Last Update : 06-May-2012, Sunday

 
નામી છતાં નનામી માનવી, સરનામા વગરનું પોસ્ટકાર્ડ!
 

 

માનવી જન્મે છે ત્યારે તેનું નામ હોતું નથી. આઘુનિક ‘નામ’ની શોધમાં છ માસ કે વર્ષ નીકળી જાય છે ત્યાં સુધી ઘરનાં માણસો તેને બેબી, બાબો, બબલુ, પીન્ટુ, બકી જેવા હુલામણા નામે બોલાવે છે. પછી સુંદરલાલ નામે તે યુવાન બને છે છતાં દવાખાને કેસ કાઢતાં ડૉક્ટર, નામ પૂછે છે રેલ્વે રીઝર્વેશન અથવા રેશનકાર્ડ જેવા પ્રસંગે નામ પૂછાય છે તેનું સ્થાન બદલાતું રહે છે. નોકરીને કારણે ગામ શહેર સાથે સરનામુ પણ બદલાતું રહે છે. અજાણ્યો જ રહે છે. ગામની પ્રતિષ્ઠીત વ્યક્તિ શહેરમાં અજાણી બને છે, તેને કોઈ ઓળખતું નથી. ઇશ્વરે ધરતી ઉપર મોકલેલ માનવી વખતો વખત ‘નનામી’ બની જાય છે. કારણ કે તેને મોકલનાર ભગવાનને તે ભૂલી ગયો છે. પ્રતિષ્ઠિત માનવી અજાણ્યા શહેરમાં લૂંટારૂને હાથ ચડતાં તેની પાસેની કંિમતી ચીજો લૂંટનાર ગુંડાઓ તેનું ખૂન કરી લાશ ગમે ત્યાં ફેંકી દે છે. પછી પોલીસ તેની તપાસ કરે છે. નામ નથી તેથી દૈનિક પત્રોવાળા લખે છે પૂલ નીચેથી એક અજાણી વ્યક્તિની લાશ મળી છે. લાશનો નિકાલ કરવા રોડ ઉપરથી પસાર થતી ઠાઠડીને લોકો પૂછે છે કોની ‘નનામી’ જાય છે? ...જન્મ્યો ત્યારે નામ ન હતું અને મર્યા પછી પણ ‘નનામી’ બની જાય છે. સંતો મહાત્માઓ કહે છે કે પ્રતિષ્ઠા માટે પૈસા માટે જમીન માટે ઝગડતો માનવી છેલ્લે તો સરનામા વગરના પોસ્ટકાર્ડ જેવો છે. જેને પોસ્ટખાતું ડેડ લેટર બાસ્કેટમાં નાખી આવા પત્રોનો નાશ કરે છે. તેમ ભગવાન પણ સતકાર્યો વગર જીવતા લોકો, બીજાને હેરાન કરતાં લોકો, આસૂરી શક્તિવાળા લોકો મરે છે ત્યારે તેમને સરનામા વગરના પોસ્ટકાર્ડની માફક સ્મશાનમાં મોકલે છે જે સ્મશાન પ્રભુના ઘરનું ‘ડેડ લેટર બોક્સ’ છે.
અમૃતલાલ ભાવસાર

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved