Last Update : 06-May-2012, Sunday

 

મમ્મી ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ

હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી

શકરાભાઈને બહાર ફરવા જવાની, ક્લબોમાં જવાની, પીક્ચરોની કે એવી કોઈ આદત નહોતી. સ્વભાવે સાલસ, સુશીલ, ભલા, એકંદરે ખાનદાન કહી શકાય તેવા. એટલે એમને કોઈ ખાસ મિત્રો નહોતા. મૈત્રી માટે સ્વભાવ મળતાવડો જોઈએ તે તેમનામાં તરી આવે તેવો નહોતો. અને પાછા ભુલકણા હોવાનું વરદાન લઈને આવેલા. ખુદ એમના કોઈ ભાણેજ-ભત્રીજા જમાઈ વારમાં મળે, એમની સામે જોઈને હસે, ઉમળકાના પ્રતિભાવની આશા રાખે, પણ સસરા સુનમુન. મોઢું વકાસીને જોયા કરે. મૂંઝાય, સ્મૃતિને ખંખોળે કે આ ભાઈ કોણ હશે? સામેથી પ્રશ્ન આવે કે ઓળખાણ પડી?
એ સાંભળીને તો એમને ખસિયાણા પડ્યા જેવું લાગે. એ જરા ઓશિયાળું સ્મિત કરે, ‘‘તમે... તમે... હું નામ ભૂલી ગયો.’’ કહેતાં એમની સામે તાકી રહે.
‘હું વિનય-વિનયકુમાર... તમારી ભત્રીજી સુનંદા...’
‘અરે હાં... બરાબર, બરાબર. સોરી વિનયકુમાર! કેમ છો? મઝામાં? કોઈવાર અમારે ઘેર તો આવો. સુનંદાને લઈને...!’ અને પછી ગપ્પુ ઠોકે ઃ ‘શાણી બહુ યાદ કરે છે!’
વિનયકુમાર એમનો વિવેક સમજી જાય ઃ ‘જરૂર આવીશું...’ કહીને નમસ્કાર કરીને છૂટા પડે...
શકરાભાઈનો આવો સ્વભાવ જાણનાર મુન્નાએ એકવાર પપ્પા પર જોક પણ મારી હતી. એવો જો કોઈ પ્રસંગ તાજેતરમાં બન્યો હશે, પપ્પા કોઈ નિકટના સગાંને જોઈને ય એકદમ ઓળખી શકેલા નહિ. એટલે મુન્નાએ મમ્મીને કહેલું ઃ ‘મમ્મી! ક્યારેક રસ્તામાં પપ્પા અજાણી જગ્યાએ તને સામે મળે તે તો એમની સામે જોઈને મુખ મલકાવતી નહિ... પપ્પા ગભરાઈ જશે કે આ બહેન જોયા મને સ્માઈલ કેમ આપતી હશે?’
શાણીબહેન અને મંજરી સુદ્ધાં ખડખડાટ હસી પડેલાં. શકરાભાઈએ પણ થોડુંક હાસ્ય વેરેલું.
એક સાંજે એમને ત્યાં એક આધેડ વયનું યુગલ આવ્યું. બે મહિલાઓ હતી. પતિ પત્નીનું યુગલ નહિ. મોટી મહિલા પિસ્તાળીસની આસપાસની લાગતી હતી. સાથેની મહિલા બાવીસેક વર્ષની યુવતી જણાતી હતી.
શાણીબહેન ઘરના કામકાજમાં રસોડામાં મંજરી સાથે વ્યસ્ત હતાં. શકરાભાઈ કશુંક વાંચતા હતા. છોકરીએ સસ્મિત શકરાભાઈ સામે જોયું, પૂછ્‌યું ઃ ‘અન્કલ! મને ઓળખી?’
મોટી સ્ત્રી કદાચ એની મમ્મી હશે. તેણે કહ્યું ઃ ‘બહુ વખતે આપણે તે જોયા એટલે...’
‘ના, ના. એવું તે હોય...? મને યાદ છે.’
મા દીકરી ખુશ થયાં. શકરાભાઈ કહે ઃ ‘એક મિનિટ હોં...’
‘ના, ના. પાણી ના લાવશો... આન્ટી ઘરમાં નથી..?’
‘છે, છેને! હું જરા એને બોલાવું.’ એટલું કહેતા એ લગભગ ભાગ્યા જ કહેવાય.
રસોડામાં જઈને શાણીબહેનને ધીરેથી પૂછ્‌યું ઃ ‘કોઈ બે બહેનો આવ્યાં છે... કોણ હશે?’
શાણીબહેન તરત બહાર આવ્યાં ઃ ‘ઓહો! સુલોચના! તું? અને શુભા?’
હવે શકરાભાઈને હાશકારો થયો! શુભાએ કહ્યું ઃ ‘અન્કલે મને એક સમારંભમાં સુંદર ગીત ગાવા માટે પ્રાઈજ આપ્યું હતું. કેમ, અન્કલ! યાદ છેને!’
‘‘હા, કેમ યાદ ના હોય? તમે બહુ મઝાનું ગીત ગાયું હતું. તમારો કંઠ બહુ ફાઈન છે. ભગવાનની તમને બક્ષિસ છે.’’ શકરાભાઈ હવે ગયાષ્ટક ચલાવવા માંડ્યું.
સુલોચના બહેન કહે ઃ ‘હું રસોઈના વર્ગ ચલાવું છું.’
પાછળ આવીને ઊભેલી મંજરી કહે ઃ ‘બહુ સરસ. મને રસોઈની નવી નવી આઈટેમો બનાવવાનો બહુ શોખ છે.’
શકરાભાઈ શરૂઆતમાં જરા સંકોચાયા. પણ શુભા બોલકી હતી. તેણે એમને વાતોમાં આળોટ્યા ઃ ‘‘અન્કલ! તમને હું બેત્રણ વાર મળી છું.’’
‘હા, યાદ છે.’
‘હું અને મમ્મી બેસ્ટ ફ્રેન્ડ છીએ. તમે મને ઓચંિતા યાદ આવ્યા કેમ? કહું? એક કોલેજમાં જૂના વિદ્યાર્થીઓના કાર્યક્રમમાં મને મેડલ મળ્યો ત્યારે તમે યાદ આવી ગયેલા. પહેલીવાર તમે કદર કરી હતી.’
શકરાભાઈ ખુશ થતાં સાંભળી રહ્યા હતા.
શાણીબહેન કહે ઃ ‘શુભા! તારી અને મમ્મીની પેર બરાબર શોભે છે. બંને ચહેરેમોરે સરખાં જ લાગો.’
સુલોચના બહેન કહેઃ ‘એણે તો મને ફ્રેન્ડ માની લીધી છે. મને કહે છે કે તું મારી મમ્મી કરતાંય વધારે મારી બેસ્ટ ફ્રેન્ડ છે.’’
મંજરી કુતૂહલથી સાંભળતી હતી. શકરાભાઈ જરા નવાઈથી કાન માંડી રહ્યા હતા. પછી કાંઈ પૂછવું જોઈએ એમ વિચારીને તેમણે પૂછ્‌યું ઃ ‘શુભા! તારાં મેરેજ નથી થયાં?’
શાણીબહેને જરા ટકોર કરી ઃ ‘એવું એકદમ ના પુછાય...’
શુભા કહે ઃ ‘‘નો, નો, અન્કલ! ગમે તે પૂછી શકાય. અમે ક્યાં પરાયાં છીએ?’’
સુલોચના બહેન કહે ઃ ‘‘શુભા, એની એકએક, ખાનગીમાં ખાનગી વાત પણ કહે. કયી બહેનપણીને ત્યાં ગઈ, ત્યાં કયા છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ થઈ. હું પૂછું કે કોઈ છોકરો ગમી તો નથી ગયો ને?’’
શુભુ લુચ્ચું હાસ્ય કરે ઃ ‘મમ્મી! મને કોઈ ગમતો છોકરો મળશે ને તો હું પહેલો તેને તારી પાસે લાવીશ.’
મંજરીને અને ખુદ શકરાભાઈને ય નવાઈ લાગી. મંજરીએ પૂછ્‌યું ઃ ‘એના પપ્પાને એ આ બધી વાત કરે?’
શુભાએ જ કહી દીઘું ઃ ‘કેટલુંક કહું. કેટલુંક અઘ્યાહાર. પપ્પા જરા દૂરના લાગે. એમનો જરો ઑ પડે. મમ્મી તો મારી ખાસ બહેનપણી. અમે તો બધી જ વાતો કરીએ. કશો પડદો નહિ. પપ્પાને આ બઘું ના કહેવાય.’
શકરાભાઈને એવો ખ્યાલ હતો કે મમ્મીઓ રૂઢિચુસ્ત હોય છે. પપ્પા વિચારોમાં ઉદાર હોય છે. દીકરીની વાત એ સમજી શકે. અને આમેય વિરુઘ્ધ જાતિવાળાઓ સાથે સ્ત્રીઓને ઘણીવાર વાતો કરવાનું વધારે ફાવતું હોય છે. મમ્મી કરતાં પપ્પા સારા ફ્રેન્ડ કહેવાય.’
શુભા કહે ઃ ‘અન્કલ! તમે શું વિચારો છો? પપ્પા બેસ્ટ ફ્રેન્ડ બની શકે?’
‘હા, કેમ ના બની શકે? પપ્પાને પહેલેથી જ વિશ્વાસુ મિત્ર તરીકે માન્યા હોય તો...’
‘પણ હું કિશોરી ય નહોતી બની, આઠ-નવ વરસની હતી ત્યારથી મને પપ્પા જરા દૂરના લાગે છે. એ લાડ કરે, માગેલી વસ્તુ ચીજ પણ અપાવે, પણ એમાં એમનો માલિકી ભાવ હોય. એ અવારનવાર વરતાયા કરતો હોય.’
મંજરી કહે ઃ ‘શુભા! તારી વાત જુદી છે. હું તો મારા પપ્પાને જ મારા બેસ્ટ ફ્રેન્ડ ગણું છું. મમ્મી પોતે નાનપણથી માબાપના અંકુશ તળે અને મર્યાદાઓ વચ્ચે મોટી થઈ હોય એટલે દીકરીને ય એ પોતાના બીબામાં ઢાળવા ચાહે. એને કોઈ બોયફ્રેન્ડની જરાક વાત કરીએ, અરે એને ક્યાંકથી જરાય ગંધ આવી જાય કે તરત એ ચોંકી ઉઠે અને ચોકી શરૂ થઈ જાય. મમ્મીઓને ફોરવર્ડ થવાનું અઘરું પડે છે.’
શાણીબહેને હસતાં હસતાં પૂછ્‌યું ઃ ‘તારાં લગ્ન થશે, પછી તારી બેસ્ટ ફ્રેન્ડ મમ્મીનું શું થશે?’
શુભાની મમ્મી સુલોચના બહેન પર જરા ઉદાસીની છાયા ફરી વળી. પણ શુભા હસતા હસતા કહે ઃ ‘જમાઈને અમારે ઘેર ખેંચી લાવીશ...’
મંજરી ય હસી પડી ઃ ‘નહિતર તારી મમ્મીને દહેજમાં તારી સાથે સાસરે જોડે લઈ જજે.’
શકરાભાઈને સહેજ વિચાર ઝબકી ગયો કે મારી દીકરી વચ્ચે આવી ગાઢ મૈત્રી આનંદદાયક ગણાય. બાપ દીકરા વચ્ચે ક્યારેય આવી નિકટની, પરસ્પર વિશ્વાસની મૈત્રી થતી હશે ખરી?
એમને મુન્નો યાદ આવ્યો. મુન્નો એમનો લાડીલો દીકરો, બહુ જતનથી ઉછેરેલો. પણ આજે એની આ ઉંમરે? એ એના પપ્પાને બધી વાત કરે ખરો? અરે, પરણ્યા પછી ભલે મમ્મી-પપ્પાથી થોડો દૂર ઘસડાઈ જાય. પણ ટીનએજમાં હોય ત્યારે ય એના પપ્પા સાથે એમનામાં વિશ્વાસ મૂકી શકાય એવી મૈત્રી ખરી મોટેભાગે દીકરા મોટા થતાં જ પપ્પાને એક બે હાથના અંતરે જ રાખે છે. હા, કદાચ મમ્મી આગળ થોડું અંતર, દિલ ખોલે, પણ પપ્પા સાથે પાનું પાડે નહિ!
શુભાનો ફોન રણક્યો. હસીને કહે ઃ ‘મમ્મી! કોઈ બોયફ્રેન્ડનો લાગે છે.’ મમ્મીએ હસીને એના ગાલ પર ટપલી મારી.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved