Last Update : 06-May-2012, Sunday

 

નવો ક્રેઝ - ડિઝાઈનર બોટલ

શોધ-સંશોધન- વસંત મિસ્ત્રી

આજકાલ આધુનીકતા દર્શાવવા માટે ડિઝાઈનરોની બોલબાલા છે. ઇન્ટિરીયર ડિઝાઈનર, હેર ડિઝાઈનર, ફેશન ડિઝાઈનર વગેરે આથીયે વિશેષ છે બોટલ ડિઝાઈનરો...!
બોટલની ખાસ પ્રકારની ડિઝાઈન તૈયાર કરવા માટે જગતના અનેક ડિઝાઈનરો મેદાનમાં આવે છે. પરફ્યુમની બોટલ હોય કે મદિરાની બોટલ પણ તેની ડિઝાઈન તો અલગ જ હોવી જોઈએ. જ્યોર્જીઓ અરમાનીની 'એટીટયુડ' નામનું પરફ્યુમ ધરાવતી બોટલની કેપ લાઈટરની માફક ખુલે છે જે ડિઝાઈનની દ્રષ્ટિએ સરળ છે.
ફેરારી પરફ્યુમની લાલ ચોરસ બોટલ તેના પીળા સિમ્બોલથી શોભે છે. વરર્સેકની નાજુક નમણી બોટલ પણ સરસ ડિઝાઈન ધરાવે છે. એ જ રીતે એઝારો, ડેવિડ ઓફ કુલ વોટર કે શેનલ-૫ની બોટલ મનમાં વસી જાય એવી છે.
એજ રીતે હેનેસી Vs કોર્ગ્નેડની બોટલ પણ ન્યુયોર્કના ડિઝાઈનરે તૈયાર કરી છે. તેનું હાઈ એનર્જી ગ્રાફિક વખણાય છે. વૅટ-૬૯, જ્હોની વોકર, એન્ટીક્વીટી, બ્લેક ડોગ કે એબ્સોલ્યુટ વોડકાની ડિઝાઈન પણ જાણીતા ડીઝાઈનરોએ તૈયાર કરી છે. ઘણીવાર બોટલનો સંગ્રહ કરવા માટે ગ્રાહક અંદરના પ્રવાહીના પૈસા આપે છે.
ઘણા મોડર્ન હૉચમાં ડિઝાઈનર બોટલ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. જ્યારે આવી મદીરાની બોટલ મિડલ ક્લાસના લિવિંગ રૃમમાં શોભાયમાન હોય તો ગેરસમજ થાય છે.

 

ઊનાળામાં લેડિઝ માટે ગોગલ્સ

ઉનાળામાં આંખોને રક્ષણ આપવા માટે સારી ક્વોલિટીના ગોગલ્સ પહેરવા જરૃરી છે. રેબાન અને અન્ય બ્રાન્ડ કિરણોમાં રહેલ હાનિકારક યુવી સ્પેક્ટ્રમને દૂર કરે છે. એ રીતે તમારે સૌ પ્રથમ યુવી ફિલ્ટરીંગ લેન્સ પસંદ કરવા.
ગોગલ્સની ફ્રેમ ચહેરાને અનુરૃપ લેવી. ચોરસ ચહેરા માટે ગોળ અને ગોળ ચહેરા માટે ચોરસ ફ્રેમ પહેરવી. ટૂંકમાં તમારા ચહેરાને ન્યૂટ્રલાઈઝ કરે એવો આકાર પસંદ કરવો.
આઈડી, ઓક્લે, મોન્ટ બ્લેન્ક આજકાલ ફેશનમાં છે. મોન્ટ બ્લેન્કે આ વખતે મહિલાઓ માટે લક્ઝરી આઈવેર તૈયાર કર્યા છે જે પરંપરાગત સ્ટાઈલ, કોન્ટેમ્પરરી ડિઝાઈન અને જબરજસ્ત ક્રાફ્ટમેનશિપનો કોમ્બો છે.
મહિલાઓ માટે તેની 'હની' કલરની ફ્રેમ ગજબની ટ્રીક કરે છે. દરેક મહિલાને શૂટ થાય એવી તેની ડિઝાઈન લાઈફ સ્ટાઈલ સ્ટોરમાં જોવા મળે છે. ગોગલ્સ ભલે મોંઘા ખરીદો પરંતુ તેની જાળવણી પણ કરો. સ્ક્રેચ ના પડે તે માટે આંખ પરથી ઊતારી સીધા કેસમાં ગોઠવી દો. સારા ગોગલ્સ તમને ૪-૫ વર્ષની કંપની આપે છે. સેલિબ્રિટી મોટામસ ગોગલ્સ પસંદ કરે છે. કારણ કે તેમણે અલગ દેખાવું છે. તમારે મધ્યમ કદ પસંદ કરવું જેથી બદલાતી ફેશન વખતે પણ તમારા આઈવેર આઉટડેટેડ લાગશે નહિ.

 

આ તો બૂટ છે કે મોજાં...?

ઉનાળાનાં વેકેશનમાં મનગમતી પ્રવૃત્તિ કરવાની તક મળે છે. બોટિંગ, બાઈકિંગ, ટ્રેકિંગ, સર્ફિંગ... કાંઈ પણ પ્રવૃત્તિ કરો મજા આવે છે. નવાઈની વાત એ છે કે આ પ્રવૃત્તિઓમાં હવે ફેશન પણ સામેલ થઈ ગઈ છે.
બાઈકીંગ કરતાં છોકરાની હેલ્મેટ અને ગોગલ્સ એક ફેશન સ્ટેટમેન્ટ બની જાય છે. બોટિંગ કરતા કરતા સ્ટ્રેસ શોર્ટ પેન્ટ અને સ્લીવલેસ ડિઝાઈનર ટોપ્સ તેને આકર્ષક બનાવે છે.
ફિલા નામની કંપનીએ સ્કેલે-ટોઝ નામની બૂટની રેન્જ બનાવી છે જે પહેરવે છતાં જાણે પહેરી ના હોય એવું લાગે છે. પાતળા શોલ અને ઉપરનું 'અપર' હેન્ડગ્લોવ્ઝની માફક દરેક આંગળીમાં અલગ રીતે દાખલ થાય છે.
લાલ, ભૂરા, પીળા, ગુલાબી રંગોમાં રજૂ થતા આ જોગિંગ શૂ પુરૃષો અને સ્ત્રીઓ માટે છે. નાઈકી અને અન્યોએ પણ આવા બૂટ કમ મોજાં રજુ કર્યા છે. જે તમને 'ફન્કી' લુક આપે છે અને જમીનનો એક્યુપ્રેસર-સ્પર્શ કરાવે છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved