Last Update : 06-May-2012, Sunday

 

સચીનની પસંદ અંજલિની ના પસંદ

રાજકીય ગપસપ

રાજ્યસભામાં ક્રિકેટર સચીન તેંડુલકરને પ્રવેશ આપવા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જેટલા મોઢા એટલી વાત છે. ઇન્ટરનેટ પર ઓપીનીયન આપનારાઓ સોક્રેટીસ ઓપીનીયન આપતા હોય એમ લખે છે. કોઈ કહે છે કે સચીનને ક્રિકેટ જગતમાંથી પાછો ખેંચી લેવાનો પેંતરો છે. તો કોઈ તેની પત્નિ અંજલિને જવાબદાર ગણે છે. અંજલિના નહેરૂ-ગાંધી કુટુંબ સાથે સારા સંબંધો છે. ઘણાએ અંજલિને ઇંદીરા ગાંધીના ઘેર જતા જોઈ છે. કોઈ કહે છે કે આઇપીએલની ટીમ ધરાવતા મુંબઈનાં ઉદ્યોગપતિની પત્નિએ સેટીંગ કરી આપ્યું છે તો કોઈ કહે છે કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ટકી રહેવા માગે છે માટે સચીનનો ઉપયોગ કર્યો છે. આટલા બધા ઓપીનીયન વચ્ચે સચીન અને તેની પત્નિ અંજલિ શું કહે છે તે જાણવાની તસ્દી કોઈએ લીધી નથી. અંજલિ કહે છે કે સચિન નિર્ણય લેવામાં સ્વતંત્ર છે. જ્યારે સચિન કહે છે કે અંજલિને પૂછયા વગર હું મહત્વનો કોઈ નિર્ણય લેતો નથી. ટૂંકમાં ઘણી-બૈરી બેઉ આ મુદ્દે સંમત છે...

 

સ્વામીનો નવો શિકાર...

 

ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્‌ જનતા પક્ષના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીને કટ્ટર પ્રતિસ્પર્ધી ગણે છે. સ્વામી શું કરે છે, કોને મળે છે, તેમના લેકચરમાં શું બોલે છે તે તમામ વિગતો મેળવવા પ્રયાસ કરે છે. સ્વામી હવે પી.ચિદમ્બરમ્‌ને છોડીને તેમના પુત્ર કારતીની પાછળ પડ્યા છે. ઍરસેલ અને મેક્સીસ વચ્ચેના સોદાની મલાઈ કારતીએ પેટ ભરીને ખાધી છે. જોકે સ્વામીના આક્ષેપોને કારતીએ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. પી.ચિદમ્બરમ્‌ના પુત્રના સંપર્કો ઘણી કંપનીઓ સાથે છે. કહે છે કે શૅરબજારમાં તેના નામનો સિક્કો પડે છે. ચિદમ્બરમ્‌ નાણા પ્રધાન હતા ત્યારથી કારતીનો તારો ચમકવા લાગ્યો હતો પરંતુ જ્યારથી સુબ્રમણ્યમ્‌ સ્વામીના સપાટામાં તે આવ્યો છે ત્યારથી મોટી કંપનીઓ તેનાથી દૂર રહે છે. સ્વામી નામનો વાયરસ ચિદમ્બરમ્‌ના છોકરાને ભરખી જશે કે શું ?!

 

શશી થરૂર અંગો દાનમાં આપશે

 

શશી થરૂરને ઓળખો છો ને ?! માઈક્રો બ્લોઝીગ વેબસાઇટ ટવીટર પર બેસી રહેતા શશી થરૂર ઓપીનીયન આપવામાં બિન્દાસ્ત છે. રાહુલ ગાંધીના સમર્થક એવા શશી થરૂરને સમાચાર માઘ્યમોમાં ચમક્યા કરવાની પણ કુટેવ છે. કેરળ હેલ્થ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં ઓર્ગન ડોનેશન અર્થાત્‌ શરીરના અંગોદાનમાં આપવા પર સેમિનાર યોજ્યો હતો. તેનું ઉદ્ધાટન કરવા શશી થરૂરરને બોલાવાયા હતા. શશી થરૂરને શરીરના અંગોનું દાન આપવાવાળી વાત ખૂબ ગમી, એટલે તેમણે જાહેર કર્યું કે તે તેમના શરીરના બધા ભાગોનું દાન કરશે. બીજા દિવસે શશી થરૂરે બધા છાપા ઉથલાવ્યાં પણ ક્યાંય તેમના દાનની જાહેરાતનો ઉલ્લેખ નહોતો. શશી થરૂર અકળાયા. તેમણે કોંગ્રેસની પ્રચાર ટીમ પર ઉભરો ઠાલવ્યો. બીજા દિવસે શરીરના અંગોના દાન અંગે ધઘઐહય ર્કિ ન્ૈકીધ એવું સૂત્ર શશી થરૂરે દરેક પ્રેસમાં મોકલ્યું, દરેકે તે બીજા દિવસે છાપ્યું...શશી થરૂરને ખબર હતી કે કંઈક નવું ઇનોવેટીવ આવે તો છપાય છે !!

 

પ્રતિભા પાટીલના પ્રોબ્લેમ....

 

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની વિદાયની ઘડીઓ આવી ગઈ છે. નવા રાષ્ટ્રપતિ માટે રાજકારણ રમાઈ રહ્યું છે. પરંતુ વિદાય સુધીમાં પ્રતિભા પાટીલ કોઈ વિવાદમાં ના સપડાય તે જરૂરી છે. એટલે જ તેમણે પૂણેમાં નિવૃત્તિ સમયે રહેવા માટે રાખેલ ઘરના વિવાદને આગળ વધવા દેવાના બદલે ત્યાંનો કબજો છોડી દીધો હતો. પ્રતિભા પાટીલની કમનસીબી એ છે કે તેમના સંબંધીઓ દ્વારા ચલાવાતી ગેરરીતિઓ તેમને વિવાદમાં ધકેલે છે. ઉદાહરણ તરીકે લખીએ તો પશ્ચિમ દિલ્હીના એક ઘરની બહાર લખ્યું છે કે, ધઇીનચૌપીર્ ક ારી ઁીિજૈગીહાધ (રાષ્ટ્રપતિના સંબંધી) આ તખ્તીનો શું અર્થ ?! આ તખ્તીના કારણે કોઈ સરકારી ખાતુ કે પોલીસ તંત્ર ઘરના લોકોને પરેશાન ના કરે તેવો આશય હોઈ શકે !! પરંતુ તેનાથી રાષ્ટ્રપતિની ઇમેજ બગડી રહી છે...ખરેખર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના સંબંધીઓ તેમના નામનો પણ લાભ ઉઠાવે છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

રાજ્યપાલ
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved