શનિવારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધનાઢય્ ગણાતા એવા વાસણા વિસ્તારથી જીવરાજ મહેતા હોસ્પિટલ તરફ જતા ભરચક રસ્તા પર મુથ્થુટ ફાઇનાન્સની મુખ્ય કચેરીમાં બે હથિયારધારી શખ્સોએ લુંટ કરવાના ઇરાદે ઘુસી જઇ ભીંત પર ફાયરીંગ કરીને પલાયન થઇ જતા ભારે ચકચાર મચી ગઇ હતી. ફાયરીંગની ગોળી ઓફિસના કાઉન્ટરની પાછળની દિવાલ પર વાગી હતી. વાસણા જેવા ભરચક વિસ્તારમાં ભરબપોરે આવી ગંભીર ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઇ હતી. (તસ્વીરઃ ગૌતમ મહેતા)