Last Update : 06-May-2012, Sunday

 
દિલ્હીની વાત
 

આજે NCTC ની બેઠક
નવી દિલ્હી, તા.૪
આવતી કાલે (શનિવારે) મળી રહેલી મુખ્ય પ્રધાનોની મીટીંગ પર સૌની નજર છે. આમ તો આ બેઠક NCTC (નેશનલ કાઉન્ટર ટેરર સેન્ટર) ના મુદ્દે બોલાવાઇ છે પરંતુ રાજધાનીમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પોસ્ટ માટે ચાલતા લોબિઇગ પર સૌની નજર છે. સાચી વાત તો એ છે કે આ રાજકીય લોબિઇગના કારણે એનસીટીસીનો મુદ્દો સાઇડમાં ધકેલાઈ ગયો છે. મમતા બેનરજીની વડાપ્રધાન અને સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ કોંગ્રેસનો જુસ્સો થોડો વધ્યો છે. નાણા પ્રધાન પ્રણવ મુકરજી અને હમીદ અંસારીના નામ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટેની સ્પર્ધામાં આગળ છે. કેટલાંક નેતાઓએ કહ્યું છે કે પ્રણવ ટ્રબલ શૂટર છે માટે તેમને રાષ્ટ્રપતિના પદ પર ના બેસાડવા જોઈએ, પ્રણવ ત્યાં જાય તો કોંગ્રેસની સમસ્યા સોલ્વ કોણ કરશે ? આ રજૂઆતના કારણે કોંગ્રેસની મૂંઝવણ વધી છે.
પ્રણવના મુદ્દે ભાજપ અટુલું
ભાજપની કમનસીબી એ છે કે તેમનો પ્રણવ અને અંસારી માટેના વિરોધને કોઇ ટેકો આપતું નથી. માત્ર એનડીએને બહારથી નહીં પણ અંદરના માળખામાંથી પણ ટેકો મળતો નથી. એનડીએને સૌથી મોટો ફટકો સાથી પક્ષ જેડી (યુ) નો પડયો છે. પ્રણવ અંગે એનડીએ શું નિર્ણય લે છે તેના પર બધો આધાર છે. ડાબેરી પક્ષો પણ પ્રણવ અંગે સંમત છે. પણ અંતિમ નિર્ણય તો ૬મે ના રોજ મળનાર પોલીટ બ્યુરોની બેઠકમાં લેશે. ઉપરાષ્ટ્રપતિ તરીકે અંસારીના નામને ડાબેરી પક્ષોએ મંજુર રાખ્યું છે.
સાથી પક્ષો પેકેજ માગે છે
રાષ્ટ્રપતિ પદ માટેની પસંદગીમાં એક મુદ્દો ઉડીને આંખે વળગે એવો એ પણ છે કે સોદાબાજી પૂરજોશમાં ચાલે છે. યુપીએ સરકાર પર એક લાખ કરોડ આપવાની તલવાર ઝુલે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ૯૩ હજાર કરોડનું પેકેજ માગ્યું છે તો તૃણમુલ કોંગ્રેસે ૨૨ હજાર કરોડનું પેકેજ માગ્યું છે. વ્યાજની ચૂકવણીમાં ત્રણ વર્ષ રાહત આપવા ટીએમસીએ કહ્યું છે. સમાજવાદી પક્ષ પાસે ૬૮,૭૬૮ (૬ ટકા) વોટ છે તો ટીએમસી પાસે ૭૭,૮૯૦ વોટ છે. અખિલેશ યાદવે પેકેજ મેળવવા વડાપ્રધાનને ૩૮ પત્રો લખ્યા છે.
અહલુવાલીયાની હાર
રાજય સભા માટે ઝારખંડની બેઠક પર ભાજપના સીનિયર નેતા એસ.એસ. અહલુવાલીયા હારતાં ભાજપને આ સતત બીજી વાર હાર મળી છે. ૨૦૧૦માં ભાજપના નોમીની અજય મારૃ હાર્યા હતા. રાજયમાં જોડાણવાળી સરકાર ચલાવતા ભાજપ માટે આ આઘાતજનક સ્થિતિ છે. ભાજપ અને જેએમએમ બંને પાસે ૧૮ વિધાનસભ્યો છે. અહલુવાલીયાન હારના કારણે ભાજપના મુંડા કેમ્પની તાકાત વધી છે. પરંતુ ભાજપ તેમની સામે પગલા લઇ શકતો નથી.
રાજકારણમાં કાયમી દોસ્ત-દુશ્મન ન હોય
ભાજપ અને બીએસપી ભલે જુદા જુદા હોય, અને ભલે બીએસપીએ યુપીએ સરકારને બહારથી ટેકો આપ્યો હોય પરંતુ દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે કેમ કે બીએસપીના પાંચ કાઉન્સેલરોએ તેમને ટેકો આપ્યો હતો. કોંગ્રેસ માટે વોર્નિગ સિગ્નલ સમાન આ ઘટના છે. પરંતુ એ સ્પષ્ટ છે કે રાજકારણમાં કોઇ કાયમી દુશ્મન કે મિત્ર નથી હોતો..
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved