હિલેરી ક્લિન્ટનની ત્રિદિવસીય ભારત યાત્રાનો પ્રારંભ, કોલકાતા પહોંચ્યા

 

 

- અમેરિકી વિદેશ મંત્રી તરીકે પ્રથમ કોલકાતા યાત્રા

 

 

- રિટેલ સેકટરમાં FDIનાં પ્રવેશ અંગે ચર્ચા કરાશે

 

 

કોલકાતા, તા.6 મે, 2012

 

 

અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારતની ત્રણ દિવસીય યાત્રાએ આવ્યા છે. રવિવારે બપોરે કોલકાતા ખાતે તેઓનું આગમન થયું. વિદેશ મંત્રી તરીકે પ્રથમવાર કોલકાતાનાં પ્રવાસે છે.

 

 

સાંજે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ ઓડિટોરિયમ ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં ભાગ લશે અને વિક્ટોરિયા મેમોરિયલ પણ જશે.

 

 

જ્યારે સોમવારે કોલકાતા ખાતે તેઓ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળશે. સાથે જ તેઓ બુદ્ધિજીવીઓ, શિક્ષાવિદોને પણ સંબોધન કરશે.

 

 

સાથે જ હિલેરી રિટેલ સેકટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વસ્ટમેન્ટનાં પ્રવેશ અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા જળ વિવાદ અંગે પણ મમતા બેનર્જી સાથે ચર્ચા કરશે.