Last Update : 06-May-2012, Sunday

 
મિની સબમરીન સાથે સાગર ખૂંદવાનો શ્રીમંતોનો શોખ!
સ્ટાઈલ ફંડા - દિપક મુન્શી
 

દુનિયાના મોટા ભાગના લોકોને પૈસા કેમ કમાવા એ સમસ્યા હોય છે પણ કેટલાક લોકો એવા છે જેમને પૈસા ક્યાં વાપરવા એ પ્રોબ્લેમ નડે છે. આવા ભાગ્યશાળીઓ પોતાની ધન-દોલતને અનેક રીતે વાપરે છે. ઘણા લોકો હવા ખાવાના સ્થળે મહેલસમા બંગલા બંધાવે છે તો કેટલાક ઉત્સાહીઓ દર દાગીના ખરીદે છે. કેટલાક ખૂબ દાનધરમ કરીને પૈસા વાપરે છે. ઘણા ચિત્ર વિચિત્ર શોખ પૂરા કરવામાં પૈસો પૂરો કરે છે. આજકાલ ધનાઢ્‌યોમાં અવકાશની સફરે જવાની હોડ લાગી છે. વચમાં સાઉથ આફ્રિકાનો એક અબજપતિ માનવી કરોડો રૂપિયા ખર્ચીને અંતરીક્ષમાં જઈ પણ આવ્યો.
હમણા હમણા કેટલાક ધનાઢ્‌યોએ પૈસો વાપરવાની નવી તરકીબ પણ ખોળી કાઢી છે. વિશ્વ્વમાં ઘણા ધનાઢ્‌યો હાલ વિમાનો તથા વૈભવી નૌકાઓ તો ધરાવે જ છે પણ કેટલાક તુક્કેબાજોને પોતાની માલિકીની સબમરીન ધરાવવાનું પણ સૂઝ્‌યું છે. અમેરિકામાં છેલ્લા બે વર્ષમાં ખાનગી પાર્ટીઓએ ઓર્ડર કરેલી પાંચ વૈભવી સબમરીનો બાંધવામાં આવી છે અને ઘણીના ઓર્ડરો પેન્ડીંગ પડ્યા છે. પોલ મુરહાઉસ નામના ડેવોન રાજ્યના એક ઇજનેરે આવી સબમરીનો બાંધવાનું શરૂ કર્યું છે. તેના દાવા પ્રમાણે એક અબજપતિ અમેરિકને તેને આલીશાન સબમરીન બાંધવાની વરદી આપી છે. આ સબમરીન ૩૬ ફૂટની છે અને તેમાં કર્મચારીઓ સિવાય બીજા સાત મહેમાનો આરામથી રહી શકે તેવી સગવડ છે. તેનું નામ એલેશિયા રાખવામાં આવ્યું છે. રોલ્સ રોયસ મોટરગાડીમાં હોય છે. એવા લેધરના સોફા તેમાં બીછાવવામાં આવ્યા છે. પરંપરાગત લશ્કરી સબમરીનો કરતા આ એલેશિયા સાવ જુદી જ છે. કેમ કે તેના બારી બારણા અને દિવાલો તથા ફ્‌લોરંિગ સુઘ્ધા પારદર્શક છે. આનો અર્થ એ કે અંદર બેઠેલાં ઉતારુઓ બહારના સમુદ્રની દુનિયા આસાનીથી જોઈ શકે. આવી સબમરીનો દરિયામાં ઊંડે તરતી હોય તેથી ન જોયા હોય તેવા જળચરો અને વનસ્પતિની અજીબોગરીબ સૃષ્ટિ જોવા મળવાની જ. ખાસ કરીને વ્હેલ, શાર્ક વગેરે માછલીઓ જે ફર્શની નીચેથી સરકી જતી જોવા મળતી હોય તો પૈસા વસૂલ જ થાયને? આ સબમરીન બાંધતા અગાઉ મૂરહાઉસે રશિયન ન્યૂક્લિયર સબમરીન કુર્સ્કની મુલાકાત લીધી હતી.
એલેશિયા સબમરીન ૩૦૦ મીટર ઊંડી ડાઈવ લગાવવા માટે સક્ષમ છે તે પાણીની સપાટી પર આવ્યા વિના નીચે લગાતાર એક અઠવાડિયા સુધી રહી શકે છે. જાણકારો કહે છે કે તે પોતાની કક્ષાની સબમરીનોમાં સૌથી વઘુ આઘુનિક છે. અરે બ્રિટનની રોયલ નેવીની કેટલીક અણુ સબમરીનોમાં પણ ન જોવા મળે તેવી સુવિધા એલેશિયામાં ગોઠવવામાં આવી છે. વળી અણુ સબમરીનો એલેશિયાની પેઠે ૩૦૦ મીટર ઊંડે ડાઈવ મારવામાં સક્ષમ નથી. આ વર્ષે દિવાળી સુધી કે બહુ તો નાતાલ સુધી એલેશિયાનું બાંધકામ પૂર્ણ થઈ જાય તેવી વકી છે. એલેશિયા કેટલામાં પડશે એ આંકડો ગુપ્ત રાખવામાં આવ્યો છે. જોકે એલિશિયાની હરીફાઈ કરવા માટે ઘણી સબમરીનો મેદાનમાં ઉતરવાની છે.
કોમ્પ્યુટરની એક કંપનીના સહસ્થાપકે પણ એક વૈભવી સબમરીન બાંધવા માટેની વરદી વોશંિગ્ટન શહેર નજીકના સિયાટલની એક સબમરીન બનાવતી કંપનીને આપી છે. આ કંપની પાસે ખાનગી પાર્ટીઓ માટે બીજી છ સબમરીન બાંધવાના ઓર્ડર પેન્ડીંગ પડેલા છે. જહાજી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દાવા સાથે કહે છે કે આવી સબમરીનો બાંધવા પાછળ લાખ્ખો ડોલરનો ખર્ચ થાય તેમ છે. તેમણે દસ વ્યક્તિઓ રહી શકે તેવી સબમરીન બાંધવા માટેનો ઓર્ડર મૂક્યો છે.
વળી આ સબમરીનમાં ખાસ પ્રકારના એરલોક પણ બેસાડવામાં આવનાર છે. એરલોક એટલે એવી હવાબારી જે ખોલીને બહાર નીકળી શકાય પણ બારી ખુલે ત્યારે સમુદ્રનું પાણી અંદરન આવી શકે. તેમણે આ બારીઓ એટલા સારું રખાવડાવી છે કે જેથી તેને મધદરિયે સ્કૂબા ડાઇવંિગ કરવાનું મન થાય તો એ બારી વાટે સબમરીનની બહાર નીકળી શકે. આ સિવાય તે એક યાચ (નોકા) પણ બનાવરાવી રહ્યો છે અને સમુદ્ર કિનારે જગા લઈને ડ્રાય ડોક બનાવવાની પણ તેની ઇચ્છા છે. આ ડ્રાઈડોકમાં સબમરીન રહેશે. તેને મન થાય ત્યારે સીધો તે મહેમાનો જોડે હેલિકોપ્ટર વાટે ડ્રાઈડોક પર ઉતરાણ કરી શકશે એ પછી તરત જ સબમરીનમાં બેસીને સહેલગાહે જઈ શકશે.
ફલોરિડા રાજ્ય ખાતે આવેલી અન્ય એક સબમરીન કંપની પણ ત્રણ આરબો માટે સબમરીન બનાવી રહી છે. આમાંનો એક આરબ તો બબ્બે સબમરીનો બનાવરાવી રહ્યો છે. આ બાંધકામ પેઢી તો દાવો કરે છે કે સબમરીન બાંધકામના ધધામાં ખૂબ તેજી આવવાની શક્યતા છે. આ પેઢી એ અગાઉ ફિનિક્સ ૧૦૦૦ નામની ૬૫ મીટર લાંબી સબમરીનનું નિર્માણ કર્યુ ંહતું. તેના બાંધકામનો ખર્ચ ૬ કરોડ પાઉન્ડ આવ્યો હતો. વૈભવી નૌકાને બદલે સબમરીનમાં સહેલગાહ કરવાનો ફાયદો એ છે કે તેમાં સી સીકનેસ વર્તાતી નથી. નિક કિમ્બર નામના સબમરીન શાસ્તરના નિષ્ણાતે આવો દાવો કર્યો છે. જોકે ઘણા વાંકદેખાઓ ધનાઢ્‌યોના આવા ક્રેઝની વિરુઘ્ધમાં પણ બોલે છે. તેઓ કહે છે કે ધનાઢ્‌યો પોતાની સબમરીનને દરિયાના મનફાવે તે ખૂણામાં હાંકીને પર્યાવરણને કદાચ હાનિ પહોંચાડી શકે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved