Last Update : 06-May-2012, Sunday

 

જીન ચિરાગોસે તઅસ્સુબકાં ઘુંવા ઉઠતા હો
બુઝા દો ઉન ચિરાંગોકો ઉજાલા હો જાયેગા......

દોબારા દોબારા - અલતાફ પટેલ

 

હવે લોકોમાં સતત લોભ, લાલચ, ઇર્ષા, મત્સર, અધિરાઇ એટલી વ્યાપક બની છે કે અસામાન્ય હોય તો ઠીક પણ સામાન્ય બાબતોમાં, ક્ષુલ્લક કારણોસર પણ ઉહાપોહ, તંગદીલી, રોષ પ્રગટાવવાની પ્રણાલી વખતો વખત નજરે પડ્યા વિના રહેતી નથી. સજ્જનને પણ દુર્જનમાં ખપાવવાની, દુર્જનને સજ્જનમાં ખપચાવાની હોડ જામી છે. અસત્યની, અન્યાયની બોલબાલા વધી છે. સામાન્ય, કચડાયેલા લોકો વઘુ ને વઘુ ભોગ બની અનેક જીવલેણ રોગના શિકાર બને તો ય કોઇના પેટનું પાણી હાલતું નથી ને ત્યાં કોઇનું કાંઇ ચાલતું નથી એ પણ જોવામાં આવશે. પ્રપંચી લોકો આંખ મીંચીને સહેલાઇથી લાભો ખાટી જવામાં પાવરધા બની ચૂક્યા છે. બ્રાહ્ય વાતાવરણ ભલે અપ્રદુષિત લાગતું હોય પણ ભીતરી ભાગો તો ચીતરી ચઢે એટલાં ચંિતાનજક તો ખરા જ. માનવતાની, કલ્યાણની જ્યોત પ્રગટાવનારા અહીં ઓછા નથી અનેક છે પણ તેમની સામે પણ આંધી ઉઠાવનારા નારા અનેક વ્યાધીરુપે પ્રસરી રહ્યા છે તેવા સમયે પણ શાયર સલૂકાઇથી, ધીરજથી સૂચવે છે કે જ્યાં જ્યાં દીવડાઓ પ્રગટાવવામાં આવે તેના ઘુમાડાથી અનેકોની આંખ ને અંતર બળતા હોય ત્યાંથી એ દીવડાઓ પ્રગટાવવામાં આવે તો તેના ઘુમાડાથી અનેકોની આંખ ને અંતર બળતા હોય ત્યાંથી એ દીવડાઓને દૂર કરવામાં જ સૌનું હીત છે. કેમ કે અન્યાય, એકપક્ષીય, ભેદભાવ (તઆસ્સુબ) ખતરનાક બલા છે. એવી કોઇ રીત કે પઘ્ધતિ અપનાવવામાં ન આવે જે અન્ય માટે હિતકર ન હોય. આ બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે તો તિમિર-તેજ ચોક્કસ પ્રગટશે. સાંપ્રત સમાજમાં ભરખી રહેલા માનસિક પ્રદુષણમાંથી મુક્ત બનવા પથદર્શકોએ સજાગ બનવાની તાતી જરૂર છે.
ઇધર ચિરાગ જલાના, ઉધર બુઝાના ગલત
ઇધર વાદા કરના, ઉધર મુકર જાના ગલત
અંદેશાએ બેઇન્સાફીકા હો જ્હાં તઆલ્લુક
યકીનન અલતાફ હોતા હે વો ઇરાદા ગલત.
-તયબાહ

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved