Last Update : 06-May-2012, Sunday

 

મેનેજમેન્ટ વ્યવહારો (પ્રેક્ટિસીઝ) વિરોધાભાસીથી ભરપૂર હોય છે

મેનેજમેન્ટ - ધવલ મહેતા

અમેરિકાના કાર ઉદ્યોગના સ્થાપકોમાં હેન્રી ફોર્ડનું નામ ટોચમાં આવે છે. તેમણે કાર ઉદ્યોગમાં એસેમ્બ્લી લાઈન પદ્ધતિની શોધ કરી હતી પરંતુ તે ઉપરાંત એક સામાજીક શોધ પણ કરી હતી. આ સામાજીક શોધ કઈ હતી ? પોતાની કારના ભાવો પુષ્કળ ઘટાડીને મજૂરો પણ તેમની કાર ખરીદી શકે તેવી સ્ટેન્ડર્ડ (મોડેલ ટી) ફોર્ડ કારનું પુષ્કળ ઓછા ખર્ચે ઉત્પાદન કરવું. તેમણે પોતાના મજૂરોનાં વળતર દરને બમણો કરી દીધો. તેથી કંપનીના શેર હોલ્ડર્સ બહુ ગુસ્સે થયા પરંતુ હેન્રી ફોર્ડ ટસના મસ ના થયા. તેમણે કહ્યું કે હું કારના ધંધામાં પુષ્કળ નફો કરવા માગતો નથી પરંતુ કારના ભાવો ઓછા અને ઓછા કરવા માંગુ છું. જેથી અમેરિકાના સામાન્ય લોકો પણ કાર ખરીદી શકે. અલબત્ત, હું વાજબી (રીઝનેબલ) નફો લેવા માગુ છું. પરંતુ આ જ હેન્રી ફોર્ડ મજૂર સંઘોના વિરોધી હતા. તેઓ નાઝીવાદ માટે કુણુ વલણ ધરાવતા હતા અને કેથોલીક ધર્મના વિરોધી હતી. તેઓ યહૂદીઓના પણ વિરોધી હતી. ૨૦મી સદીના પ્રથમ દાયકામાં આજથી લગભગ ૧૧૦ વર્ષ પહેલાં હેન્રી ફોર્ડે કારના ઉત્પાદનમાં એસેમ્બ્લી લાઈન પદ્ધતિની શોધ કરી પણ પછી તે જનરલ મોટર્સ અને ક્રાઈસલર કંપનીઓથી વેચાણમાં પાછળ પડી ગઈ કારણ કે હેન્રી ફોર્ડે પોતાની કંપની પર પુષ્કળ કાબુ રાખતા હતા. તેમના ત્યાં કામ કરતા મજૂરો એકબીજા સાથે બહુ ધીમા અવાજે વાત કરતા હતા જેથી તેમની વાત તેમના મજૂર સંબંધોના ડાયરેકટર હેન્રી બેનેટ (જે માફીયા સાથે છૂપા સંબંધો ધરાવતા હતા)ને કાને ના પહોંચે. ઈ.સ. ૧૯૩૨માં તેમના કારખાનામાં હડતાળ પડી તે દરમિયાન હડતાળ પાડનાર ચાર જણને ગોળી મારવામાં આવી. તેની ચરમસીમા ઈ.સ. ૧૯૩૭માં પહોંચી જ્યારે હેન્રી બેનેટના ભાડુતી ઠગોએ યુનાઈટેડ ઓટો મોબાઈલ યુનિયનના પ્રતિષ્ઠિથ વડા વોલ્ટર રૂથર પર હુમલો કર્યો. જ્યારે આ ભાડૂતી ઠગોને ખબર પડી કે આ બાબતનો પત્રકારોએ ફોટો પાડી લીધો છે ત્યારે તેમણે પત્રકારોના કેમેરા તોડી નાંખ્યા અને તેમાં લીધેલી ફીલ્મોને નકામી બનાવી દીધી. ટૂકમાં હેન્રી ફોર્ડની મેનેજમેન્ટ પ્રેક્ટીસીઝની ઊજળી અને કાળી એમ બન્ને બાજુઓ હતી.
અમેરિકન સ્ટીલ ઉદ્યોગના બેતાજ બાદશાહ ગણાતા એન્ડયુ કાર્નેગીનું પણ વિરોધાભાસી ચિત્ર જોવા મળે છે. એકબાજુ તેમણે ગોસ્પીલ ઓફ વેલ્થ (ર્ય્જૅીનર્ ક ુીચનાર) નામનું પુસ્તક લખ્યું જેમાં તેમણે મજૂરો માટે દયા અને પ્રેમની વાતો લખી અને પોતાના કારખાનાનું મેનેજમેન્ટ હેન્રી ફ્રીકને સોંપ્યું. હેન્રી ફલીકે કાર્નેગીના પેન્સીલીવીનીયાના કારખાનામાં પીન્કરટન્સના નામથી ઓળખાતાં ડીટેક્ટીવોને જાસૂસો તરીકે નીમ્યા. આ જાસૂસોએ હડતાળ પર ઉતરેલા કેટલાંક મજૂરોને મારી નાંખ્યા અને તે વખતના મજબૂત ગણાતા એમાલ્ગમેટેડ આર્યન એન્ડ સ્ટીલ વર્કર્સ યુનિયનો તોડી નાંખ્યું. ૧૯૩૭માં મેમોરીયલ ડેની ઉજવણી નિમિત્તે હજારો સ્ત્રી-પુરુષ અને બાળકો રીપબ્લી સ્ટીલના કારખાના પાસે ભેગા થયા હતા તેના પર શીકાગોની પોલીસે ગોળીબાર કર્યો જેમાં દસ લોકો મૃત્યુ પામ્યા. તે ઉપરાંત અન્ય ૨૮ લોકોને માથામાં ગંભીર ઈજાઓ થઈ. એક વર્ષ પછી નેશનલ સેવર રીલેશન્સ બોર્ડે યુનિયનની તરફેણમાં ચુકાદો આપ્યો. પરંતુ એન્ડ્રયુ કાર્નેગી સમસ્યાઓને દાન આપવામાં અત્યંત ઉદાર હતા. એન્ડ્રયુ કાર્નેગી ઈ.સ. ૧૯૧૯માં મૃત્યુ પામ્યા ત્યારે તેમની પોતાની સંપત્તી માત્ર ૨૨ મીલીયન ડોલર્સ હતી. પરંતુ તેમના જીવનકાળ દરમિયાન તેમણે ૩૫૧ મીલીયન ડોલર્સનું દાન કર્યું હતું. માત્ર એન્ડ્રયુ કાર્નેગીએ જ નહીં પરંતુ અમેરિકાના માંધાતાં ઉદ્યોગપતિઓ ગણાય તેવા ડેવીડ રોક ફેલર (જેમણે તેમની હરીફ કંપનીઓને બળજબરીપૂર્વક વેચાતી લઈ લીધી હતી), જે.પોલ. ગેટ્ટી, વેન્ડરબીલ્ટ, લીલેંડ સ્ટેનફર્ડ (જેમનું નામ સ્ટેનફર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે). એન્ડ્રયુ મેલોન, (મેલોન-કાર્નેગી યુનિવર્સિટી) કેલોગ્ઝ વગેરેએ ખૂબ મોટી રકમ દાનમાં આપીને પ્રથમ કક્ષાની સંસ્થાઓ સ્થાપી હતી. અમેરિકાના અંતિમ વ્યક્તિવાદ (અલ્ટ્રા ઇન્ડીવીજયુઆલીઝમ)ના આમાં બે વિરોધાભાસી પાસાં બહાર આવે છે. અમેરિકામાં અંતિમ વ્યક્તિવાદનો વિકાસ થયો તેનું એક કારણ એ છે કે યુરોપના ધાર્મિક કે રાજકીય ત્રાસવાદી રાજ્યોમાંથી ભાગી છૂટેલા ઘણાં લોકો અમેરિકામાં વસ્યા હતા અને અમેરિકામાં તે વખતે અફાટ જમીન હતી અને જેઓને અમેરિકાના પશ્ચિમ (વાઈલ્ડ વેસ્ટ)માં જઈને પોતાનું નશીબ અજમાવવાની છૂટ હતી. અમેરિકાના પશ્ચિમ પ્રદેશમાં એટલી બધી જમીન હતી. અને એટલા ઓછા લોકો હતા કે તેમના પરાક્રમો અને હંિસાને દર્શાવતી અનેક વેર્સ્ટન (વાઇલ્ડવેસ્ટની) ફીલ્મોએ ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી અને આજે પણ તેને ઘણા લોકો રસપૂર્વક નિહાળે છે. તે વખતે ત્યાં એટલી બધી જમીન હતી કે તેને જે ખૂંટો બાધો અને તે તેની માલીકીની થઈ જતી હતી. વળી ઈ.સ. ૧૭૭૬માં અમેરિકાએ બ્રીટીશ હકૂમતમાંથી છૂટીને પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું અને તે જ વર્ષે (ઇ.સ. ૧૭૭૬માં) બ્રિટનના (સ્કોટીશ) આદમસ્મીથનું પુસ્તક (એન ઇન્કવાયરી ઇન ટુ ધ નેચર એન્ડ કોઝીઝ ઓફ વેલ્થ ઓફ નેશન્સ) બહાર પડ્યું. આ પુસ્તક અમેરિકાની વ્યક્તિવાદની ફીલોસોફી માટે બાયબલ બની ગયું. આ પુસ્તકમાં આદમ સ્મીથે એમ પ્રતિપાદન કર્યું હતું કે તમે તમારા સ્વહિતને જ આગળ વધારો અને તેથી સમાજહિત આપોઆપ સિદ્ધ થઈ જશે. તે ઉપરાંત અર્થકારણમાં રાજ્યના હસ્તક્ષેપની બીલકુલ જરૂર નથી કારણ કે મુક્ત બજારો સેલ્ફ-એડજસ્ટીંગ છે અને એક અદ્રશ્ય હાથ (ઇનવીઝીબલ હેન્ડ) બજારોને દોરવણી માને છે જેમાં રાજ્યનો હસ્તક્ષેપ બીલકુલ જરૂરી નથી. અમેરિકાએ આ સિદ્ધાંતને આધારે પુષ્કળ ઝડપી ઔદ્યોગીકરણ કર્યું અને ત્યાં ગયેલા લોકોને ઝડપથી નોકરીઓ મળવા લાગી. ટૂંકમાં, આવા અનેક કારણોસર અમેરિકામાં અતિવ્યક્તિવાદ (અલ્ટ્રા ઇન્ડીવીજયુઆલીઝમ) ખીલ્યો. પરંતુ તે વખતે ગુલામી પ્રથા ચાલુ હતી. કેવો વિરોધાભાસ !! આવા અતિવ્યક્તિવાદની અસર અમેરિકાની સરકારમાં વારંવાર ડોકાય છે. અહીં થોડું વિષયાંન્તર કરીને અમેરિકાના વિદેશી રાજકારણના મેનેજમેન્ટનું એક વિરોધાભાસી ઉદાહરણ જોઈ એકબાજુ અમેરિકાની સરકારો જગતને લોકશાહી માટે સુરક્ષિત બનાવવા માગે છે તો બીજી બાજુ સરમુખત્યારશાહીને પણ ટકાવી રાખવા ઉદ્યત રહે છે. આ બાબતમાં લેટીન અમેરિકાના ચીલી નામના દેશનું ઉદાહરણ રસપ્રદ છે. ચીલીમાં લોકશાહી દ્વારા ચૂંટાયેલી સરકાર હતી. તેના પ્રેસીડેન્ટ ડાબેરી ન હતા પણ ડાબેરી વિચારસરણી માટે સહાનુભૂતિ રાખતા હતા. અમેરિકાએ ચીલીની લોકશાહી સરકારને ઉથલાવીને જનરલ પીનોચેટને ચીલીના ડીરેક્ટર બનાવ્યા. પીનોચેટે ત્રણ હજાર લોકોને મારી નાંખ્યા અને તેમાંથી પુષ્કળ વધારે લોકોને કેદમાં નાખીને તેમને યંત્રણા (ટોર્થર) આપી. લોકવિરોધને કારણે પીનોચેટને ઇંગ્લેન્ડમાં ભાગી જવું પડ્યું. પીનોચેટને ઇંગ્લેન્ડથી ચીલીમાં લાવીને તેમના પર વોર-ક્રાઇમ્સ માટે મુકદ્દમો ચલાવવાનું નક્કી થયું ત્યારે પણ અમેરિકાના તે વખતના પ્રેસીડેન્ટ જ્યોર્જ બુશ અને હેન્રી કીસીંજર પીનોચેટને ટેકો આપતા હતાં.
વ્યક્તિવાદ વિરૂદ્ધ સામુદાયિકવાદ
સામુદાયિકવાદ એટલે સામ્યવાદ કે સમાજવાદ નહીં પરંતુ કોમ્યુનીટેરીઅન સમાજની વિચારસરણી છે. તેમાં સમુદાય એટલે કે કોમ્યુનીટી કેન્દ્રમાં છે. જાપાનનું કલ્ચર સમાજવાદી કે સામ્યવાદી નથી પરંતુ સમુદાયવાદી ગણાય છે. તેવી જ રીતે સીંગાપોર, મલેશિયા, હોંગકોંગ, તૈવાન સમુદાયવાદી છે. જેમાં ત્યાંની સરકારો શિક્ષણ અને સ્વાસ્થ્ય પર પુષ્કળ નાણાં ખર્ચે છે. વળી તેમાં કુટુંબ પણ ઘણું અગત્યનું છે અને લગ્ન વિચ્છેદ ના બનાવો પુષ્કળ ઓછો હોય છે. વ્યક્તિ મૃત્યુ બાદ પોતાના કુટુંબ, પડોશ અને જે સમુદાયમાં રહે છે તેને માટે કશુંક યાદગાર મુકી જવા માંગે છે. આવા સામુદાયિક કલ્ચરવાળા દેશોએ બહુ ઝડપથી ઉદ્યોગીકરણ અને શહેરીકરણ કર્યું છે. તેઓ પોતાની કામ કરવાની જગ્યાને પણ કુટુંબ જેવું ગણે છે. આ પ્રકારના કલ્ચરમાં ઉદ્યોગો ભલે બહુ ‘ઇનોવેટીવ’ના હોય પરંતુ તેમની ઉત્પાદકતા (પ્રોડક્ટીવીટી) ઊંચી હોય છે. તેમાં કામદારો બહુમતિથી નહીં પરંતુ તેમની ઉત્પાદકતા (પ્રોડક્ટીવીટી) ઊંચી હોય છે. તેમાં કામદારો બહુમતિથી નહીં પરંતુ એકમતિ (કોન્સેન્સસ)થી કામ કરે છે. મેનેજમેન્ટમાં હવે શેરહોલ્ડર્સને બદલે સ્ટેઈકહોલ્ડર્સનો જમાનો આવ્યો છે જે સમુદાયવાદી વિચારસરણીનું પરિણામ છે. કંપનીના સ્ટેઈક હોલ્ડર્સમાં માત્ર શેરહોલ્ડર્સનો જ નહીં પરંતુ તેમાં કામ કરતો કર્મચારીગણ, નાણાંનું ધીરાણ કરતી બેંકો, ગ્રાહકો, સપ્લાયરોનો પણ સમાવેશ થાય છે. કંપનીના મેનેજરોએ માત્ર શેરહોલ્ડર્સનું જ હિત નથી સાચવવાનું પણ ઉપરના તમામ સ્ટેઇક હોલ્ડર્સના હિતો વચ્ચે સંતુલન સાધવાનું છે. હવે ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ સ્ટેઈકહોલ્ડર્સનો વિચાર વ્યવહારમાં મુકવા પ્રયત્નશીલ છે. આ બન્ને વિચારો વચ્ચે પણ વિરોધાભાસ જોવા મળે છે. સમુદાયવાદી ધંધાની મર્યાદા એ છે કે તેમાનાં મોટાભાગના ધંધા કુટુંબ-આધારિત હોય છે અને ધંધો પુષ્કળ વિશાળ બને તો પણ તે કુટુંબ આધારિત (ખચસૈનઅર્ ુહીગર્ હી સચહચયીગ) રહે છે. ભારતમાં અંબાણી, બીરલા, રૂઈઆ, અદાણી કુટુંબો આના ઉદાહરણો છે. ભૂતકાળમાં અમદાવાદની મોટાભાગની (કદાચ તમામ) મીલો કુટુબલક્ષી હતી અને જે બચી છે તેમાં પણ કુટુંબ-આધારિત મીલોનું મોટું પ્રમાણ છે. અમેરિકામાં બે ત્રણ પેઢીઓ પછી કંપનીઓ તદ્દન પ્રોફેશનલ મેનેજરોના હાથમાં જતી રહે છે. જાપાનમાં તો સો ટકા સરકારની માલિકીની પબ્લીક સેક્ટર કંપનીઓમાં પણ મામા, કાકા, ફુઆ, ભાઈ, ભત્રીજા અને ભાણીયા જોવા મળે છે. જાપાનના ધંધાકીય કલ્ચરનો આ વિરોધાભાસ છે. શું ભારતના ધંધાનું કલ્ચર અતિવ્યક્તિવાદી છે કે અતિસમુદાયવાદી ? આ બન્નેમાંથી કાંઈ નથી. તે ભારતવાદી છે જેમાં કુટુંબ, સંયુક્ત કુટુંબ, પ્રમાણિકતા, અપ્રમાણિકતા, કાયદાપાલનની શિથિલતા પ્રોફેશનાલીઝમ, સગાવાદ, શોષણનું મિશ્રણ છે અને ટાટા સિવાયની દાનની પરંપરા મર્યાદિત છે. ઉદ્યોગના દાન દ્વારા ઊભી થતી સમાજલક્ષી તોતીંગ (અમેરિકામાં કાર્નેગી યુ રોકફેલર ફાઉન્ડેશન કે બીલ ગેટ્‌સ ફાઉન્ડેશન જેવી) સમસ્યાઓ અહીં ઓછી છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved