Last Update : 06-May-2012, Sunday

 
ખાણ નામે ઓળખાણ
જાણે તે માણે - ચાર્વાક રાવલ

‘તમે નટવરલાલને ઓળખો છો?’
‘કોણ નટુ કાંસકી કે નટુ વાટકી?’
‘નહીં. અમદાવાદમાં વિજળીના થાંભલા નાખનાર નટવરલાલ.’
‘અરે એ તો નટુ બત્તી! બોલો શું કામ છે એનું?’
‘એ પછી. પહેલાં કહો કે તમારે નટવરલાલ સાથે સારી એવી ઓળખાણ છે?’
‘સારી?! ભલા આદમી, હજુ અઠવાડિયા પહેલાં જ નટુ બત્તી મારી પાસેથી પાંચ હજાર રૂપિયા ઉધાર લઈ ગયો છે. વગર ઓળખાણે મેં રૂપિયા આપ્યા હશે?!’
‘એટલે જ કહું છું તમે નટવરલાલને બરાબર ઓળખતા નથી.’
આખા શહેરમાં પ્રકાશ ફેલાવનાર નટવરલાલની ઓળખાણ અંધારામાં તો ન જ રહે. છતાં નટુ બત્તીને સારી રીતે ઓળખવાનો દાવો કરતા ઘણાં લોકો સ્વાનુભવના પ્રકાશથી વંચિત રહ્યા છે. એક માણસ કેટલે પહોંચી શકે? વળી ઓળખાણની ખાણ એટલી ઉંડી છે કે એમાં અજવાળું પથરાઈ શકે જ નહીં. એવા અનેક લોકો છે જેમને આપણે ઓળખતા નથી. તો એવાય ટનેક લોકો છે જેમના સાથે આપણને નામની ય ઓળખાણ નથી. એમ તો આપણને સ્વયંજાત સાથે પણ ક્યાં કોઈ ઓળખાણ છે? કદાચ એટલે જ આપણે પારકી ઓળખાણ પર આધાર રાખીએ છીએ. પારકી ખાણ સદા ખાલી!
એકચ્યુલી ઓળખાણ બે ધારી તલવાર જેવી છે. તમે ઓળખાણની ખાણ ખોદો અને લાભ બીજા લઈ જાય છે. ઘણી વાર ઓળખાણ આપવાથી જ કામ અટકે છે. ઓળખાણની ખાણમાંથી નીકળેલો હીરો હવાલદાર બે દંડા વધારે મારવામાંથી જતો નથી. ઓળખાણ જરૂર કામ આવે છે. બીજાને જ સ્તો!
‘દિલ્હીમાં આપણી સોલિડ ઓળખાણ છે. કંઈ કામકાજ હોય તો કહેજો.’
‘અમારી સોસાયટીની સામે જ જાહેર મૂતરડી છે. તમારે દિલ્હીમાં ઓળખાણ છે તો એને ત્યાંથી હટાવો.’
ઓળખાણ હોય તો જાહેર મૂતરડી જ નહીં, આખી સોસાયટી હટાવવાની માંગણી થાય છે. - અને ઓળખાણ ન હોય તો કોઈ સહાનુભૂતિની લાગણી ય, વ્યક્ત કરતું નથી. ઘણાં લોકો પોતાની ઓળખાણ ‘તમને ખબર છે હું કોણ છું?’ કહીને આપે છે. આપણે સામે ‘તમે કેમ છો?’ પ્રશ્ન કરતા નથી. કારણ કે આપણે ઓળખાણ વધારવા માંગતા નથી. કોલસાની ખાણમાં હાથ કાળા કરાય, ઓળખાણની ખાણમાં પગ ન મુકાય.
ઓળખો તો સ્વપત્નિ પણ ઔષધ છે. - અને ‘સ્વ’ને ઓળખવા માટે સ્વયં સ્વ. થવું પડે છે. એમાં ઓળખાણ કામ નથી આવતી.

 

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved