Last Update : 06-May-2012, Sunday

 

સ્ત્રીના સ્વીકારની કવિતા...

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

યાદી
ચોખા ૫ કિલો
ઘઉં ૧૦ કિલો
સાકર ૧૦ કિલો
ગોળ ૨ કિલો
દિવસે દિવસે ભાવ ભડકે છે.
યાદીમાં થોડી કાપકૂપ કરવી પડશે.
મગની દાળ ૩ કિલો
તુવેર દાળ ૨ કિલો
વીજળીનું બિલ ભરવાનું છે.
એલ.આઇ.સી.નો ચેક લખવાનો છે.
સાબુના લાટા ૨
જીરું ૧૦૦ ગ્રામ
રાઇ ૦। કિલો
કેટલાં વરસો સુધી કર્યા કરવાની એની એ જ યાદી
કંટાળો ૧ કિલો
ત્રાસ ૨ કિલો
- અશ્વિની ધોંગડે
અશ્વિની ધોંગડે મરાઠી ભાષાના કવયિત્રી છે. ‘સ્ત્રીસૂક્ત’ નામનો એમનો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે. કેટલાંક લોકોને આ કવિતા વાંચતા જાણે કે દર મહિનાની કરીયાણાની યાદી વાંચતા હોય એવું લાગશે ! વાત સાચી પણ છે કારણ કે આ યાદીની આસપાસની ખાલી જગ્યામાં શબ્દોનું એકાંત કવિતાની ભાષામાં વાત કરે છે. આ કવિતા સ્ત્રીના જીવનની નરી-નકરી વાસ્તવિક સંવેદનાની કવિતા છે. દર મહિનાના કરિયાણાની યાદીની સાથે સાથે આજીવન સ્ત્રીના જીવાતા જીવનની સચોટ વાત સ્થૂળ સામગ્રીમાંથી કવિતા રૂપે પ્રગટ થઇ છે. કવિતાનો પ્રાણ છેલ્લી બે પંક્તિમાં ખૂલે છે જયારે અંત તરફ જતાં કંટાળો ૧ કિલો અને ત્રાસ બે કિલો બની જાય છે !
પુરુષ સત્તા અને સફળતાને વરેલો છે. સ્ત્રી માત્ર સમર્પણને સહેલી છે. સ્ત્રીએ એક જ જીંદગીમાં ઘણી બધી જીંદગી જીવવાની હોય છે. પુરુષે એક જ જીંદગીમાં કયારેક એ જીંદગી પણ જીવવાની નથી જેના શ્વાસે એ અત્યારે હયાત છે ! સ્ત્રી પાસે રસોડાનો અંધકાર છે, સીરીયલો જોવાની દુનિયા છે. ફોન પર થતી કારણ વગરની લાંબી લાંબી વાતો છે. પતિ છે અને જાણે કે આખું જીવન ફર્નિચરનો ભાગ હોય એમ ઘરની શોભા બનીને રહેવાનું પરંપરાએ કરેલું ફરમાન છે. કટલરીના સામાનની જેમ કે પછી સોંદર્ય પ્રસાધનોને ચહેરા ઉપર લગાડીને જીવનના હકારને જીવતી સ્ત્રીઓની આ કવિતા રોષ અને રીસની નહીં અફસોસ અને ચીસની કવિતા છે.
પુરુષનો બાંધો મજબૂત હોય છે અને સ્ત્રીનું મનોબળ ! પુરુષને મોટી લડાઇઓ લડીને નિરાશ થવામાં મઝા આવે છે. સ્ત્રીને નાની નાની બાબતોમાંથી સુખ શોધવામાં મઝા આવે છે. નાનું નાનું સુખ ભેગું કરીને એ જીવનના આનંદની એક્સપાયરી ડેટને રી-ચાર્જ કરે છે. આવા નાના નાના આનંદને સમૃદ્ધ કરતાં કાવ્યો ‘કિચન પોએમ્સ’ના નામે ધીરુબહેન પટેલે લખ્યાં છે. એમાંથી એક કાવ્ય લઇને સમાજ જીવન અને નીજી જીવનના આનંદને સ્ત્રી કેવી રીતે પ્રગટ કરે છે તે અનુભવીએ.
મારો શાકવાળો ઘણો સારો છે
દરરોજ સવારે
મને સ્મિત સાથે નમસ્કાર કરે છે
પછી જ ભાવની કડાકૂટ આદરે છે
ક્યારેક એના વટાણા સડેલા હોય
ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય એનાં ત્રાજવાનું પણ બહુ ઠેકાણું ન હોય
પણ એ એના ઘરની વાતો કરે
અને મુલાયમ રીતે જાણી લે
કે મારું તો બઘું ઠીકઠાક છે ને ?
મને એ ગમે છે
એની આ મીઠી મીઠી વાતો માટે નહીં
ન તો એના ચહેરા માટે
મને તો એ એટલા માટે ગમે છે
કે કસીને હું એનો ભાવ ઓછો કરાવું છું.
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના ભાનથી સમૃદ્ધ બને છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved