Last Update : 06-May-2012, Sunday

 

ચુંબન ઃ સ્પર્શની ભાષામાં ગુફતેગુ...

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

ગીતના ઘેધૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું.
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઇને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઊઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
- મુકુલ ચોકસી

ગમતી વ્યક્તિના સ્પર્શની આ કવિતા છે. સ્મૃતિમાં છે ત્યાં સુધી નિરંજન ભગતે એક કાવ્યમાં લખેલું કે ચૂમી... મત્ત પાગલ પ્રેમના જેવું ઝૂમી...! ગમતી વ્યક્તિને ચૂમવાનો મહિમા એ પ્રેમને રંગરોગાન કરીને તરોતાજા કરવાનો ઉત્સવ છે. અંગ્રેજી કવિતામાં કહેવાયું છે કે ચુંબન એટલે જે વાત કાનમાં કહેવા માંગતા હતા એ હોઠને કહી દીધી! હોઠથી હોઠનું મિલન અને આપણા હોઠથી ગમતી વ્યક્તિને થતું ચુંબન એમાં પ્રેમના આવિષ્કારનું અવલંબન છે. ચુંબક પરથી જ ચુંબન શબ્દ આવ્યો હશે! પ્રેમના હકારનું આ કાવ્ય એવી ચૂમી ભરવાની વાત કરે છે જ્યાંથી જીવનનો હકાર ઠરીઠામ થઇને વિષાદ અને વિરહની ગરમીમાં ગરમાળો અને ગુલમહોર થઇને ઊગે છે.
ચૂમવા માટે વ્યક્તિ હોવી જ જોઇએ એ જરૂરી નથી. યાદનો કાફલો સ્મૃતિનો રસાલો જાણે કે મનને રસતરબોળ કરે છે! ગીત અને ગઝલ એ તો માઘ્યમ છે પણ એનો નાભીશ્વાસ પ્રેમના પરાક્રમનું મહિમાગાન છે! ત્યારે દિવસની જરૂર નથી, ત્યારે સમય થંભી જાય છે ને માળો હુંફાળો બની જાય છે! ચુમવાના અનુભવની નજીક જવાથી જીવનના ઝુમવાના અનુભવની પાસે જવાય છે જ્યાં આપણને આપણો તાળો મળી જાય છે. ક્યારેક ગમતી કવિતા કે ગમતું પુસ્તક વાંચીએ છીએ ત્યારે વાક્યો અને પંક્તિઓમાં ગમતી વ્યક્તિને યાદ કરીને ચુમાઇ જાય છે! જમાનાએ પ્રેમમાં પગ મૂકવાની ના પાડી હતી અને પ્રેમમાં પડીને ગમતી વ્યક્તિને ચૂમી ભરીને દુનિયા પાંગરી ગઇ. એ વાત પણ મઝાની સાબિત થઇ છે! પ્રેમની ક્ષણો કેટલી? ચૂમી ભર્યાની નૈકી નૈહી કેટલી? કદાચ પાંપણો મીંચાય અને ઊઘડે એટલી ક્ષણોમાં એને જીવનની ભાષામાં ગુફતેગુ કરતાં આવડી જાય છે.
જીવનનો હકાર પ્રગટ કરવા માટે આ કવિતાનો આસ્વાદ એટલે જ કરાવ્યો કારણકે ચુંબનની માત્રામાં હૂંફની હયાતી છે. ક્યારેક દુઃખની પળોમાં ગમતી વ્યક્તિને સાંત્વના આપતી વખતે શબ્દકોષના શબ્દો ખૂટી જાય છે, લાગણી લજામણીના છોડની જેમ સંકોચાઇ જાય છે ત્યારે ચુંબનના સ્પર્શથી હોઠના સંસ્પર્શથી જીવનના હકારને નવા ઓપનું સ્વરૂપ મળે છે. ચૂમવાની વાત અંતે તો ફૂલની પાંખડીઓ પર રહેતા ઝાકળના બંિદુની નજાકતમાં છે. દુઃખી વ્યક્તિને આપણે હાથમાં હાથ પકડીને ભરેલી ચૂમી આંસુના અજવાળામાં તરતા દુઃખો સહન કરવાના આશ્વાસનમાં મદદરૂપ બને છે. બીજું શું જોઇએ જીવનમાં? સ્પર્શથી સંઘર્ષની માત્રા ઘટાડવાનો નુસ્ખો છે ચુંબન! મુકુલ ચોકસી ‘અંગત’ના ઓવારે માણસાઇની ભાષાની સંગત કરનારા નવી કવિતાના દિલોજાન દોસ્ત છે. એક કવિતાની પંક્તિમાં એટલે જ તેઓ કહે છે કે...
અશ્વો કદી ન પોતાના અસવાર થઈ શકે-,
આથી વઘુ તો કોણ નિરાધાર થઈ શકે...!
દરેકે દરેકનો ભાર જાતે જ સહન અને વહન કરવાનો છે. એટલે જ એમની કવિતાની પંક્તિઓથી હકારનો સ્વીકાર કરીને આખાયે અઠવાડિયાને સાંત્વના આપવાનું શબ્દકર્મ કરું છું...
‘‘આખા નગરની જલતી દિવાલોને કળ વળે
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે’’

 

Share |
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved