Last Update : 06-May-2012, Sunday

 
આંકડાઓનું અવનવું
અવનવું - રમેશ રાવલ
 

માનવજીવન સાથે ઘણીવાર આંકડાઓ પણ અવનવી અને અજાયબ રમત રમે છે. જીવનનાં અને જીવનની પ્રવૃત્તિઓનાં અમુક પાસાં સાથે આંકડાઓ પણ ઘણી ગંભીર પરંતુ રમુજી રમત રમતા હોય છે.
હવે ભારતના ચંડીગઢ શહેરનો જ દાખલો લો ને? આ શહેરમાં આવનાર કોઈપણ વ્યક્તિ જો ભૂલે ચૂકે સેકટર ૧૩નું સરનામું લઈને આવે તો તેને ૧૩ નંબરનું સેકટર જંિદગીભર શોધી શોધીને થાકી ગયા બાદ પણ મળશે નહિ. ભારતના આ અત્યાઘુનિક શહેરમાં આ ૧૩નો આંકડો શા માટે અસ્તિત્વ ધરાવતો નહિ હોય?
કદાચ એવું હોઈ શકે કે અમેરિકાના ટાઉન પ્લાનર આલ્બર્ટ મેયર અને ચંડીગઢ શહેરના શિલ્પી સુપ્રસિઘ્ધ ફ્રેન્ચ આર્કીટેકટે કોરબુસીએ૨ને ૧૩ના આંકડા સાથે બારમો ચંદ્રમા હોય. કારણ કે આમ પણ ૧૩ના આંકડાને વિશ્વ્વભરમાં અપશુકનિયાળ ગણવામાં આવે છે. ૧૩નો આંકડો જ્યુડાસ સાથે સંબંધ ધરાવે છે. આજ જ્યુડાસે જીસસને દગો દીધો હતો. કહેવાય છે કે પોતાના શિષ્યો સાથે છેલ્લાં વાળુ કરવા દરમિયાન જ્યુડાસ ટેબલ ફરતે ૧૩મે સ્થાને બેઠો હતો. અલબત્ત આંકડાઓના અટપટા ચલણમાં બીજા આંકડાઓ પણ કલંકિત ગણવામાં આવે છે. દાખલા તરીકે ૧૦નો આંકડો ચરિત્રહીનતા સાથે તો ૪૨૦નો આંકડો છેતરપીંડીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે.
હવે શું શુકનિયાળ છે અને શું અપશુકનિયાળ છે તે જાણવા માટે એસ્ટ્રોલોજીનો આધાર લેવો પડે છે અને તેથી જ વિશ્વ્વનાં ઘણાં અખબારો અને સામયિકો નિયમિત રૂપે દરરોજ અથવા અઠવાડિયે ભવિષ્યવાણીની કોલમો પ્રકાશિત કરે છે. લોકોમાં એવી માન્યતા અને શ્રદ્ધા પ્રચલિત છે કે આંકડાઓમાં પણ એવી છુપી શક્તિ છે કે જે ભવિષ્યની ઘટનાઓની આગાહીઓ કરે છે અને માનવજીવનના પ્રવાહ ઉપર સાનુકુળ કે પ્રતિકૂળ અસર કરે છે. આદિકાળથી માનવી આંકડાઓનાં રહસ્યો અને ચમત્કારો જાણવા પ્રયાસો કરતો આવ્યો છે.
આંકડાશાસ્ત્રનો આદિદેવ માનવામાં આવતા ઈ. સ. પૂર્વે ૬ઠ્ઠી સદીમાં થઈ ગયેલા ગ્રીક મેથેમેટીશિયન પાયથાગોરસ પણ એ માનતા હતા કે આ પૃથ્વી ઉપરની દરેક સ્થૂળ કે ચૈતન્ય વસ્તુ ઉપર આંકડાઓનો પ્રભાવ પડે છે અને તેથી જ આંકડાઓ ભૌતિક અને આઘ્યાત્મિક, દિવ્ય અને લૌકિક ઘટનાઓ વચ્ચે માઘ્યમની ભૂમિકા નિભાવે છે. દરેક આંકડો વિશેષ ગુણવત્તા ધરાવે છે અને ગ્રહો તથા રાશિઓના પ્રભાવ હેઠળ અમુક શક્તિઓ ધરાવે છે જે માનવીના વર્તમાન અને ભાવિ જીવન ઉપર સાનુકુળ કે પ્રતિકુળ અસર કરે છે. તેથી જ અમુક આંકડાઓને શુભ અને અમુક આંકડાઓને અશુભ ગણવામાં આવે છે. વિશ્વ્વના મુખ્ય ધર્મોમાં પણ અમુક આંકડાઓને પવિત્ર અને અમુકને નાપાક ગણવામાં આવે છે અને તેથી જ આ ધર્મોેનું પાલન કરનારાઓ અમુક આંકડાઓને સ્વીકારે છે તો અમુક આંકડાઓની અવગણના કરે છે.
હિન્દુ ધર્મમાં ૧૦૮ના આંકડાનું આઘ્યાત્મિક રહસ્ય અને મહત્ત્વ છે તેથી જ માળામાં ૧૦૮ મણકાઓની સંખ્યા જોવામાં આવે છે જે ૧૦૮ દેવતાઓનું પ્રતિક છે. ધાર્મિક વિધિઓમાં પણ આ આંકડાની આગવી ભૂમિકા જોવામાં આવે છે. તદ્‌ઉપરાંત ભારતમાં ૧૦૮ હિન્દુ તીર્થોની મહિમા છે. ઉપનિષદો ૧૦૮ છે જેમાં ૪૦ તો ઘણાં લોકપ્રિય અને વંદનીય ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવની દિવ્ય અર્ધાંગનાએ ૧૦૮ જન્મો લીધા હતા. આ ૧૦૮ના આંકડાની અસલ ઉત્તપત્તિ નવ ગ્રહો અને ૧૨ રાશિઓના ગુણાકારમાંથી કરવામાં આવી છે. સમગ્ર બ્રહ્માંડમાં આ ગ્રહો અને રાશિઓની આંતરપ્રક્રિયા આ ૧૦૮ન ા આંકડાને આભારી ગણવામાં આવે છે. ૧૦૮ના ઘટકરૂપી આંકડા ૧ અને ૮ સર્જનાત્મક આંકડાઓ છે. ૧ આંકડો દિવ્યતા અને સૂર્યનું પ્રતિક છે અને પ્રકાશ, એકતા અને વિવેકનું પ્રતિનિધિત્વ કરે છે. ૮નો આંકડો ચમત્કારી છે અને વિશ્વ્વમાં થતી દરેક ઘટનાઓના આદિ અને અંતનો આધાર છે. ૧૦૮ના આંકડામાં ૧ અને ૮નો સરવાળો ૯ થાય છે. આ આંકડો પણ સર્જનાત્મક ગણવામાં આવે છે અને બુઘ્ધિનું પ્રતીક છે. આ ૯નો આંકડો નવ ગ્રહો અને માનવ શરીરનાં નવ દ્વારોનું પ્રતિનિધિત્વ કરે છે.
મુસ્લિમો ૭૮૬ના આંકડાને પવિત્ર ગણે છે. આ આંકડાને કલમાના અક્ષરો બિસમીલ્લાહ અલ અલ રહેમાન અલ રહીમના અક્ષરોનું પ્રતિનિધિત્વ કરતા આંકડાઓનો કુલ સરવાળો છે. આ કલમાનો અર્થ થાય છે. ‘અલ્લાહના નામે. જે કલ્યાણકારી અને દયાનો સાગર.’
ખ્રિસ્તી લોકો ૮૮૮ના આંકડાને જીસસ ક્રાઇસ્ટનું પ્રતિક માને છે. આઠના આંકડાને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો આંકડો ગણવામાં આવે છે. આ ૮નો આંકડો ગુણોમાં પરિપૂર્ણતા, ન્યાય અને વિધાતાનું પ્રતીક ગણાય છે. ૮૮૮નો આંકડો આમ પણ ઘણો વિચિત્ર છે અને તેને અમુક ચમત્કારીક વિદ્યાઓના અનુયાયીઓ સાથે જોડવામાં આવે છે અને તેથી જ આ આંકડા સાથે સંકળાયેલા જીસસને વિશ્વ્વનો ઉઘ્ધારક- તારણહાર માનવામાં આવે છે. ખૂબીની વાત તો એ છે કે ૬૬૬ના આંકડાને શેતાનનો આંકડો માનવામાં આવે છે.
યહુદીઓ ૬૧૩ના આંકડાને ઘણો પવિત્ર માને છે. કારણ કે તેમના ધાર્મિક પુસ્તક તોરાહમાં પંક્તિઓની સંખ્યા ૬૧૩ છે. પ્રાર્થના દરમિયાન વાપરવામાં આવતી પવિત્ર શાલ ૬૧૩ ધાગાઓ વડે વણવામાં આવી હતી. યહુદીઓની પ્રાચીન આંકડા પદ્ધતિ (કબાલા)માં જણાવ્યા અનુસાર ૮, ૯, ૧૭, ૧૯, ૨૦, ૨૧ના આંકડાઓને ઘણા શુકનિયાળ માનવામાં આવે છે.
શીખ ધર્મમાં પાંચના આંકડાને પવિત્ર ગણવામાં આવે છે. આ આંકડો તેમની પવિત્ર પ્રાર્થના પોથીમાંથી શક્તિ પ્રાપ્ત કરતો હોવાનું કહેવાય છે. શીખ ધર્મમાં પાંચ પ્યારા એટલે કે પરમાત્માના પાંચ પ્રિય શિષ્યોનું ઘણું મહત્ત્વ છે. સાથે સાથે પાંચ ‘ક’ અને પાંચ તખ્તનું પણ એટલું જ મહત્ત્વ ગણવામાં આવે છે. શીખ ધર્મમાં પોતાને અર્પણ કરતી વખતે જે વિધિ કરવામાં આવે છે તે સમયે પાંચ વાણી, કિર્તન અને પૌડીનું વાંચન કરવામાં આવે છે.
બીજો એક ત્રણનો આંકડો પણ ઘણો પવિત્ર માનવામાં આવે છે. હંિદુઓમાં તે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રતિક છે. તો ખ્રિસ્તી ધર્મમાં પિતા, પુત્ર અને પવિત્ર ગ્રંથ-શાસ્ત્રનું પ્રતીક છે.
ઉપરોક્ત જણાવવામાં આવેલા આ તમામ આંકડાઓ કાંઈ તમામ ધર્મના લોકો કે સંસ્કૃતિઓને માન્ય હોતા નથી. એક જ આંકડા માટે ઘણીવાર વિરોધાભાસી માન્યતાઓ પણ પ્રચલિત છે. જેમ કે ૧૧નો આંકડો યહુદીઓ માટે પવિત્ર છે જ્યારે હિન્દુ ધર્મમાં દુર્ભાગ્યનું પ્રતીક ગણાય છે. યહુદી આંકડા શાસ્ત્રમાં ૪નો આંકડો નકારાત્મક છે તો રેડ ઇન્ડિયનો (અમેરિકામાં) ૪ના આંકડાને પવિત્ર માને છે. ૧૩નો આંકડો વિશ્વ્વભરમાં દુર્ભાગ્યનો પ્રતિક ગણવામાં આવે છે ત્યારે બેલ્જીયમમાં સ્ત્રીઓ માટે સૌભાગ્યનું ચિહ્‌ન ગણવામાં આવે છે.
ભાવિમાં વિધાતાએ શું લખ્યું છે તે જાણવા માટે મનુષ્ય ઘણો આતુર હોય છે. આ માટે તે એસ્ટ્રોલોજી અને આંકડાશાસ્ત્રનો આશરો પણ લે છે. કારણ કે આ બન્ને શાસ્ત્રો એકબીજાનાં પૂરક છે. તેમ છતાં વિજ્ઞાનના આ અત્યાઘુનિક યુગમાં જ્યારે માનવીએ અંતરીક્ષમાં ગ્રહો તરતા મુકવા સુધીની અને બ્રહ્માંડમાં અન્ય ગ્રહો સુધી પહોંચવા સુધીની પ્રગતિ કરી છે ત્યારે આવા ચમત્કારભર્યા જ્ઞાન-વિજ્ઞાનના આધારે સમસ્યાઓનું સમાધાન કરવાની માન્યતા- શ્રદ્ધા કેટલી કક્ષાએ ઉચિત ગણાય?
જોકે આનો કોઈ ઉત્તર હોઈ શકે નહિ. કારણ કે આ તો વ્યક્તિગત શ્રઘ્ધાનો વિષય છે અને શ્રઘ્ધાને તર્ક કે બુઘ્ધિ સાથે ન્હાવા- નિચાવવાનો પણ સંબંધ હોતો નથી.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved