Last Update : 06-May-2012, Sunday

 
રાજકોટમાં IOPEPCની બેઠકમાં મગફળીના ઉત્પાદનનો મુકાતો અંદાજ
ઉનાળુ મગફળીનું ઉત્પાદન ઔઆ વર્ષે ૪.૫૯ લાખ ટન થશે
રાજયમાં તલનું ઉત્પાદન ગત વર્ષ કરતા ૮ હજાર ટન વધુ ૫૫ હજાર ટન થશે ઃ ઉનાળુ મગફળી ૧.૬૫ લાખ ટન વધુ પાકશે
રાજકોટ, શનિવાર
રાજકોટ ખાતે આજે ૈંર્ંઁઈઁભ (ઈન્ડીયન ઓઈલ સીડઝ એન્ડ પ્રોડયુસ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ)ની મળેલી બેઠકમાં રાજયમાં ઉનાળુ મગફળીમાં ૪.૫૯ લાખ ટન અને તલમાં ૫૫ હજાર ટનનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો.
રાજકોટ ખાતે આજે IOPEPCના ચેરમેન રાજેશભાઈ ભેડાની ઉપસ્થિતિમાં રાજયભરનાં સીંગદાણા - તલ - મગફળી સહિતના તેલીબિયાના વેપારીો, નિકાસકારો અને ટ્રેડર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજયમાં ચાલુ વરસે ઉનાળુ મગફળી અને તલના ઉત્પાદન અંગે અંદાજ રજુ કરાયો હતો જેમાં ચાલુ વરસે ઉનાળુ મગફળીનું ઉત્પાદન ગત વરસ કરતા ૧.૬૫ લાખ ટન વધી ૪.૫૯ લાખ ટન થવાનો અંદાજ મુકાયો હતો.
ગત વરસે ઉનાળુ મગફળીમાં ૨.૯૪ લાખ ટનનો પાક થયો હતો. ચાલુ વરસે સિંચાઈની સગવડો અને મગફળીના ઉંચા ભાવના કારણે ૧,૮૭,૪૦૦ હેકટરમાં વાવેતર થતાં ઉનાળુ મગફળીમાં દોઢ ગણું ઉત્પાદન થવાની ધારણા રહી છે. ઉનાળુ મગફળીની ધીમી ગતિએ આવકો શરૃ થઈ છે. આજે ભાવનગર યાર્ડમાં ૫૦૦ મણની આવકે રૃા ૭૪૦ થી ૯૨૩ના ભાવ રહ્યાં હતાં. ભાવનગર ઉપરાંત સાવરકુંડલા, ગોંડલ, સહિતના યાર્ડોમાં પણ ઉનાળુ નવી મગફળીની આવકો શરૃ થઈ છે. ઉનાળુ મગફળીનું પાછતરૃ વાવેતર વધુ થયું હોવાથી આઠ દસ દિવસ પછી આવકોનું દબાણ વધશે તેવી ધારણા રહી છે.
રાજયમાં ઉનાળુ તલમાં ૫૪૬૦૦ હેકટરમાં વાવેતર થયું છે. ઉનાળુ તલમાં ગત વરસે ૪૭ હજાર ટનનું ઉત્પાદન થયું હતું. તેની સામે IOPEPCના અંદાજ મુજબ આ વરસે ૫૫ હજાર ટનનું ઉત્પાદન થવાની ધારણા રહી છે. જયારે સરકારના જાહેર થયેલા વાવેતરના આંકડા મુજબ ગણતરી કરતા ઉત્પાદન ૬૭ હજાર ટન થવાનો અંદાજ મુકાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળુ મગફળીનું વર્ષ ૨૦૧૦માં ૬૮ હજાર હેકટરમાં વાવેતર અને ૧.૨૯ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. જયારે વર્ષ ૨૦૧૧માં ૧.૨૧.૦૪૦ હેકટરમાં વાવેતર અને ૨.૯૪ લાખ ટનનો પાક થયો હતો તેની સામે ચાલુ વરસે સૌથી વધુ ૧,૮૭,૪૦૦ હેકટરમાં થયું છે. અને ઉત્પાદન પણ ૪.૫૯ લાખ ટન થવાની ધારણા રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved