Last Update : 06-May-2012, Sunday

 

‘‘તો, તો આપણે જગ જીતી જઈશું’’

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટf

કપટી માણસના કાળજા જેવી કાળી રાતના ઓથાર ઊતરી ગયા છે. અસ્તાચળે જઈ બેઠેલા અરુણને યાદ કરી આક્રન્દ કરતી દશે દિશાઓએ કાળાં ઓઢણ ઓઢી લીધાં છે. તમાલ વનમાં આથડતા શ્યામ રંગ જેવા અંધકારે અવનિને અંકમાં લપેટી લીધી છે.
કામદેવને વધાવતા રતિના કરપલ્લવમાંથી વેરાયેલા મોતીના દાણા જેવા દીવડાઓ રાજસ્થાનના રાજમહેલના ઝરૂખે ઝબુકી રહ્યાં છે.
એવે વખતે જયપુરની રાજરાણી અનંતકુંવરીબા આકળવિકળ થઈને ટલ્લા દઈ રહી છે. મૂંઝવણ અને મથામણમાં મહાસાગરમાં ગડથોલિયાં ખાતી રાજરાણીએ કમળના ફૂલ જેવા કરની તાળી પાડી અવાજ કર્યો.
‘‘કોણ છે હાજર?’’
‘‘જી બા’’ બોલતાં બાંદીઓએ શિર ઝુકાવ્યાં. ‘‘કારભારીને કહો કે બિહારીદાસને દેખત પગલે તેડું મોકલે.’’
‘‘ભલે બા’’ કહીને બાંદીઓએ હુકમ ઉઠાવ્યો.
તે દિ જયપુરના રાજકવિ તરીકે બિહારીદાસની બોલબાલા હતી. રાજમાં બિહારીદાસનો પડ્યો બોલ ઝિલાતો હતો. જેની વિદ્વત્તાના વારણાં લેવાતાં હતાં, મા શારદાના જેની માથે ચારેય હાથ પડ્યા હતા એવા બિહારીદાસે સમય ગુજારી રહ્યા હતા. મુલાકાતો બંધ કરી હતી. કચેરી કે રાજનો કારભાર કરવાનો વખત વીંટી લીધો હતો.
જયસંિહજીની નજરમાં એક જ વાત રમતી હતી. કન્યા મોટી થાય ને તેને રાણી બનાવી રંગમોલમાં સૂરત વિલાસની ક્યારે છોળો ઉડાડું. આવી આશાની અંતરમાં અરમાનોની ઈમારતો ચણીને આવાસમાં કન્યા અને બીજા પોતે, ત્રીજા કોઈપણ કાળા માથાના માનવીને દાખલ થવાની પરવાનગી નહોતી.
રાણીઓની હાલત વસંત ૠતુએ તરછોડી દીધેલા મરૂબક નામના વૃક્ષની જે વલે થાય એવી વલે થઈ રહી હતી. બઘું જ ભૂલી જઈને જયસંિહનું જગત જાણે બદલાઈ ગયું હતું.
અનંતબા સામે બિહારીદાસજીએ મીંટ માંડી સવાલ કર્યો.
‘‘બા, મહારાજાને કોઈ ચાકર ખરો?’’
‘‘ના.’’
‘‘કોઈ એની સરભરામાં ચાકર ખરો?’’
‘‘ના, માત્ર એક માલણ રોજ સાંજે ફૂલની જાદર બિછાવવા જાય છે એટલું જ.’’
‘‘તો તો આપણે જગ જીતી જશું.’’
‘‘ખરેખર કવિરાજ!’’
રાણીબાની આંખમાં આનંદનો સાગર છલકાયો.
‘‘હા રાણીબા, બિહારીદાસની કલમ મહારાજની આંખનાં પડળનાં પડ છેદી નાંખશે.’’
‘‘તો રાહ કોની જુઓ છો? ઉપાડો કલમ!’’
કવિ બિહારીદાસે કાગળની એક ચબરખી કાઢી કલમ તોળી શબ્દો ટાંકી અનંતબાના હાથમાં મૂકી કહ્યું ઃ
‘‘બા, માલણ ચાદર પાથરવા જાય ત્યારે આ ચબરખી ચાદરના મઘ્યભાગના એક ફૂલમાં મૂકી દેજો.’’
મલકાતે મુખે બિહારીદાસ પાછા વળ્યા.
બીજા દિવસની લાલ વસ્ત્રો ધારણ કરેલી યોગિની જેવી સાંજ પડી રહી. સૂર્યના અસ્ત સાથે કર જોડીને ઉભેલી કિન્નરીઓ જેવા કમળના રૂપ બંધાઈ રહ્યાં. બરાબર આવા સમયે માલણ પુષ્પની ચાદર ગૂંથીને રાજમહેલમાં દાખલ થઈ. એ જ વખતે અનંતબાએ મોં મલકાવીને વેણ કાઢ્‌યાં ઃ
‘‘વાહ, આજે કંઈ ગુલાબની ચાદર ગૂંથી છે. કમાલ છે આ ચાદર!’’ એમ હાથ પ્રસરાવીને બિહારીદાસની કલમે ટંકાયેલી ચબરખી ફૂલમાં સરકાવી દીધી. માલણ ચાદર બિછાવીને પાછી વળી. નિત્યના નિયમ પ્રમાણે મહારાજ જયસંિહ, રાજસ્થાનની રાજસત્તાનો રાજપૂત રાજવી, રણસંગ્રામમાં ખાંડાના ખેલ ખેલનારો ન રૈયતના રખવાળા કરનારો રાજપૂત આજે વઘુ એક રાત ફૂલની ચાદરમાં પોઢ્‌યો.
ડુંગરાઓ ઉપરતી રાત દડી પડી ને પૂર્વ દિશાએ કપાળમાં કુમકુમનો ચાંદલો ધૂંટ્યો હોય એવો અરુણ ઊગ્યો. પાછલા પરોઢની ઝાકળના જળબંિદુએ ભીંજાયેલ પુષ્પોની પાંખડીઓ ઉપરથી ભ્રમરોના પગ લપસી પડ્યા.
મહારાજ જયસંિહ ઝબકીને જાગી ગયા. ચાદરનાં પુષ્પો ચીમળાઈ ગયાં. તેની પીઠમાં બિહારીદાસની ચબરખી ખૂંચી રહી.
જાગેલા મહારાજ જયસંિહની આંખમાં આક્રોશ ઊઠ્યો. ખૂંચતી ચબરખીને ઝડપથી ખેંચી ચીવટથી ઉકેલીને વાંચી.
નહીં પરાગ નહીં મઘુર મઘુ
નહીં બિકાસ યહ કાલ
અલીકલીહી સે બાંઘ્યો
આગે કૌન હવાલ
(હે રાજન! જેનો હજુ વિકાસ થયો નથી, જેમાં પરાગ નથી, જેમાં મધ જેવી મીશન નથી, હજી તો માત્ર કળી છે ત્યારે તું બંદીવાન બની બેઠો છે, જ્યારે તે ફૂલ થશે ત્યારે તારા શા હાલહવાલ થશે.)
વાંચતાં જ જયસંિહજીની આંખ આડેથી આસક્તિનાં આવરણ અળગાં થઈ ગયાં. ફડાક કરતા રંગભવનનાં દ્વાર ઉઘાડી નાખ્યાં. તેણે ત્રાડ દીધી.
‘‘કચેરી ભરો.’’
જયપુરમાં કચેરી ભરાણી. અમીર-ઉમરાવ-મેતા-મુત્સદ્દીઓએ બેઠક લીધી. મહારાજ જયસંિહ બિહારીદાસને દસ ડગલાં સામા ચાલી ભેટી પડ્યા. છોકરીને પાછી મોકલી આપી. જયપુરની રૈયતની રાવ સાંભળી પડતો મુકાયેલો રાજકારોબર હાથમાં લીધો.
નોંધ ઃ બિહારીદાસજીએ વ્રજભાષામાં મહાન ગ્રંથો લખ્યા છે. તેમની નામના દેશભરમાં ફેલાયેલી છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved