Last Update : 06-May-2012, Sunday

 
૧૭-૫-૨૦૧૨થી વૃષભ રાશિમાં ગોચર ભ્રમણ કરનાર
‘ગુરૂ’નું રાશિવાર શુભાશુભ ફળાદેશ

ગ્રહોના તેજ-તિમિર ઃ શરદ રાવલ

ભારતની પ્રાચીન સંસ્કૃતિની પરંપરા મુજબ ગુરૂને બ્રહ્મા (સર્જન કરનાર), વિષ્ણુ (પાલનપોષણ કરનાર) અને મટેશ્વર (દુષ્ટતા- અજ્ઞાનનો નાશ કરનાર) કહ્યા છે. બલ્કે ગુરૂ તો ત્રણેયથી વધારે શક્તિશાળી-પ્રભાવશાળી છે કે જેનામાં આ ત્રણેય શક્તિઓ - નવસર્જન કરવાની, નવસર્જનને એનાં પૂર્ણ સ્વરૂપે નવપલ્લવિત કરવાની અને નવસર્જનનાં કામમાં અવરોધરૂપ નકારાત્મક શક્તિનો નાશ કરવાની શક્તિ પૂર્ણરૂપે એકલા શ્રી ગુરૂ પાસે છે.
અતિ શુભ ડહાપણ અને વિવેકનો ગ્રહ ગુરૂ ૧૭-૫-૨૦૧૨થી લગભગ એક વર્ષ માટે શુક્રના ઘરની વૃષભમાં ભ્રમણ કરવાનો છે. વૃષભ રાશિમાં માર્ગી અને વક્રગતિથી ભ્રમણ કરી દેવનાર ગ્રહ ગુરૂ સમગ્ર દેશ-દુનિયાની સ્થિતિમાં ચોક્કસ પરિવર્તન લાવશે. રાજકારણીઓ-સત્તાધિશો, વિદ્વાનો અને સાવ સામાન્ય વ્યક્તિઓનાં જીવન ઉપર આ ગુરૂ તેમની કુંડળીનાં બળ અનુસાર શુભા-શુભ ફળ આપશે.
ગુરૂ- કાળ પુરૂષન કુંડળીમાં ભાગ્ય (૯મું) ખર્ચ-મોક્ષનો (૧૨મું સ્થાન)નો કારક છે. ધન અને મીન તેની સ્વરાશિ છે અને શિતળ એવા ચંદ્રની કર્ક રાશિમાં તે ઉંચત્વ ધારણ કરે છે. જ્યારે ક્રૂર અને કુટિલ ગ્રહ શનિની મકર રાશિમાં તે નીચનો થઈ જાય છે. ધન-સંપત્તિ, દાંપત્યજીવન-કલ્યાણ-ડહાપણ-કર્મ- જ્ઞાન અને મોક્ષનું કારકત્વ ગુરૂને આપવામાં આવ્યું છે.
જન્મકુંડળીમાં ગુરૂ જ્યાં બેઠો હોય તે સ્થાનની હાની કરે છે કે તેનું ફળ ઘટાડે છે એવી સામાન્ય માન્યતા છે - માટે જ સ્વગ્રહી કે કર્કનો ગુરૂ આઠમાં મૃત્યુસ્થાનમાં આવતાં મૃત્યુનો નાશ કરી મોક્ષ અપાવે છ. ગુરૂ પાંચમે-સાતમે અને નવમે દ્રષ્ટિ કરે છે અને ગુરૂની આ દ્રષ્ટિ અત્યંત શુભ ગણાય છે. ગુરૂની આ સ્થાન ઉપરની દ્રષ્ટિ ઘણાં શુભ પરિણામો આપે છે અને એ સ્થાનમાં થતાં અશુભ યોગોના ફળને ન્યુનતમ કરી નાંખે છે.
ગુરૂનો ધર્મ જલ્દી વિકાસ પામવાનો હોવાથી કેટલાક જ્યોતિષ - આચાર્યો ગુરૂની ઉચ્ચ રાશિ કર્ક અને કર્ક રાશિનો ગુરૂ અમુક સ્થાનોમાં કેન્સરની શક્યતાને વધારી દે છે.
ગુરૂ પ્રધાન જાતકો ખાવાના અને ખાસ કરીને ગળ્યું ખાવાના શોખીન હોય છે. આવા ગુરૂ પ્રધાન જાતકોએ ખાવાના શોખ ઉપર કાબુ રાખવો જરૂરી છે. જીવનની શરૂઆતમાં સાવ સુકલકડી જન્મેલા આવા જાતકો આગળ જતાં જાડા અને ગોળ-મટોળ થઈ જતાં જોવામાં આવ્યા છે. આમાંથી મેદસ્વીપણું અને તેને લગતાં રોગો થવાની શક્યતા વધી જાય છે.
ટૂંકમાં સાત્ત્વિક અહંકાર, જ્ઞાનનો અતિરેક, બીજાને તુચ્છ સમજવાની ભાવના-ઉડાઉપણું, અસહિષ્ણુતા, અવ્યવહારૂતા અને પ્રમાદ એ આ ગ્રહ મંડળના શુભ ગ્રહની નબળી બાજુઓ છે.
જાતકની જન્મકુંડળીમાં ગોચરનું ફળાદેશ જોતી વખતે તે સમયના ગોચરના ગુરૂના ભ્રમણને ખાસ ઘ્યાનમાં રાખવામાં આવે છે. ગોચરમાં ગુરૂ જે રાશિમાંથી પસાર થાય અને જે રાશિ તથા ગ્રહો ઉપર દ્રષ્ટિ કરે તે તમામના શુભત્વમાં વધારો કરે છે અથવા અશુભ તત્ત્વને ઘટાડે છે. જન્મના ચંદ્ર ઉપરથી ગુરૂનું ભ્રમણ વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ-આનંદ આપનારૂં બની રહે છે. જન્મના સુર્ય ઉપરથી ગુરૂ પસાર થાય કે જન્મના સૂર્ય સાથે ગોચરનો ગુરૂ સંબંધ શુભ સબંધ ત્યારે વ્યક્તિના જીવનમાં ચોક્કસ પ્રગતિ થાય છે. આ સમય યશ-કિર્તી અને સફળતા આપનારો બની રહે છે. યાદગાર સમય બની રહે છે. ગોચરના ગુરૂનું જન્મનાં મંગળ ઉપરથી ભ્રમણ જાતકના જીવનને સાચી દિશા આપનાર અને જોખમી પરિણામોથી દૂર રાખનારૂં બની રહે છે.
તા. ૧૭-૫-૨૦૧૨થી શુક્રના ઘરની વૃષભ રાશિમાં લગભગ એક વર્ષ માટે પરિભ્રમણ કરનાર ગુરૂની રાશિવાર શુભા-શુભ અસરો ટુંકમાં જોઈએ.
મંગળના ઘરની મેષ રાશિ માટે બીજે ભ્રમણ કરનાર વૃષભનો ગુરૂ શુભ ફળદાયક ન ગણાય. મે મહીના પછી તુલાના શનીની જન્મના ચંદ્ર જોડે પ્રતિયુતિ અને ૨૦૧૩માં તુલાના શની-રાહુની અશુભ પ્રતિયુતિ તકલીફોમાં વધારો કરે- ભાગીદારી લગ્નજીવનમાં અસંતોષ વધે.
શુક્રના ઘરની વૃષભ રાશિ ઉપરથી વૃષભ ગુરૂનું ભ્રમણ આ રાશિવાળા જાતકો માટે શુભ નિવડે જીવનમાં - સુખ શાંતિનો અનુભવ થાય. વૃશ્ચિકના રાહુની અશુભ અસર ઓછી થતાં રાહત અનુભવાય.
બુધના ઘરની મિથુન રાશી માટે બારમા સ્થાનમાં ગુરૂનું ભ્રમણ ખર્ચા કરાવે - જીવનમાં શુભ પ્રસંગોમાં ખર્ચ કરવાનું આવે.
ગુરૂના ઘરની ઉચ્ચરાશિ કર્ક માટે અગીયારમાં લાભ સ્થાનમાં ગુરૂનું ભ્રમણ ચોક્કસ શુભ ફળદાયક નિવડે. નવીન તકો સાંપડે - મિત્રોના સહકારથી જીવનમાં પ્રગતિ થાય- આ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ શુભ ફળદાયક ગણાય.
સૂર્યના ઘરની સંિહ રાશિ માટે દસમાં સ્થાનમાં ગુરૂનું ભ્રમણ એકંદરે મઘ્યમ રહે - ધંધા ઉદ્યોગમાં નવીન રચના થાય. મકાન-મીલકત અંગે લાભદાયક તકો ઉભી થાય.
શુક્રની સ્વરાશિ તુલા માટે આઠમો ગુરૂ આ જાતકોને તત્ત્વચંિતન તરફ લઈ જાય. જીવનનાં ગુઢ રહસ્યો સમજાય. ગુરૂની બીજા સ્થાન પરની દ્રષ્ટિ કુટુંબમાં શાંતિ-એકતા જણાય.
મંગળની સ્વરાશિ વૃશ્ચિક માટે જન્મના ચંદ્ર સામેથી પસાર થતો ગુરૂ મનને શાંતિ આપે ભાગીદારોમાં સંપ વધે- લગ્નજીવનમાં શાંતિનો અનુભવ થાય.
ગુરૂના ઘરની સ્વરાશિ ધન માટે છઠ્ઠા સ્થાન ઉપરથી પસાર થતો ગુરૂ શત્રુઓ સાથેના સંબંધોમાં થોડી હળવાશ લાવે. મોસાળ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળે. દસમાં કર્મ સ્થાન ઉપરની તેની પાંચમી દ્રષ્ટિ ધંધા નોકરીમાં નવી તકો ઊભી કરાવે.
શનીના ઘરની મકર રાશિ માટે પાંચમાં સ્થાનમાંથી પસાર થતાં વૃષભનો ગુરૂ શુભ ફળદાયક નિવડે. પાંચમાં ત્રિકોણ સ્થાનમાંથી પસાર થતો ગુરૂ અચાનક ધન પ્રાપ્તિનો યોગ કરે. સંતાનો પોતાના કામમાં પ્રગતિ કરે. પાંચમાં ગુરૂના ભ્રમણ કાળમાં જીવનમાં નવા ઉષ્માભર્યા સંબંધોની શરૂઆત-વિકાસ થાય.
શનીના ઘરની કુંભ રાશિના વિચાર પ્રધાન જાતકો માટે માતા કુટુંબના સભ્યો બાબતે અગત્યના બનાવો બને. આ સમયમાં નવીન મકાન મીલકત માટે અગત્યના નિર્ણયો લેવાય. આ રાશિના જાતકો ધાર્મિક આઘ્યાત્મિક જીવન પ્રત્યે દોરવાય.
ગુરૂના ઘરની મીન રાશિના જાતકો માટે ત્રીજા પરાક્રમ સ્થાનમાંથી પસાર થતો ગુરૂ લાભદાયી-આનંદદાઈ મુસાફરી કરાવે. પરદેશ જોડે કામ કરવાની તક પ્રાપ્ત થાય. સાતમાં સ્થાન ઉપરની તેની દ્રષ્ટિ લગ્નજીવનમાં સંવાદિતા લાવે.
જે જાતકોનો જન્મ વૃષભ-કન્યા-વૃશ્ચિક કે મકરના સૂર્ય દરમ્યાન થયો હોય તેમના માટે આ સમય - આનંદદાય- લાભદાય- નિતી વધારનારો નિવડે.
આ રાશિવાર ભવિષ્ય સંકેત સુચવે છે. ચોક્કસ ભાવિ કથન વ્યક્તિની જન્મકુંડળી અને તેની દશા-મહાદશા ઉપર અવલંબે છે. ગુરૂકૃપાર્થી - શરદ રાવળ.
ગુરૂ મહિમા
‘પૂર્ણત્વનું પ્રગટ સ્વરૂપ તે ગુરૂ સમગ્રતાનું સાકાર સ્વરૂપ તે ગુરૂ-ઉપાસક વા શિષ્યનું અત્યંત અનુકરણીય સ્વરૂપ તે ગુરૂ, તદ્દન નિર્ભયપણે ચાલવા યોગ્ય રાજમાર્ગનું સાકાર પ્રત્યક્ષ સ્વરૂપ તે ગુરૂ, તેમ ઉપાસ્ય-ઉપાસનાને ઉપાસકનું પરમ દર્શનીય પરમ સેવનીય સ્વરૂપ તે ગુરૂ.’
- શ્રી બાલ અવઘૂતજી

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved