Last Update : 06-May-2012, Sunday

 

વન મિનિટ પ્લીઝ...

રાષ્ટ્રીય
(1) તમિલનાડુનાં મુખ્યમંત્રી જે.જયલલિતાએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી સમિતિના વિવાદિત મુલ્લપેરીયાર બંધ પરના અહેવાલથી તેમની સરકારના વલણને સમર્થન મળ્યું છે. તમિલનાડુ સરકાર કહેતી આવી છે કે આ બંધ સંપૂર્ણ સલામત છે અને પાણીનું સ્તર ૧૪૨ ફૂટ સુધી વધારી શકાય છે પણ કેરળ આનો વિરોધ કરે છે.
(2) ઘાયલ કી ગત ઘાયલ જાને, પણ શરદ પવાર ક્યાં ઘાયલ થયા છે, મતલબ કે કોઈ સરકારના વડા થયા છે ? કદાચ એટલે જ તેમણે, મહારાષ્ટ્રના સંદર્ભમાં હોય કે પછી કેન્દ્રના સંદર્ભમાં, કહ્યું છે કે, યુતિ સરકાર ચલાવવી ખાસ મુશ્કેલ નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું ગઈકાલે કહ્યું હતું કે, મોરચા સરકારને સંભાળવામાં પડકાર રહેલો છે. બીજી તરફ આજે પ્રણવ મુખર્જીએ પણ આર્થિક સુધારામાં વિલંબ માટે મોરચા સરકાર કારણરૃપ ગણાવી છે.
(3) ઉત્તર પ્રદેશ બાદ ગોવામાં હાર માટે એન્ટોનીએ કરેલા વિશ્લેષણના પડઘા પડયા છે. ગોવામાં પંચાયતની ચૂંટણી અને ભાજપના ધારાસભ્યના મોતના પગલે પેટા ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસે વિધાનસભાની હારમાંથી કંઈ ધડો લીધો કે નહીં તે આ ચૂંટણીઓમાં જોવા મળશે.
(4) અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી કિલન્ટન ભારત આવી રહ્યાં છે. તેઓ સોમવારે કોલકાતા આવી પહોંચશે ત્યારે, પોલીસ કર્મચારીઓ હિલેરીના ૧૬ થી ૧૮ કારના કાફલાને નહીં જોઈ શકે કારણ કે તેમને સૂચના અપાઈ છે કે તેમણે વીવીઆઇપીને સલામ કરવાના બદલે ફૂટપાથ પર લોકોની અવરજવર પર ધ્યાન આપવું. પણ સવાલ એ છે કે પોલીસ આ સૂચનાનું પાલન કરે છે કે કેમ....
(5) ભાજપના વરિષ્ઠ મંત્રી યશવંતસિંહાએ આક્ષેપ કર્યો છે કે ઝારખંડ રાજ્યસભાની ચૂંટણીમાં એસ.એસ. અહલુવાલીયાની જીત માટે ભાજપે સંનિષ્ઠ પ્રયાસો કર્યા નહતા. અહલુવાલિયાની હારથી ભાજપને મોટો ફટકો પડયો છે કેમકે તેઓ રાજ્યસભામાં વિપક્ષના નાયબ નેતા હતાં.

આંતરરાષ્ટ્રીય
(1) સામાન્ય રીતે આપણે ત્યાં એવું મનાય છે કે પશ્ચિમના દેશો એટલે મુક્તવાદી-બંધનોના વિરોધી, પણ એવું નથી. બ્રિટનની સેન્ટ વ્હાઇટસ સ્કૂલના પ્રિન્સીપાલે ધમકી આપી છે કે જો વાલીઓ તેમના બાળકોને ફેસબુક અને અન્ય નેટવર્કિંગ સાઇટને વાપરતા બંધ નહીં કરે તો તેઓ વાલીઓની સોશિયલ સર્વિસમાં ફરિયાદ કરશે. પ્રિન્સીપાલનું માનવું છે કે બાળકો આ વેબસાઇટ જુએ તેમાં તેઓ અયોગ્ય સામગ્રી પર પહોંચી જવાનુ જોખમ છે.
(2) બ્રિટનની જ વાત નીકળી છે તો જાણી લો કે ત્યાંના સાંસદો ઇન્ટરનેટ પર પોર્નને દૂર કરવા માગણી કરી રહ્યા છે. બ્રિટનમાં બાળકો પોર્નના વ્યસની બની જાય પછી અતડા, ઉદાસ, ચીડિયા અને ભૂખ્યા રહેતા હોવાના કિસ્સા વધી રહ્યા છે.
(3) ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટી સેક્સ કૌભાંડના કારણે ખળભળી ઉઠી છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ સ્વીકાર્યું છે કે તેને આ કૌભાંડ સંદર્ભે લેખિત અરજી મળી છે. આક્ષેપ મુજબ આ વર્ષે ફેબુ્રઆરીમાં એક ઓરિએન્ટેશન કેમ્પમાં વિદ્યાર્થીઓએ વેશ્યાઓને બોલાવી હતી. સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓના ગળામાં આંગળી નાખી ઉલટી કરાવી, તેમને વધુ દારૃ પીવા ફરજ પાડી હતી. વિદ્યાર્થીઓએ ત્યાં સેક્સ માણ્યું. એટલું જ નહીં જે વિદ્યાર્થીઓ સંમત ન હતા તેમના પર પેશાબ કરાયો. વિદ્યાર્થીઓ તો ઠીક, આયોજકોએ કોન્ડોમ વહેંચ્યા!
(4) મૂળ કેરળના વતની એવા ભારતીય પત્રકાર ફિલિપ અબ્રાહમ યુકેની લાફટન ટાઉન પરિષદ (કાઉન્સિલ)માં કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. આ પરિષદમાં એશિયન મૂળની વ્યક્તિ પહેલીવાર ચૂંટાઇ છે.
(5) ગ્રીકમાં અનિશ્ચિત વાતાવરણ વચ્ચે આવતીકાલે ચૂંટણી યોજાશે એમ મનાય છે કે આ દેશની આર્થિક સ્થિતિ બગાડવા માટે મતદારો બંને મુખ્ય પક્ષો - સોશિયલિસ્ટ પાસોક પાર્ટી અને કન્ઝર્વેટિવ ન્યૂ ડેમોક્રેસીને પાઠ ભણાવશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved