ગુજરાત સહીત ચાર રાજ્યોમાં સંભવિત આતંકવાદી હૂમલાના પાંચ શકમંદોના ફોટોગ્રાફ ગુજરાત પોલીસને મોકલાયાં છે. આ ફોટોગ્રાફ્સના આધારે પોલીસે શકમંદોની સઘન તલાશ શરૃ કરી છે. જો કે, આ શકમંદોના નામ કે અન્ય વિગતો ન હોવાથી પોલીસ માટે કામ આસાન ન હોવાનું ગુજરાત પોલીસના ઉચ્ચ સૂત્રો કહે છે. આવા કોઈ શકમંદ જોવા મળે તો તૂર્ત જ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ કરાઈ છે.