Last Update : 06-May-2012, Sunday

 

ઝટપટ બંધ-ઉઘાડ થતી ઝિપ ચેઇને સેન્ચુરી પૂરી કરી!

  સેન્ચુરી - વિક્રમ શાહ

   

  આપણે રોજ એવી કેટલીય ચીજો વાપરીએ છે જેમાં ચેઇન એટલે કે ઝીપર વપરાઈ હોય. પ્લાસ્ટિક અથવા ધાતુની બનેલી આ ઝીપરને શરૂઆતમાં ‘સ્લાઇડ ફાસ્ટનર’ (ખસેડીને બંધ કરી શકાય તેવું) તરીકે ઓળખાવાતા હતા. શર્ટ, ટી-શર્ટ, બૂટ, મીડી, મેક્સી, હેન્ડબેગ, કોથળી, પર્સ, પાકિટ, પટ્ટા અને હાથમોજાં જેવી બીજી કેટલીય ચીજો ખોલબંધ કરી શકાય તે માટે આવી ચેઇન ઝીપર વપરાય છે.
  બટન બંધ કરવા કે બક્કલબંધ કરવાને બદલે સડસડાટ બંધ થતી ચેઇન આપણને કેટલી રાહત આપે છે. ભાગ્યે જ કોઈ આ નાની અમથી ચેઇનનો ઇતિહાસ જાણતું હશે. કેટલાય સમયથી વાચકોને આ ઝીપર ચેઇન વિશેની માહિતી આપવા હું પ્રયત્ન કરી રહ્યો હતો. મેં સાત મોટા જ્ઞાનકોષો ઉથલાવી જોયા તો પણ સંતોષકારક માહિતી મળી નહીં. છેવટે અમેરિકાની યુનિવર્સલ ફાસ્ટનર કંપનીની એક પુસ્તિકામાંથી રસપ્રદ માહિતી મળી. ચેઇનની આ નાની અમથી મિકેનિઝમ વિશે તે બનાવતી કંપનીઓ જાણતી હશે પણ તેના ઇતિહાસ વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે.
  સીવવાના સંચાની સોયની શોધ કરનાર ઇલિયાસ હોવે નામના એક ઇજનેરે ૧૮૫૧ની સાલમાં ‘‘ક્લોથંિગ ક્લોઝર’’ (કપડાં બંધ કરવાનું) નામની એક મિકેનિઝમ માટે યુ. એસ. પેટન્ટ હક્ક મેળવ્યા. તેણે તેના પેટન્ટમાં નોંધાવ્યું હતું કે, ‘‘મારી શોધમાં સંખ્યાબંધ અંકોડા જે કપડાંની બે બાજુએ લગાવેલા હોય છે તેની વચ્ચેથી ક્લીપ પસાર કરવાથી તે અંકોડા બંધ થઈ જાય છે અને કપડું પણ બંધ થઈ જાય છે!’’ હોવેની આ શોધ પછી ઝીપરના વિકાસમાં ઘણા લોકોએ ફાળો આપ્યો હતો. પણ નવાઈની વાત એ છે કે પૈસાના અભાવે હોવે ક્યારેય મોટા પ્રમાણમાં ઝીપર બનાવી બજારમાં વેચવા મૂકી શક્યો નહીં.
  તેથી ઝીપરની શોધ અને વિકસાવવા માટેનું માન વ્હીટકોમ્બ જડસનને મળે છે. તેણે ૧૮૯૩ની સાલમાં બે યુ.એસ. પેટન્ટ હક્ક મેળવ્યા જેમાં એક ‘‘ઓટોમેટિક ક્લોઝંિગ ડિવાઇસ’’ માટે હતો. બીજો પેટન્ટ હક્ક ‘‘ક્લાસ્પ લોકર ઓર અનલોકર ફોર શૂઝ’’ માટે હતો. શરૂઆતમાં બનતી ઝીપર ખૂબ જ સાદી અને ધાતુની બનેલી હતી. શરૂઆતમાં આ ઝીપરમાં જે ચીજ બંધ કરવા તે વપરાતી તેની બન્ને બાજુએ સંખ્યાબંધ અંકોડા હોય તેને એકબીજામાં હાથેથી બંધ બેસાડવા પડતા. આ ‘‘ઇન્ટર લોકંિગ’’ કર્યા પછી તે ચીજ બંધ થઈ જતી. જ્યારે ચીજ ખોલવી હોય ત્યારે એક પછી એક અંકોડા છૂટા પાડવા પડતા. આ આખી પ્રક્રિયામાં એટલો બધો સમય જતો કે લોકો કંટાળી ગયા. છેવટે જડસને આ બધા અંકોડાની વચ્ચેથી પસાર થતી પાતળી નળી પર હરીફરી શકે તેવી ક્લીપ બેસાડી જેને ખસેડવાથી ધીરે-ધીરે અંકોડા બંધ થઈ શકતા તેમ જ ઉલ્ટી દિશામાં ક્લીપ ખસેડવાથી અંકોડા ખૂલી જતા.
  ૧૮૯૪ની સાલમાં જડસન અને લેવીસ વોલ્કરે ‘‘યુનિવર્સલ ફાસ્ટનર કંપની’’ સ્થાપી જે જડસને નોંધાવેલા પેટન્ટ હક્કનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના જુદા-જુદા કદના ફાસ્ટનર, ઝીપર બનાવવાની હતી. ૧૮૯૬માં આ કંપનીએ ઝીપર બજારમાં તો મૂક્યા પણ વેચાણ બહુ વઘ્યું નહીં. કારણ કે બંધ કર્યા પછી વઘુ વજન આવતા, તાણ આવતા ઝીપરના અંકોડા ખૂલી જતા હતા. વળી ધાતુના બનેલા આ અંકોડા ધારદાર હોવાથી કપડા ફાટી જતાં હતા અને ક્યારેક હાથમાં વાગતું હતું.
  ૧૯૦૪માં આ કંપનીનું નવેસરથી સંચાલન શરૂ કરવામાં આવ્યું અને નામ બદલીને ‘‘ઓટોમેટિક હુક એન્ડ આઇ કંપની’’ એવું નામ રાખવામાં આવ્યું. આ કંપનીએ જાહેર ખબરના સ્લોગનોમાં લખ્યું, ‘‘એ પુલ એન્ડ ઇટ્‌સડન’’ (ખેંચી જુઓ અને કામ થઈ ગયું.) ૧૯૦૬માં આ કંપનીએ ગિડિયન સનિબેક નામના ઇજનેરને નોકરીએ રાખ્યો જેણે સરળતાથી ખોલ બંધ થઈ શકે તેવા ઝીપર બનાવ્યા.
  દરમિયાનમાં બીજા કેટલાક લોકો પણ ઝીપર વિશે શોધખોળ કરતા જ હતા.૧૯૧૧માં કેથરીના કુનમુસ અને તેના ભાગીદાર હેનરી ફોસ્ટરે સ્વિસ પેટન્ટ મેળવ્યા. જેમાં અત્યારે જોવા મળે છે તેવી ધાતુની ઝીપર હતી પણ હુક નહોતા. તે છતાં તેની માગ ઉપડી નહીં. ૧૯૧૩માં આરન્સન નામના ‘‘ઓટોમેટિક હુક એન્ડ આઇ’’ના સુપ્રીન્ટેન્ડન્ટે બેઉ બાજુએથી ખોલ બંધ થઈ શકે તેવી ઝીપર બનાવી.
  જુદી જુદી ઘણી કંપનીઓ ઝીપર બનાવવા માંડી પણ તેના હુક સારા ન હોવાથી કપડા ફાટી જતા હતા. તેથી લોકો ઝીપર લાગેલા કપડા કે બેગ ખરીદતા અચકાતા હતા. તેને કારણે સંખ્યાબંધ કંપનીઓએ દેવાળું ફૂંકી કાઢ્‌યું. છેવટે સેન્ડબેક નામના ઇજનેરે એ શોધી કાઢ્‌યું કે હુકને કારણે જ વેચાણ વધતું નથી. તેથી તેણે હુક વગરના ઝીપર બનાવી બજારમાં મૂક્યા. વેચાણ વધવા માંડ્યુ એટલે તેને એટલું બઘું મહત્ત્વ અપાયું કે તેણે કંપનીનું નામ બદલીને ‘‘હુકલેસ ફાસ્ટનર કંપની’ એવું રાખ્યું! ત્યાર બાદ તો બજારમાં ‘‘શેર ઇસ્યુ’’ કરીને મૂડી રોકાણ વધાર્યું. ઝીપર લગાવેલી પહેલવહેલી કોઈ ચીજ મોટા પ્રમાણમાં બનાવીને વેચાવા માંડી હોય તો તે ‘‘મનીબેગ’’ (પર્સ) હતી. ૧૯૧૭ની સાલમાં ન્યુયોર્કના એક દરજીએ ચામડીના પર્સમાં ઝીપર બેસાડી આપ્યું. ત્યાર બાદ તો આવા પાકિટની માગ ખૂબ વધી ગઈ. પહેલાં વિશ્વ યુદ્ધ વખતે તો વહાણો પરના ખલાસીઓમાં ઝીપર લગાવેલા પાકિટ લઈને ફરવાની ફેશન થઈ પડી! ૧૯૧૮ની સાલમાં પ્લાસ્ટિકમાંથી બનાવેલા આવા ૨૪,૦૦૦ ઝીપરવાળા પાકિટ અને ૧૦,૦૦૦ ફ્‌લાઇંગ સૂટ સ્ટીમર પર ખલાસીઓ પાસે પહોંચી ગયા! આ કંપનીએ ફરીવાર તેનું નામ બદલીને તાલોન ઇનકોર્પોરેટેડ રાખ્યું.
  અત્યારે અમેરિકામાં વર્ષે ૨૩૦૦ કરોડ ઝીપર બને છે. લાકડું નાયલોન, પ્લાસ્ટિક અને ધાતુની વિવિધ પ્રકારની નાની-મોટી ઝીપરો સંખ્યાબંધ ચીજોમાં વપરાય છે. ઝીપરમાં મુખ્યત્વે દાંતા, પટ્ટી અને સ્લાઇડર હોય છે. દાંતા જેને અંકોડા કહી શકાય તે બે પટ્ટીને કિનારે વચ્ચેની બાજુએ લગાવ્યા હોય છે. આ પટ્ટીમાંના અંકોડાને સાંધીને ભેગા કરી શકે તેમ જ ખોલી શકે તે માટે સ્લાઇડર હોય છે. દરેક અંકોડાને નજીકથી જોશો તો તેના ઉપલા ભાગમાં પોલાણ હોય છે અને નીચલા ભાગમાં પીન જેવો અણીવાળો ભાગ હોય છે. જ્યારે ચેઇન બંધ કરવામાં આવે ત્યારે દરેક અંકોડાના ઉપલા ભાગની અંદર બાજુના અંકોડાની પીનનો ભાગ ‘‘ફીટ’’ થઈ જાય છે. આમ બધા અંકોડા એકબીજામાં બંધ બેસી જાય. અંકોડાના બંધ કરવાનું અને ખોલવાનું કામ કરતું નાનું સ્લાઇડર ત્રિકોણકારનું હોય છે. જે બધા અંકોડાને સાંકળવા માટે હોય છે.
  બીજા વિશ્વયુદ્ધ સુધી ઝીપરો ફક્ત ધાતુની જ બનતી હતી પણ ત્યાર પછી પ્લાસ્ટિક અને પોલીમરની બનવા લાગી. તેના આકાર પણ બદલાવા લાગ્યા. ઝીપર બનાવતી વખતે તે ખૂબ લાંબા કદમાં એક સાથે બનાવી તેના જરૂરિયાત પ્રમાણે નાના ટુકડા કરીને તેમાં સ્લાઇડર લગાવી તેમ જ ઉપર નીચે ‘સ્ટોપ’ (છેડો) લગાડી બજારમાં મુકાય છે. અમુક જેકેટ અને જર્સીમાં છૂટી પડી શકે તેવી ઝીપર લગાવી હોય છે. આવી ઝીપરમાં નીચે ‘સ્ટોપ’ પાસે એક ‘બોક્સ’ હોય છે. અને એક બાજુ પીન હોય છે. આ બોક્સમાં પીન નાખી ઝીપર ભેગી કરી તે ખોલ બંધ કરી શકાય છે.

  Share |
   

  Gujarat Samachar Plus

  કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
  પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
  વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
  ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
  અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
   

  Gujarat Samachar glamour

  અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
  સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
  માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
  ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
  કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
   
   

  84th Oscar Awards

     
   
  amul
     
     

  Gujarat Samachar POLL

  BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

  webad3 lagnavisha
     

  Follow Us

  Facebook Twitter
     
   
     

  ARCHIVES
  સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

  aaj

  આજનું પંચાગ

  આજનું ભવિષ્ય
  સુપ્રભાતમ્

  આજનું ઔષધ

  આજની જોક આજની રેસીપી
         
   
   

  વૈવિધ્ય

  • તંત્રી લેખ • પ્રસંગપટ
  • દિલ્હીની વાત • આસપાસ
  • ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
  • નેટવર્ક • અવસાન નોંધ
   
  plus
   

  આજનું કાર્ટુન

  arc archive

  પૂર્તિઓ

   
   
  Gujarat Samachar © 2012 All Rights Reserved