Last Update : 06-May-2012, Sunday

 

વડા પ્રધાને બોલાવેલી બેઠકમાં બિનકોંગ્રેસી રાજ્યોનો વિરોધ
NCTC મુદ્દે સર્વસંમતિ ન સધાઇ

છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહની ટેકો આપવા તૈયારી ઃ નરેન્દ્ર મોદી, મમતા અને જયલલિતાનો વિરોધ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫
નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (એનસીટીસી) અંગે ચર્ચા- વિચારણા કરવા કેન્દ્ર સરકારે આજે બોલાવેલી બેઠકમાં ધાર્યા પ્રમાણે જ સર્વસંમતિ સાધી શકાઈ નહોતી. વડાપ્રધાન મનમોહનસિંહ અને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના અનેકવિધ પ્રયાસો છતાં દેશના બાર જેટલા બિનકોંગ્રેસી રાજ્યોના મુખ્યપ્રધાનોએ આ અંગે સખત વિરોધ ઉઠાવ્યો હતો. આ વિરોધ ઉઠાવનારામાં યુપીએમાં રહેલા કોંગ્રેસના સાથીપક્ષો, તૃણમૂલ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનો પણ સમાવેશ થાય છે. આજની આ ગરમાગરમી ભરેલી બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર ઉપર બ્રિટીશ યુગના વાઇસરોયની જેમ વર્તવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે, દ્વારા કેન્દ્ર સરકાર પોતાને સર્વશક્તિમાન શાસકની જેમ વર્તી રહ્યું છે અને તે રાજ્યોને 'ખંડિયા' રાજ્યોની જેમ જ ગણી રહ્યું છે. આ સાથે નરેન્દ્ર મોદીએ, તે વાસ્તવિકતા પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું કે, ત્રાસવાદ સામેના યુદ્ધમાં સ્પષ્ટ દ્રષ્ટિ હોવી અનિવાર્ય છે, સાથે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ પણ તેટલી જ અનિવાર્ય છે.
સમવાયતંત્રી વ્યવસ્થાને આગળ ધપાવવા અને એક સમાન અભિગમ સાથે તે ત્રાસવાદ સામે લડવાની રણનીતિ ઘડી કાઢવી અનિવાર્ય છે. આ માટે ટુકડે ટુકડે કરાતા પ્રયત્નો આપણને ધ્યેય સુધી પહોંચવા નહીં દે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે એનસીટીસીને તેના વર્તમાન સ્વરૃપે અમલી બનાવવા સામે વિરોધ ઉઠાવતા કહ્યું હતું કે, આ અંગેની સ્થાપનાનો કાર તો વિવાદ્સ્પદ બની રહેલા આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પાવર એક્ટ જેવો જ કઠોર બની રહેશે.
એનસીટીસીની રચનાની તરફેણ કરતાં વડાપ્રધાને રાજ્યોની શંકાઓ દૂર કરવા પણ પ્રયત્ન કર્યો હતો અને સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, આ કૈં રાજ્યો વિરુદ્ધ કેન્દ્રનો પ્રશ્ન જ નથી. પરંતુ રાષ્ટ્રમાં વ્યાપી રહેલા ત્રાસવાદને નાથવા કરતો એક (કેન્દ્ર અને રાજ્યોનો) સહિયારો પ્રયાસ છે. આ સંસ્થા વાસ્તવમાં ત્રાસવાદ સામે લડવાની રાજ્યોની તાકાત વધારશે તે રાજ્યોની સત્તાઓને દબાવી નહીં દે.
એનસીટીસી અંગેની દરખાસ્ત મૂળભૂત રીતે રજૂ કરનાર ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે આ બેઠકને સંબોધનમાં જણાવ્યું હતું કે, ત્રાસવાદ કોઈ સરહદો કે સીમાઓને ઓળખતો જ નથી. આથી રાષ્ટ્રને સલામત બનાવવા માટે એનસીટીસી અનિવાર્ય છે.
ભાજપના નેતા અને છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહે તેની સ્પષ્ટતા કરી હતી કે જો આ અંગે જરૃરી સુધારાઓ કરવાના તેઓના સૂચનોને તેમાં સમાવિષ્ટ કરવામાં આવે તો તેઓ તેને ટેકો આપશે.
યુપીએમાં રહેલા કોંગ્રેસના સાથીપક્ષ તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ, એનસીટીસીનો ઉગ્ર વિરોધ કરતાં કહ્યું હતું કે, આ એકમને ધરપકડ કરવાની અને જપ્તી પણ કરવાની આપવામાં આવનારી સત્તા રાષ્ટ્રના સમવાયતંત્રી મામલાને જ ખોરવી નાખે તેવી છે. આ સાથે તેઓએ કેન્દ્ર સરકારને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે આ દરખાસ્ત જ તેણે પાછી ખેંચી લેવી જોઈએ.
તમિલનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાએ એનસીટીસીનો તીવ્ર વિરોધ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર ઉપર દેશમાં એકહથ્થુ શાસન સ્થાપવાનો આક્ષેપ મૂકતા તેવી પણ માગણી કરી હતી કે આ અંગે મુખ્યપ્રધાનોની એક પેટા સમિતિ (સબ-કમિટી) સ્થાપવી જોઈએ અને તે સમિતિ તેના તારણો ન આપે ત્યાં સુધી આ કાનુનને એક તરફ જ મૂકી દેવો જોઈએ. આ સાથે તેમણે ગૃહપ્રધાન ઉપર અનેકવિધ પ્રહારો કરતાં કેન્દ્ર સરકાર ઉપર તમિલનાડુ પ્રત્યે તિરસ્કારભર્યો વ્યવહાર કરવાનો આક્ષેપ મૂકતા કહ્યું હતું કે, એનસીટીસીની સ્થાપના સંબંધી ઓર્ડરની નકલ પણ હજી સુધી રાજ્ય સરકારને મળી નથી.
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે આ દરખાસ્તને સમવાય તંત્રી મામલાના ઉલ્લંઘન સમાન ગણાવી રહી અને તેમાં રહેલી કેટલીક મૂળભૂત ક્ષતિઓ અને ઉણપો પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું.
ઓડીસાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે કહ્યું હતું કે, કોઈ પણ લોકશાહી દેશમાં જાસૂસી સંસ્થાને આટલી વ્યાપક સત્તા આપવામાં આવી નથી. આ સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે આ નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટર (એનસીટીસી) ઇન્ટેલિજન્સ બ્યુરોના ભાગરૃપે રાખવું ન જોઈએ.
ઉત્તર પૂર્વના રાજ્યોએ આ જાસૂસી સંસ્થા અંગે મિશ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા. ત્રિપુરાના મુખ્યપ્રધાન માનિક સરકારે તેમનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ સંસ્થાની સ્થાપના હુકમમાં અનેક ક્ષતિઓ રહેલી છ. જે સમવાયતંત્રના સિદ્ધાંતનો ભંગ કરે છે અને રાજ્યોના અધિકારો ઉપર તરાપ માર છે. તેઓએ રાજ્યોમાં પૂરો વિશ્વાસ નહી રાખવાનો કેન્દ્ર ઉપર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે, કેન્દ્રને રાજ્યોની પોલીસની ક્ષમતામાં પણ વિશ્વાસ નથી આ સાથે માનિક સરકારે આરપીએફ એક્ટ અને બીએસએફ એક્ટમાં પણ સુધારા સૂચવ્યા હતા.

 

એનસીટીસીની રચના સંસદની મંજૂરી સિવાય કરાઈ છે ઃ મમતા
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫
એનસીટીસીનો ઉગ્ર વિરોધ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આ એકમની રચના સંસદની મંજૂરી સિવાય જ કરવામાં આવી છે. જે તદ્દન ખોટું છે. વળી ત્રાસવાદ સામે લડવા માટે આવી કોઈ (અલગ) સંસ્થાની જરૃર હોય તે માટે મને કોઈ કારણ દેખાતું નથી.
'એનસીટીસી (રાજ્યો સાથે) મંત્રણા કર્યા સિવાય જ રચવામા આવી છે. આ અંગે કોઈ સમજણ કે વિરોધાભાસ પણ રહેવો ન જોઈએ. પરંતુ એનસીટીસી અંગેનું જાહેરનામું સંસદની મંજૂરી સિવાય જ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.' તેમ પણ મમતા બેનરજીએ આજે વડાપ્રધાને એનસીટીસી અંગે ચર્ચા કરવા રાજ્યોના મુખ્યપ્રધાનોની બોલાવેલી પરિષદમાં જણાવ્યું હતું.
તેમણે આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાને તેમના વકતવ્યમાં કહ્યું જ છે કે, દરેક વિકલ્પો બંધ કરી દેવાયા નથી આથી મારું અનુમાન છે કે, વિકલ્પો હજી ખુલ્લા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved