Last Update : 06-May-2012, Sunday

 

સફળતા પછી અથડામણોનો અંત આવે, મથામણોનો નહીં !

ફિલ્લમ ફિલ્લમ

બોનીપુત્ર અર્જુન કપૂર અને પ્રિયંકા ભગિની પરિણીતીને યશરાજ બેનરની ફિલ્મ મેળવતા કેવી અને કેટલી ‘સ્ટ્રગલ’ કરવી પડી તે સૌ જાણે છે ! ફિલ્મી કનેકશન હોવાથી કેટલાક લોકોને માત્ર એકટીંગ કરવી પૂરતી જ સ્ટ્રગલ કરવી પડે છે. અને જો આવી કોઈ ઓળખાણ-પિછાણ ના હોય તો એકટર તરીકેની ઓળખાણ બનાવવામાં જ અડધી ઝીંદગી પૂરી થઇ જતી હોય છે.
આ વરસની સુપર હીટ ‘કહાની’માં મીસ્ટર ખાનનું પાત્ર ભજવનાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની આ અગાઉ ડઝનબંધ ફિલ્મો આવી ચૂકી છે, પરંતુ નોંધપાત્ર કહી શકાય તેવી લંબાઈનો રોલ મેળવતા તેના જીવનનો એક દસકો પૂરો થઇ ગયો.
ફિલ્મ જોવા માટે પણ ચાલીસ કિલોમીટર દૂર જવું પડે તેવા ગામમાં જન્મેલા આ ખેડૂતપુત્રને એનએસડી જેવી સંસ્થામાં અભ્યાસ કર્યા પછી પણ કરિયર જમાવવા માટે ખાસ્સી ‘ખેતી’ કરવી પડી.
સંઘર્ષ દરમિયાન ટકી રહેવા માટે શેરી નાટકો કરતો રહેલો આ કલાકાર સૌથી પહેલાં ૧૯૯૯માં મોટા પડદે થોડી ક્ષણો માટે ચમકયો હતો. આમીર ખાનની યાદગાર ફિલ્મોમાંની એક ‘સરફરોશ’થી નવાઝુદ્દીનની બોલીવુડમાં એન્ટ્રી થઇ હતી.
આમ છતાં માફકસરનો રોલ કહેવાય તેવી તક મેળવતા નવાઝુદ્દીનને બીજા ચાર વર્ષ લાગ્યા. ૨૦૦૩માં રીલિઝ થયેલી ‘બ્લેક ફ્રાઇડે’માં અનુરાગ કશ્યપે આ કલાકારની ટેલેન્ટને પિછાણીને નજરે ચડે તેવો રોલ આપ્યો હતો.
તે પછી એલીફન્ટ બોય, ફેમિલી, એક ચાલીસ કી લાસ્ટ લોકલ, અમર ૨૦૦૭, ફીરાક, દેવ ડી, ન્યુ યોર્ક, પીપલી લાઇવ અને પતંગ જેવી ફિલ્મો કરી. પરંતુ દર્શકોની નજરમાં વસી જાય તેવી ભૂમિકા ‘કહાની’માં મળી. પહેલી ફિલ્મ અને સૌએ નોંધ લેવી પડી હોય તેવી પહેલી ફિલ્મ વચ્ચે તેર વર્ષનો ગાળો પસાર થઇ ગયો. હવે આમીર ખાનની ‘તલાશ’માં પણ આ કલાકાર જોવા મળશે અને તે સિવાય બીજી સાત-આઠ ફિલ્મો અત્યારે તેની પાસે છે.કેટલાક લોકોએ તો તેને ‘નેકસ્ટ ઇરફાનખાન’ કહેવાનું પણ શરૂ કરી દીઘું છે. ઇરફાન આવ્યો ત્યારે તેને ‘નેકસ્ટ નસીર’ કહેવાનું શરૂ થયું હતું. એ વાત અલગ છે કે ઇરફાન દરેક ફિલ્મમાં ઇરફાન જ લાગે છે અને એટલે જ તેને મોસ્ટ ઓવરરેટેડ કલાકારોમાંનો એક ગણવામાં આવે છે. આ હિસાબે નવાઝુદ્દીન નવો ઇરફાન ના બને એ જ બોલીવુડ માટે યોગ્ય ગણાશે.
‘કહાની’ પછીની હીટ ‘વીકી ડોનર’નો હીરો પણ ઘણી મહેનત પછી આ પ્રકારની સફળતાનો સ્વાદ માણી શકયો છે. એમ ટીવી રોડીઝ ટુ ના વિજેતા જાહેર થયેલા આયુષ્યમાનને આ પહેલી સફળતા ૨૦૦૪માં મળી હતી. સામાન્ય માણસ માટે ઉપલબ્ધી ગણી શકાય પરંતુ બોલીવુડ સ્ટાર બનવા માગતા યુવાન માટે તો તે માત્ર પહેલું પગથિયું ગણાય.
તે પછી રેડીયો જોકી તરીકે થોડો સમય કામ કર્યા પછી એમટીવી માટે ઢગલાબંધ શોના એન્કરનું કામ કરવા ઉપરાંત એમ ટીવીની ફૂલ્લી ફાલતૂ મૂવીઝમાં એકટીંગના અજવાળા પાથર્યા બાદ ‘કલર્સ’ અને ‘સ્ટાર પ્લસ’ ના રિયાલીટી શૉઝ પણ આયુષ્યમાનને મળ્યા હતા.
પચીસ વરસની ઉંમર સુધીમાં આવી સફળતા અને પૈસા મળ્યા પછી સંઘર્ષ પૂરો થયાની લાગણી થઇ આવે. પરંતુ ઊંચુ નિશાન રાખનારા માટે સંઘર્ષ ક્યારેય પૂરો થતો નથી. માફકસરની સફળતા ના મળી હોય ત્યાં સુધી ભોગવવી પડતી અથડામણોનો દોર પૂરો થઇ ગયો હોય છે, પરંતુ ધારી સફળતા મેળવવાની મથામણો તો બાકી જ રહી હોય છે. અને આ મથામણ એટલે ‘વીકી ડોનર’ !
નવાઝુદ્દીન અને આયુષ્યમાન જેવા કલાકારોને મળતી સફળતાના કારણે જ સંઘર્ષનો રસ્તો કઠીન હોવા છતાં કયારેય સૂમસામ નથી હોતો. ભીડ ભલે ના હોય, પરંતુ આ રસ્તે તમે ક્યારેય એકલા નથી હોતા. અને આ રસ્તો સૂમસામ ના બને તે માટે પણ આપણે એ રસ્તે લટાર મારતા રહેવું જોઈએ. ખરું ને ?

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved