Last Update : 06-May-2012, Sunday

 

ગુસ્સાવાળો સ્વભાવ બદલી શકાય ખરો ?

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

 

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે ‘પ્રાણીમાત્ર પોતાના સ્વભાવનું અનુસરણ કરે છે’ અને આપણા સહુનો અનુભવ પણ એવો છે કે ભૌતિકજીવન જીવનારી વ્યક્તિથી માંડીને ઉચ્ચ આઘ્યાત્મિકતા ધરાવતી વ્યક્તિઓ પોતાના સ્વભાવની વાત કરતી હોય છે.
સંતનો આવો જ સ્વભાવ હોય એમ આપણે સાંભળીએ છીએ અને એ જ રીતે દુર્જન એના સ્વભાવ મુજબ આ જ પ્રમાણે વર્તે, એવા શબ્દો આપણે કાને વારંવાર પડતા હોય છે. લોકો ઉમદા સ્વભાવવાળી વ્યક્તિને ચાહતી હોય છે અને અધમ સ્વભાવ ધરાવનારી વ્યક્તિને નફરત કરતી હોય છે.
માનવી પોતાની ઓળખ આપતા વારંવાર ‘સ્વભાવ’ શબ્દનો ઉપયોગ કરે છે. એ તમને પહેલી મુલાકાતમાં જ એના સ્વભાવની વાત કહી દેશે. આનંદી વ્યક્તિ હોય તો એ પોતાના આનંદી કાગડા જેવા પ્રસન્ન સ્વભાવની વાત કરશે અને જો કોઈ નિરાશ માનવી હોય તો તે એમ કહેશે કે મારા સ્વભાવમાં જ નિરાશા વસી ગઈ છે અને તેથી મને જીવનમાં કશો રસ રહ્યો નથી.
કેટલાક તો પોતાના ખરાબ સ્વભાવની વાત કરીને એક પ્રકારનું ગૌરવ અનુભવતા હોય છે. એક સજ્જને એમ કહ્યું કે મારો સ્વભાવ તો એવો ગુસ્સાવાળો છે કે જો કોઈ બાબતે ઘરમાં ગુસ્સો જાગે તો આખું ઘર ફફડી ઊઠે. મારી પત્ની ઘૂ્રજી ઊઠે અને બાળકો ગભરાઈને ક્યાંક સંતાઈ જાય.
આ રીતે પોતાના ગુસ્સાવાળા સ્વભાવને કેટલાક પોતાની આવડતમાં ખપાવતા હોય છે. વળી આવો સ્વભાવ ઉચિત નથી, એવું એ જાણતા હોવા છતાં ગુસ્સાનો બુરખો કાઢવા તૈયાર હોતા નથી.
કેટલાકને કડવી વાણી બોલવાનો સ્વભાવ હોય છે અને આપણે જાણીએ છીએ કે દ્રૌપદીએ દુર્યોધનને કહેલું વાક્ય ‘આંધળાના દીકરા આંધળા જ હોય’ એમાંથી તો આખું મહાભારત જાગ્યું. એક નાનકડા વાક્યને પરિણામે જાગેલું આ યુદ્ધ અઢાર-અઢાર દિવસ સુધી ચાલ્યું અને અંતે મહાસંહાર થયો. મહાભારતમાં દુર્યોધન અહંકારી સ્વભાવ ધરાવે છે અને એ એની વાણીમાં સતત પ્રગટ થાય છે. હસ્તિનાપુરની રાજસભામાં હોય કે પછી બીજે સ્થળે હોય, તો પણ દુર્યોધનના સ્વભાવમાં રહેલો અહંકાર સતત છલકાતો રહે છે. એના મામા શકુનિમાં રહેલી લુચ્ચાઈ મહાભારતમાં ઠેર ઠેર જોઈએ છીએ ! એની સામે પક્ષે યુધિષ્ઠિરનું શુદ્ધ ચારિત્ર્ય કેવું ઝળહળે છે ! યુધિષ્ઠિર સર્વત્ર પ્રેમ વહેંચે છે, તો દુર્યોધનનો અહંકાર એને એવો તો ઘેરી વળ્યો છે કે એ શકુનિ, અશ્વત્થામા જેવા અહંકારને ઉત્તેજનારા લોકોનો સાથ છોડીને પ્રજાની વચ્ચે આવતો નથી.
ઘણી વ્યક્તિઓનો સ્વભાવ અત્યંત ભીરુ કે રોતલ હોય છે. એમને કોઈ સહેજ ઉંચા સાદે કહે એટલે રડવા માંડે અને પછી રડતા-રડતા સ્વીકાર પણ કરે કે મારો સ્વભાવ ઘણો નરમ છે. હું કોઈનાય દુઃખ-દર્દ સહન કરી શકતો નથી.
વ્યક્તિનો સ્વભાવ પ્રગટ થાય છે એની વાણીથી અને આથી એણે કોઈની સાથે બોલતી વખતે પોતાની વાણીનો વિચાર કરવો જોઈએ. ઉપવાસ કરવા સરળ છે, પરંતુ વાણી અંગે સભાન રહેવું અત્યંત મુશ્કેલ છે. જો વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હશે, તો એ સતત ગુસ્સો કરતો રહેશે. મજાની વાત એ છે કે આવો સ્વભાવ ધરાવનારી વ્યક્તિ માનતી હોય છે કે એનો આ સ્વભાવ બદલી શકાય તેવો નથી. આથી એને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે એને સ્વીકારીને જ જીવન ગાળતો હોય છે. હકીકતમાં એની મોટી ભૂલ એ છે કે એ એનો સ્વભાવ બદલી શકે એમ છે. માત્ર એને માટે એનામાં દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. સ્વજીવનનો વિકાસ સાધનારી વ્યક્તિઓએ આવો દ્રઢ સંકલ્પ કર્યો હોય છે. આવા સંકલ્પને પરિણામે જ રોહિણેય ચોર ભગવાન મહાવીરની વાણી સાંભળીને જીવન પરિવર્તન પામે છે. વાલિયો લૂંટારો એ વાલ્મિકી બને છે અને ભગવાન બુદ્ધને કારણે અંગૂલિમાલનો હંિસક સ્વભાવ બદલાઈ જાય છે.
કેટલીક વ્યક્તિઓ એમ કહે છે કે એ જાણે છે કે એમના સ્વભાવમાં ગુસ્સો છે, ઉતાવળ છે, અધિરાપણું છે, અતિ વાચાળતા છે, નેગેટિવ જોવાની વૃત્તિ છે અને એ આ બધામાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે. એ એમ કહે છે કે અનેક કોશિશ કરવા છતાં મારા ક્રોધી સ્વભાવને હું બદલી શક્યો નથી. હકીકતમાં આ કોશિશ હોય છે, નિષ્ઠાભર્યો પ્રયત્ન નહીં, વિચાર હોય છે, સંકલ્પ નહીં, ઉપરછલ્લી ઇચ્છા હોય છે પણ સંકલ્પપૂર્ણ આચરણ નહીં. એ માત્ર વાતો કરે છે, પરંતુ એ પ્રમાણે કોઈ કાર્ય કરતો નથી. જો પોતાની વાતને એ કાર્યમાં ઉતારે તો જરૂર એ એનો સ્વભાવ બદલવાની ક્ષમતા ધરાવે છે.
મનુષ્યનો સ્વભાવ એ એના આદર્શો અને સિદ્ધાંતોથી પણ પ્રબળ છે. હિતોપદેશે તો બધી જ બાબતોમાં સ્વભાવને સર્વોપરી માન્યો છે અને વ્યક્તિ જો ગુણશીલ સ્વભાવ ધરાવતી ન હોય તો એ વેદોનું અઘ્યયન કરે તો પણ એનો કશો અર્થ નથી. આનો અર્થ એ થયો કે માણસ એના સ્વભાવને ઘડે છે. સ્વભાવ માણસને ઘડી શકતો નથી પરંતુ જો માણસ અમુક રીતે વિચારો અને વાસનાઓમાં રહેવા ટેવાય, તો એ મોહ, કામ, ક્રોધ કે લોભ એનો સ્વભાવ બની જાય છે અને એકવાર વ્યક્તિના સ્વભાવમાં ક્રોધ પેસી ગયો તો એ મહાક્રોધી બને છે અને જો લોભ પેસી ગયો તો એ મહા લોભી બને છે. સમય જતાં આ ક્રોધી સ્વભાવ કે લોભી સ્વભાવ એ જ વ્યક્તિની સંપૂર્ણ પ્રકૃતિ બની જાય છે અને તેને કારણે એ વ્યક્તિ એમાં વઘુને વઘુ ખૂંપતો જાય છે.
વ્યક્તિનો સ્વભાવ દુષ્ટ હશે, તો એ હંમેશા અધમ કાર્યો કરવાનો વિચાર કરશે અને એને આચરણમાં મૂકશે. જો એનો સ્વભાવ ગુસ્સાવાળો હોય તો એ વિનાકારણે ગુસ્સો કરશે, વેર કે અણગમો વહોરી લાવશે અને આમ વ્યક્તિ પોતાના સ્વભાવના શરણે જશે. સ્વભાવ આવી રીતે ઘડાય એટલે એનો સૌથી વઘુ ગેરલાભ વ્યક્તિને થાય છે. એના ક્રોધી કે લોભી સ્વભાવથી સમય જતાં એ પોતાને જ નુકસાન કરે છે. લોકો પણ એના સ્વભાવની આ બાબતોને જોતા હોય છે અને એની બીજી બધી આવડતને ભૂલી જતા હોય છે.
વાત એવી છે કે આવા ગુસ્સાવાળી વ્યક્તિ એની હાથ નીચેના લોકો પર ગુસ્સો કરતી હોય છે પરંતુ એના ઉપરીઓ આગળ એ અતિ નમ્રતાભર્યો કે ખુશામતભર્યો વ્યવહાર કરતી હોય છે. વળી આને પરિણામે ક્રોધી વ્યક્તિ એનું જીવન ક્રોધમાં ગાળે છે. સંત કબીરે એમની માર્મિક વાણીમાં કહ્યું છે,
‘યહ જગ કોઠી કાઠ કી, યહું દિસિ લાગી આગ ।
ભીતર રહૈ સો જલિ મુએ, સાઘૂ ઉબરે ભાગ ।।’
સંત કબીરે બહુ માર્મિક રીતે દર્શાવ્યું છે કે આ સંસાર એ તો લાકડાનું મકાન છે અને એની ચારે બાજુ ક્રોધની આગ લાગી છે. જે આવી ક્રોધની આગની અંદર રહેશે, તે બળી મરશે. માત્ર સાઘુજનો જ એનાથી દૂર ભાગીને ઊગરી ગયા છે. આમ ક્રોધ એ બાળનારો છે, વ્યક્તિને દુઃખ અને સંતાપ આપનારો છે. ગુસ્સાવાળો સ્વભાવ વ્યક્તિને માટે નુકસાની અને પરેશાની કરનારો છે અને આવી વ્યક્તિ સૌથી મોટી ભૂલ એ કરે છે કે એ પોતાના સ્વભાવમાં પરિવર્તન કરવાને બદલે આના સ્વભાવના છાંયડામાં જીવવાનું પસંદ કરે છે. પોતાની દુષિત આદતો બદલવાને બદલે એ આદતોનો સ્વીકાર કરીને ચાલે છે.
તમે ઘણી વ્યક્તિ એવી જોઈ હશે કે જે એમ કહેતી હોય કે આ ગુસ્સાનો વારસો તો મને મારા પિતા અથવા તો દાદા તરફથી મળ્યો છે. હકીકતમાં સ્વભાવનો વારસો કોઈની પાસેથી મળતો નથી. આપણે જેવો સ્વભાવ ઘડીએ તેવો સ્વભાવ બને છે. આપણે ધારીએ તો આપણા સ્વ-ભાવમાં પરિવર્તિત કરી શકીએ છીએ, પરંતુ સ્વભાવમાં રહેલા અહંકારને જાળવી રાખવા માટે ખોટી બહાનાબાજી ઊભી કરીએ છીએ અને ખરાબ સ્વભાવના બચાવ માટે કેટલાંય કારણો સર્જીએ છીએ.
સમાજમાં જોઈએ છીએ કે ઘણીવાર વ્યક્તિના સ્વભાવનું પરિવર્તન થતું હોય છે. એક સમયનો ક્રોધી માનવી વિનમ્ર બની જતો હોય છે. ત્યારે સવાલ એ જાગે કે એણે શા માટે આટલાં બધાં વર્ષો ક્રોધમાં ગુમાવ્યાં ? એક સમયનો લોભી માનવી ઉદાર બની જતો હોય છે અને ત્યારે પ્રશ્ન એ ઉઠે કે એ માણસે અત્યાર સુધી મૂંજી અને કંજૂસ જેવું જીવન જીવવામાં કેટલાં બધાં વર્ષો પસાર કરી દીધાં.
જરા ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવશે કે આપણી ભૂલ એ હતી કે ખરાબ સ્વભાવને કારણે આપણે ઘણાં વર્ષો વેડફી નાખ્યાં.
દરેક વ્યક્તિએ પોતાના સ્વભાવનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. એણે પોતાના સ્વભાવની મર્યાદાઓ જાણવી જોઈએ અને જાણ્યા પછી એક માનવી તરીકે પોતાનો સ્વભાવ ઉમદા રીતે ઘડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ કરે તો એ પોતાનો સ્વભાવ સુધારી શકે છે અને એનામાં સૌજન્ય, નમ્રતા, સદ્‌ભાવ અને શાંતિનો ઉદ્‌ભવ થાય છે. એ જેમ જેમ પોતાના સ્વભાવને ઓળખતો જાય છે, તેમ તેમ એને પોતાની મર્યાદા સમજાતી જાય છે અને એ રીતે એના સ્વભાવનું ક્રમશઃ પરિવર્તન થતું જાય છે. એને સ્વ-દોષોની ઓળખ સાંપડે છે અને ધીરે ધીરે એ દોષો દૂર કરીને પોતાની જાતનું પરિવર્તન સાધે છે. આવી વ્યક્તિ સમય જતાં પરમાત્માની સાધના તરફ વળે છે અને ત્યારે સ્વામી રામતીર્થનું એ વચન યાદ આવે છે કે ‘મનુષ્યની સાચી પ્રકૃતિ એ ઇશ્વરત્વ છે.’

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved