Last Update : 06-May-2012, Sunday

 

યુવક-યુવતીઓ બગડી ગયાનો બળાપો કાઢવો એ જ વડીલધર્મ છે ?

એક જ દે ચિનગારી - શશિન્

એક સરકારી અધિકારી પોતાના મિત્ર પાસે પોતાના વટનું પ્રદર્શન કરતાં કહી રહ્યા હતા ઃ ‘‘આપણે બાળકોની બાબતના ખર્ચમાં કરકસર કરવામાં માનતા નથી. છોકરાને મુંબઈ-માથેરાન ફરવા મોકલ્યો છે, મિત્રો સાથે. ટિકિટ ખર્ચ ઉપરાંત ખાસ્સા પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા છે. લહેર કરવા દો. લહેર કરવાના તો એમને માટે આ દિવસો છે!’’
એમની વાત સાંભળીને મને યાદ આવ્યા એક લેખમાં વાંચવા મળેલા ડૉ. રાજેશ પારેખના શબ્દો ઃ ‘‘આજકાલ માબાપ પોતાના સંતાનોને ભાવાત્મક સુરક્ષા પ્રદાન કરી શકતાં નથી. તેઓ આર્થિક સલામતીને જ સર્વસ્વ ગણે છે. તેઓ બાળકોને પૈસા આપે છે. પરંતુ એમણે એ પૈસાનું શું કર્યું એની તરફ લેશમાત્ર ઘ્યાન આપતાં નથી. લાગણીભૂખ્યાં બાળકો લાગણી ન મળવાને કારણે ભટકતાં થઈ જાય છે ક્યારેક ખોટી સોબતમાં પણ ફસાઈ જાય છે.’’
કિશોર અવસ્થા કિશોર કે કિશોરીના મન અને હૃદયના દરવાજે ટકોરા મારે એટલે શારીરિક અને માનસિક અનેક પરિવર્તનો શરૂ થઈ જાય. આ વય માતા-પિતા માટે પોતાના સંતાન તથા તેના વર્તનનો ઝીણવટ અને સાવચેતીપૂર્વક નિરીક્ષણ કરવાનો સમય છે. કિશોર-કિશોરીમાં ચંચળતા, પ્રદર્શનવૃત્તિ, મોજશોખની લાલસા જાતિય આકર્ષણ વગેરે પોતાનો પગદંડો જમાવે છે. આ ઉંમરમાં આકાશ આંબવાની તમન્ના, સ્વચ્છંદી વિહારની અભિલાષા, સ્વમાનને મહત્ત્વ આપવાની પ્રબળ ઈચ્છા, જીદ, રોક-ટોક સામેની નાપસંદગી અને મનગમતું કરવાના ઓરતા આ બધાને લીધે કિશોર-કિશોરીને સમજવાનું, જાળવવાનું અને જીરવવાનું માતા-પિતા માટે અત્યંત મુશ્કેલ બની જાય છે.
સંતાનની ટીનએઈજ એ માબાપ માટે અગ્નિ પરીક્ષાનો કાળ હોય છે. સંતાનને કેટલો છુટો દોર આપવો એની સ્વતંત્રતાને કેટલી રોકવી અને પોતાની વાત સહાનુભૂતિથી સમજાવવી આ બઘું માતા-પિતા માટે ચંિતા અને ચંિતનનો વિષય છે. આજકાલ સીનેમા તથા ચેનલોની ધારાવાહિકોના હંિસા, બળાત્કાર, ચોરી, જાતિય અપરાધો વગેરેના દ્રશ્યો એ કિશોરાવસ્થાના સંતાનોને વિકૃત થવા માટે ભરપૂર મસાલો પુરો પાડે છે.
બીજી તરફ નોકરી, ધંધો કે વ્યવસાય વગેરેમાં ગળાડૂબ રહેતા માતા-પિતાને પોતાના ટીનએજર્સ સંતાન સાથે નિખાલસ સંવાદ કરવાની ફુરસદ હોતી નથી. પરિણામે કિશોરાવસ્થાનું સંતાન પોતાની મુંઝવણ માતા-પિતાને કહી શકતું નથી. માતા-પિતા તેમની વાત ઉદારતાપૂર્વક સાંભળશે કે કારણ જાણ્યા વગર તેમને ધમકાવી નાખશે એવો ભય સતત સંતાનોને સતાવતો હોય છે. આ ભય તેઓને માતા-પિતાથી દૂર લઈ જાય છે અને તેઓ પોતાની વાત છુપાવવા માટે જૂઠનો સહારો લેતા થઈ જાય છે. પોતાનું બાળક શું કરે છે કે શું ઈચ્છે છે તેનાથી અજાણ માતા-પિતા બાળકો સાથે રમકડાં જેવો વ્યવહાર રાખે છે અને પોતાના સંતોષ તથા આનંદ ખાતર તેમનો ઉપયોગ કરે છે. આમ બે પેઢી વચ્ચેનો શ્રઘ્ધાનો તંતુ હવે ખૂબ જ નબળો પડી ગયો છે.
ઘણાં માતા-પિતા પોતાના સંતાનો માટે જરૂર કરતાં વધારે કડક અને શિસ્તપાલનના આગ્રહી હોય છે. અને નાની નાની વાતમાં પોતાના સંતાનના દોષો જોયા કરે છે અને ઠપકો આપ્યા કરે છે અને આટલું ઓછું હોય તેમ જરૂર કરતાં વઘુ કડક સજા પણ આપે છે. વ્યક્તિ ઉંમરમાં નાની હોય કે મોટી દોષો શોધવાની વૃત્તિ ખોટી. સંતાનોની માતાપિતા દ્વારા થતી ઉપેક્ષા કે વારંવાર થતું અપમાન બન્ને વચ્ચે એક દીવાલ સર્જે છે. કોઈપણ ઉંમરે તમારા સંતાનને તમારો પ્રેમ, લાગણી માગવાનો અને માણવાનો અધિકાર છે. બસ વાત છે તેમના મિજાજને પારખવાની. તેઓનો મિજાજ પારખી અને તેની માવજત કરવાની કળા જે માતા-પિતા હસ્તગત કરી લે છે તેઓ બે પેઢી વચ્ચેની કૃત્રિમ દીવાલ જમીનદોસ્ત કરી શકે છે.
આનાથી ઊલટું જે માતા-પિતા પોતાના સંતાનને અતિશય લાડ કરીને બગાડે છે અને જીવનની વાસ્તવિકતાઓથી અજાણ રાખે છે, તેવા સંતાનો આગળ જતાં જંિદગીમાં આવતા પડકારો ઝીલી શકતાં નથી.
ઘણીવાર માતા-પિતા પાસેથી છૂટથી મળતો પૈસો સંતાનોના સ્વેચ્છાચાર અને સ્વચ્છંદતાની આગમાં ઘીનું કામ કરે છે. મન ફાવે તેવું ખાવું-પીવું મિત્રમંડળીને મોજ કરાવવી અને પિતાના પૈસા ઉડાડવા. જ્યાં પૈસાની ખોટ નથી એવા ઘરોમાં યુવાનોની સામાજિક કે ઘર-પરિવારની જવાબદારીઓ પણ નહીંવત હોય છે. કમાવાની ચંિતા હોતી નથી... પણ જ્યારે બાજી હાથમાંથી ગયા પછી માતા-પિતા તેની પર કાપ મૂકી કડક થવા જાય છે ત્યારે તેમનું બગડી ગયેલું સંતાન અપરાધનો આશરો લઈને પોતાના એશઆરામ પૂરા કરવામાં પાછી પાની કરતું નથી. તેઓની નજર માત્ર આત્મ-સુખ તરફ રહે છે, અને સુખમાં આડે આવનારને તેઓ સહેવા તૈયાર નથી અને અંતે માતા-પિતાએ પસ્તાવાનો વારો આવે છે.
આ જ સંતાનો મોટા થઈ યૌવનમાં પ્રવેશે ત્યારે માતા-પિતાની ચંિતામાં વઘુ એક વધારો થાય છે. કારણ કે આજના આઘુનિક યુગનું વાતાવરણ જ કાંઈક એવું છે. આજે યુવાપેઢીમાં જોવા મળતો અને વકરતો જતો હંિસાચાર ચંિતા પ્રેરે તેવો છે. ફિલ્મો તથા ચેનલોમાં જોવા મળતાં દ્રશ્યો એમની કાચી ઉમરને ‘માથાના ફરેલા’ થવાનો બોધ આપે છે. કાયદો અને વ્યવસ્થાની ઐસી-તૈસી કરતો ફિલ્મી હીરો ભરી બજારે ખુલ્લેઆમ ધડાધડ, મારામારી, ભાંગફોડ કરે અને પોતાનું કામ પતાવી આતંક જમાવી વટભેર પોતાની કાર કે જીપમાં બેસી ચાલ્યો જાય છે, આ છે આજની યુવાપેઢીનો હીરો!
આમ નવી પેઢી સમક્ષ ઠલવાતું ફિલ્મી ઝેર એના તન-મનને ભયાનક રીતે ઉશ્કેરી મૂકે છે, એનાં માઠાં પરિણામો સમાજે જોવા પડે છે.
ચેનલો-ફિલ્મો વૈભવ-વિલાસ રોફ-રુઆબ અને નૈતિકતાની ઉપેક્ષા કરી લહેર કરતાં લોકોના જીવનને મરી-મસાલા સાથે ચીતરે છે. આવા લોકો કામ કરતાં બળ, છળ, કળ અને દામથી ધાર્યું કરવામાં સફળ થાય છે. જ્યારે નીતિ અને પ્રમાણિકતાને માર્ગે ચાલનારો કમોતે મરતો દર્શાવાય છે. પરિણામે યુવાપેઢી સમક્ષ એક એવો ભયાનક ખ્યાલ દ્રઢ થાય છે કે સીધી લીટીનું જીવન નકામું, નીતિ અને આદર્શો એ દંતકથા છે એની વાતો થાય, એના સહારે જીવાય નહીં. જીવવા માટે ધન જોઈએ, સત્તા જોઈએ અને એ બન્ને માટે સિદ્ધાંત નેવે મુકવાની તૈયારી જોઈએ. આવું કરનારને સફળ થયેલા જોઈને એમની આવા ગલત માર્ગો દ્વારા ‘વિકાસવૃત્તિ’ને વેગ મળે છે.
પ્રશ્ન એ છે કે આજના યુવાનને માતા-પિતા, સમાજ, શિક્ષણ, ધર્મ કે નેતૃત્વ તેમના આદર્શો પૂરા પાડી શક્યા છે ખરાં ? જવાબ છે ‘ના’. તો બિચારા સંતાનોનો દોષ કાઢવાનો શો અર્થ ?
આદર્શ માતા-પિતા બનવાથી તમે તમારા સંતાનના સ્વપ્નશિલ્પી બની શકશો. બાળપણથી જ સંતાનના ઘડતર અને ભણતર તરફ ઘ્યાન આપનાર, સંતાનના પ્રશ્નોમાં રુચિ દાખવી તેને મદદરૂપ થઈ યોગ્ય માર્ગદર્શન આપનાર, તથા પોતાના સંતાનની ક્ષમતા ઓળખીને એને વિકાસની આબોહવા સુલભ બનાવનાર માતા-પિતા પોતે જ પોતાના સંતાનો માટે એક આદર્શ બની જાય છે અને તેમના માટે જંિદગીમાં ક્યારેય પણ પસ્તાવાનો વારો આવતો નથી. તેમનું સંતાન આત્મવિશ્વાસયુક્ત, સ્વાવલંબી અને પુરુષાર્થપ્રિય બને એ જ તેમના જીવનની અણમોલ ઉપલબ્ધિ છે. કારણ કે ઉત્તમ સંતાન દ્વારા તેઓ સમાજ અને રાષ્ટ્રને એક ઉત્તમ નાગરિકની ભેટ આપી પોતાના જીવનને સાર્થક માને છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved