Last Update : 06-May-2012, Sunday

 
પાકિસ્તાન અને ચિનના નૌકાદળની સુપિરિયોરિટીને હંફાવવા
ભારતે અણુસબમરીન વસાવવી જ પડશે
ઇફેક્ટ - કુલદીપ કારિયા

ત્રાસવાદ સામેના અમેરિકી જંગથી ભારતીય ઉપખંડમાં તંગદિલી વધી છે. અફઘાનિસ્તાનમાં આડીઅવળી રીતે સંડોવાયેલા પાકિસ્તાનને તેના જ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. તાલિબાનને અત્યાર સુધી સાચવ્યા બાદ હવે તેમની સામે જ શસ્ત્રો ઊઠાવવા પડ્યા છે ત્યારે આ નપાવટ દેશના બેવકૂફ સત્તાધીશ ભારતને અડપલાં કરવાની મેલી રમત રમી રહ્યા છે. બીજી તરફ ચીની દૈત્ય હમણાં બહુ હોકારા પડકારા કરે છે. ભારતને છંછેડવાની જાણે મઝા આવતી હોય તેમ ચીનાઓ રોજ નવા ત્રાગા કરે છે.
ભારતીય સંરક્ષણ તંત્ર આ ઘટનાથી સાવધ થઇ ગયું છે. ખાસ કરીને નૌકાદળના વડા પાકિસ્તાની નૌસેનાની હિલચાલથી વધુ ચંિતિત બન્યા છે. પાકિસ્તાને ફ્રેન્ચ બનાવટની ૯૦-બી અગોસ્તા સબમરીનો મેળવી ત્યારથી પાક-નૌસેનાને ભારતીય નૌકાદળ સામે વ્યૂહાત્મક લીડ મળી છે. સામાન્ય ડિઝલ સંચાલિત સબમરીન લગાતાર પાંચ દિવસ પાણીમાં રહી શકે છે ત્યારે અગોસ્તા ૨૦ દિવસ પાણીમાં રહી યુઘ્ધના દાવપેચ ખેલી શકે છે. વધારામાં પાછું અગોસ્તા સબમરીનને ફ્રાન્સના જ એક્ઝોસેટ મિસાઇલથી સજ્જ કરવામાં આવી છે. એટલે અરબી સમુદ્રમાં પહેરો ભરતા ભારતીય નૌસેનાના જહાજોના પડખા ચીરી નાંખવાની ક્ષમતા પાકિસ્તાને હાંસલ કરી લીધી છે. એટલું જ નહીં, આ સબમરીન પાણીની અંદર રહીને પણ જમીન પરના લક્ષ્યાંકને વીંધી શકે છે!
આ સંજોગોમાં ભારતીય નૌકાદળને બળાબળની કસોટીમાં નબળા રહેવાનું પાલવે નહીં. પાકિસ્તાન પર સરસાઇ મેળવવાના હેતુથી જ ભારતીય નૌકાદળના સેનાપતિઓ વારંવાર અણુશક્તિ સંચાલિત સબમરીનની માગણી દોહરાવી રહ્યા છે. અણુ સબમરીન એ કંઇ વિશ્વના શસ્ત્ર બજારોમાંથી સીધેસીધી ખરીદી શકાય એવી બજારૂ ચીજ નથી. જગતના કેવળ પાંચ દેશો જ અણુ સંચાલિત સબમરીનો ધરાવે છે અને તેઓ એ અણુ સબમરીન કે ટેકનોલોજી કોઇને વેચાતી આપવા તૈયાર નથી. સ્વાભાવિક રીતે ભારતીય નૌકાદળે અણુ સબમરીન પ્રાપ્ત કરવી હોય તો ઘરઆંગણે દેશના જહાજવાડાઓમાં અણુ સબમરીન બાંધવી પડે અને તેના માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવી પડે.
આપણા માટે ખુશીની વાત એ છે કે એપ્રિલના પહેલાં સપ્તાહમાં રશિયન અણુ સબમરીન આપણા નૌકાદળમાં વિધિવત જોડાઇ તેની નોંધ આખી દુનિયાએ લેવી પડી.
ભારતીય નૌકાદળના બેડામાં જોડાયેલી આઇ.એન.એસ. ચક્ર સબમરીન રશિયન બનાવટની ‘નેર્પા’ વર્ગની સબમરીન છે.
આશરે બે દાયકાના અંતરાલ પછી ભારત અણુશક્તિ સંચાલિત યુદ્ધ જહાજ કે સબમરીન ધરાવતા દેશોના જૂથમાં જોડાયું છે. આ પૂર્વે ભારતે ૧૯૮૮માં રશિયન બનાવટની ચાર્લી સબમરીન ભાડે મેળવી હતી.. નૌસૈનિકોને તાલીમ આપવા માટે આ સબમરીન મેળવાઈ હતી.
રશિયન બનાવટની ‘ચક્ર’ સબમરીન સાથે સ્વદેશી બનાવટની ‘અરિહંત’ સબમરીન પણ ટૂંક સમયમાં પેટ્રોલંિગ ચાલુ કરી દેશે. આમ ભારતના વિશાળ સાગર કિનારાનું રક્ષણ કરવા માટે બે અણુ સબમરીન નૌકાદળના કાફલામાં જોડાઈ જશે.
‘નેર્પા’ સબમરીન પણ રશિયા પાસેથી ૧૦ વર્ષ માટે ભાડે મેળવવામાં આવી છે તેનાથી નૌકાદળના જવાનોને આ પ્રકારની સબમરીન ચલાવવાની તક અને તાલીમ મળી શકશે. આ સંદર્ભે નૌકાદળના સૂત્રોએ જણાવ્યું હતું કે, એકવાર સમુદ્ર તળમાં ગયા બાદ મહિનાઓ સુધી તળિયે જ કાર્ય કરતા રહેવાની જવાનોને તાલીમ મળશે.
રશિયા સાથે આવી સબમરીન ભાડે મેળવવા વર્ષ ૨૦૦૪માં ૯૦૦ મીલીયન ડોલરનો કરાર થયો હતો. પણ વર્ષ ૨૦૦૮માં રશિયાની એક સબમરીનને અકસ્માત નડતા તેમાં રશિયાના ડઝનબંધ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. પરિણામે તે સોદાનો અમલ મુલત્વી રખાયો હતો જે હવે અમલી બન્યો છે.
રશિયા પાસેથી આપણે જે નવી અણુસબમરીન ‘ચક્ર’ પ્રાપ્ત કરી એ અકુલા-ટુ કલાસની છે. સંરક્ષણ બાબતોના નિષ્ણાતો એવું માને છે કે હિન્દી મહાસાગરમાં ચીનની દાદાગીરીને દબાવવા ભારતીય નૌકાદળે તેની તાકાત વધારવી જ પડશે.
આઇ.એન.એસ. (ઇન્ડિયન નેવલ શીપ) ચક્ર હાલ રશિયાના વ્લાડીવૉસ્તોક બંદરેથી નીકળીને ભારત તરફ આવવા રવાના થઇ ગઇ છે. પાંચ સપ્તાહની યાત્રા ખેડીને ૧૦૦ વ્યક્તિના ક્રુ સાથે આ સબમરીન વિશાખાપટ્ટનમ બંદરે લાંગરશે. આમ રશિયાના બંદરેથી આ સબમરીને તેનો પ્રવાસ આરંભ્યો ત્યારથી તેના પર સવાર ભારતીય નૌકાદળના ખલાસીઓને તેના સંચાલનની તાલીમ પ્રાપ્ત થવા લાગી છે.
આ તબક્કે ચક્ર સબમરીન વસાવીને આપણને લાભ એ થશે કે ભવિષ્યમાં જ્યારે આપણી સ્વદેશી અણુસબમરીનો નૌકા કાફલામાં ઊમેરાય ત્યારે ચક્ર પર તાલીમ લઇ ચૂકેલા માણસો ૬૦૦૦ ટનની દેશી અરીહંત અણુસબમરીનનું સંચાલન કરવામાં માહેર બની ગયા હશે. બીજો લાભ એ થશે કે ચક્ર સબમરીન વડે હવે આપણે અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર તથા બંગાળના ઉપસાગરમાં શત્રુના જહાજને આસાનીથી પડકારી શકીશુ. કારણ કે આ સબમરીન દ્વારા આપણે ક્રુઝ મિસાઇલ અને ટોર્પિડોનો હુમલો કરી શકીશું. જુની ચક્ર સબમરીનનો આપણે યુદ્ધમાં ઉપયોગ નહી કરીએ એવી શરત રશિયાએ મૂકી હતી. નવી ચક્ર સબમરીન બાબત આવું કોઇ બંધન ભારતને નડશે નહીં.
ચક્ર સબમરીનની મૂળ ડિઝાઇન રશિયાની અકુલા (શાર્ક) કલાસની સબમરીન પર આધારિત છે. અમેરિકન ડિફેન્સ એક્સપર્ટ પણ એવું માને છે કે આ સબમરીન યુ.એસ. નૅવીની સૌથી મારકણી ગણાતી લોસ એન્જિલસ કલાસની ઍટેક સબમરીન છે. આ સબમરીન ૫૦૦૦ કિ.મી.ના રેન્જ ધરાવતી બેલાસ્ટિક મિસાઇલનું વહન કરવા સક્ષમ છે.
ન્યુક્લિયર સબમરીનના સંચાલનમાં બહુ સાવચેતી રાખવી પડે છે. નવેમ્બર ૨૦૦૮માં આ ચક્ર સબમરીનમાં ‘ટ્રાયલ રન’ વખતે ગેસ લીક થયો અને ૨૦ રશિયન ક્રુમેમ્બર મૃત્યુ પામ્યા હતા. અગાઉ ૨૦૦૦ની સાલમાં રશિયાની કુર્સ્ક નામની અણુસબમરીનમાં અકસ્માત થયો તેમાં ક્રુના તમામ ૧૧૮ સભ્યોના મોત નિપજ્યા હતા. આવી દુર્ઘટના બહુ જીવલેણ ન નીવડે તેની સાવચેતી રાખવા નવી ચક્ર સબમરીનમાં તેની પુંઠે એવી સુવિધા રાખવામાં આવી છે કે ઇમરજન્સીમાં ક્રુના બધા સભ્યો સહિ સલામત ઊગરી જાય.
આપત્તિકાળમાં આ સબમરીનના તમામ ક્રુ મેમ્બરો (૧૦૦ જણ) ૨૦ ફુટ પહોળી, ૫૦ ફુટ લાંબી એક નળાકાર ચેમ્બરમાં બેસીને સમુદ્રની સપાટી પર આવી શકે છે.
ચક્ર સબમરીનમાં આવી તો બીજી ઘણી ખાસિયતો છે. આપણા નૌકા કાફલામાં કિલો કલાસ સબમરીનો છે. આવી એક આખી સબમરીન સમાય એટલો મોટો તો ‘ચક્ર’નો કન્ટ્રોલ રૂમ છે. આ સબમરીનની અંદર એટલી મોકળાશ છે કે અંદર નાવિકો મસ્તક ઊંચુ રાખીને ચાલી શકે છે. બીજી સબમરીનોની માફક કમરેથી ઝૂંકીને ચાલવું પડતું નથી. વળી ચક્ર સબમરીનમાં ક્રૂના તમામ સભ્યો માટે ‘બન્ક’ (રહેવા-સુવા માટેની ઓરડી) છે. તેથી ચક્રનો ઉમેરો ભારતીય નૌકાદળ માટે બધી રીતે લાભ દાયી રહેશે.
આપણે માટે ખુશીની વાત એ છે કે સંરક્ષણ ખાતાના અધિકારીઓ અને વિજ્ઞાનીઓની એક ટુકડી પાછલા ચાર વર્ષથી દેશી અણુ સબમરીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એડવાન્સ્ડ ટેકનોલોજી વેસલ (એ.ટી.વી.) તરીકે ઓળખાતી આ યોજના અન્વયે હાલમાં બે અલગ તબક્કામાં કોચિન શીપયાર્ડ તેમજ મુંબઇના મઝગાંવ ડોકમાં અણુ સબમરીનનું માળખું તૈયાર થઇ રહ્યું છે.
ભાભા અણુશક્તિ કેન્દ્ર (બીએઆરસી)ના અણુશક્તિ વિભાગ દ્વારા આ અણુ સબમરીન માટેના ન્યુક્લિયર રિએક્ટરની રચના થઇ ગઇ છે. હાલ આ અણુભઠ્ઠીનું ચેન્નઇ નજીક કલ્પક્કમ અણુ કેન્દ્રમાં પરીક્ષણો થઇ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે ૨૦૧૬ની સાલમાં આ સબમરીન તરતી મૂકાશે.
પાકિસ્તાનની અગોસ્તા-૯૦બી પ્રકારની સબમરીનોને જડબાતોડ જવાબ આપવા સાગરિકા મિસાઇલને પ્લેટફોર્મ પૂરું પાડનાર અણુ સબમરીન સારી કામમાં આવે.
અણુ સબમરીનની મહત્તા સમજીને જ સરકારે હાલમાં મઘ્યમ કદના વિમાન વાહક જહાજનું નિર્માણ કરવાના પ્રોજેક્ટને કામચલાઉ અભરાઇએ ચઢાવી અણુસબમરીનના કાર્યક્રમને અગ્રીમતા આપી છે. ભારતમાં સંરક્ષણના ક્ષેત્રમાં સંશોધન કરતી સંસ્થા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના વિજ્ઞાનીઓએ ૧૯૦ મેગાવોટના રિએક્ટરનો સફળ અખતરો પણ કરી લીધો છે. તેથી હવે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં કોઇ મોટી મુસીબત આવવાની શક્યતા પણ રહી નથી. આમ વર્ષોથી આપણાં નૌકાદળના અમલદારો જે ઇચ્છતા હતા તે અણુસબમરીનની જરૂરિયાત પૂરી થશે.
જો કે સબમરીનોનો ઉપયોગ આપણે માત્ર એક જ શત્રુ પાકિસ્તાન સામે કરી શકીએ છીએ અને એ પણ કરાચીના કિનારાની નાકાબંધી કરીને! શ્રીલંકાનો ખતરો એટલો મોટો તો નથી જ કે અઢાર સબમરીનોની જરૂર પડે. તો પછી માત્ર પાકિસ્તાનને ખાતર આપણે આવી અણુસબમરીન ગળે વળગાડવાની શું જરૂર છે? પાકિસ્તાન સિવાય બીજી કોઇ મહાસત્તાને હંફાવવાની તો આપણી તાકાત છે જ નહીં.
પરંતુ બીજી નોંધપાત્ર વાત એ પણ છે કે ભારતીય ઉપખંડમાં આપણો દેશ સૌથી મોટી સત્તા ગણાય. હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં શ્રીલંકા, પાકિસ્તાન કે બર્મા કરતાં આપણો દરિયા કિનારો સૌથી લાંબો છે. આ ત્રણ સમુદ્રમાં પારકા દેશો ચંચુપાત કરે એ આપણને પોસાય નહીં. બીજા દેશોની આ દરમિયાનગીરી સામેના આપણી નાપસંદગી ભૂતકાળમાં રશિયાની અણુસબમરીન મેળવીને આપણે જાહેર કરી હતી. ઉપરાંત ભારતીય નૌકાદળ સામે પોતાના ૨૦ લાખ ચોરસ કિલોમીટરના વ્યાપમાં પથરાયેલા આર્થિક ઝોનની રક્ષા કરવાનો સૌથી મોટો પડકાર છે. એ માટેય આપણે શસ્ત્રસજ્જ રહેવું જોઇએ. ૧૯૮૮માં ભાડેથી લીધેલી રશિયન અણુસબમરીન ચક્ર તો આપણે ૧૯૯૧માં પાછી આપી દીધી. હવે જુની અણુસબમરીન ‘ચક્ર’ને બદલે ભારતે નવી ન્યુક્લિયર સબમરીન ચક્ર રશિયા પાસેથી મેળવી છે.
એક જ અણુસબમરીન નૌકાસૈન્ય માટે એકે હજાર જેવી છે. અણુસબ એક અ દ્રશ્ય, નીરવ અને ખતરનાક શસ્ત્ર છે. પાણીની અંદર ચૂપચાપ ફરતી આ સબમરીનનો નાશ કરી શકે કે એના હુમલાનો સફળ પ્રતિકાર કરી શકે એવાં કોઇ અસરકારક શસ્ત્રો કે કોઇ આક્રમણ પઘ્ધતિ હજી સુધી વિકસાવી શકાઇ નથી. કહેવાય છે કે અણુવિગ્રહ ફાટી નીકળે અને આખા વિશ્વનો સંહાર થઇ જાય તો પણ દરિયાના ઊંડા પેટાળમાં ફરતી અણુસબમરીનનું એક અંગ સુઘ્ધાં ઇજા નહીં પામે! બીજી બાજુ અણુશસ્ત્રોથી સજ્જ આવી એક અણુસબમરીન રશિયા- અમેરિકા સહિત વિશ્વના કોઇ પણ દેશનો નાશ કરવા માટે સમર્થ ગણાય. ભારત તેની નવી અણુસબમરીનમાં ‘સાગરિકા’ મિસાઇલ ગોઠવવા ધારે છે. આ મિસાઇલ ઊંડા પાણીમાંથી જમીન પરના કોઇ એક લક્ષ્યાંક પર ત્રાટકી શકે.
ભારત પોતાના નૌકા દળમાં અણુ સબમરીન ઊમેરીને પૂર્વમાં ચીન તથા પશ્ચિમે પાકિસ્તાન દરિયાઇ માર્ગે કોઇ ધૂસણખોરી કરવાના હોય તો તેને નાથી શકે છે. માત્ર બે અણુસબમરીન આ કામ માટે પૂરતી છે. જાપાન અને બ્રાઝિલ પણ અણુસબમરીન બનાવી રહ્યાં છે. ભવિષ્યમાં ભારતીય નૌકાદળ અમેરિકન નૌકાદળની સાથે સંયુક્ત કવાયત કરશે ત્યારે હિન્દી મહાસાગરમાં સરકતી ભારતીય અણુ સબમરીન આપણાં નૌકાદળ અધિકારીઓ માટે ગર્વ લેવાનો મોકો પૂરો પાડશે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved