બેસી જતા હોય છે. જો પુસ્તક અઘુરુ રહી જાય તો બીજા દિવસે આવીને ફરીથી વાંચવા બેસી જાય છે. કેટલાંક કપલો પોતાના બાળકોને સાથે લઇને આવે છે. ત્યારે બાળકો પણ મસ્તી કરતા હોવાથી પુસ્તકો અસ્તવ્યસ્ત કરી દે છે. તેમ છતાં તેમના મા-બાપ દ્વારા કોઇ રોકટોક કરવામાં આવતી નથી. પુસ્તકપ્રેમીઓ જેટલાં નથી આવતા એના કરતા વઘુ લોકો અહીં હરવા ફરવા માટે આવે છે.
પુસ્તકમેળાની નજીકમાં રહેતા ચંદ્રકાંત મકવાણા કહે છે કે, હાલમાં ગરમીનું પ્રમાણ વઘ્યું છે. તો બીજી તરફ રીવરફ્રન્ટમાં પુસ્તકમેળો યોજાયો છે. કે જે સેન્ટ્રલી એસી છે. વળી આવી ગરમીમાં રાહત મેળવવા માટે અને ઠંડક મળી રહે તેવું બીજુ કોઇ સ્થળ નથી. જેથી હું રોજ સાંજે જમ્યા બાદ મારા પરિવાર સાથે પુસ્તકમેળામાં ઉપડી જાઉ છું. જ્યાં આરામથી ત્રણેક કલાક બિન્દાસ્ત પસાર થઇ જાય છે. વળી બાળકોને પણ થોડી મોજમસ્તી મળી રહે છે. જો કે, હાલમાં આ પુસ્તકમેળો ચાલી રહ્યો હોવાથી હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. બાકી તો પુસ્તક વાંચવામાં મને કે મારા પરિવારને તો કોઇ જ રસ નથી. પણ હાલમાં પુસ્તકમેળો એ હોટ ડેસ્ટીનેશન સાબિત થઇ રહ્યું છે. કારણકે એકતરફ ગરમી અને બીજી તરફ રીવરફ્રન્ટમાં જ સેન્ટ્રલી એસી વાળો પુસ્તકમેળો હોવાથી લોકોને હરવા ફરવા માટે બેસ્ટ જગ્યા મળી ગઇ છે. પુસ્તકમેળો પુરો થયા બાદ નદીના બ્રીજ તો છે જ ને.
જ્યારે મેહુલભાઇ પટેલ કહે છે કે, આમ તો અમદાવાદમાં એવી કોઇ જગ્યા નથી કે જ્યાં મોડી સાંજે આવી રીતે ફુલ્લી એસીની મઝા માણી શકાય. જેથી અમારી સોસાયટીમાં રહેતા મારા મિત્રો સાથે અમે આ પુસ્તકમેળામાં જઇ ટાઇમપાસ કરીએ છીએ. કારણકે અમારે તો કોઇ પણ જાતની પુસ્તક ખરીદવાની હોતી નથી. પણ પુસ્તકો જોઇ એની પ્રાઇસ જોઇ લટાર મારીને અને એસીની ઠંડી હવા ખાઇ મજા માણીએ છીએ. વળી અહીં કોઇપણ જાતની સિક્યોરીટીનો સવાલ ઉભો થતો નથી કે કોઇ પણ જાતની એન્ટ્રી ફી આપવાની હોતી નથી. ત ો શા માટે આવો મફતનો લ્હાવો જતો કરીએ. આમ પણ આ પુસ્તકમેળો છે ત્યાં સુઘી અમે અહીં સમય પસાર કરીશું પણ અમારા માટે તો બ્રીજ નજીક છે. જેથી પુસ્તકમેળો પુરો થશે પછી બ્રીજ પર લટાર મારીને સાબરમતી નદીની હવાની મજા માણીશું. વળી બાળકો પણ આવો માહોલ જોઇને થોડી વાર માટે ખુશ થઇ જાય છે. એમનો પણ ટાઇમ પાસ અહીં બહુ સારી રીતે થઇ જાય છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved