લાલુ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદી-નીતિશકુમાર હાથ શા માટે મિલાવ્યા ?

 

- મોદીએ નીતિશને બિહાર દિવસ ઉજવવાની સહમતી નહોતી આપી

 

- નીતિશરાજમાં બિહારમાં ગુનાખોરીની બોલબાલા છે

 

 

 

નવી દિલ્હી, તા.6 મે, 2012

 

લાલુ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદી-નીતિશકુમાર હાથ શા માટે મિલાવ્યા ? ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સાર્વજનિક સ્થાનોએ એકબીજાથી દૂર રહેતા નીતિશકુમાર અને નરેન્દ્ર મોદીએ શનિવારે એનસીટીસી અંગેની વડાપ્રધાને બોલાવેલી વિજ્ઞાન ભવન ખાતેની બેઠકમાં એકબીજાને મળ્યા હતા અને હાથ પણ મિલાવ્યા હતા.

 

 

 

આ ઘટના અંગે પત્રકારોને લાલુપ્રસાદ યાદવે જણાવ્યું કે નીતિશકુમારે જ અગાઉ ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને બિહાર આવતા રોક્યા હતા અને નરેન્દ્ર મોદીએ પણ સુરત-ગુજરાતમાં નીતિશકુમારને બિહાર દિવસ ઉજવવાની મંજૂરી આપી નહોતી તો પછી શા માટે બંને હાથ મિલાવ્યા ?

 

લાલુએ જણાવ્યું કે નીતિશ રાજમાં બિહારમાં ગુનાખોરીની બોલબાલા છે. નીતિશકુમારને તો એટલો અહંકાર છે કે તે જનપ્રતિનિધિઓનું પણ સાંભળતા નથી ત્યારે બિહારની જનતા ખૂબ જ પરેશાન છે.