Last Update : 06-May-2012, Sunday

 

અઈનો વિરોધનો સૂર

આજકાલ - પ્રીતિ શાહ

એમ કહેવાય છે કે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાધાક્રિશ્નન જ્યારે રશિયા ગયા હતા ત્યારે એમણે રશિયન નેતાને પ્રશ્ન કર્યો હતો કે ‘તમારે ત્યાં વિરોધ પક્ષની પાટલીઓ ક્યાં હોય છે ?’ ત્યારે રશિયન નેતાએ જવાબ આપેલો કે અમારે ત્યાં વિરોધ પક્ષની પાટલી નથી હોતી, કબર હોય છે.
સામ્યવાદી દેશોની બાબતમાં એ જોવા મળે છે કે તેમની સામે વિરોધ કરનાર હેરાન-પરેશાન થઈ જાય છે. કેટલીયે યંત્રણા અને યાતનામાંથી પસાર થવું પડે છે. વિરોધને ગૂંગળાવીને ગળું ટૂંપી દેવાની એની પદ્ધતિ અત્યાર સુધી સફળ રહી હતી, પરંતુ હવે ઈન્ટરનેટના યુગમાં આવું શક્ય નથી. ચીનના શાસકવર્ગની સામે અવાજ ઉઠાવનારા અઈ વેઇવેઇએ કલા અને સાયબર સ્પેસના માઘ્યમથી વિરોધનો પ્રચંડ અવાજ જગાવ્યો છે. ચીન મુક્ત બજારમાં માને છે, પરંતુ પ્રજાનો મુક્ત અવાજ એને સહેજે પસંદ નથી. ચીનના ૧૯૫૭ની ૧૮મી મેએ જન્મેલા અઈ વેઇવેઇ ચિત્રકાર છે અને સાથોસાથ બ્લોગર પણ છે. એપ્રિલ મહિનામાં અઈ વેઇવેઈનું ચિત્રકલાનું પ્રદર્શન મુંબઈમાં યોજાયું હતું. તેઓ એક્ટીવીસ્ટની સાથોસાથ ચિત્રકાર તરીકે જાણીતા બની ચૂક્યા છે.
આઝાદી અને કલાને સમાનભાવે ચાહતા વેઇવેઈ આ બંને માટે જાન ન્યોછાવર કરવા તૈયાર છે. બીજંિગના અત્યંત સુંદર વિશ્વસ્તરીય સ્ટેડિયમની ડિઝાઈન તૈયાર કરનાર આ મુક્ત માનવી સ્પષ્ટપણે કહે છે કે એમને શાસકો તરફ સહેજે સ્નેહ નથી. એ વૈચારિક સ્વતંત્રતાની ઘોષણા કરે છે. માનવીની વ્યક્તિગત આઝાદી માટે પોકાર કરીને ચીની સત્તાધારીઓની ઊંઘ ઉડાડી દે છે. વિરોધને દબાવી દેવાના જોરજુલમથી પૂરેપૂરા પરિચિત એવા અઈ વેઇવેઈ કહે છે કે જો તમે સત્તાધારી પક્ષની સામે વિરોધનો સૂર પ્રગટ કરો તો અડધી રાત્રે તમારે ત્યાં પોલીસ ત્રાટકે છે. કોઈ ગુપ્ત સ્થળે તમને લઈ જવામાં આવે છે. તમારા પરિવારને ધમકી આપવામાં આવે છે અને ચીનમાં વિરોધ કરનારને તેની કંિમત ચૂકવવી પડે છે. આ કલાકાર પણ તેમાંથી બાકાત નથી. ગયા વર્ષની જ વાત કરીએ તો એમને એક્યાશી દિવસ સુધી કારાવાસમાં પૂરવામાં આવ્યા હતા, પરંતુ એમાંથી મુક્ત થયા બાદ અઈ વેઇવેઇએ પોતાની વેબસાઈટ વેઇવેઇ ડોટ કોમ શરૂ કરી. કલાના માઘ્યમથી એમનો આક્રોશ પ્રગટ કરવા લાગ્યા પરંતુ બે દિવસમાં જ એમની વેબસાઈટ બ્લોક થઈ ગઈ. ચીની સરકારે ફેસબુક અને ટ્‌વીટર પર પણ પ્રતિબંધ લાદ્યો છે. કારણ કે એને ખુલ્લી ચર્ચા થાય એનો ભય લાગે છે. વેઇવેઇને અત્યારે આનંદ એ વાતનો છે કે ઈન્ટરનેટ મળ્યું એને કારણે તે બ્લોગ પર લખી શકે છે. માઇક્રોબ્લોગ પણ લખે છે અને પરિણામે વૈચારિક આદાનપ્રદાનને કારણે હવે પ્રજા પણ વ્યક્તિગત, સામાજિક અને રાજકીય સ્વતંત્રતા માટે જાગૃત બની છે.

 

બંદિતાનો સોન્તી

આ વર્ષે સાહિત્ય અકાદમીના બાળ સાહિત્ય પુરસ્કાર વિજેતા આસામી લેખિકા બંદિતા ફુકને ‘સોજા ધરની’ નામની બાળકો માટેની નવલકથા લખી છે. જેમાં સોન્તી અને એનો બાલમિત્ર અઝીઝ પોતાની આસપાસ મોટા પ્રમાણમાં વધી ગયેલી વસ્તીને જુએ છે. સોન્તી એ બંદિતાનું પ્રિય પાત્ર છે. એના એકવીસ પુસ્તકોમાં તમને આ પાત્ર જોવા મળે. આમ તો આ આઠ વર્ષનો બાળક છે જે બાળકને યોગ્ય એવા સ્વપ્નો સેવે છે. આ સોન્તીનું પાત્ર અમેરિકા પણ ફરી આવ્યું છે. એક કથામાં લેખિકા બંદિતા ફુકનની સાથે સોન્તી અમેરિકાનો પ્રવાસ કરે છે. લેખિકાને આ પાત્રની કલ્પના એના પુત્ર પાસેથી મળી છે અને એને આનંદ એ વાતનો છે કે મોટી વયના લોકો પણ આ પાત્રને જોતાં કંટાળતા નથી. આ આસામી લેખિકાએ ૧૯૮૨માં અનંત પૈની અમર ચિત્રકથામાં ૧૭મી સદીની આસામની દંતકથારૂપ નારી જયમતી વિશે પુસ્તક લખ્યું. એ ૧૪ જેટલી ભારતીય ભાષાઓમાં અનુવાદ પામ્યું, પણ બંદિતાને આનંદ એનો છે કે આસામની દંતકથાનું આ પાત્ર સમગ્ર રાષ્ટ્રમાં જાણીતું બન્યું. અત્યાર સુધીમાં ૧૯૪૮માં જન્મનારી બંદિતાએ બાળસાહિત્યના ૫૫ પુસ્તકો અને કુલ ૮૧ પુસ્તકો લખ્યા છે. એ માત્ર લેખિકા નથી. ઉત્તર-પૂર્વની એન્જિનીયર થનારી ત્રણ મહિલાઓમાં એ સ્થાન ધરાવે છે તો એની સાથોસાથ આસામી ભાષામાં સાયન્સ ફિકશન લખનારી એ પહેલી મહિલા છે. એક અર્થમાં કહીએ તો બંદિતાના લોહીમાં સર્જકતા વહે છે. એના દાદા કુમુદેશ્વર બોરટાકુર એ પહેલી આસામી ડિટેક્ટીવ નવલકથા લખનાર હતા. ૧૯૫૫માં પાંચ વર્ષ પૂર્વે થયેલા ધરતીકંપને પશ્ચાદ્‌ભૂમાં રાખીને એની માતા હિરણ્યમયી દેવીએ ‘જીવનસંગ્રામ’ નામની નવલકથા લખી હતી. જ્યારે બંદિતાના પતિ શ્યામન્તાએ પણ સારું એવું લેખનકાર્ય કર્યું છે. બંદિતાના પિતા સ્કૂલ ઈન્સ્પેક્ટર તરીકે કામે લાગ્યા અને શિક્ષણના નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયા. આને કારણે બંદિતાને ઠેર ઠેર જવું પડ્યું. બંદિતાએ એક આત્મકથાત્મક નવલકથા પણ લખી છે. અત્યારે પતિ શ્યામન્તા સાથે ગૌહત્તીમાં નિવૃત્તિ ગાળતી બંદિતા એક સાયન્સ ફિકશન લખી રહી છે અને એનો આનંદ એ છે કે સાયન્સ ફિકશનના એના શોખે આસામમાં એક જાગૃતિ સર્જી છે.

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved