Last Update : 06-May-2012, Sunday

 

દેશ સચિન તેંડુલકરની ચર્ચામાં વ્યસ્ત અને રાજ્યસભામાં રેખાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
જયા, રેખા, હેમા ઔર લતા...
હવે સંસદમાં ‘સિલસિલા’ની સીકવલ

હોરાઇઝન - ભવેન કચ્છી
- અમિતાભ - જયા બોફોર્સમાં ક્લીન ચીટની ઉજવણી કરતા હતા ત્યારે જ રેખા માટે લાલ જાજમ બીછાવાઈ

ફિલ્મ અભિનેત્રી રેખા રાજ્યસભા માટે નોમિનેટ થઇ તે સાથે જ દેશભરમાં સેલફોનપર અવનવા રમૂજી મેસેજ ફરી વળ્યા હતા જેમ કે ‘‘જે અમિતાભ ના કરી શક્યો તે કોંગ્રેસે કરી બતાવ્યું ઃ એક જ હાઉસમાં જયા અને રેખાને લાવી દીધા!’’
એક મેસેજમાં આ ઘટનાને ‘‘ટુંક સમયમાં રીલીઝ થઇ રહી છે. ફિલ્મ ‘સિલસિલા’ની સીકવલ’’ તરીકે બતાવાઇ છે.
મીડિયા ગોસિપમાં એવી જોક પણ વહેતી થઇ કે ‘‘અમિતાભ હવે પત્ની જયાને કહેશે કે તને દેશની સેવા કરવાની તક મળી છે. તારે રાજ્યસભામાં નિયમિત હાજરી આપવી જોઇએ. આપણે દિલ્હી સ્થિત બંગલામાં રહેવા જઇએ. હું તને રાજ્યસભાના સંકુલમાં રોજ મુકવા આવીશ.’’
અમિતાભ કોઇકામ સંદર્ભે બહારગામ જશે ત્યારે જયા તેના પર સતત શંકાની નજર રાખશે. જાસુસો પણ રોકશે. અમિતાભને ઉદ્દેશીને તે ‘સિલસિલા’નું ગીત ‘‘યે કહાં...’’ના સૂર પણ છેડશે.
અંતરંગ વર્તુળમાં એવું પણ ચર્ચાય છે કે બોફોર્સ કાંડમાં અમિતાભને ક્લીન ચીટ મળી અને સ્વ. રાજીવ ગાંધીની મંડળીએ ખોટી રીતે અમિતાભનું નામ કટકી કૌભાંડમાં જોડી દીઘું હતું તેવો રીપોર્ટ આવતા જ અમિતાભ અને જયાએ દેશવાસીઓ સમક્ષ આખરે ૨૫ વર્ષ પછી અમારા પરિવાર પરથી કલંકનું વાદળ હટ્યું તે બાબતની ખુશી બ્લોગમાં કરી હતી. આ રીપોર્ટ સ્વ. રાજીવ ગાંધીની ચાલાકી તરફ પણ આડકતરી રીતે ઈશારોકરતો હતો. મિત્ર તરીકે અમિતાભ નહીં સ્વ. રાજીવ ગાંધી નિષ્ઠા ચૂક્યાહતા તે પણ અમિતાભે તેના મેસેજમાં નામ આપ્યા વગર કહી દીઘું.
જયા બચ્ચને એવી કોમેન્ટ કરી કે ‘‘અમે પચ્ચીસ- પચ્ચીસ વર્ષથી માનસિક પીડા ભોગવી તે થોડી પરત મળશે?’’
અમિતાભ-જયા પરિવાર હજુ આ ખુશી અનુભવતા હતા ત્યાં જ રાજ્યસભામાં રેખાનું નામ સુચવાય તે કોંગ્રેસનું આબાદ તીર કહી શકાય.
રેખાના રાજ્યસભાના નોમિનેશનથી જયા બચ્ચન ખૂબ જ ડીસ્ટર્બ થઇ ગયા હોવાના પણ રીપોર્ટ છે. બોફોર્સની ક્લીન ચીટ પછી તરત જ આમ થતા એક મેલી રાજનીતિ અને અને અંગત દ્વેષ તેને જણાય છે. એક ટીવીની શ્રેણીમાં જોવા મળતા ઘટિયા પ્લોટ જેવું વઘુ દેખાય છે જેમાં બેડરૂમ અને ગૃહજીવનને ડહોળવાનો વ્યૂહ છે. જયા બચ્ચન મુલાયમ સંિઘ પ્રેરિત સાંસદ છે. કોંગ્રેસને જ્યારે સમાજવાદી પક્ષની જરૂર છે ત્યારે તેમના ઉમેદવારની સામે ફરી જાહેરમાં અંગત જીવનનો વીતેલો ભૂલી જવા જેવો યુગ લોકમાનસમાં લાવવાનો કોંગ્રેસનો પ્રયત્ન કે હંિમત સમજી શકાય તેમ નથી.
જયા બચ્ચન આજે પણ રેખા માટે અસલામતી અનુભવે છે તેનુ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું. રાજ્યસભામાં જયાની બેઠકની નજીક જ રેખાને બેઠક ફાળવવામાં આવતા જયાએ પાર્લામેન્ટ કમિટિને દૂરની બેઠકની માગણી કરી હતી. જે માન્ય રાખવામાં આવી છે. તો બીજી તરફ અમિતાભે તે રેખા જોડે કામ કરવા તૈયાર છે તેવી જાહેરાત કરતા જયાની અસલામતી વધી છે. એકંદરે રાજ્યસભાનું ચિત્ર જોતા વોશંિગ પાવડરની જાહેરાતના જંિગલની જેમ ‘રેખા, જયા, હેમા ઔર લતા....’યાદ આવી જાય છે.
સચિન તેંડુલકરની રાજ્યસભા માટેની ભલામણાં જો મતની રાજનીતિ હોય તો હજુ પણ તે સમજી શકાય અને આવકારદાયક અને વ્યુહાત્મક નિર્ણય કહી શકાય. બાકી રેખાના નામનું લોજીક ગળે ઉતરે તેવું રાજકિય નથી લાગતું. શક્ય છે કે તે અમિતાભ-જયાને બોફોર્સના તાજેતરના અહેવાલ બાદ રેખાને આગળ કરીશું તો મેડમ સોનિયાને ગમશે તેવો તેના ખુશામતિયાઓનો ઈરાદો હોઇ શકે.
આમ તો રાજ્યસભામાં વિશિષ્ટ કલા, શિક્ષણ, સાહિત્ય, રમત વગેરે ક્ષેત્રના જે ૧૨ ઉમેદવારો નોમિનેટ થાય છે તેઓ શોભાના ગાંઠિયા પણ કહી શકાય તેવા નથી કેમ કે રાજ્યસભામાં ભાગ્યે જ હાજરી આપે છે. લતા મંગેશકરે તેની પાંચ વર્ષની ટર્મમાં જૂજ હાજરી આપી હતી.
આમ છતાં સિનેજગતમાંથી જે પણ રાજ્યસભામાં નોમિનેટ થયા છે તેવા લતા મંગેશકર, શ્યામ બેનેગલ, મૃણાલ સેન, જાવેદ અખ્તર, હેમા માલિની વગેરેનું આગવુ આદરણીય પ્રદાન છે. હેમા માલિની તેની નૃત્ય સંસ્થા અને સાંસ્કૃતિક પ્રચાર- પ્રસાર માટે પ્રદાન આપે છે. જાવેદ અખ્તર વિચારક અને મંતવ્યકાર છે. મૃણાલ સેન અને શ્યામ બેનેગલ ખુદ એક સંસ્થા જેવા છે. શબાના આઝમી પણ એક્ટિવિસ્ટ તરીકે હોઇ ચાલી જાય. બાળકોની- મહિલાની સંસ્થા પણ ચલાવે છે. પણ રેખા એક અભિનેત્રીથી વિશેષ કંઇ નથી. તે પણ મહ્‌દઅંશે કોમર્શિયલ ફિલ્મો કરતી હતી. જે તે અરસામાં રેખા જેવી અભિનેત્રી રહેવાની જ. રેખા, શ્રીદેવી, માઘુરી દીક્ષિત જેવી અડધો ડઝન હિરોઇનો તે વખતે હતી. જે તે ટર્મના રાજ્યસભાના ૧૨ નોમિનેટ ઉમેદવારો ભલે કાર્યવાહીમાં હાજરી આપતા ના હોય પણ તેઓ તેમની વિચારસરણી, દ્રષ્ટા કે બૌઘ્ધિકતા અને ગ્રેસફુલ ઈમેજના માલિક તો છે જ. તેની તુલનામાં રેખા પાસે તેના વ્યક્તિત્વના અન્ય કોઇ પાસાનો આપણને પરિચય નથી.

કલા, ફિલ્મ, સર્જનાત્મકતા કે દેશની સંસ્કૃતિ- પ્રગતિ માટે તેના મંતવ્યો આપી શકે તેવું બેકગ્રાઉન્ડ પણ નથી. રેખાના રાજ્યસભામાં પ્રવેશથી ભારે નારાજ એક નાગરિકે કડવી પ્રતિક્રિયા આપતા ઓનલાઇન કોમેન્ટ જણાવી હતી કે ‘‘રેખાનો ઓફબીટ રોલ ‘ઉમરાવજાન’નો કહી શકાય જેેમાં તેણે મુજરા કર્યા હતા. રાજ્યસભામાં રેખા આનાથી વિશેષ કંઇ કરી શકે તેવું નથી.’’
રાજ્યસભામાં ૧૯૫૨થી જે તે રાજ્ય સરકાર તેમના પક્ષ તરફથી સભ્યો નોમિનેટ કરે છે. તમામ રાજ્યોમાંથી મળીને આવા ૨૩૮ સાંસદો નિયુક્ત થયા છે જ્યારે ૧૨ સભ્યોને રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે. બંધારણની કલમ ૮૦ અંતર્ગત આ પ્રણાલી અપનાવાય છે. જેમાં એવો નિર્દેશ છે કે કલા, સંસ્કૃતિ, સમાજ સેવા, શિક્ષણ, સાહિત્ય કે રમત ગમત જેવા જુદા જુદા ક્ષેત્રોમાં અતિ નોંધપાત્ર પ્રદાન આપી ચૂકેલી હસ્તીઓની દેશને નિર્માણ અને ઘડતર માટે તેમના આગવા વિચારોની જરૂરિયાત છે. પણ, તેઓ સક્રિય રાજકારણમાં નહીં હોઇ ચૂંટણી પ્રક્રિયામાં રસ ના લે તેવું બને. લોકસંપર્કમાં હોઇ ચૂંટાઇ પણ ના આવે. આથી તેઓને સંસદમાં રાજ્યસભામાં સીધો પ્રવેશ આપવો જોઇએ. આ ૧૨ ઉમેદવારોને માટે આમ તો જે તે કેન્દ્ર સરકારનો શાસક પક્ષ જ પ્રસ્તાવ મુકતો હોય છે જેને રાષ્ટ્રપતિ મંજૂરીની મહોર લગાવે છે.
એવું પણ નોંધાયું છે કે તત્કાલિન વડાપ્રધાને જવાહરલાલ નહેરૂએ આ વિચાર વહેતો કર્યો હતો, પણ આટલા વર્ષોમાં અમુક અપવાદોને બાદ કરતા કોઇ આવા મહાનુભાવોએ તેમના ક્ષેત્રમાં કોઇ નીતિવિષયક નિર્ણય લઇ શકાય તેવા વિચારો વ્યક્ત નથી કર્યા. ૧૦૫માંથી ૫૦ ઉમેદવારો તો એવા છે કે જેઓએ રાજ્યસભા પગ જ નથી મૂક્યો.
ઉદાહરણ તરીકે લતા મંગેશકર શાળામાં સંગીતના વિષયને ફરજીયાત બનાવવા કે સંગીતની અલાયદી પાઠશાળા વધારવા તેમના મંતવ્યો આપી શકે. તેની રાષ્ટ્રવ્યાપી ચર્ચા કે અમલ થાય તેવી તેમની પાસેથી અપેક્ષા રખાતી હય છે પણ, લતાજીએ રાજ્યસભાના દર્શન જ નથી કર્યા. તેવું જ શિક્ષણ, કલા, નૃત્ય, અર્થશાસ્ત્ર, સાહિત્ય, કાયદા નિષ્ણાતો અને સમાજ સેવકોનું ઉદાસીન વલણ રહ્યું છે.
આ નિષ્ક્રીયતા એટલી હદ સુધી ઘર કરી ગઇ છે કે જેઓ આ રીતે રાજ્યસભામાં નોમિનેટ થાય કે તેઓ કદાચ એમ જ માને છે કે આ નિયુક્તિ એક પદ્‌મશ્રી કે પદ્‌મ વિભુષણ જેવું રાષ્ટ્રીય સન્માન છે! તેંડુલકરે પણ તેના નોમિનેશન બાદ થયેલી ચર્ચાના પગલે એવી જ કોમેન્ટ કરી છે, ‘‘તે કાયમ ક્રિકેટર જ રહેશે. રાજકારણી નહીં.’’ ખરેખર તો તેંડુલકરને એટલી ખબર હોવી જોઇએ કે તેની જેમ નોમિનેટ થયેલી હસ્તીએ રાજ્યસભામાં રાજકારણીની જેમ વર્તવાનું જ નથી. ઓવર ઓલ ભારતમાં સ્પોર્ટસના, યુવા પેઢી અને ફીટનેસ માટેના તેના રચનાત્મક વિચારોની આવકાર્યતા રખાય છે.
એકંદરે એવું લાગે છે કે રાજ્યસભાના નોમિનેટ ૧૨ સભ્યો અને રાષ્ટ્રપતિના ઉમેદવારમાં આપણને કે ઉમેદવારોને પણ કોઇ ફર્ક નથી જણાતો. તેઓ તેને રાષ્ટ્રીય ગૌરવ- સન્માન તરીકે કે યશકલગી તરીકે જુએ છે. દેશના હાર્ડકોર રાજકારણીઓ પણ આવું જ ઈચ્છે છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved