Last Update : 06-May-2012, Sunday

 

HDD અને SSD

નેટોલોજી

ઈન્ટરનેટ પર લોકો જેમ જેમ વિવિધ ચીજો ડાઉનલોડ કરીને સંગ્રહી રાખે છે ત્યારે તેમના ડેસ્કટોપ કે લેપટોપ પર સ્ટોરેજની સમસ્યા ઊભી થાય છે. ઘણીવાર કોમ્પ્યુટર સૂચના આપે છે કે બીનજરૃરી ફાઇલો કાઢીને સ્પેસ ઊભી કરો. પરંતુ કોઇ જુનો સંગ્રહ કાઢતું નથી અંતે કોમ્પ્યુટર હેંગ થઇ જાય છે.
HDD (હાર્ડ ડીસ્ક ડ્રાઇવ)ની કેપેસીટીનો હવે પહેલા જેવો પ્રોબ્લેમ નથી કેમકે ૧૦૨૪ ય્મ્ જેટલી કેપેસીટી ધરાવતી હાર્ડડીસ્ક મળતી થઇ ગઇ છે.
ડેસ્કટોપમાં ૩.૫ ઈંચની ડ્રાઇવ વપરાય છે જ્યારે નોટબુકમાં ૨.૫ ઈંચની ડ્રાઇવ વપરાય છે.
જ્યારે સ્ટોરેજની વાત આવે છે ત્યારે ઈન્ટરનલ અને એક્સટર્નલ એમ બે પ્રકારના સ્ટોરેજ નજર સામે આવે છે. ઈન્ટરનલ ડ્રાઇવ કોમ્પ્યુટરના મધરબોર્ડ સાથે જોડાયેલી હોય છે જ્યારે એક્સટર્નલ સ્ટોરેજ ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાય છે. તે પ્લાસ્ટીક, રબર કે મેટલના કૉટીંગવાળી હોય છે અને યુએસબી ૨.૦ કે ૩.૦ મારફતે કોમ્પ્યુટરના સંપર્કમાં આવે છે. કલરપ્રિન્ટ કઢાવવા કે એક કોમ્પ્યુટરમાંથી બીજે ડેટા ટ્રાન્સફર કરવા આવી એક્સટર્નલ ડ્રાઇવ વપરાય છે.
ડ્રાઇવમાં HDD અને SSD (સોલીડ સ્ટેટ ડ્રાઇવ) આવે છે. હાર્ડ ડીસ્ક ડ્રાઇવ રોટેટીંગ પ્લેટર્સ વગેરે ધરાવે છે તે પાવર વધુ ખેંચે છે તેમજ કોઇ મીકેનીકલ ખામી ઊભી થાય તો તેના પર સૌથી વધુ અસર થાય છે.
જ્યારે એસએસડીમાં મુવીંગ ચીપ્સ આવે છે. તેમાં કોઇ રોટેટીંગ પ્લેટર્સ નથી હોતા. જેથી તે પાવરનો વપરાશ ઓછો કરે છે. તે એચડીડી કરતાં વધુ ઝડપે કામ કરે છે.
સામાન્ય રીતે મોટા ભાગના ડેસ્કટોપ- લેપટોપમાં HDD વાપરવામાં આવે છે જે યોગ્ય છે પરંતુ જો કોઇને ડિઝાઇનીંગ જેવા મોટા કામ કરવા હોય તો ૨.૫ ઈંચની એસએસડીનો ઉપયોગ કરવો જોઇએ જે ઓછો પાવર બાળે છે. ઘણાં લેપટોપમાં SSD ની સવલત હોય છે. ૬૦થી ૯૦ GB ની SSD ફોટો એડીટીંગ સોફટવેર અને ગેમ વગેરે આસાનીથી ડાઉનલોડ કરી શકે છે.

USB 2.0 / 3.0


જો તમારે એક્સટર્નલ સ્ટોરેજ પર જવું હોય તો તમારે USB ૨.૦ કે USB ૩.૦ ડ્રાઇવ પસંદ કરવી પડે. હવે લોકો ખિસ્સામાં પેન ડ્રાઇવ લઇને ફરતા થઇ ગયા છે. જેમાં તમામ ડેટા સમયેલો હોય છે. પ્રિન્ટ બહાર કઢાવનારાઓ પણ પૅન ડ્રાઇવનો મોટા પાયે ઉપયોગ કરે છે.
એક્સટર્નલ ડ્રાઇવ ૩.૦ કનેક્ટર સાથે આવે છે. તેના કનેક્ટીવ સેન્ટર પર બ્લ્યુ કલર પરથી તે ઓળખી શકાય છે. તેની ટ્રાન્સફર સ્પીડ ૬૨૫ MB પ્રતિ સેકન્ડ હોય છે હવે નવું વર્જન ૧૦ ગણી વધુ ટ્રાન્સફર સ્પીડવાળું છે જેના કારણે પાવરનો વપરાશ ઓછો થાય છે. USB 2.0 વાપરનારા એકવાર ૩.૦૦ પર ચઢી જાય છે પછી જુના વર્જન પર ક્યારેય જતા નથી.
નવા પીસી અને લેપટોપમાં USB 3.0 નો સપોર્ટ આપેલો હોય છે.

 

 

G-Mail

 

૭.૫ જીબીની લીમીટ ધરાવતા જી-મેલની કેપેસીટી હવે ૧૦ જીબી કરવામાં આવી છે. વિશ્વમાં સૌથી વધુ જે મેલ સર્વિસ વપરાય છે તે જી-મેલ ગયા અઠવાડીયે થોડા કલાક માટે કામ કરતું બંધ થયું ત્યારે મોટો ઉહાપોહ થયો હતો.
હવે જી-મેલનો નવો લુક જોવા મળી રહ્યો છે. જેમાં બ્લ્યુ કલરની બાદબાકી જોવા મળે છે તેની જગ્યાએ ગ્રે અને રેડ વધુ જોવા મળે છે.
ગુગલ ગેઝેટ્સ આસાનીથી નજરમાં આવે એવી રીતે નેવીગેશન બાર મુકાયો છે. સર્ચ સિસ્ટમમાં પણ ફેરફાર કરાયો હોઇ સર્ચ ફટાફટ થાય છે. ઈ-મેલ ઓપન કરો ત્યારે અન્ય ઘણાં ઓપ્શનની પણ ઑફર થતી દેખાય છે.
તમે ઈ-મેલ લખો અને દિવસો સુધી તેને મોકલ્યા વિના મુકી રાખવો હોય તો તેની આસાન સવલત નવા જીમેલમાં કરાઇ છે.
હજારો એપ્લીકેશન અટવાતો વપરાશકાર
વિન્ડોઝ ફોનના માર્કેટમાં ૭૫,૦૦૦ એપ્લીકેશન્સ છે, ગુગલ પ્લેમાં ૪,૩૦,૦૦૦ એપ્લીકેશન છે, ઍપલ એપ્લીકેશન સ્ટોરમાં ૬,૧૦,૦૦૦ એપ્લીકેશન છે. અહીં મહત્વનું એ પણ છે કે સ્માર્ટ ફોન ઑપરેટ થાય તેની પાછળ અનેક એપ્લીકેશન કામ કરતી હોય છે. એટલા બધી એપ્લીકેશનો બજારમાં છે કે તમારો સ્માર્ટ ફોન જે એપ્લીકેશન વપરાતા હોય તેના કરતાં ઘણી ઉપયોગી એપ્લીકેશન હોય છે પરંતુ વપરાશકારોને તેની ખબર નથી હોતી. એપ્લીકેશનની ચોઇસ પણ મહત્વની હોય છે. મોટાભાગે લોકો અપડેટ પર આધાર રાખે છે, અને મિત્રોને પૂછીને અપડેટ કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved