Last Update : 06-May-2012, Sunday

 

યુપીએના સાથી પક્ષો અને વિપક્ષો જ નહીં
ઇન્ટેલિજન્સ નિષ્ણાતો પણ NCTCનો વિરોધ કરી રહ્યા છે

જાસૂસી સંસ્થા 'રૉ'એ ૨૦૧૦માં NCTCના વિચારનો વિરોધ કરેલો

નવી દિલ્હી, તા. ૫
સૂચિત એનસીટીસીનો વિરોધ કરવામાં માત્ર મમતા બેનરજી કે ઓડીસાના મુખ્યપ્રધાન નવીન પટનાયક કે અન્ય બિન-કોંગ્રેસી મુખ્ય પ્રધાનો જ નથી, પરંતુ ભારતની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા 'રીસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ' (રૉ) તો આવી કોઈ સસ્થા સ્થાપવા સામે, છેક ૨૦૧૦માં ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
વાસ્તવમાં તા. ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ના દિને નવી દિલ્હી સ્થિત વિજ્ઞાાન ભવનમાં ૨૨મા ઇન્ટેલિજન્સ બ્યુરો સેન્ટીનરી એન્ડાઉમેન્ટ પ્રવચન સમયે ગૃહપ્રધાને આવી સંસ્થા સ્થાપવા અંગેનો વિચાર વહેતો મુક્યો હતો. તે સમયે 'રૉ'ના સચિવ કે.સી.વર્માના મનમાં આ સદીના પ્રારંભે બનેલી ઘટના ઘૂમરાઈ રહી હતી.
તે સમયે તેઓ આઈબી ની ઓપરેશન વિંગમાં હતા. ત્યારે મુંબઈ સ્થિત બે ત્રાસવાદીઓને ખતમ કરવાની કાર્યવાહી હાથ ધરવાની હતી. આ કાર્યવાહી સફળ તો થઈ જ, પરંતુ તે પૂર્વે તેમાં ભારે મોટા અવરોધો પણ આવ્યા હતા. આઈબી તે સમયે મુંબઈ પોલીસની સાથે કાર્યરત હતી પરંતુ આ ત્રાસવાદીઓ જ્યાં છુપાયા હતા તે, મુંબઈ પાસેનાં મુંબ્રાની પોલીસને વિશ્વાસમાં લીધી ન હતી. આ કાર્યવાહી પૂરી થયા પછી મુંબ્રા પોલીસ તે અંગે યશ અને ઇનામમાં પણ સહભાગી હોવાનો દાવો કર્યો હતો. આથી એક તરફ આઈબી અને મુંબઈ પોલીસ અને બીજી તરફ પોલીસ વચ્ચે વિવાદ શરૃ થઈ ગયો હતો જેણે ઘણું ખરાબ સ્વરૃપ લઈ લીધું હતું.
આ ઘટનાનો ઉલ્લેખ કરતાં વર્માએ જણાવ્યું હતું કે સૂચિત એનસીટીસી તેની કાર્યવાહી શાખા અને અન્ય રાષ્ટ્રીય સંસ્થાોનાં ત્રાસવાદ વિરોધી કાર્યવાહીઓ પણ આવો વિવાદ (સ્થાનિક પોલીસ સાથે) સર્જી શકે તેમ છે. જેમાંથી કાનૂની મુદ્દાઓ પણ ઉભા થવા સંભવ છે. તેટલું જ નહીં પરંતુ આવા વિવાદો ઘણી મોટી મુશ્કેલી પણ સર્જી શકે તેમ છે. કારણ કે, જાસૂસી સંસ્થાઓને સક્રીય રીતે 'એક્ઝિક્યુટીવ-એક્શન્સ' (વહીવટી-પગલાં) લેવની કોઈ સત્તા જ કાનૂન પ્રમાણે નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગાંગુલીની કેપ્ટન્સી હેઠળની પૂણેનો કોલકાતા સામે સાત રનથી પરાજય
જીસીએનીસ્પષ્ટતાઃસ્પોર્ટસ સંકુલનું ટેન્ડર ભરવામાં કોઇ નિયમભંગ નથી
સ્ટીવ સ્મિથની શાનદાર ફિલ્ડિંગથી ઇડન ગાર્ડનના ચાહકો રોમાંચિત
ઓછો સ્કોર ધરાવતી મેચો પણ રોમાંચક બની શકે છે તે જોવા મળ્યું

નોકઆઉટમાં પ્રવેશવાની આશાને વધુ મજબુત બનાવવા જીતવું પડશે

છૂટાછેડાને આસાન બનાવતાં બિલ સામે જયા અને કનીમોઝીનો વિરોધ
પ્રણવ મુકરજી એડીબીના ગવર્નર બોર્ડના ચેરમેનપદે ચૂંટાયા
ફાળકે એકેડેમી એવોર્ડ સમારંભમાં ફિયાસ્કાની વણઝાર
શિલ્પા અને રાજ કુન્દ્રાનું બાળક ચાંદી નહી સોનાના ચમચા સાથે જન્મશે
ંકેટરિના સાથે 'કોલ્ડ વોર'ની વાત મિડિયાએ ઉપજાવી કાઢી હોવાની સોનાક્ષીની સ્પષ્ટતા
અભિનેત્રી અમ્રિતા અરોરા બીજી વખત ગર્ભવતી બની
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં રાણી મુખર્જીને બદલે કરીના કપૂરને લેવાશે
પંજાબના કૃષિ મંત્રી તોતા સિંહને એક વર્ષની કેદ

વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સીટ અનામતનો દિલ્હીની એક કોલેજનો વિચિત્ર પ્રસ્તાવ

આજે રાત્રે સૌથી મોટો અને તેજસ્વી ચંદ્ર જોવા મળશે
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved