Last Update : 06-May-2012, Sunday

 
 

જીતવા માટેના ૧૫૧ રનના પડકાર સામે પૂણેના ૧૪૩/૮
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય

ગાંગુલીએ ઈડનગાર્ડનમાં કોલકાતાને હરાવવા જોરદાર પ્રયત્ન કર્યો ઃ ગંભીરના આક્રમક ૫૬

કોલકાતા, તા. ૫
કોલકાતા નાઇટ રાઇડર્સે ગાંગુલીની કેપ્ટનસી હેઠળની પૂણે વોરિયર્સને અહીં ઈડનગાર્ડન પર સાત રનથી પરાજય આપ્યો હતો. ગાંગુલીએ જ એક તબક્કે તેના ઘરઆંગણાની ટીમને હરાવવાની નજીક લઇ જતી ૩૬ રનની ઈનિંગ રમી હતી પણ અંતે તે સફળ નહોતો થયો. કોલકાતાના ૨૦ ઓવરોમાં ૧૫૦/૫ સામે પૂણેએ ૨૦ ઓવરોમાં ૮ વિકેટે ૧૪૩ રન કર્યા હતા.
કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. કેપ્ટન ગંભીરે તેનું ફોર્મ જારી રાખતા ૩૬ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૫૬ રન તેમજ બ્રેન્ડોન મેકુલમે ૪૩ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૪૨ રન સાથેની ઓપનિંગની ૧૧૩ રનની ભાગીદારી ૧૨.૩ ઓવરોમાં નોંધાવતા કોલકતાએ ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૧૫૦ રન કર્યા હતા. તેમની જોરદાર શરૃઆત જોતા આ સ્કોર પૂરતો નહોતો. કેમકે આખરી ૭.૩ ઓવરોમાં કોલકાતા ૩૭ રન જ ઉમેરી શક્યું હતું. મુરલી કાર્તિકે તેની ચાર ઓવરોમાં ૨૨ રન આપીને એક વિકેટ તેમજ મેથ્યુસે ચાર ઓવરોમાં ૧૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી.
૧૫૧ રનનો પડકાર ઝીલવા ઉતરેલ પૂણે વોરિયર્સે ૮.૨ ઓવરોમાં ૫૫ રનમાં જ પાંચ વિકેટ ગુમાવતા તેઓનો પરાજય આમ તો નિશ્ચિત થઇ ગયો હતો. પણ, મેથ્યુસ (૨૭ બોલમાં ત્રણ છગ્ગા સાથે ૩૫) તેમજ ગાંગુલીએ (૩૫ બોલમાં ૪ ચોગ્ગા, એક છગ્ગા સાથે ૩૬) છઠ્ઠી વિકેટની ૭૩ રનની ભાગીદારી ૯.૨ ઓવરોમાં ઉમેરતા તેઓની જીતની આશા સર્જાઇ હતી. પણ ગાંગુલી આઉટ થતા જ તેઓએ ફરી પકડ ગુમાવી હતી. લાંગેએ ૩૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. નારાયણે (વિન્ડિઝ)ના ૪ ઓવરોમાં એક મેડન સાથે ૧૩ રન આપીને ૧ વિકેટ ઝડપતા મેન ઓફ ધ મેચ દેખાવ કર્યો હતો. યુસુફ પઠાણ કોલકાતા તરફથી બેટિંગ અને બોલિંગમાં નિષ્ફળ રહ્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ

-

રન

બોલ

ગંભીર કો.મન્હાસ બો.એમ. કાર્તિક

૫૬

૩૬

બી. મેકુલમ લેગબિફોર મેથ્યુસ

૪૨

૪૩

વાય. પઠાણ કો. સ્મીથ બો. બી.કુમાર

૧૧

૧૫

કાલિસ બો. મેથ્યુસ

દાસ અણનમ

૧૫

૧૮

શુકલા કો. ગાંગુલી બો. બી.કુમાર

તિવારી અણનમ

વધારાના (બાય ૧, લેગબાય ૫, વાઇડ ૧૨, નોબોલ ૧)

૧૯

 

 

 

(પાંચ વિકેટે, ૨૦ ઓવરોમાં)

૧૫૦

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧/૧૧૩ (ગંભીર, ૧૨.૩), ૨/૧૧૫ (મેકુલમ, ૧૩.૪), ૩/૧૨૨ (કાલિસ, ૧૫.૨), ૪/૧૩૪ (પઠાણ, ૧૮.૧), ૫/૧૪૧ (શુકલા, ૧૯)
બોલિંગ ઃ એમ. કાર્તિક ૪-૦-૨૨-૧, ડીંડા ૨૦-૦-૨૮-૦, બી.કુમાર ૪-૦-૨૬-૨, પાર્નેલ ૪-૦-૩૭-૦, ક્લાર્ક ૨-૦-૧૪-૦, મેથ્યુસ ૪-૦-૧૭-૨
પૂણે વોરિયર્સ

-

રન

બોલ

ઉથપ્પા કો. શુકલા બો. લાંગે

૧૭

૧૪

ક્લાર્ક બો. લાંગે

પાંડે કો. દાસ બો. અબ્દુલ્લા

૧૭

૧૫

સ્મીથ લેગબિફોર નારાયણ

૧૪

૧૬

મનહાસ કો.અબદુલા બો. કાલિસ

૦૧

૦૩

મેથ્યુસ કો. શુકલા બો. લાંગે

૩૫

૨૭

ગાંગુલી કો. અબ્દુલ્લા બો. ભાટિયા

૩૬

૩૫

પર્નેલ રનઆઉટ

બી.કુમાર અણનમ

૧૧

એમ. કાર્તિક અણનમ

વધારાના (લેગબાય ૪, વાઇડ ૫, નોબોલ ૧)

૧૪૩

 

 

 

(૮ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૪૩

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧૦ (ક્લાર્ક, ૧.૧), ૨/૨૮ (ઉથપ્પા, ૩.૪), ૩/૪૯ (પાંડે, ૬.૪), ૪/૫૩ (મન્હાસ, ૭.૪), ૫/૫૫ (સ્મીથ, ૮.૨), ૬/૧૨૮ (ગાંગુલી, ૧૭.૪), ૭/૧૩૧ (પાર્નેલ, ૧૮.૩), ૮/૧૩૯ (મેથ્યુસ, ૧૯.૪)બોલિંગ ઃ અબ્દુલા ૪-૦-૨૬-૧, લાંગે ૪-૦-૩૪-૩, કાલિસ ૨-૦-૧૬-૧, નારીન ૪-૧-૧૩-૧, ભાટિયા ૪-૦-૨૭-૧, વાય. પઠાણ ૨-૦-૨૩-૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved