Last Update : 06-May-2012, Sunday

 
ટૂંક સમયમાં આવી રહી છે ડ્રાઇવર વગરની કાર
સંશોધન - કુલદીપ કારિયા
- તો પછી ડ્રાઇવંિગની મજાનું શું? આ પ્રકારની કારને આવકાર મળશે?

મુંબઈમાં સેકેન્ડ હેન્ડ કાર વેચતા એક વેપારીએ દસ વર્ષ જૂની એક કારમાંથી સુપરકાર બનાવી છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ચલાવવા માટે ડ્રાઇવરની જરૂર નથી. કાર પોતે જ આપમેળે તેનું સંચાલન કરે છે. તેનું નામ ૨૦૨૦ રોબો રેડ કાર રાખવામાં આવ્યું છે. અત્યારે તો આ એક જ કાર છે, પરંતુ પ્રયોગના ભાગરૂપે બનાવવામાં આવેલી આ સુપરકાર અત્યંત ગુણવત્તાપ્રદ છે અને તેની ટેકનોલોજી અત્યંત વ્હવહારુ અને ઉપયોગી નિવડે એવી છે. કારની અંદર છ ઇન્ફ્રારેડ(અધોરક્ત) કેમેરા લગાડવામાં આવ્યા છે. તેમા વોઇસ કમાન્ડ સીસ્ટમ લગાડવામાં આવી છે. તેના દ્વારા કારને આદેશ આપવામાં આવે છે. જોકે આ સીસ્ટમ હજી જોઇએ એટલી સક્ષમ નથી. તેના સેન્સર્સ આદેશ ઝીલવામાં બહુ જ વાર લગાડે છે. વાયરલેસ નેટ કનેકશનની સવલત પણ તેમાં છે. ેહજી સુધી ડ્રાઇવર વિનાની કારનું વિશ્વમાં ક્યાંય પણ સત્તાવાર લોન્ચંિગ થયું નથી. મર્સિડીઝ, બીએમડબલ્યુ, જીએમ, ફોર્ડ, કોન્ટિનેન્ટલ ઓટોમોટિવ્ઝ, વિડબલ્યુ, ગૂગલ, ઓડી, સ્ટેન્ફોર્ડ અને બીજા અનેક કાર મેકર્સ વિશ્વમાં સૌથી પહેલા ડ્રાઇવર વિનાની કાર લોન્ચ કરવા માટે ટાપીને બેઠા છે. નિષ્ણાતોના મત અનુસાર આવતા પાંચ વર્ષમાં આ પ્રકારની કાર બજારમાં વેચાતી મળવા માંડશે.

 

ડ્રાઇવર વિનાની કાર કઈ રીતે કામ કરશે?

ડ્રાઇવર વિનાની કાર બનાવવાની દરેક કંપનીની પોતાની અલગ ડિઝાઇન હોઇ શકે, પરંતુ સર્વસામાન્ય સુવિધાઓ આ પ્રમાણે હશે. પ્રત્યેક કારમાં સેન્સર્સ, રડાર્સ, લેઝર્સ, કેમેરા અને ડિટેક્શન યુનિટ હશે. આ દરેક ઉપકરણ કારને તેની આસપાસની પુરેપુરી માહિતી આપવાનું કામ કરશે. આ માહિતીને આધારે કાર પોતે જ આપમેળે તેનું સંચાલન કરશે. દાખલા તરીકે કેમેરા એવું બતાવે કે આગળ શેરી આવે છે. તેના આધારે જીપીએસમાંથી આગળની શેરી વિશેની પુરેપુરી માહિતી મળશે અને કાર નિશ્ચિત જગ્યા પર આવી જતા સ્ટિઅરંિગ તરત જ વળાંક વળશે. જોકે ડ્રાઇવર વિનાની કારની સૌથી મોટી સમસ્યા એ હશે કે તે રસ્તા પર પડેલો લાકડાનો ટુકડો કે માનવ શરીર વચ્ચેનો તફાવત્‌ પારખી શકશે નહીં. આ તફાવત્‌ માત્ર ડ્રાઇવર જ પારખી શકે છે. આવી સ્થિતિમાં ડ્રાઇવર વિનાની કાર કોઇ માણસને પણ કચડી નાખે એવી દહેશત છે.

 

ભારત માટે આશીર્વાદરૂપ

 

ભારત જેવા દેશો માટે ડ્રાઇવર વિનાની કાર એક મોટા આશિર્વાદ સમાન ગણાશે. જો ભારતમાં બધી કારો આ પ્રકારની થઈ જાય તો રોડ પર તમામ કારો વ્યવસ્થિત ચાલે અને ટ્રાફિકની કોઇ સમસ્યા જ ઉભી ન થાય. રોડ પરની એક એક ઇંચ જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ થાય. કોઇ પણ પ્રકારનો કોલાહલ કે અવ્યવસ્થા સર્જાય નહીં. ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની પણ દહેશત રહે નહીં. કારણ કે આ કાર ડ્રાઇવર વિના ચાલે છે. આથી કારની અંદર બેઠેલી વ્યક્તિની સ્થિતિ સાથે તેને કોઇ લેવાદેવા નથી.એક્સિડન્ટ થવાની કોઈ ભીતિ રહે નહીં. ઇંધણનો પુરેપુરી સક્ષમતાપૂર્વક ઉપયોગ થાય અને તેનો જરા પણ વ્યય ન થાય. જો તમામ કારો આ પ્રકારની જ હોય તો ભારતમાં કારની સંખ્યા અત્યાર કરતા બમણી થઈ જાય તો પણ નિયત લક્ષ્યાંક સુધી પહોંચવામાં અત્યારે જેટલો સમય લાગે છે એના કરતા માત્ર અડધો જ સમય લાગે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved