Last Update : 06-May-2012, Sunday

 

પ્રેતાત્માઓ એમના સ્વભાવ પ્રમાણે
હાનિકારક કે લાભકારક પ્રવૃત્તિ કરે છે !

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

માનવીનું માનવીનું મરણ થાય એટલે એનો સદંતર નાશ થઈ જતો નથી. આત્માની સત્તા કોઈને કોઈ રૂપમાં બની રહે છે. જીવાત્મા પોતાના સગા-સંબંધીઓ સાથે સંબંધ જાળવી રાખવા ઈચ્છતો હોય છે એવું પણ જોવા મળ્યું છે. ક્યારેક આ સંબંધ ઉદાર હોય છે અને તે મદદરૂપ બનવાનો પ્રયત્ન કરતા હોય છે તો ક્યારેક તે અનુદાર બની, આક્રોશ પ્રક્ટ કરી વેર લેવા નડતરરૂપ બને છે કે વિધ્નો ઊભા કરે છે. મોટેભાગે ઉદ્વેગભર્યા જીવાત્મા પ્રેતરૂપ ધારણ કરી પોતાના ઉદ્વેગ અને વિક્ષોભને ડરામણા અને હાનિકારક પ્રસંગો ઊભા કરી પ્રકટ કરે છે. હત્યા, આત્મહત્યા, અકસ્માત કે કોઈ દુર્ઘટના થકી જેમનું મરણ થયું હોય તેમાં જીવાત્મા ઉદ્વિગ્ન રહ્યો હોય એવી મોટી સંભાવના રહે છે. આવા પ્રેતાત્માઓ જ ડરામણા અને ત્રાસદાયક હોય છે. એનાથી વિપરીત ઉદાત્ત, સંતુષ્ટ અને સદ્‌ભાવયુક્ત સૌજન્યશીલ જીવાત્માઓ પ્રેતરૂપે પ્રકટ થઈનેય મદદરૂપ થતા હોય છે અને હિતકારક પ્રવૃત્તિઓ કરતા હોય છે.
થોડા સમય પૂર્વે મેરઠના પિલખુઆ ગામના એક આર્યસમાજી પરિવારમાં એક પ્રેત ઉપદ્રવ જોવા મળ્યો હતો જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પ્રેત ઉપદ્રવ વિચિત્ર પ્રકારનો હતો કેમ કે તે અમુક વ્યક્તિઓ સાથે જોડાયેલો હતો. એ ઘરની વ્યક્તિઓના કપડાંમાં આગ લાગી જતી. કપડાં લટકતાં હોય કે ગડી કરીને મૂકેલા હોય પણ એ આપમેળે સળગી જતાં. પહેલાં તો એવી શંકા ગઈ કે ઘરની કોઈ વ્યક્તિ કે બહારથી આવેલી કોઈ વ્યક્તિ આવું કરતી હશે. પણ પછી આવું એમની નજર સામે જ વારંવાર બનવા લાગ્યું એટલે એમાં કંઈ વિચિત્ર અને બુદ્ધિમાં ન ઊતરે એવું તત્ત્વ કામ કરી રહ્યું છે એવું લાગવા માંડ્યું.
થોડા સમય પછી ઉપદ્રવનો પ્રકાર બદલાયો. કપડાંમાં આગ લાગવાને બદલે કપડાં ફાટી જવાની ઘટનાઓ બનવા લાગી. સાવ નવા સિવડાવેલા કપડાં પણ આંખોની સામે જ ફાટી જતા. ઘરની વ્યક્તિઓનાં કપડાં પછી અન્ય વસ્તુઓમાં અકારણ આગ લાગવાની ઘટનાઓ બનવા લાગી. ઘરની વ્યક્તિઓ, મહેમાનો અને કુતુહલથી પ્રેરાઈને આ ઘટના જોવા આવતા લોકોની હાજરીમાં ઘરનો કીમતી સામાન એકાએક સળગવા લાગતો. અને જોતજોતામાં બળીને ખાક જઈ જતો! પેટીમાં વસ્તુઓ મૂકી તાળું મારીને રાખ્યું હોય તોય તે સળગી જતી એ જોઈને બધાં જ સ્તબ્ધ થઈ જતા.
આ વિચિત્ર ઘટનાઓને નિહાળવા પત્રકારો, વિજ્ઞાનીઓ અને બુદ્ધિજીવીઓ આવતા. પોતાની નજર સામે આ બનતું જોઈને તે વિચારમાં પડી જતા અને એનો કોઈ બૌદ્ધિક ખુલાસો પણ આપી શકતા નહોતા. પોલીસ અને ગુપ્તચર વિભાગે પણ કડક બંદોબસ્ત કરી રાતદિવસ નિગરાની કરી જેથી કોઈ હાથચાલાકી કે બનાવટ થતી હોય તો તે પકડી શકાય. પણ એવું કશુંય કારણ જવાબદાર ના નીકળ્યું એટલે એને છેવટે ‘પ્રેત-ઉપદ્રવ’ની ઘટના તરીકે જ સ્વીકારવી પડી. આમાં અગત્યની વાત એ જોવા મળી હતી કે કપડાં સળગી જવા કે ફાટી જવા, વસ્તુઓમાં આગ લાગવી એ બઘું એ ઘરની વ્યક્તિઓ સંબંધી જ થતું. અન્ય લોકોની વસ્તુઓ સાથે એવું નહોતું થતું. એટલે એવું માનવામાં આવ્યું હતું કે પ્રેતાત્મા એ ઘરની વ્યક્તિઓને ઓળખતો હતો અને માત્ર એમને જ પોતાના ઉપદ્રવનું નિશાન બનાવતો હતો!
પ્રેતાત્મા ભલા, સારા અને સહાયક પણ હોય છે. આ વાતને પ્રમાણિત કરતી ઘટનાઓ પણ બને છે. હડસન નદીના કિનારે આવેલા એક વિકટોરિયન સમયના જૂના મકાનમાં ભૂત-પ્રેત વસે છે એવું લોકો માનતા હતા એટલે કોઈ ત્યાં રહેવા જતું નહીં. કોઈ રહેવા જાય તોય પ્રેતાત્મા એની છાયાઓથી ગભરાઈને ઘર છોડીને જતું રહેતું. એક દિવસ ખેતરે જતી વખતે આ ભવ્ય આવાસ ત્યાંના નિવાસી ખેડૂત શ્રી એકલેની નજરે પડ્યો. એમાં સાવ વેરાન અને ખાલી હતો. એમાં કોઈ રહેતું નહોતું. તેમણે એના વિશે તપાસ કરી તો ખબર પડી કે તે આવાસ ભૂતિયો છે એટલે કોઈ રહેતું નથી. તેમ છતાં કોઈ અંતઃ પ્રેરણાથી તેમણે એ ભવ્ય મકાન અત્યંત સસ્તા ભાવે ખરીદી લીઘું અને પોતાની પત્ની અને બાળકો સાથે તેમાં રહેવા આવી ગયા.
ઈ.સ. ૧૯૬૭ના ડિસેમ્બરની ઠંડી રાત્રિનો આરંભ થઈ ગયો હતો. એકલેની પત્ની હડસન નદીના કિનારે આવેલા પોતાના નવા ખરીદેલા મકાનની બાલ્કનીમાં ઊભી રહી પોતાના પતિ માટે બની રહેલા ભોજનને નિહાળી રહી હતી. ત્યાં એને અનુભવ થયો કે કોઈ વ્યક્તિ બિલકુલ એની પાછળ ઊભી છે. એના ગરમ શ્વાસ જાણે કે તેની ગરદનને સ્પર્શી રહ્યા હોય એવું લાગ્યું. એ મકાનમાં દેખાતા ભૂત-પ્રેત વિશે તેણે પણ સાંભળ્યું હતું. એટલે તે એકદમ ડરી ગઈ અને પાછા ફરીને ઝડપથી ભાગવા જતી હતી ત્યાં તેણે જોયું તો એક પ્રેત છાયા તેનો રસ્તો રોકીને સામે ઊભી છે. તેના મુખેથી ધીમો અવાજ પણ આવ્યો- ‘તું ડરીશ નહીં. અહીંથી ભાગી જવાની કોઈ જરૂર નથી. અમે અહીં તમારી પાસેથી સહાનુભૂતિ મેળવવા અને તમને સહાય કરવા આવ્યા છીએ.’ કોણ જાણે કેમ એકલેની પત્નીને તેની વાત પર વિશ્વાસ બેઠો. તે ત્યાં ઊભી રહી. તેણે પૂછ્‌યું - ‘તમે કોણ છો, કેટલી વ્યક્તિ છો અને આ મકાનમાં કેમ રહો છો ?’
પેલા પ્રેતાત્માએ કહ્યું - ‘અમે ત્રણ વ્યક્તિઓ છીએ. અમે તમારા વંશના જ મૃતાત્માઓ છીએ. પૂર્વે અમે આ ઘર છે તે જગ્યાએ જ રહેતા હતા. તમે લોકો અહીં રહેવા આવ્યા એ સંયોગ માત્ર નથી. અમે તમારા પતિને પ્રેરણા કરીને જ અહીં રહેવા બોલાવ્યા છે. તમે અહીં સુખેથી રહો. અમે તમને જરાય હેરાન નહીં કરીએ. સમય આવ્યે મદદ જરૂર કરીશું. પછી ઘરના બધા સભ્યોને એ ત્રણેય પ્રેતાત્માનો ભેટો થતો રહ્યો અને એમની અદ્રશ્ય સહાય મળતી રહી. એકલેની મોટી પુત્રી સંિથિયા સાથે એ ખૂબ હળીમળી ગયા હતાં. એમાંય રાજાશાહી વસ્ત્રોમાં સજ્જ એક સ્ત્રી તો એની આગળ વારંવાર પ્રગટ થતી અને તેના નાના-મોટા કામ કરી દેતી. ઇ.સ. ૧૯૭૬માં સંિથિયાના લગ્ન પછી એકલે પરિવારે ઘરમાં પ્રવેશ કર્યો એ સાથે જ એ ત્રણેયે છાયારૂપે પ્રગટ થઈને કહ્યું - ‘અમારી વહાલી સંિથિયાને લગ્ન પ્રસંગે અમારા અભિનંદન. અમારા એને પુષ્કળ આશીર્વાદ છે. અમારા તરફથી આ ભેટ પણ તેને આપજો.’ એમણે જોયું તો ટેબલ પર સુંદર નકશીકામ કરેલ ચાંદીના વાસણ અને બે ચમચીઓ મુકેલા હતાં ! સંિથિયાને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ ત્યારે એ પૂર્વજ પ્રેતાત્માઓએ એ નવજાત વારસદારને હીરાજડિત સોનાની વીંટી ભેટ આપી હતી! અનેક રીતે માર્ગદર્શન આપી એકલે પરિવારને આર્થિક રીતે સંપન્ન કરવા આ ત્રણે પ્રેતાત્માઓએ સહાય કરી હતી. આ ઘટના દર્શાવે છે કે કેટલીકવાર ઉચ્ચ કોટિના પૂર્વજ પ્રેતાત્માઓ પોતાના કુટુંબીજનોને આત્મીયતાપૂર્વક સહાય કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved