Last Update : 06-May-2012, Sunday

 

કસરત કરવાના ૧૦૦ ફાયદા

ફિટનેસ - મુકુંદ મહેતા

- આ ફાયદા વાંચીને પણ તમે તમારી મનગતી કસરત કરશો તો તમને પણ ચોકકસ ફાયદા થવાના

મારા ઘણા આર્ટીકલમાં અને મારા પ્રવચનમાં કહ્યું છે કે ‘હું મારા શરીરને દેવ માનું છું અને રોજ નિયમિત મનગમતી કોઇ પણ કસરત કરી મારા દેવની પુજા કરું છું.’ જેમ તમે તમારા ઇષ્ટ દેવની પુજા પત્રપુષ્પ અને ઘૂપ દિપથી કરો છો અને તમે તમારા દેવની કૃપા દ્રષ્ટિ પામો છો તેમ મને પણ નિયમિત કસરતથી અનેક ગણા શારિરીક ફાયદા થયા છે. આજે મારે તમને કસરતના એક બે નહીં પણ સેકડો (૧૦૦) ફાયદા જણાવવાના છે. જો આ ફાયદા વાંચીને પણ તમે તમારી મનગતી કસરત કરશો તો તમને પણ ચોકકસ ફાયદા જ થવાના છે.

નિયમિત કસરતના કેટલા બધા ફાયદા છે તે જુઓ -જાણો ઃ


૧. તમારો માનસિક તનાવ ફકત એક માસમાં ઓછો થઇ જાય છે.
૨. તમને આંતરડાના કેન્સર થવાની શકયતા ૮૦ ટકા જેટલી ઓછી થાય છે.
૩. તમારા હાડકા ખુબ મજબૂત થાય છે. ફ્રેકચરનો ડર રહેતો નથી.
૪. તમારા શરીરની ચરબી ઓછી થઇ જાય છે. શરીર સુડોળ બને છે.
૫. તમે તમારો બોડી માસ ઇન્ડેક્ષ ૧૯ થી ૨૪માં રાખી શકો છો.
૬. તમને ઘસઘસાટ ઉંઘ (અનડીસ્ટર્બ્ડ સ્લીપ) આવે છે.
૭. તમને શરદી કે બીજા વાયરલ ઇન્ફેકશન થશે નહીં.
૮. તમને રોગ રહીતની લાંબી જીંદગીની ભેટ પરમેશ્વર આપશે.
૯. મોટી ઉંમરે પણ તમારી શારિરીક શકતી જળવાઇ રહેશે.
૧૦. ચહેરાની સુંદરતા અને શરીરની ચુસ્તી વધશે.
૧૧. તમારી ડોકી અને કમરના દુખાવા ગાયબ થઇ જશે.
૧૨. મોટી ઉંમરે પણ લાંબી મુસાફરી કે જાત્રા કરી શકશો.
૧૩. તમારૂ બી.પી. ફકત બે માસમાં કાબુમાં આવશે.
૧૪. દરિઆમાં કે લેકમાં સ્વિમંિગ કરવાનો ડર નહીં લાગે.
૧૫. તમારી (પુરૂષોની) પ્રોસ્ટેટ મોટી ઉંમર સુધી તમને પરેશાન નહીં કરે.
૧૬. ડાયાબીટીસ થવાની શકયતા (વારસાગત સિવાય) ૧૦ ટકા રહેશે.
૧૭. ઘરની વ્યકિતઓ પ્રત્યે તમારૂ વર્તન સલુકાઇ ભર્યું રહેશે.
૧૮. સ્ત્રીઓમાં સ્તનના કેન્સર થવાની શકયતા નહીંવત થઇ જશે.
૧૯. તમારી જાતીય શકિત સુધરી જશે.
૨૦. લગ્ન માટે મનગમતુ પાત્ર તમારી સુંદરતાને કારણે મળશે.
૨૧. હાર્ટ એટેક (કોરોનર) આર્ટરી ડીસીઝ) આવશે નહી.
૨૨. સ્ત્રીઓમાં મેનોપોઝ વખતે થતી ફરીઆદો જતી રહેશે.
૨૩. તમારી યાદ શકિત વધી જશે. ઘણું યાદ રહેશે.
૨૪. તમારી શારિરીક અને માનસિક સ્વસ્થતાને લીધે નોકરી જલદી મળશે.
૨૫. તમારી નોકરી કે ધંધામાં ચોકસાઇથી કામ કરી શકશો.
૨૬. તમારી ઉંમર થઇ હશે તો પણ ચાલતી વખતે બેલેન્સ રહેશે ચક્કર નહીં આવે.
૨૭. તમને બ્રેઇન સ્ટ્રોક (બ્રેઇન હેમોરેજ) નહીં આવે.
૨૮. કોઇ પણ સામાજીક કાર્ય માટે તમે શારીરિક રીતે સક્ષમ હશો.
૨૯. આખો દિવસ મુડ સરસ રહેશે. દિવસ આનંદમાં જશે.
૩૦. આખી જીંદગી તમે ખુબ આનંદમાં ગાળી શકશો.
૩૧. નોકરીમાં દિવસ કે રાતની શીફટ (પાળી) હશે તો પણ ખુશીથી કરી શકશો.
૩૨. તમારો બેજલમેટાબોલીક રેટ ઉંચો રહેવાથી વજન નહીં વધે.
૩૩. તમારા પૈસા બચશે કારણ ડોકટર કે દવાના બીલ આપવા નહીં પડે.
૩૪. તમે નોકરીમાંથી ગેરહાજર નહીં રહો તેથી તમારી કંપનીને ફાયદો થશે.
૩૫. વરસાદમાં ભંિજાવું તમને ખુબ ગમશે. શરદીનો ડર નહીં લાગે.
૩૬. ઠંડી હોય કે ગરમી તમારી બંને માટેની ટોલરન્સ (સહનશકિત) વધશે.
૩૭. ટેન્શન હેડેક (માનસિક તનાવ થી થતો માથાનો દુખાવો) નહીં થાય.
૩૮. તમારા લોહીના કોલેસ્ટ્રોલમાં ઘટાડો થશે.
૩૯. તમારો રેસ્ટીંગ હાર્ટ રેટ (આરામ વખતનો હાર્ટ રેટ) ઓછો થશે.
૪૦. રીટાયર થયા પછીના તમારા દિવસો ખુબ આનંદ મસ્તીમાં જશે.
૪૧. સ્કૂલ કોલેજમાં ભણતી વખતે પરીક્ષામાં પ્રથમ નબંર મેળવશો.
૪૨. કોઇપણ ઇન્ડોર કે આઉટડોર રમતમાં ભાગ લઇ શકશો.
૪૩. આખા કુટુંબને કસરત કરવામાં પ્રેરણા આપી શકશો.
૪૪. તમારો આત્મવિશ્વાસ ખુબ વધશે જેથી અઘરા કામ પણ કરી શકશો.
૪૫. તમારો સ્ટેમીના ખુબ વધશે જેથી કોઇ પણ કામમાં કંટાળો નહીં આવે.
૪૬. તમે વધારે ક્રીએટીવ (નવા નવા વિચારોવાળા) બનશો.
૪૭. ગર્ભધારણ કર્યો હશે ત્યારે પણ તમારો ઉત્સાહ શકિત એવાને એવા રહેશે.
૪૮. નવી નવી ભાષાઓ સરળતાથી શીખી શકશો.
૪૯. તમે ટટ્ટાર ચાલી શકશો. લાકડી કે ટેકો લેવો નહીં પડે.
૫૦. નાના હો કે મોટા તમને અસ્થમા (દમ) હશે તો મટી જશે.
૫૧. તમે ભણતા હશો તો તમારી બુદ્ધિ અને એકાગ્રતા વધી જશે.
૫૨. હતાશા- નિરાશા- નારાજગી બધા જ ગાયબ થઇ જશે.
૫૩. ઓચંિતા કે અકસ્માતમાં તમારા સાંધા કે સ્નાયુ ખેંચાઈ નહીં જાય.
૫૪. સ્ત્રીઓ પોતાની ઉંમરથી ૧૦ થી ૧૫ વર્ષ નાની દેખાશે.
૫૫. મોટી ઉંમરે પણ પુરુષો દેવ આનંદ જેવા ‘સદા બહાર’ લાગશે.
૫૬. ‘કાર્પેલટનેલ સિન્ડ્રોમ’ (વઘુ વાર લખવાને કારણે થતો કાંડાના દુખાવો) નહીં થાય.
૫૭. ઘરના નાના મોટા કામમાં આનંદ ઉત્સાહથી ભાગ લઇ શકશો.
૫૮. સ્ટ્રેસ ફ્રેકચર (વધારે અને સતત દબાણને કારણે થતા હાડકાના ફ્રેકચર નહીં થાય.
૫૯. તબિયત સારી હોવાને કારણે મિત્રો-સગા સંબંધીને વારેવારે મળી શકશો.
૬૦. તમારી નિરીક્ષણ શક્તિ (ઘ્યાનથી જોવાની) ખુબ વધી જશે.
૬૧. મોટે ભાગે ગુસ્સો આવશે જ નહીં આવશે તો તરત શમી જશે.
૬૨. ઉંઘી જવા માટે પ્રયત્ન નહીં કરવો પડે. નિરાંતે ઉંઘ આવશે.
૬૩. અકસ્માત થયો હશે તો પણ જલદી સાજા થઇ જશો.
૬૪. કસરત કરવાના લેટેસ્ટ ઉપકરણોનો સરળતાથી ઉપયોગ કરી શકશો.
૬૫. સાથે ભણતા મિત્રો કોઇવાર મળશે તો તમને એવાને એવા જોઇ આશ્ચર્ય પામશે.
૬૬. તમને જંક ફૂડ પ્રત્યેનો પ્રેમ એકદમ ઓછો થઇ જશે.
૬૭. ટી.વી.ની નકામી સીરીઅલ અને શો તમને જોવા નહીં ગમે.
૬૮. કસરતના નવા સાધનો વસાવશો તો ઉપયોગ કરશો પડયા નહીં રહે.
૬૯. તબીયત એટલી સરસ હશે કે રોજનું કામ સરળતાથી જાતે કરી શકશો.
૭૦. કોઇ પણ કામ કરવામાં કંટાળો નહીં આવે થાક નહીં લાગે.
૭૧. અર્ધી બાંયના શર્ટમાં મોટી ઉંમરે પણ (પુરૂષો) હેન્ડસમ લાગશે.
૭૨. મોટી ઉંમરે સ્ત્રીઓ સલવાર કમીજ- પેન્ટ શર્ટમાં પણ સુંદર દેખાશે.
૭૩. વજન ઓછું થશે તો પણ તમારી ઇમ્યુનીટી ઘટશે નહીં.
૭૪. તમારૂ મન શાંત થશે અને શ્વાસોશ્વાસની ક્રિયા સરસ થશે.
૭૫. ઓફીસમાં કે રમતગમતમાં બધા કરતાં સારો દેખાવ કરી શકશો.
૭૬. તમારી સરસ તબીયતને કારણે તમારા બાળકો ઉપર સારી છાપ પડશે.
૭૭. તમારા સાંધાને બગડવાના-નુકશાન થવાના ચાન્સ નહીં રહે.
૭૮. જાહેર કાર્યક્રમોમાં હોશે હોંશે ભાગ લઇ શકશો.
૭૯. સિગરેટ કે તમાકુની ટેવ છુટી જશે.
૮૦. વેરીકોઝ વેઇન્સની તકલીફ તમને પરેશાન નહીં કરે.
૮૧. તમારા હાડકા મોટી ઉંમર સુધી મજબુત રહેશે. પોલા નહીં થાય.
૮૨. સાંધા અને સ્નાયુના દુખાવા થશે નહીં.
૮૩. તમારા પૌત્ર- પૌત્રીઓ સાથે રમતો રમી શકશો.
૮૪. તમારા શરીરના અંગોનું કાર્ય અને રચના જાણી શકશો.
૮૫. નાના બાળકો કસરત કરશે તો તોફાની કે જીદ્દી નહી થાય.
૮૬. તમારા શરીરનું હિમોગ્લોબીન ૧૦૦ ટકા જેટલું રહેશે.
૮૭. તમારી વાંચવાની અને ગ્રહણ કરવાની શકિત વધશે.
૮૮. તમારૂ મિત્ર વર્તુળ ખૂબ વધશે.
૮૯. નકામો સમય બગડે તેવી પ્રવૃત્તિથી તમે દુર રહી શકશો.
૯૦. સ્ત્રીઓને મેનોપોઝ વખતે થતી તકલીફો ખુબ ઓછી થઇ જશે.
૯૧. કોઇપણ વિષય હોય તમે થોડા જ વખતમાં પારંગત થઇ જશો.
૯૨. સ્ત્રીઓને (કસરત કરનારી) સુવાવડ વખતે કોઇ તકલીફ નહીં પડે.
૯૩. તમારી અંદર રહેલી શકિતનું તમને જ્ઞાન થશે.
૯૪. કોઇ વાર વધારે ખાશો તો વજન નહીં વધે.
૯૫. દારૂ પીવાનું સહેલાઇથી છોડી શકશો.
૯૬. તમારા મનની બધી જ ઇચ્છાઓને મેળવવાનું સહેલું થશે.
૯૭. કોઇ પણ જાતના ઓપરેશનમાં તમને તકલીફ નહીં પડે.
૯૮. રમત ગમતમાં તમે પ્રથમ નંબર લાવી શકશો.
૯૯. જીંદગીભર કરોડરજ્જુના પ્રોબ્લેમ થશે નહીં.
૧૦૦. જીંદગી જીવવાની મઝા આવશે. મૃત્યુનો ડર નહીં લાગે.

આટલા બધા ફાયદા વાંચ્યા પછી તમે કસરત કરવા તૈયાર થાઓ તો આટલું ઘ્યાન રાખો.


૧. કોઇ પણ કસરત ૪૦ મિનીટથી વધારે કરશો નહી. તંદુરસ્ત રહેવા માટે આટલું જ જરૂરી છે.

૨. જે કોઇ કસરત કરો તેમાં ત્રણ ભાગ ચોક્કસ હોવા જોઈએ. આ ત્રણ ભાગ એટલે છ. એરોબીક પાર્ટ જેનાથી તમારા હૃદયના ધબકારા વધે. મ્. ફેફસાને વધારે ફૂલવું તેમજ સંકોચાવું પડે અને ભ. તમારી રક્તવાહિનીઓની ક્ષમતા વધે.

૩. કસરત શરૂ કરતાં પહેલા ડોકટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

૪. ચાલવા કે દોડવાની કસરત કરવામાં હો તો ૧. સારા વોકીંગ કે રનીંગ શુઝ (બુટ) પહેરીને ચાલશો કે દોડશો.

૫. તમારી ઝડપ (સ્પીડ) કે વેગ (ઇન્ટેન્સીટી) એકદમ વધારશો નહીં.

૬. સિઝન પ્રમાણે કપડા પહેરશો.

૭. તમારી જાત સાથે કે બીજા કોઇ સાથે ચાલવા કે દોડવાની હરિફાઇ કરશો નહીં.

૭. કસરત કરો તેની ડાયરીમાં નોંધ રાખશો.

૮. ૪૦ મિનીટની ઉપર બતાવ્યા પ્રમાણે ની સુચના પ્રમાણે કસરત કર્યા પછી તમને ડાયાબીટીસ, બી.પી. વધારે વજન હોય તો બીજી ઘરમાં કરી શકો તેવી કસરત કરો. દાદરનું એકજ પગથીયું ચડ ઉતર કરો. આ ક્રિયામાં પહેલા દાદરનો કઠેડો પકડો. પછી ડાબો પગ પહેલા પગથીએ મૂકો પછી જમણો પગ પહેલા પગથીએ મુકો. પછી ડાબો પગ પાછો નીચે મુકો અને જમણો પગ પછી નીચે મુકો. આ પ્રમાણે આખા દિવસમાં કુલ એક કલાક ધીરે ધીરે વધારી દાદરાના પગથીઆ ચડ ઉતરની કસરત કરો. હમણાં હમણાં પ્રસિદ્ધ થએલી લાફીંગ કલબની કસરત શ્રેષ્ઠ કસરત છે. કારણ

૧. કોઇ ફી આપવાની

નથી. ૨. તમારી અનુકુળતા પ્રમાણે સવારે - બપોરે - સાંજે રાત્રે કરી શકો તેવી કસરત છે.

૩. આ કસરત નાના મોટા સ્ત્રી પુરુષો કરી શકે છે.

૪. આ કસરતમાં કોઇ કોમનો ધર્મનો ઉંચ નીચનો ભેદ ભાવ નથી.

૫. આ કસરત તમે એકલા કરી શકો કે સમુહમાં કરી શકો છો.

૬. સૌથી મોટો ફાયદો એ જ કે આ કસરતથી ફકત ૨૦ દિવસમાં તમને શારીરીક અને માનસિક ફાયદો દેખાય છે.

૭. આ કસરતમાં અનેક લોકોને મળવાથી એક પ્રકારની સમુહ ભાવના અને પરસ્પરનો પ્રેમ બંને વધે છે. લાફીંગ કલબની કસરત તમારે શીખવી હોય તો નજીકની કલબમાં જાઓ. અથવા મારો સંપર્ક કરો.

છેલ્લે વર્ષોથી નિયમિત કસરત કરવાના ચુસ્ત હિમાયતી તરીકે વાચકોને મારે એટલું જ જણાવવાનું કે સંપૂર્ણ તંદુરસ્તીના ચાર પાયા એટલે ઃ

 

૧. નિયમિત કસરત.

૨. યોગ્ય પૌષ્ટિક ખોરાક

૩. માનસિક શાંતી (સ્ટ્રેસનો અભાવ)

૪. નિયમિત મેડીકલ ચેકઅપ. આ ચાર પાયાનું ઘ્યાન રાખો. આજના પોલ્યુશન અને પોપ્યુલેશનના જમાનામાં જયારે અત્યંત સ્પર્ધા હોય અને પળે પળે રોગનો અને તેના પરિણામે મૃત્યુનો ડર સતાવતો હોય ત્યારે આ જગતમાં વ્યવસ્થિત શાંતીમય જીવન જીવવા માટે ‘નિયમિત ગમતી કસરત’ એક જ અમોધ ઉપાય છે. માટે તમારા ઘરમાં કે ઓફીસમાં એક સરસ બોર્ડ પર નીચેનું લખાણ લખી લગાડી દો.
‘‘નિયમિત કસરત કરી આજીવન સ્વાસ્થ્ય મેળવવાનો મારો સંકલ્પ છે, જે હું જીવનભર પાળીશ એ મારો દ્રઢ નિશ્ચય છે.’’

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved