Last Update : 06-May-2012, Sunday

 

કોચીસને અગાઉના હોદ્દેદારો કરતાં ૨૫૦ ટકા વધુ વળતર
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી

જીસીએના હિસાબોનું નિયમિત ઓડિટ થાય છે ,વિરોધી લોબી જુઠ્ઠાણા ચલાવી રહી છે ઃ પરિમલ નથવાણી

અમદાવાદ,શનિવાર
ગુજરાત ક્રિકેટ એસોસિએશને (જીસીએ) દ્વારા અત્યાર સુધીવિરોધી લોબી દ્વારા ચલાવાતા જુઠ્ઠાણાનો વિગતવાર જવાબ આજે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજોયલી કારોબારીની બેઠકમાં વિચાર વિમર્શ બાદ આપ્યો છે. જીસીએની કારોબારી રમતજગતના વિકાસના ઉદ્દાત ઉદ્દેશ્યને સમર્પિત છે અને જીસીએના ઉદ્દેશ્યને નુકશાન ન થાય તેવી કુશળતાથી રમતગમત સંકુલ અને અન્ય બાબતોનો વહીવટ કરવા પ્રતિબધ્ધ છે.
આજે જીસીએ કારોબારીની બેઠક બાદ ઉપાધ્યક્ષ શ્રી પરિમલ નથવાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતુ કે, વારંવાર એકનું એક જુઠ્ઠાણું કે કોચને પગાર ચુકવાતો નથી તે અંગે જીસીએ સત્તાવાર રીતે જણાવે છે કે કોચને તેમની નિર્ધારીત ફીના ચેક આપવામાં આવ્યા હતા પરંતુ કોચને વધારો જોઇતો હતો જેનો નિર્ણય કારોબારી કરે ત્યાર પછી જ આપી શકાય. કોચ માટે વધારાની ફીના નિર્ણય માટે જીસીએ કારોબારી જે તે નિર્ણય લઇ શકે. આજે મળેલ કારોબારીમાં કોચને તેમની નિર્ધારીત ફીમાં પાછલી તારીખ ૦૧-૦૮-૨૦૧૧ થી વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ કોચ તેમજ ફિઝિયોથેરાપીસ્ટ વિગેરેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ જીસીએ દ્વારા કોચ વિગેરેનો અગાઉની જીસીએના વહીવટકર્તાઓ દ્વારા અપાતા વળતર કરતાં ૨૫૦ ટકા સુધી વધારે વળતર અપાય છે. તેની સૌ કોઇ લાગતા વળગતા નોંધ લે તે જરૃરી છે. કોચને મેચ ફી પણ અગાઉની જેમ રાબેતા મુજબ આપવામાં આવશે તથા જીસીએ સ્ટાફને પણ યોગ્ય પગાર વધારો કરી આપવામાં આવ્યો છે.
વિરોધીઓ દ્વારા ઔડા સંકુલ અંગે બીજું જે જુઠ્ઠાણું જીસીએ વિરૃદ્ધ ચલાવવામાં આવ્યું છે તે અંગેનો ખુલાસો કરતાં જીસીએ જણાવે છે ઔડા સંકુલ માટે ટેન્ડર નિયમ વિરૃદ્ધ ભરવામાં આવ્યું નથી. રસ ધરાવતી ચાર પાર્ટીઓમાંથી જે પાર્ટી ટેકનિકલી ક્વોલિફાય થઇ તેમાં જીસીએ પણ ક્વોલિફાય થયું હતુ અને નિયમાનુસાર તેનું ઔડાના એકલવ્ય સંકુલનું ટેન્ડર પાસ થયેલ છે. જે આજની કારોબારીમાં રજુ કરવામાં આવ્યું હતુ. વાસ્તવમાં તો જીસીએ એક સંસ્થાકીય સામાજિક જવાબદારી નિભાવવાના ભાગરૃપે અને નફાખોરીના કોઇ પણ ઉદ્દેશ્ય વિના ઔડાનું સંકુલ ચલાવશે અને ઔડાએ નિયત કરેલી ફી વિદ્યાર્થીઓ તથા અન્ય આશાસ્પદ ખેલાડીઓ પાસેથી ટોકન તરીકે લેશે. એટલું જ નહીં ઔડા દ્વારા તેમના સંકુલમાં બધી જ સુવિધાઓ મહદ્અંશે પુરી થઇ ગયા પછી જીસીએ તે સંકુલનો કબજો લેશે. તેથી જીસીએને ખોટના ખાડામાં ઉતારવાનો તથાકથિત આક્ષેપ પાયા વિનાનો છે અને ઔડા સંકુલ પણ જીસીએ પાસે બિસ્માર હાલતમાં આવશે તેવી જે દહેશત રખાય છે તેનો પ્રશ્ન જ ઉભો નથી થતો. રૃપિયા પચાસ લાખની ડિપોઝીટ તો રિફંડેબલ છે અને રાજ્યમાં રમતગમતના હિતમાં જીસીએ જેવી સંસ્થા અમદાવાદ શહેર અને રાજ્યના યુવકોને રમતગમતમાં પ્રોત્સાહિત કરવા આટલી રકમની ડિપોઝીટ મુકે તો તેમાં કાંઇ અજુગતુ નથી. વધુમાં જીસીએ ઔડા સંકુલમાં જ વધારાની પીચો બનાવશે. જેથી વધુ ક્રિકેટ રસિયાઓ કોચિંગનો લાભ મેળવી શકશે. સંકુલમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના બાળકોને ક્રિકેટ તથા અન્ય રમતો શીખી તેમાં આગળ વધવાની તક સરળતાથી મળી રહે તે જીસીએનો મુખ્ય આશય છે.
આ યાદીમાં જીસીએ દ્રઢતાપૂર્વક જણાવે છે કે સંસ્થાના હિસાબો નિયમિત રીતે ઓડિટ થાય છે અને અખબારોના માધ્યમથી લોકોમાં એવો ભ્રમ ફેલાવવો કે બબ્બે વર્ષથી જીસીએના હિસાબો ઓડિટ થયાં નથી તેમ કહેવું યોગ્ય નથી. વાસ્તવમાં તો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જીસીએનું પ્રમુખપદ સંભાળ્યું ત્યાર બાદ પહેલી વખત જીસીએના હિસાબો કોમ્પ્યુટરરાઇઝ્ડ થયા છે અને તેમાં પારદર્શિતા આવી છે. બીજુ શહેરમાંથી જીસીએની ઓફિસ મોટેરા ખાતે લઇ જવામાં આવી છે તેમાં પણ કાંઇ અયોગ્ય એટલા માટે નથી કે મોટેરા સ્ટેડિયમ જીસીએની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર છે, અને મોટેરામાં જ ઓફિસ હોય તો સંસ્થાનું કાર્યદક્ષ સંચાલન અને સંકલન થઇ શકે.

હોદ્દો

પહેલાનું વાર્ષિક રૃા.

તા. ૦૧-૦૮-૨૦૧૧થી વાર્ષિક રૃા.

રણજી ટ્રોફી ટીમ કોચ

૯૦,૦૦૦/-

,૫૦,૦૦૦/-

અંડર-૨૨ ટીમ કોચ

૯૦,૦૦૦/-

,૦૦,૦૦૦/-

અંડર-૧૯ ટીમ કોચ

૯૦,૦૦૦/-

,૦૦,૦૦૦/-

અંડર-૧૬ ટીમ કોચ

૯૦,૦૦૦/-

,૭૫,૦૦૦/-

અંડર-૧૪ ટીમ કોચ

૯૦,૦૦૦/-

,૭૫,૦૦૦/-

વિમેન ટીમ

૫૦,૦૦૦/-

,૦૦,૦૦૦/-

આસિસ્ટન્ટકોચ

-

મેઇન કોચના ૭૫ ટકા

એકેડેમી કોચ

-

,૫૦,૦૦૦/-

ફિજિયો

-

,૦૦,૦૦૦/-

ટ્રેનર

-

,૫૦,૦૦૦/-

વિડિયો એનાલિસ્ટ

-

,૨૫,૦૦૦/-

જિલ્લા એકેડેમી કોચ સિનિયર

૨૫૦ પ્રતિદિન

૫૦૦ પ્રતિદિન

જિલ્લા એકેડેમી કોચ જુનિયર

૨૦૦ પ્રતિદિન

૪૦૦ પ્રતિદિન

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved