Last Update : 06-May-2012, Sunday

 

માતૃભાષાના માઘ્યમ અને ઇંગ્લિશ મિડિયમના એકપક્ષીય યુદ્ધમાં જીતવાની વેવલી નહંિ, પણ વેધક વ્યૂહરચનાઓ!
આ રહ્યા ગુજરાતી ભાષા બચાવવાના નવ નવા નુસખા!

સ્પેકટ્રોમીટર- જય વસાવડા

કેટલાક પૈસા કમાયા પછી નવરા, કેટલાક પૈસા કમાયા નથી માટે નવરા અને કેટલાક પૈસા કમાવા માટે જ સક્રિય એવા જ મોટાભાગના ગુજરાતીઓ જેમાં અભ્યાસુ ભાષાપ્રેમી નિષ્ઠાવાન શિક્ષકો કે સર્જકોને સ્થાને ગોઠવાઇ ગયા છે, એ ગુજરાતી ભાષા બચાવોના કોલાહલમાં જેટલો થૂંક ઉડાડવાનો થનગનાટ છે, એટલું નક્કર વાસ્તવનું ખેડાણ નથી.
ફર્સ્ટ થંિગ ફર્સ્ટ. ગુજરાતીની લીટી મોટી કરવા માટે અંગ્રેજીમાં લીટી ટૂંકી કરવાની ભૂલ ‘અમે એવું નથી માનતા’ કહેનારા ખેરખાંઓ પણ ઇન્ડાયરેકટલી, પરોક્ષ રીતે- અજાગ્રત મનમાં યાને સબકોન્શ્યસ માઇન્ડમાં કરતા હોય છે. આ બ્રહ્મચર્યના નામે પ્રકૃતિ સાથે બાથ ભીડવા જેવી જાતને પોરસાવવા પૂરતી, પણ હકીકતમાં હારેલી લડાઇ છે. માંદગીનો સ્વીકાર કરો, તો રોગનો ઇલાજ થાય. વ્યવહાર, દરેક ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો, ઇન્ટરનેટથી જોડાયેલા દુનિયા, જ્ઞાન અને સાહિત્ય- મનોરંજનના સંદર્ભોમાં અંગ્રેજીનું જે બ્રાન્ડંિગ છે, એની સામે કોઇ અન્ય પ્રાદેશિક કે રાષ્ટ્રીય ભાષા પણ (કમ સે કમ) ભારતમાં બાથ ભીડી શકે નહંિ. મા ગમે તેટલી વ્હાલી હોય, એના ય વાળ સફેદ થાય, એના ય ચહેરા પર કરચલી પડે, એનું ય કદીક મોત થાય!
ચોક્કસ આવું આપણને ગમે જ નહંિ, પણ આ નગ્ન સત્ય છે. કુદરતના ખેલમાં કંઇક સંસ્કૃતિઓ, ભાષાઓ, ભડવીરો કાળના તાપણે રાખ બનીને ભસ્મ થાય છે, અને વળી એમાંથી જ દેવહુમા, ફિનિકસની માફક નવી સંસ્કૃતિ, ભાષા, કળા, માનવો જન્મ લેતાં રહે છે. સમસ્યા એ છે કે આપણા ઘણાંખરા વડીલોએ ભાષાપ્રેમને માઘ્યમપ્રેમ સાથે જડબેસલાક જોડી દીધો છે. ભાષા માત્ર આંખથી (વાંચીને) ઓછી, અને કાનથી (સાંભળી)ને વઘુ શીખાય છે. ગુજરાતી મા-બાપોને આ વૈજ્ઞાનિક તારણની ખબર નથી, પણ અંગ્રેજી માઘ્યમની (જે સારી સ્કૂલો છે તેમાં) અંગ્રેજીનું વાતાવરણ ઘર કરતાં થોડુ વઘુ હોય એટલે અંગ્રેજીની ‘ફલ્યુઅન્સી’ અને વાકયની માનસિક ગોઠવણી ઝપાટાબંધ થાય એ વ્યાવાહારિક કારણ ખબર પડી ગઇ છે. અને ગ્રાહક તરીકે એમની આ જ માંગ છે, સંતાનોને ચાર્લ્સ ડિકન્સ કે જોન કીટ્‌સ બનાવવાની (ફોર ધેર મેટર), ઉમાશંકર જોશી કે કનૈયાલાલ મુનશી બનાવવાની છૂપી કે પ્રગટ કોઇ ઇચ્છા હોતી નથી. અંગ્રેજી માઘ્યમમાં ભણેલા બાળકો કુંઠિત જ હોય, એ ય મમરાને માઇક્રોસ્પમાં મૂકીને હિમાલય બતાવવા જેવી માયોપિક યાને સંકુચિત દ્રષ્ટિ છે. એક લેખમાં આ લખવૈયાએ એવું પૂછેલું કે આઝાદીકાળની અનેક સમર્થ વિભૂતિઓ (અને આજની ય દક્ષિણ ભારતની કે બંગાળની હસ્તીઓ) અંગ્રેજી માઘ્યમમાં જ ભણી હોવા છતાં એમની મૌલિકતા કે વિચારશકિત તો કયાંય ખતમ થઇ હોવાનું દેખાતું નથી! તો સન્નાટા! ખામોશી ધ નોનમ્યુઝિકલ!
મૂળ સમસ્યાના સ્વદેશી ગૂંચવાડાને સમસ્યા વિના જ બ્રિટનનું સર્વેક્ષણ માતૃભાષાની આવી હિમાયત કરે છે અને અબ્દુલ કલામ સાહેબનું આવું કવોટ છે, એવી ગોખણપટ્ટી સાચો અંદાજ આપતી નથી. કોઇ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે બે દ્રષ્ટિકોણથી એને નિહાળવો પડે. એક તો ‘વાઇડ એંગલ’ જે સર્વાંગી, પેનોરામિક વ્યૂ આપે અને બીજો ‘વાઇઝ એંગલ’ જેમાં થોડુંક ટેઢીમેઢી સોચ રાખી કશુંક વાંકી આંગળીએ ઘી કયાંથી નીકળે એ દેખાતું હોય! આ જ વિષય પર હમણાં જ બે અને અગાઉ પણ ચાર-પાંચ લેખો લખ્યા છતાંય કોકડું એવું ગુંચવાયેલું છે કે એનો અંતિમ નિર્ણય પોતપોતાની ક્ષમતા અને મર્યાદા મુજબ જાતે જ લેવાનો હોય. જો એજેન્ડા બધે તો નહંિ, પણ અમુક વર્ગ-વિસ્તારમાં લુપ્ત થતી જતી ગુજરાતી ભાષાને બચાવવાનો કે વ્હાલી ગુજરાતીને ગુજરાતીઓના રોમેરોમ વસાવવાનો હોય તો આ રહ્યા કેટલાક નવતર નુસખાઓ. અંગ્રેજીને વખોડયા વિના ‘સેવ ગુજરાતી’નો રિયલ એકશન પ્લાન. ડિબેટ ઓછી કરી, એનો અમલ શરૂ કરો. છે કોઇ હાજર?
ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી એક વિષય તરીકે ફરજીયાત બનાવો. બનાવો જ નહંિ, એ ભણાવાય એ પણ જુઓ! બધી જ શાળાઓ એટલે અંગ્રેજી માઘ્યમની તમામ શાળાઓ પણ ખરી. ઘણા રાજયો / દેશોમાં મૂળ નેટિવ લેંગ્વેજ જે ચલણમાં હોય, એ ફરજીયાત શીખવાની હોય છે. એમાં કશું અજુગતું નથી. સમૃદ્ધ / આઘુનિક ગુજરાતી પરિવારોના બાળકો ગુજરાતી બોલતા શીખે છે, પણ ભણવાનું આવે ત્યારે લેખન, વાંચન અને અક્ષરની ઓળખાણ પણ થાય જ. ગુજરાતી માઘ્યમમાં ભણતો વ્યકિત આપબળે ઉત્તમ અંગ્રેજી શીખી શકે, એવી વાતો વડીલો બહુ કહેતા હોય છે. પણ એને રિવર્સમાં જોવા જેટલી સ્માર્ટનેસ દાખવતા નથી. અંગ્રેજીમાં ભણેલી વ્યકિત પણ ઉત્તમ ગુજરાતી શીખી જ શકે ને?
ઉત્તમ ગુજરાતી શીખવાડવું એટલે ફકત ગુજરાતીનું પેપર કે ગુજરાતી માઘ્યમ એ સમીકરણનું સરળીકરણ છે. ગુજરાતી માઘ્યમનો આટલો વ્યાપ અને શાળા છતાં લોકોને ગુજરાતીમાં એક ફકરો લખવાના ફાંફાં હોય છે. દુકાનના પાટિયા કે કંકોત્રીના નામમાં ખોટી જોડણી હોય છે. નવી પેઢીના કમ્પોઝિટર્સ કે પ્રુફ રીડર્સ તો હેલોજન લાઇટ લઇ શોધવા પડે તેમ છે. પેરન્ટસ તરીકે (અગાઉના લેખોમાં ચર્ચેલા) સંખ્યાબંધ પરિબળોને લીધે બાળકને તમે અંગ્રેજી માઘ્યમની સ્કૂલમાં ભણવા મૂકયું હોય, તો વાંધો નહંિ. એ કંઇ કાનૂની ગુનો કે નૈતિક અધઃપતન નથી પણ સંતાનનું ગુજરાતી નબળું ન રહી જાય એ માટે બઘું જ સરકાર નહંિ કરી દે, થોડુંક આપણે ય કરવું જોઇએ. એની ઉંમર મુજબ ગુજરાતીમાં વાર્તા કહો, ગુજરાતી નાટકો (ફિલ્મો તો સહન થાય એવી હોતી નથી એટલે) જોવા લઇ જાવ, ગુજરાતી સમાચાર ચેનલ બતાવો, ગુટકા કે સાડીના બજેટમાં કાપ મુકી સારા ગુજરાતી પુસ્તકો- સામયિકો ખરીદીને (જેથી એ ઉદ્યોગને પણ જીવવાનો પ્રાણવાયુ ઉફફ ઓકિસજન મળે!) વંચાવો. ઘરમાં ગુજરાતી લખવા- બોલવાના પ્રસંગો ઉભા કરી, એની જાતે જ તાલીમ આપો.
સરકાર એક નિર્ણય લઇ શકે, એને એ મેંગો પીપલ ઉર્ફે આમ આદમી નહંિ, પણ સરકાર જ કરી શકે, તેવી વાત છે. ભારતની મોટા ભાગની પ્રજાની એક માનસિકતા છે કે જે બાબત ફરજીયાત માથે ન પડે, ત્યાં સુધી તેને ઓપ્શનમાં કાઢવી. તો કમ સે કમ ગુજરાતમાં બોર્ડ પરીક્ષાઓમાં કેવળ ગણિત- વિજ્ઞાનના માર્કસ ગણીને જ સાયન્સ કે કોમર્સની શ્રેષ્ઠ સંસ્થાઓમાં એડમિશન અપાવાનો ધારો છે. ભાષાઓ તો આર્ટસવાળા (જાણે ત્રીજા વર્ગના પછાત!) જ શીખે! સોરી, ઇટ્‌સ રોંગ. એડમિશન માટે એટલીસ્ટ, દસમા પછી ગુજરાતી / સંસ્કૃત / હિન્દી / અંગ્રેજી વોટએવર ભાષાના માર્કસ પણ ફરજીયાત કટ ઓફ પોઇન્ટમાં ગણાય એવો નિયમ અમલી કરો. અને પચ્ચીસ- પાંત્રીસના ‘ચડાઉ’ ધોરણોને બદલે ભાષામાં ય ૪૦-૫૦ માર્કસનું મિનિમમ પાસંિગ લેવલ રાખી, એના પ્રશ્નોમાં ય જે તે ભાષાના સાહિત્ય અંગેના જ્ઞાન અને મૌલિક અભિવ્યકિતની આવડતને મહત્વ આપો.
ભાષા અંગ્રેજી હોય કે ગુજરાતી - કેવળ એક વિષય તરીકે ફરજીયાત બનાવી, એની પરાણે પરીક્ષા જ લેવાથી વાત શરૂ થાય છે, પૂરી નથી થતી. આ બંને ભાષા ભણાવનારા ઉત્તમ શિક્ષકો હોતા નથી, એજ ખાટલે મોટી ખોડ હોય છે. તો એક ‘સ્પેશ્યલ લર્નંિગ ટ્રેઇનંિગ પ્રોજેકટ’ બનાવી, સરકાર નહંિ તો કોઇ ગુજરાતપ્રેમી સંસ્થા કે શ્રેષ્ઠીઓએ ગુજરાતીના શિક્ષકો- અઘ્યાપકો માટે ખાસ શિબિર / રિફ્રેશર કોર્સ / વર્કશોપ અલગ-અલગ સ્થળે ગોઠવી, માન્ય રજાઓ અને પૂરતા વળતર સાથે એમને ભાષાઓ ભણાવવા સજજ કરવા જોઇએ. અને ગુજરાતીના શિક્ષકો- અઘ્યાપકો- પત્રકારોની એક રાજયવ્યાપી ગુજરાતી ભાષા - સાહિત્ય અંગેના સામાન્ય જ્ઞાનની વાર્ષિક કસોટી લેવી જોઇએ. એના શેરબજાર કે જમીનમકાન કરતાં વઘુ વળતર મળે એવા ઇનામો ય હોઇ શકે! આ માટે સજજ સરકારી અધિકારીઓ, ઉત્તમ સાહિત્યકારો અને મિડિયાના પ્રતિનિધિઓની એક એકસ્પર્ટ પેનલ રચી શકાય.
‘કચરો કચરાટોપલીમાં નાખો’ એવો જયઘોષ કર્યા પછી કચરો કચરાટોપલીમાં નાખવા ઉત્સાહી બનેલા શ્રોતાઓને જો કચરાટોપલી દેખાશે નહંિ, તો એ શોધખોળ કરવાને બદલે એ ફરી રસ્તા પર નાખી, ઉન્માદ ઓસરતા વાત વીસરી જશે, એમ બાળકને ઉત્તમ ગુજરાતી માઘ્યમની સ્કૂલમાં ભણાવવાની હાકલો કરનારામાંથી કોઇ એડમિશન અપાવવા સાથે આવતા નથી. આવી શાળાઓ જ ખૂબ ઓછી છે, જયાં શ્રેષ્ઠ અંગ્રેજી ભણાવાય અને માઘ્યમ ગુજરાતી હોય, મંદિરો બનાવવા માટે, ધાર્મિક મહોત્સવોના ભોજન-પ્રસાદ માટે, ફેમિલી ગુરૂજીના પોસ્ટરો લગાડવા માટે કરોડો રૂપિયા ખર્ચતો ગુજરાતી સમાજ અને એના ઉદ્યોગપતિઓ- કુબેરપતિઓનું મહાજન આ બાબતે ‘ભૂખડીબારશ’ છે. ગામેગામ ગુજરાતી- માઘ્યમ પ્લસ બેસ્ટ ઇંગ્લીશના કોમ્બિનેશનવાળી ગ્લેમરસ, હાઇફાઇ, ભણવા જવાનું મન થાય ઓલ-મલ્ટીપ્લેકસ કલ્ચરમાં એવી દેખાવે પણ રૂડીરૂપાળી સ્કૂલ પ્લસ લેંગ્વેજ લેબોરેટરી પ્લસ લાયબ્રેરી કેમ ઉભી ન થાય? આગામી સો વર્ષ સુધી કોઇ સ્થાપત્યના ઉત્તમ કળાપ્રદર્શનને બાદ કરતાં એક પણ નવું ધર્મસ્થાન ન રચાય, તો ય ચાલી જાય એટલો ભરાવો એનો ગુજરાતમાં છે. એનો દાનનો પ્રવાહ ગુજરાતી માટે વાળો!
(૬) વાત દાનના પ્રવાહને જ વાળવાની હોય ત્યાં અગાઉના લેખોમાં વિગતે છણાવટ (ક્રિટિકલ ઇવેલ્યુએશન!) કરેલી તેમ, અંગ્રેજી કે અન્ય મજબૂત ભાષાઓ (જર્મન, ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ સ્પેનિશ ઇત્યાદિ) પાસે પોતીકી ‘સપોર્ટ સીસ્ટમ’ છે. જેમાં ફકત શાળાના માઘ્યમ સિવાય પણ માતૃભાષામાં એ ગ્રેડના મેગેઝીન્સ, ટોપ લેવલની કવોલિટી ધરાવતી ઓરિજીનલ બૂકસ, (માત્ર ભણવા માટે જ નહંિ, સ્પોર્ટસ, ફેશન, રિલેશનશિપ, ગ્લેમર, એન્ટરટેઇનમેન્ટ માટે પણ!) હોય જ છે. માટે માતૃભાષામાં જ સુંદર સંદર્ભો મળી રહે છે. આવી ‘સપોર્ટ સીસ્ટમ’ (મદદ / આધાર વ્યવસ્થાપન કેવું બોરંિગ લાગે નહંિ?) આપણે ત્યાં અંગ્રેજીમાંથી દલા તરવાડી છાપ (ક્રેડિટ વિનાના) ઉતારા સિવાય ખાસ નથી. કેટલા શ્રેષ્ઠીઓ પાસે ટકાટક ગુજરાતી વેબસાઇટ્‌સ બનાવવાનું બજેટ છે? ગુજરાતીમાં કેવળ કંટાળાજનક પોપટપાઠના ઉપદેશો સિવાયની પણ ઉપયોગી થાય, એવી કેટલી જ્ઞાન- વિજ્ઞાન- ગમ્મત મસ્તીની બૂકસ- સીડીઝ- ઇવેન્ટસ- પ્રોગ્રામ્સની સ્પોન્સરશિપ છે? ગુજરાતીના શ્રેષ્ઠ કામને અંગ્રેજીમાં અને ઇંગ્લીશના બેસ્ટ વર્કને ગુજરાતીમાં (આ રિટાયર્ડ મેન્શનર્સ માટે નહંિ, પણ હાઇપર મોબાઇલ જનરેશન એવી નવી પેઢી માટેના કામની વાત થાય છે!) લઇ આવવા (જેમ કે ન્યુ સાયન્ટીસ્ટ કે કોસ્મોપોલિટનની ઓફિશ્યલ ગુજરાતી એડિશન! લઇ આવવા માટે ફંડ આપો. ડોનેશન, ચેરિટી વર્ક કરો.
(૭) ઘણી વાર મઘ્યમ વર્ગના માતા-પિતા માટે માઘ્યમ કે સ્કૂલની

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved