Last Update : 06-May-2012, Sunday

 

૧ વર્ષ તેરે બિન લાદેન

વિવર્તન - શાંડિલ્ય ત્રિવેદી

- ઈતિહાસને સંવેદના નથી હોતી. એટલે જ જ્યારે ઈતિહાસ પોતાની આપવીતી લખવા બેસે ત્યારે એ બદલાવની સ્યાહીથી ચિતરાયેલા ચહેરા હેઠળે નામ લખતો જાય છે. દુનિયા પર લાંબા ગાળાની એવી અસર છોડી ગયેલું એવું નામ છે ઓસામા બિન લાદેન. પાકિસ્તાનના અબોટાબાદ ખાતે અમેરિકાના ઓપરેશનમાં લાદેન ખતમ થયો તેને ૨ મેએ એક વષ થયું પરંતુ લાદેને રમતાં મૂકી દીઘેલો આતંકવાદનો ભસ્માસુર હજુ જંપ્યો નથી. હિટલરને જો ઈતિહાસ નૃશંસ હત્યારા તરીકે યાદ કરતો રહેશે તો લાદેન એ યાદીમાં શિરમોર રહેવાનો છે. આતંકને તેણે કોર્પોરેટ ટચ આપ્યો. આતંકને તેણે નિર્હેતુક પેશો બનાવ્યો. આજે એક સાલ પછી લાદેન પછીનું વિશ્વ હજુય તેના ઓછાયાથી મુક્ત નથી થઈ શક્યું.

૨૦૦૭ની અમેરિકી પ્રમુખપદ માટેની ચૂંટણીમાં બરાક હુસૈન ઓબામાનું સૂત્ર હતું, ચેન્જ. આ વર્ષે પ્રમુખપદનો પ્રથમ કાર્યકાળ પૂરો કરીને આગામી નવેમ્બરમાં ચૂંટણી મેદાનમાં ઉતરી રહેલાં બરાક ઓબામાની ટીમે નવું સૂત્ર વહેતું મૂક્યું છે, ચેન્જ - વી હેવ ડન.
અને પાંચ વર્ષમાં ઓબામાના કાર્યકાળ હેઠળ થયેલા પરિવર્તનની લાંબી યાદીમાં પહેલું નામ છે ઓસામા બિન લાદેન. સરરેરાશ અમેરિકનના માથા પર દોઢ દાયકાથી ભયનો ઓથાર બનીને નાચતા ઓસામા બિન લાદેનને નશ્યત કરવાની બાબતને બરાક ઓબામા આગામી ચૂંટણી જીતવાની સૌથી કારગત સિદ્ધિ માને છે.
લાદેનને નશ્યત કર્યા પછીનું આ એક વર્ષ અમેરિકા માટે અનેક ક્ષેત્રે ભીંસમાં મૂકનારું રહ્યું. આર્થિક મંદીના માર સામે અમેરિકાએ અભૂતપૂર્વ બેકારી અને વૈશ્વિક શાખમાં ઘસારો ખમવાનો આવ્યો. આ સંજોગોમાં અમેરિકાએ દુનિયાભરમાં પાથરેલા લશ્કરી જાળા સાફ કરવાનો અને એ રીતે ખર્ચ બચાવવાનો નિર્ણય લીઘો. ઓબામા એ માટે લાદેનના મોતને કારણભૂત ગણે છે. ઓબામાના મતે, લાદેનનો ભય નાબૂદ થયો હોવાથી અમેરિકા હવે દુનિયાભરમાં પોતાના લશ્કરી હિતો મર્યાદિત કરીને આર્થિક બાબતે મજબૂત બનવા ઘ્યાન કેન્દ્રિત કરી શક્યું છે.
લાદેનના મૃત્યુ પછી વૈશ્વિક રાજકારણમાં પણ અમેરિકાને શ્વાસ લેવાની ફૂરસદ મળી છે એમ બરાક ઓબામા સ્વીકારતા હોય તો એ પણ ખોટું નથી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અર્થકારણની ભેળસેળ પણ પૂરતી માત્રામાં થતી હોય છે અને એ અર્થકારણના પાયામાં ખનીજતેલ હોય છે. દુનિયાભરમાં ખનીજતેલ ઉત્પાદક દેશોનું વડપણ અત્યાર સુઘી સાઉદી અરેબિયાના હાથમાં હતું અને સાઉદી અરેબિયાની નાડ અમેરિકા પોતાના હાથમાં રાખતું હતું. છેલ્લા બે દાયકાથી એ ચિત્ર બદલાયું છે. હવે સાઉદી અરેબિયાનું સ્‌સ્થાન ઈરાન લઈ રહ્યું છે, પૂર્વે એ કોશિશ લિબિયા પણ કરી ચૂક્યું છે.
આ સંજોગોમાં લાદેનની રાહબરી હેઠળ છેલ્લાં એકાદ દાયકાથી અલ કાયદાએ ખનીજતેલના રાજકારણના માઘ્યમથી અમેરિકાને ભીંસમાં લેવાનું શરૂ કર્યું હતું. ઈરાનને પ્રતિબંઘિત જાહેર કરીને અમેરિકાએ અણુ ટેક્‌નોલોજી તેને ન મળે તેવો દાબ મૂક્યો ત્યારે અલ કાયદાએ જ ચીનના માઘ્યમથી આંતરરાષ્ટ્રીય હેકર્સને સાઘીને ઈરાન માટે યુરેનિયમ શુદ્ધિકરણની ટેક્‌નોલોજી સુલભ કરાવી આપી હતી.
એ આખું કારસ્તાન અલ કાયદાનું હોવાનું ખૂલ્યા પછી અમેરિકા માટે રાતની ઊંઘ હરામ થઈ જાય તે સ્વાભાવિક હતું. અત્યાર સુઘી સશસ્ત્ર આતંકી હુમલા અને પછી બહુ બહુ તો શસ્ત્રોની કે કેફી દ્રવ્યોની હેરાફેરી સુઘી જ મર્યાદિત રહેલો આતંકનો ઓછાયો જો
આટલી હદે દુનિયા પર પ્રભાવી થવા લાગે તો ભલભલી મહાસત્તાએ પણ તેની સામે મસ્તક ઝુકાવવું પડે. સદ્‌નસીબે, આવી દોહ્યલી સ્થિતિ આવે એ પહેલાં લાદેનનો ખાત્મો થયો.
હવે અમેરિકા માટે સમગ્ર અલ કાયદાને ઘરાશાયી કરવાની સુવર્‌ર્ણ તક છે. અલ કાયદાની બીજી હરોળના અયમાન અલ જવાહિરી, મુલ્લા ઓમર કે ઈબ્ન બિન જાફરી ઘાતકીપણાની બાબતમાં પોતપોતાની રીતે સવાયા રાક્ષસ છે તેમ છતાં ય બૌદ્‌દ્ધિક સ્તર અને સંગઠનશક્તિની બાબતમાં ઓસામા બિન લાદેનના પેંગડામાં પગ ઘાલી શકે તેમ નથી. આ દરેક પૈકી ઝવાહિરીએ લાંબા સમય સુઘી લાદેનના પડછાયાની માફક કામ કર્યું હોવાથી તેની પહોંચ કેટલેક અંશે વૈશ્વિક સ્તરે પથરાયેલી છે. ઝવાહિરી હાલમાં નાઈજિરિયન આતંકી સંગઠન બોકો હરામ સાથે અલ કાયદાને જોડવાની ફિરાકમાં છે પરંતુ કોઈ રીતે એ શક્ય બનતું નથી.
લાદેનના ન હોવાની મોટી રાહત એક આ પણ છે. લાદેન હોત તો આતંકની વૈશ્વિક ઘરી ભારતથી છેક આફ્રિકા અને યુરોપના આંગણા સુઘી લંબાઈ હોત. એક આદમી, એક નામ, એક ચહેરો હોવાથી આમઆદમીની જંિદગી પર હકારાત્મક કે નકારાત્મક, કેટલો ફરક પડી શકે એ આપણે ગાંઘીજીથી માંડીને ગદ્દાફી અને મંડેલાથી માંડીને ખોમૈની સુઘીના કિસ્સામાં જોયું છે. લાદેન એ યાદીના નકારાત્મક અસરના પાસામાં શિરમોર રહેશે.

પાકિસ્તાનઃ ચોરની મા રડવા માટે કોઠી શોઘે છે

ગત મેએ અબોટાબાદમાં ખુફિયા ઓપરેશન હાથ ઘરીને અમેરિકાએ લાદેનનો ખાત્મો બોલાવ્યો તેનાંથી પાકિસ્તાની ખુફિયા સંસ્થા આઈએસઆઈની હાલતમાં ચોરની મા જેવી થઈ છે અને કઠણાઈ એ છે કે તેની પાસે મોં ઘાલીને રડવા માટે કોઠી સુદ્ધાં બચી નથી.
૯-૧૧ની ઘટના પછી અલ કાયદા સંબંઘીત તમામ માહિતી સીઆઈએને આપવાની શરતે અમેરિકાએ પાકિસ્તાન સાથે વોર ઓન ટેરરના મામલે હાથ મિલાવ્યા હતા. ભારતની અનેક બૂમરાણો છતાં આતંકના જનક પાકિસ્તાનને અમેરિકાએ છાવર્યું હતું. અફઘાનિસ્તાન પર હુમલો કરવા માટે પાક હવાઈમથકો અને લશ્કરી દળોની મદદ સુદ્ધાં પાકિસ્તાને ઘરી દીઘી હતી.
એ પછી ગત વરસે જાન્યુઆરીમાં રેમન્ડ ડેવિસ નામના સીઆઈએના કહેવાતા એજન્ટની ઘરપકડ સાથે પાકિસ્તાન સાથેના અણબનાવની શરૂઆત થઈ. રેમન્ડ ડેવિસ પાસેથી પકડાયેલા કેટલાંક દસ્તાવેજો આઈએસઆઈ અને તાલિબાન તેમજ અલ કાયદાની મીલિભગત સૂચવતા હતા. એ પછી અમેરિકાએ પાકિસ્તાનને કોરાણે મૂકવાનો નિર્ણય લીઘો. અબોટાબાદ પરનું ઓપરેશન અતિલા સફળતાપૂર્વક પાર પાડીને અમેરિકાએ આઈએસઆઈને બેય હાથની લપડાક મારી દીઘી હતી.
હવે જો પાકિસ્તાન એમ કહે કે લાદેન અહીં હતો તેની અમને જાણ ન હતી તો એ વોર ઓન ટેરરમાં ક્યા પ્રકારની ચોંપ રાખી એવા સવાલના ઘેરામાં આવી જાય અને જો લાદેન અહીં હતો તેવી જાણ હતી તો એ છૂપાવવા બદલ આંતરરાષ્ટ્રીય ગુનેગાર ઠરવાનો વારો આવે.
લાદેનના મોત પછી પાકિસ્તાનની એ કફોડી હાલત આજે એક વરસ પછી ય જારી છે. વૈશ્વિક શતરંજની ગોઠવણમાં અત્યાર સુઘી અમેરિકાના ખીલે કૂદતું પાકિસ્તાન અત્યારે પોતાનું પ્યાદું ક્યાં મૂકવું તેનાંય ફાંફા મારી રહ્યું છે.
એક તરફ ચીનનો હાથ ઝાલવાની પેરવી છે અને બીજી તરફ નારાજ અમેરિકાને મનાવવાના હવાતિયાં છે. એ બંને અંતિમો વચ્ચે પાકિસ્તાનના ઉગ્રતાવાદી પરિબળોને ય થાબડભાણા કરવા મથી રહ્યું છે. લાદેનને ન સાચવી શકવા બદલ નારાજ તાલિબાન સમર્થકો અને લશ્કરના દબાણ હેઠળ પાકિસ્તાન અત્યારે તદ્‌ન દિશાહિન છે.
વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ ભારત માટે આ ફાયદાનો સમય છે. અમેરિકા પણ ભારતીય ઉપખંડમાં ભારતનું સ્થાન અને મહત્વ હવે સ્વીકારી ચૂક્યું છે. પરંતુ પાકિસ્તાનમાં બદલાતા રાજકીય પ્રવાહો જોતાં ફરીથી ઉગ્રતાવાદીઓ સત્તા પર આવે એવી શક્યતા ભારત માટે પણ જોખમી બની શકે છે. અમેરિકાએ અફઘાન સરહદે ૨૪ પાક સૈનિકોનો ખાત્મો બોલાવ્યો એ પછી લશ્કરી દળોએ લગભગ સશસ્ત્ર બળવાની હાલત સર્જી દીઘી હતી. પાકિસ્તાનની આંતરિક સિયાસતની આવી હાલત લાંબા ગાળે ભારત માટે જોખમી બની શકે છે.

અયમાન ઝવાહિરી

 

લાદેનની હયાતિમાં જ અલ કાયદામાં સત્તાવાર રીતે નંબર ટૂ પોઝિશન પર મનાતો અયમાન અલ ઝવાહિરી હાલમાં સુદાન કે સોમાલિયામાં આશરો લઈ રહ્યો હોવાની સીઆઈએની ઘારણા છે.
ઝવાહિરીએ લાંબા સમયથી લાદેન જોડે છેડો ફાડી નાંખ્યો હોવાની અફવાઓને અમેરિકા ગણતરીપૂર્વકની માને છે.
ઝવાહિરી હવે પહેલાં તો અલ કાયદાના આંતરિક હરીફો પર મ્હાત મેળવવા માંગે છે. એ તેના માટે શક્ય પણ છે પરંતુ અલ કાયદાને લાદેને જે રીતે આર્થિક બાબતોમાં દૂઝણી ગાય બનાવી હતી એ ઝવાહિરી માટે હાલના તબક્કે મુશ્કેલ ગણાય છે.

મુલ્લા ઉમર

 

મુલ્લા ઉમર એ અલ કાયદાનું સૌથી ભેદી પાત્ર છે. તેના વિશે એટલી વ્યાપક કંિવદંતીઓ ફેલાયેલી છે કે તે ખરેખર જીવિત છે કે મરી ગયો, જીવે છે તો ક્યાં છે એ વિશે કોઈને ઠોસ ખબર નથી. સાથોસાથ તેનો પ્રભાવ તાલિબાનથી માંડીને ભારતમાં કાર્યરત લશ્કર એ તૈયબા જેવા આતંકી સંગઠન પર વ્યાપક છે.
હાલમાં ઉત્તરી અફઘાનિસ્તાનમાં તેની હાક વાગે છે. ઉમર અત્યંત ઘાતકી હોવાનું કહેવાય છે પરંતુ સંગઠનશક્તિમાં તેનો ગજ વાગી શકે તેમ નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સિવાય તેની કોઈ ઓળખ નથી.

સૈફ અલ એદલ

ઈજિપ્તમાં અલ કાયદાનું સુકાન સંભાળવાથી શરૂઆત કરનાર સૈફ અલ એદલ છેલ્લા પાંચ વરસથી મીડલ ઈસ્ટથી છેક ચીન વાયા ભારતના આતંકનો ખજાનચી બની ગયો છે. ભારતમાં કાર્યરત આતંકી સંગઠનોને નાણાકિય સહાય તેનું મુખ્ય કામ હતું.
હવે લાદેનના મોત પછી સૈફ અને ઝવાહિરી વચ્ચે અણબનાવ હોવાનું કહેવાય છે ત્યારે અલ કાયદાની આર્‌ર્થિક ઘરી પર કાબૂ ઘરાવતો સૈફ અલ એદલ હુકમનું પાનું બની શકે છે. હાલમાં મુલ્લા ઉમરનું આખું તંત્ર ેએદલના જોરે નભે છે અને સ્વયં ઝવાહિરીની ગૂટ પણ એદલના ટેકાથી ટકી રહ્યું છે.

 

અદમ યાહ્યા ગદાન

તદ્દન નાના પાયેથી આતંકની દુનિયામાં પગરણ માંડનારા અદમ યાહ્યા ગદાનના ખાતે છેલ્લા એક દાયકામાં લંડન મેટ્રો બ્લાસ્ટ, ફ્રાન્સમાં અમેરિકન એમ્બેસી બ્લાસ્ટ સહિતના કારનામાઓ બોલે છે.
લાદેનના મોત પછી તરત જ સ્પેનના માડ્રીડ, તુર્કીના ઈસ્તંબુલ અને રશિયાના ત્સેલાવ સુઘી થયેલા વિરોઘસૂચક બોમ્બ વિસ્ફોટમાં ગદાનની સંગઠનશક્તિ કામ કરતી હોવાનું મનાય છે. યુરોપમાં અલ કાયદાની જાળ ગદાનના હાથમાં છે અને લાદેનનો તેના પરનો પ્રભાવ જોતાં આવનારા વરસોમાં તેના કારનામા વઘુ હંિસકઢબે આકાર લેશે તેવી ઘારણા છે.

વિલિયમ મેકરેવેનઃ ઓપરેશન અતિલા પાછળનો ખરો ચહેરો

ગત વર્ષના એપ્રિલ મહિનાનું ત્રીજું સપ્તાહ.
સીઆઈએના વડા લિયોન પેનેટ્ટા મઘરાતે વ્હાઈટ હાઉસના સાઉથ સ્ક્વેરમાં મિટંિગ પતાવીને ઊભા થયા ત્યારે તેમના ચહેરા પર મૂંઝવણ હતી. તેમને ફક્ત ચાર કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ટારગેટ અત્યંત જોખમી હતું અને નિશાન અચૂક વંિઘવાનું જ હતું. એમાં જરાક સરખી ય ચૂક થઈ તો જંિદગીમાં ભાગ્યે જ હાથ આવે તેવી તકથી હાથ ઘોઈ નાંખવાના હતા. ચાર કલાકમાં પ્લાન તૈયાર કરીને તેની બ્લ્યૂ પ્રિન્ટ આપી દેવાનું લિયોન પેનેટાને કહેવાયું એ પછી તેમને એક જ નામ મગજમાં ચમક્યુંઃ વિલિયમ મેકરેવેન.
એ પ્લાન હતો ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવવાનો. પાકિસ્તાનના અબોટાબાદ ખાતે લાદેનની હાજરી છતી ગઈ હતી. ખુફિયા જાણકારી મેળવ્યા પછી ખરાઈ પણ કરી લેવામાં આવી હતી. હવે બસ, સશસ્ત્ર દળો મોકલીને લાદેનનું ઢીમ ઢાળી દેવાનું હતું. પરંતુ લખવામાં કે વાંચવામાં આસાન લાગતી આ વાત અમલમાં મૂકવામાં નેવાના પાણી મોભે ચડાવવા જેવો ઘાટ હતો. વ્હાઈટ હાઉસે કેટલીક બેડીઓ વડે ઓપરેશનને શરૂ થતાં પહેલાં જ બાંઘી દીઘું હતું. બેડી નં. ૧ઃ કોઈપણ સંજોગોમાં સંિગલ એજન્સીએ જ આ ઓપરેશન પાર પાડવાનું રહેશે. મતલબ કે, સાઘારણ રીતે એક ઓપરેશનમાં ખુફિયા જાણકારી આપતી ટીમ, સ્થળ ઓળખી બતાડનાર સ્થાનિકો, લશ્કરની એકાદ બે પાંખ સામેલ હોય. તેને બદલે આ ઓપરેશન જે એજન્સીને સોંપાય તેને બીજા કોઈની મદદ મળવાની ન હતી. બેડી નં. ૨ઃ પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ ભલે સીઆઈએની સત્તાવાર સાગરિત ગણાતી હોય પરંતુ આ ઓપરેશનની તેને ગંઘ સુદ્ધાં આપવાની ન હતી. મતલબ સાફ હતો, પાકિસ્તાનમાં જઈને આઈએસઆઈને લપડાક મારવાની હતી. બેડી નં. ૩ઃ ઓપરેશન પૂર્ણ કરવા માટે ટેકઓફથી લઈને લેન્ડંિગ સુઘી ફક્ત ૪૦ મિનિટની સમય મર્યાદા હતી. એટલા સમયમાં અબોટાબાદ પહોંચીને લાદેનનો ખાત્મો બોલાવવાનો હતો. બેડી નં. ૪ઃ લાદેનને મારી નાંખો એ જ પૂરતું નથી. તેના મજબૂત પૂરાવાઓ પણ એકઠા કરી લાવવાના હતા.
- અને આ પ્લાન રજૂ કરવા માટે લિયોન પેનેટા પાસે ફક્ત ચાર કલાકનો સમય હતો.
પેનેટાએ એ પ્લાન પોણા ત્રણ કલાકમાં ઓબામા સહિતની કોર કમિટીને રજૂ કરી દીઘો હતો. ઓપરેશન સંિગલ એજન્સીએ પાર પાડવાનું હતું, તેને બદલે સંિગલ એજન્સીના ય ફક્ત એક જ યુનિટ (સિલ કમાન્ડો) વડે પાર પાડી દેવાયું. ઓપરેશન પાર પાડવા માટે ૪૦ મિનિટની સમય મર્યાદા હતી. તેને બદલે ૩૨મી મિનિટે મિશન ફતેહનો મેસેજ વ્હાઈટ હાઉસને મળી ચૂક્યો હતો. લાદેનને ખતમ તો કર્યો જ, તેનું ડેડબોડી ઉપરાંત તેની અંગત વપરાશની ચીજ વસ્તુઓ, તેની તસવીરો, તેના વિડિયો અને તેની પત્નીઓ સહિતના જીવતાજાગતાં પૂરાવાઓ પણ હાથ કરી લેવાયા હતા.
આટલું અઘરું અને અશક્ય જણાતું ઓપરેશન પાર પાડવાનું શ્રેય હવે એક વરસ પછી અમેરિકાએ વિલિયમ મેકરેવેનના નામે જાહેર કર્યું છે. અમેરિકન નૌકાદળમાં વાઈસ એડમિરલ તરીકેની યશસ્વી કારકિર્દી ઘરાવતા વિલિયમ મેકરેવેને ફક્ત સ્મૃતિના આઘારે સિલ કમાન્ડો યુનિટમાંથી ચૂનંદા જવાનો ચૂંટ્યા હતા. એમણે એકપણ વખત કોઈનો ડેટા જોવા માટે કમ્પ્યૂટરને હાથ પણ લગાવ્યો ન હતો. ઓપરેશનમાં લઈ જવાના શસ્ત્રોની પસંદગી માટે ય તેમણે ચાર મિનિટમાં લિસ્ટ તૈયાર કરી નાંખ્યું હતું. ટીમ સાથેના જીવંત સંપર્ક અને વિચક્ષણ વ્યૂહરચના માટે જાણીતા વિલિયમ મેકરેવેન પોતે આ ઓપરેશન વખતે શું કરતાં હતાં? બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન સહિતના મહાનુભાવો જ્યારે વ્હાઈટ હાઉસના ખાસ કમરામાં બેસીને સંદેશાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વાઈસ એડમિરલ મેકરેવેન યુલિસિસ નામના યુદ્ધજહાજની ડિઝાઈનમાં પરોવાયેલા હતા. ખુદ લિયોન પેનેટાએ તેમને ઓપરેશન સફળ રહ્યાનો સંદેશો આપ્યો ત્યારે મેકેરેવેનનો પ્રત્યાઘાત હતો, ‘એઝ એક્સ્પેક્ટેડ...!’

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved